2 Idiots

IPLમાં પાકિસ્તાનના ખેલાડીઓનો સમાવેશ ના કરવાના લીધે ઉઠેલો વિવાદ સમવાનું નામ નથી લેતો. હવે PCB એ સામેથી જ IPLમાં ભાગ ના લેવાનો નિર્ણય લીધો છે તો પણ ભારતમાં રોજ કોઇને કોઇ આ વિષય પર નિવેદન આપીને વિવાદને જીવંત રાખે છે.

ચિદમ્બરમ સાહેબને તો બહુ જ ખોટું લાગ્યું છે પાકિસ્તાનના ખેલાડીઓનો સમાવેશ ના કરવાથી. ક્રિકેટ પ્રેમી તરીકે એમને બહુ દુ:ખ થયું છે કે તેઓ પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં રમતા નહીં જોઇ શકે. ખબર નહીં એમનો ક્રિકેટ પ્રેમ ત્યારે ક્યાં ખોવાઇ ગયો હતો જ્યારે સુરક્ષા કારણોસર IPLને સાઉથ આફ્રિકામાં રમાડવામાં આવી હતી અને દેશના લોકો જ ક્રિકેટ નહોતા જોઇ શક્યા. મને તો લાગે છે આવતી IPLની સિઝન સુધીમાં ચિદમ્બરમ અને આપણા ખેલ મંત્રી ગીલ સાહેબ કાયદો લાવી દેશે કે દરેક IPL ટીમમાં 20% પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ થવો જ જોઇએ અને પછી ક્રિકેટ પ્રેમી તરીકે એમના જીવડા ખૂબ સુખ પામશે.

ખાન બંધુઓ (આમીર અને શાહરૂખ) એ પણ પોતાના નિવેદનો થકી પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરી દીધો છે. શાહરૂખને તો એમ જ હતું કે જો પાકિસ્તાનના ખેલાડીઓ angle બનીને આવશે અને એની ફાલતુ ટીમને જીતાડશે. શાહરૂખના નિવેદનથી અપેક્ષા મુજબ જ શિવસેના ભડકી. શાહરૂખ જે રીતે પાકિસ્તાની પ્રત્યે પ્રેમ બતાવતો હતો એ જોતા શિવસેના એ સાચ્ચું જ કીધું કે એને “નિશાન એ પાકિસ્તાન” નો ખિતાબ આપવો જોઇએ. શાહરૂખના પાકિસ્તાની ખેલાડીઓ વિશેના પ્રેમ ભર્યા નિવેદનો સાંભળીને મને એમ જ લાગે છે કે માણસ પોતાની ફિતરત ના જ બદલી શકે. કાલે શાહરૂખ IPLની ટીમ ખરીદવા પૈસા ક્યાંથી લાવ્યો એ તપાસ કરવામાં આવે તો કદાચ એવું પણ બહાર આવી શકે કે દાઉદભાઇના પૈસા શાહરૂખભાઇએ લગાવ્યા હોય અને એમ હોય તો મને જરા પણ આશ્ચર્ય નહીં થાય. હવે જોઇએ શાહરૂખની નવી ફિલ્મ “My Name is Khan” નું મુંબઇમાં શું થાય છે?

 aamir-khan

 

જો કે સૌથી મોટું સરપ્રાઇઝ મને બીજા ખાન ભાઇ આમીરખાનનું નિવેદન સાંભળીને થયું. એમને પણ પાકિસ્તાનના ખેલાડીઓ નથી રમવાના જાણીને બહુ દુ:ખ થયું છે. વળી એ પોતાનું આ દુ:ખ પોતાના સુધીના ના રાખી શક્યા અને મિડીયમાં જઇને અંચઇ અંચઇ ની બૂમો પાડવા લાગ્યા. શાહરૂખભાઇ બૂમ પાડે આ વિષય પર તો સમજી શકાય કે એમની ટીમ છે પણ આમીરભાઇ માટે તો बेगानी शादीमें अबदुल्ला दिवाना એના જેવો ઘાટ છે. એમને ખબર નહીં આ વિવાદમાં વચ્ચે પડવાની શું જરૂર હતી? લાગે છે સફળતાનો નશો એમના દિમાગ પર ચડી ગયો છે.

 

શિવસેનાના હિન્દી દૈનિકમાં આ વિશે ખૂબ સૂચક રીતે આ બન્ને ખાન બંધુઓનો ઉપર બતાવેલો ફોટો મૂકવામાં આવ્યો છે અને બન્નેને “2 Idiots” તરીકે દર્શાવવામાં આવ્યા છે. શિવસેનાની આ વાત સાથે હું પણ સહમત છું.

Hope better sense prevails for all.

Phir Mile Sur Mera Tumhara

Most of us remember the old video “Mile sur mera tumhara” promoting National integration in Doordarshan era. Just to refresh that following is the video from You tube.

 

Now the same song has been refurbished as “Phir mile sur mera tumhara” and released yesterday. However the new avatar is very very disappointing. Especially disappointment for those who appreciated the original version. New version is all about Bollywood. I really wonder how the makers ignored many imminent Indian personalities from different walks of life. No sports person gets cut. No one represents from art or literary. Not all regional languages included (including Gujarati which in previous version sung by Mallika Sarabhai “મળે સૂર જો તારો મારો, બને આપણો સૂર નિરાળો”). In new version, except Jaya bachchhan alll Bachchhans managed to get in. The worst part of the new video is Deepu i.e. Deepika Padukone showing her legs. Well, It seems like it is Bollywood skin show and not a song promoting national harmony. The new version of song is below :

 

Saying “Old is Gold.” is indeed true. Atleast for this song.

अंगूर खट्टे है….

આજે રેડીફ પર નીચેના લેખમાં જાવેદ મિંયાદાદના IPL વિશેના અભિપ્રાયો વાંચવાની મઝા આવી.

http://cricket.rediff.com/report/2010/jan/21/javed-miandad-interview-indian-premier-league-ipl.htm

લાગે છે પાકિસ્તાનના ખેલાડીઓને IPLમાં ના લીધા એનાથી જાવેદભાઇને બહુ મનદુ:ખ થયું લાગે છે અને આઘાતના લીધે માનસિક સંતુલન ગુમાવી બેઠા લાગે છે. સવાલ એ છે કે જો પાકિસ્તાનના ખેલાડીઓને લીધા હોત તો પણ જાવેદભાઇ આવી જ લવારી કરતા હોત કે પછી अंगूर खट्टे है?

IPL Auctions – something to cheer about

ગઇ કાલે IPL ની 3જી સિઝન માટે ક્રિકેટરોની હરાજી થઇ. આ હરાજીમાં મને ખાલી એક જ વસ્તુમાં રસ હતો કે પાકિસ્તાનના ખેલાડીઓને કોઇ ખરીદે છે કે નહીં અને ખરીદે છે તો કોણ ખરીદે છે? કાલે ખેલાડીઓની હરાજી પત્યા બાદ ખબર પડી કે પાકિસ્તાનના કોઇ ખેલાડીને ખરીદવામાં નથી આવ્યો ત્યારે સાચું કહું તો દિલમાં આનંદની લાગણી થઇ. પાકિસ્તાન જે કારનામા ભારત સાથે કરી રહ્યું છે એ જોતા પાકિસ્તાનના ખેલાડીઓને “No Entry” બતાવવા સિવાય કોઇ છૂટકો નથી. IPL એ હવે વૈશ્વિક સ્તરની લીગ છે અને પાકિસ્તાનને આ જ રીતે દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર isolate  કરવામાં આવે તો જ પાકિસ્તાનને ખ્યાલ આવશે કે હવે એમના પ્રપંચો વધારે નહીં ચાલી શકે. પાકિસ્તાનને એ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે કે એનું પોતાનું કોઇ વજૂદ નથી અને અમેરિકા અને બીજા દેશોની દયા પર એ જીવી રહ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આમ પણ નાદારીના આરે છે. કોઇ દેશ પાકિસ્તાનમાં નજીકના ભવિષ્યમાં તો ક્રિકેટ રમવા જઇ શકે એ શક્ય જ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસે એમના ક્રિકેટરોને મહેનતાણા પેઠે આપવાના પૂરા રૂપિયા પણ નથી. પાકિસ્તાનના ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં  જે કંગાળ દેખાવ કર્યો છે એ જોતા તો એમ જ લાગે કે ભાગ્યે જ કોઇ ખેલાડીઓને પાકિસ્તાન તરફથી રમવામાં રસ હોય. દરેક ખેલાડીઓને IPL જેવી લીગમાં રમીને પૈસા કમાવા છે. આ વખતની હરાજીમાં જ્યારે પહેલી વખતની યાદીમાં પાકિસ્તાનના ખેલાડીઓનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો ત્યારે ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર દબાણ કરીને પોતાના નામોને આખરી યાદીમાં ધકેલાવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અને એના ખેલાડીઓની આવી દયનીય હાલત છે છતા પણ એ લોકો હવામાં જ ઉડતા હોય એવું લાગે છે જે નીચેની પ્રતિક્રિયાઓ પરથી સ્પષ્ટ થાય છે :

1. શાહીદ અફ્રીદી કહે છે,

THE WAY I SEE IT, THE IPL AND INDIA HAVE MADE FUN OF US AND OUR COUNTRY. WE ARE T20 WORLD CHAMPS AND FOR ME THE ATTITUDE OF THE FRANCHISES WAS DISAPPOINTING. I feel bad for the Indian people who, I am sure, wanted to see us play in the IPL this year.

શાહીદભાઇ એમાં આવું કહેવાનું થોડી હોય કે તમારી મજાક ઉડાવાય છે એ તો સમજી જવાનું હોય્ समजदार को इशारा काफी. તમને તમારા વિશ્વ વિજેતા થવાનું ગૌરવ હોય તો ભલે અમને એનાથી કોઇ ફરક નથી પડતો. વળી તમે ચિંતા ના કરો તમે નહીં રમો તો અમને જરા પણ દુખ નહીં થાય.

વળી પાકિસ્તાનના એક અગ્રણી અખબારના લેખ મુજબ શાહીદભાઇ તો એમ કહે છે કે

We applied for the IPL only on their insistence and not on our own.

http://www.dawn.com/wps/wcm/connect/dawn-content-library/dawn/news/cricket/08-ipl-auction-shuns-pakistan-stars-ts-04 

જો વાત એમ જ હોય તો પછી જ્યારે કોઇએ તમને ખરીદ્યા નહીં તો દુખી શા માટે થઇ ગયા?

2. સોહેલ તન્વીર કહે છે,

They mean to say none of our players are good enough to be in the IPL. I am sorry to say the franchises have taken a decision not based on cricketing sense but on political grounds, which is a shame and has hurt the image of the sport

સોહેલભાઇ ક્રિકેટ સેન્સ કરતા દેશદાઝની સેન્સ હોવી વધૂ જરૂરી છે. તમને ના રમવા બોલાવ્યા એમાં અમારે શરમાવું શું કરવા? અમે તમારી જેમ તો નથી કે તમારે ત્યાં રમવા આવેલા ક્રિકેટરો પર આતંકવાદી હૂમલા કરાવીએ. સોહેલભાઇ જ્યારે શ્રીલંકાના ખેલાડીઓ પર હૂમલો થયો હતો પાકિસ્તાનમાં ત્યારે તમને શરમ નહોતી આવી કે પછી ત્યારે રમતની ઇમેજ ખરાબ નહોતી થઇ?

3. પાકિસ્તાનના રમત મંત્રી ઇજાઝ જકરાની કહે છે,

I am surprised and disappointed at the way we have been treated. It is not a good sign for improving and enhancing sporting ties between the two countries

જકરાની સાહેબ ભારતની ટીમ પાકિસ્તાન સાથે નહીં રમે તો ભારતને કોઇ ફરક નથી પડતો. જો તમને સંબંધો સુધારવાની આટલી જ તાલાવેલી હોય તો આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરો. સંબંધો આપો આપ સામાન્ય થઇ જશે.

વળી આ ભાઇ આપણા રમત મંત્રીને ફોન કરીને ફરિયાદ કરે છે કે અમને કેમ અપમાનિત કર્યા? ભીખ માંગવાની એ પણ હક્કથી. જો આટલું ખોટું લાગતું હોય તો સિઝન 3 શું કરવા કોઇ પણ સિઝનમાં તમારા ખેલાડીઓને રમવા ના મોકલતા.

4. અબ્દુલ કાદીરે તો બુધ્ધિનું દેવાળું કાઢ્યું હોય એવું નિવેદન આપ્યું. એ કહે છે,

PCB should organised its own league.

If need arises we should hold this league even at a neutral venue and try to invite as many Indian players as possible to give out a clear message we don’t mix sports with politics.

કાદીર સાહેબ જો હોય દમ તો કરો ચાલુ PPL કોણ રોકે છે તમને? જોઇએ કોણ આવે છે રમવા. કાદીર ભાઇ બોલતા પહેલા શું બોલો છો એ તો વિચારો. બકવાસ કરવાનો કોઇ મતલબ છે.

4. જાવેદ મિંયાદાદ જે હમેશા ભારત વિરોધી વલણ ધરાવે છે એ કહે છેૢ

It’s nothing less than humiliation, not only of our cricketers but the whole nation

When we call IPL an ICC approved tournament, it should mean that at least all the test playing countries will get a substantial representation in the event

જાવેદભાઇ કોણે કહ્યું હતું કે અપમાનિત થવા આવો તમે? IPL એ Indian Premier League છે જે ICCના ધારા ધોરણો મુજબ રમાય છે પણ આ કોઇ ICC માન્યતા પ્રાપ્ત tournament નથી. ICC કોઇ પણ દેશના ખેલાડીને રમવા કે ના રમવા દેવા દબાણ ના કરી શકે. જાવેદભાઇ મારે આ વાત તમને સમજાવવી પડે બહુ કહેવાય.

5. ઝહીર અબ્બાસે આ વિશે વ્યક્તવ્ય આપ્યું એ મને એકદમ યોગ્ય લાગ્યું.

if the Pakistan board felt the Indians had done wrong then they should announce a complete boycott of ties with India.

Our players and officials should also not go to India for any reason. But if we want a betterment of ties with India then we should just keep quiet.

ઝહીરભાઇ એકદમ સાચી વાત. જો દમ હોય તો બોયકોટ કરો અને પછી જીવી બતાવો. માંગવું હોય તો બાપ થઇને તો ના જ મંગાય ને? મને લાગે છે કે પાકિસ્તાની પ્રજા હવે એમ માનવા લાગી છે કે ભીખ મેળવવી એ એમનો જન્મસિધ્ધ હક્ક છે.

http://cricket.rediff.com/report/2010/jan/19/pakistan-cricketers-angy-over-ipl-snub.htm

http://www.deccanherald.com/content/47831/pcb-take-up-ipl-snub.html

વળી એક વાત એ પણ છે કે ગઇ સિઝનમાં પાકિસ્તાનના ખેલાડીઓને પાકિસ્તાનની સરકારે જ રમવાની પરવાનગી નહોતી આપી અને આ વખતે હવે હક્ક કરીને રમવા આવવું છે,  આ કેવું? ભાઇઓ IPL એ કોઇ તમારા બાપદાદાની કંપની નથી કે તમે એમાં જ્યારે મન ફાવે ત્યારે આવો અને મન ફાવે ત્યારે ના આવો. આજ ન્યાયે આ વખતે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને પણ હાંસિયે મૂકી દેવામાં આવ્યા છે. જો કે એ લોકો આ વાતને લઇને કોઇ કકળાટ નથી કરતા તો તમે શું કરવા કકળાટ કરો છો?

આ આખા ઘટનાક્રમમાં બે વસ્તુઓ મને ગમી.

1. દેશદાઝ, business driven decision કે બીજું કોઇ પણ કારણ હોય પણ ફ્રેંચાઇઝીઓએ પાકિસ્તાનના ખેલાડીઓને પસંદ ના કર્યા.

2. હરાજીમાં મૂકવામાં આવેલા ભારતના એક માત્ર ખેલાડી મોહમ્મદ કૈફને 2.5 લાખ ડોલરમાં લેવામાં આવ્યો. બહારના દેશ વાળા ગજવા ભરી ગયા ને આપણા દેશવાળા જોતા રહી ગયા એવો ઘાટ ના થયો એ ગમ્યું.

Give me some sunshine….

Give me some sunshine… એ “3 idiots” મૂવીનું એક ગીત છે. મૂવીમાં પોતાની જીંદગીથી પિડીત વિધ્યાર્થીની વ્યથાને વ્યક્ત કરતું ગીત છે આ. જો કે આ ગીત એવું છે કે એ મોટાભાગના દરેક લોકોની જીંદગીને લાગુ પડે છે. મોટા ભાગના લોકો મન મારીને જીવી રહ્યા છે અને બધાંને sunshine જોઇએ છે. આજે ફેસબુક પર આ ગીતને સમર્પિત એક પેજ જોયું. Give me some sunshine આ પેજના અત્યારસુધીમાં 11,200 જેટલા ફેન છે. ફેન બેઝ જોતા લાગે છે ઘણાં બધાં લોકો આ ગીત સાથે પોતાની જીંદગીને relate કરી રહ્યા છે અથવા તો પછી ફિલ્મની લોકપ્રિયતા ખૂબ છે.

ફેસબુકના પેજની લોકપ્રિયતા કોઇ તથ્ય સાબિત કરવા પૂરતી નથી પણ હું તો આ ગીત સાથે મારી જીંદગીને relate  કરી રહ્યો છું.

Project 365

મારા એક સહકર્મચારી થકી મને હમણાં Project 365 સાઇટ વિશે જાણવા મળ્યું. આ સાઇટ ખોલતા જ ખ્યાલ આવી જાય છે કે આ સાઇટ પાછળનો ઉદ્દેશ શું છે. આ સાઇટનો ઉદ્દેશ છે ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવાનો. આ સાઇટ પર તમારે રજીસ્ટર થઇને રોજ એક ફોટો પાડીને અપલોડ કરવાનો. આમ 365 દિવસ એટલે કે એક વર્ષ સુધી કરવાનું અને વર્ષના અંતે તમારી પાસે આખા વર્ષની યાદોનો ખજાનો થઇ જાય. વળી આ સાઇટ પર ઘણાં લોકો રજીસ્ટર થયેલા છે જે તમારા ફોટા જોઇને તમને માર્ગદર્શન પણ આપી શકે. આમ કરવાથી ફોટોગ્રાફી અને એના વિશે અખતરા કરવાની રૂચિ પણ જાગૃત થાય. અને સૌથી સારી વાત એ છે કે આ એકદમ amateur પ્રયત્ન છે.

મને પણ ફોટોગ્રાફીનો થોડો ઘણો ચસ્કો લાગ્યો છે. હું વિચારું છું કે હું પણ આ સાઇટ પર રજીસ્ટર થઇને ફોટોગ્રાફીની કરવાની નિયમિત આદત પાડું. આમ કરવાથી થોડી ઘણી ફોટોગ્રાફી પણ શીખી લેવાશે. મૂશ્કેલી ખાલી સમયની અનૂકુળતાનો છે. એક ફોટો તો રોજ પાડી લેવાય પણ એને કેમેરામાંથી કોમ્પ્યુટર પર ડાઉનલોડ કરવાની અને ફોટોને સાઇટ પર અપલોડ કરવાની મગજમારીમાં વધૂ સમય જાય એમ છે. કેમેરામાં જો વાયરલેસ કે બ્લ્યુટૂથ કોમ્યુનિકેશનની સુવિધા હોય તો આ મગજમારી ઓછી થઇ જાય.

મેં આ સાઇટ પર લોકો દ્વારા પડાયેલા અમુક અદ્દ્ભૂત ફોટા જોયા. લોકો આટલા સારા ફોટા કંઇ રીતે પાડી શકે છે એનું આશ્ચર્ય છે.

Can Not !!

રુહી હવે સ્કૂલ જાય છે એટલે સ્કૂલેથી કંઇક નવું શીખીને આવે એ સ્વાભાવિક છે. હું પણ એ વાતનું ધ્યાન રાખી રહ્યો હતો કે એ સૌથી પહેલા શું શીખીને લાવે છે. પહેલો શબ્દ જે રુહી સ્કૂલથી શીખીને આવી એ છે “Can Not!!”

મને નવાઇ ના લાગી. સિંગાપોરમાં રહીને “can” અને “can not!!” કોઇ ના શીખે તો જ નવાઇ લાગે. Singlish ના બે મુખ્ય શબ્દો જો કોઇ હોય તો એ છે “can” અને “can not!!”. Singlish  એ ડાયલેક્ટ છે જે સિંગાપોરમાં અપભ્રંશ થયેલી અંગ્રેજી ભાષા છે. વાક્યના અંતમાં “la” લગાડીને જ આ ડાયલેક્ટમાં બોલાય છે જેમ કે Whatla… where are you la…, etc. મને આ પ્રકારની અંગ્રેજી ફાવતી નથી કે મારે Singlish શીખવું પણ નથી. અહીંના લોકો પણ પોતાની આ પ્રકારની ભાષા વિશે શરમ અનૂભવતા હોય છે.

રુહી જો અહીં રહેશે તો એ પણ Singlish શીખી જશે અને થોડા વખતમાં એ પણ la..la… કરવા લાગશે. I want to avoid this!!!

રુહીનો 3જો જન્મદિવસ

ગયા મંગળવારે (12/01) રુહીનો જન્મદિવસ હતો. રુહીએ મંગળવારે પોતાની જીવનયાત્રાના 3 વર્ષ પૂરા કર્યા. આ ત્રણ વર્ષનો સમય આમ તો ક્યાં પસાર થઇ ગયો કંઇ ખબર ના પડી. હજી મનમાં એ સ્મૃતિ તાજી છે જ્યારે રુહીને લઇને હોસ્પિટલથી ઘરે આવ્યો હતો. એ વખતે એને હાથમાં લેતા પણ ડર લાગતો હતો અને આજે એ મારી સાથે બધી મસ્તી કરે રાખે છે ને આખો દિવસ પપ્પા, પાપા કે ડેડી કર્યા કરે છે. નીચે રુહીના જન્મ બાદ તરત લીધેલા ફોટા છે.

After Birth - II

After Birth - I

 

 

રુહીના જન્મ બાદ તરત લીધેલા ફોટા

 

 

 

 

નીચે રુહીનો તાજેતરમાં suspenders માં લીધેલો ફોટો છે. નાના બચ્ચામાંથી હવે મોટી છોકરી થઇ ગઇ છે. 🙂

IMAG0224

લોકો કહે છે કે દીકરી ક્યારે મોટી થઇ જાય એની ખબર નથી પડતી કદાચ સાચું જ કહે છે લોકો. કાલે મારા ખભે પણ પહોંચી જશે.

નવા વર્ષની શરૂઆતથી હવે રુહીએ સ્કૂલ જવાનું પણ શરૂ કર્યું છે. રુહીના શાળા જીવન શરૂ થવાની અગત્યની ઘટનાની સમયની અનૂકુળતાની અભાવે બ્લોગ પર તરત નોંધ ના કરી શકાઇ મારાથી પણ નીચે પહેલા દિવસે શાળા જતા પહેલા લીધેલા અમુક ફોટા છે.

 DSCF1285

  સારા કામની શરૂઆત કરતી વખતે ભગવાનને યાદ કરવા જરૂરી છે.

  ક્દાચ રુહી ભગવાનને કહી રહી છે કે “હે પ્રભુ, હું આજથી મારા શાળા

  જીવનની શરૂઆત કરી રહી છું તો મને સફળતાના આશીર્વાદ આપજો.

  મને બહુ અઘરુ અઘરુ ના ભણાવતા અને ભણતરના બોજ નીચે મારા

  માસૂમ બાળપણને દબાવી ના દેતા. મમ્મી મને આખો દિવસ હવે ભણાવ

  ભણાવ ના કરે અને રમવા પણ દે એવી સદ્દબુધ્ધિ મમ્મીને આપજો.” 🙂

DSCF1286

 

 

 

મમ્મી પપ્પા ચલો હું તૈયાર છું સ્કૂલે જવા માટે.

 

 

 

સ્કૂલના પહેલા દિવસે બધાં ટાબરિયાઓના મમ્મી પપ્પા પોતાના ટાબરિયાને સ્કૂલે મૂક્યાનો હરખ કરવા આવ્યા હતા. ટીચરે જેવા બધાં ટાબરિયાઓને જેલમાં (એટલે કે વર્ગમાં) નાખવાનું શરૂ કર્યું કે તરત બધાં ટાબરિયાઓનો મિજાજ ગયો અને મોટા ભાગના ટાબરિયાઓએ કરુણ આક્રંદ ચાલુ કર્યું. જો કે આ શોકના વાતાવરણનો રુહી પર કોઇ પ્રભાવ ના પડ્યો એ તો તરત જ વર્ગમાં જઇને બધાં રમકડાં રડવા લાગી. પોતાના મમ્મી પપ્પાથી વિખૂટા પડવાની ઘડીથી દુ:ખી થયેલા ટાબરિયાઓના દુ:ખની રુહીને જરા પણ દરકાર નહોતી. એ તો બ્લોક લઇને ઉંચા ઉંચા ટાવર બાંધવા લાગી. મમ્મી પપ્પા છે કે નહીં એની રુહીને બહુ પરવા નહોતી. કોઇ આપણી અવગણના કરે એ પરિસ્થિતિ તો અપમાનજનક કહેવાય પણ આ પરિસ્થિતિમાં અવગણનાનો દરેક મા બાપને સુખદ આનંદ જ થાય. મને એ વાતની ખરેખર ખુશી થઇ કે રુહી અમારા પર એટલી નિર્ભર નથી અને અમારી હાજરી વગર રહી શકે છે. સ્કૂલ ચાલુ થઇ ત્યારથી લગભગ 1 અઠવાડિયા સુધી બધાં બાળકો રડતા રહ્યા અને હવે લગભગ બધાં બાળકોએ વાસ્તવિકતા(એટલે કે બે કલાકની કેદને) સ્વિકારી લીધી છે. જો કે રુહીને તો સ્કૂલમાં બહુ મઝા પડે છે રમક્ડાં રમવાની. બધાં બાળકો આગળ થોડી દાદાગીરી પણ કરી લે છે પોતાને જોઇતી વસ્તુઓ માટે. મ્યુઝિક પણ સાંભળે છે સ્કૂલમાં અને ઘરે આવીને એક્શન કરી ગાવાનો પણ પ્રયત્ન કરે છે પણ મને ખબર નથી પડતી કે એ શું ગાય છે.

સ્કૂલ ચાલુ થયા બાદ સૌ પ્રથમ વર્ષગાંઠ રુહીની જ આવતી હતી. મને વર્ષગાંઠ ઉજવવાનો બહુ એટલો ઉમળકો નથી હોતો. આજ સુધી મેં ક્યારેય કેક નથી કાપી મારા વર્ષગાંઠના દિવસે અને બીજા કોઇ પોતાના જન્મદિવસે કેક કાપે એનો ઝાઝો ઉમળકો પણ નથી હોતો. પણ આ વખતે રુહીનો સ્કૂલમાં પહેલો જન્મદિવસ હતો એટલે થયું કે ચલો છોકરાઓ સાથે ઉજવીએ. એટલે દરેક છોકરાઓને સ્કૂલમાં ગુડી બેગ આપવાનું નક્કી કર્યું. ( મને યાદ છે ત્યાં સુધી મારી સ્કૂલમાં પ્રથમ વર્ષગાંઠ હતી ત્યારે પપ્પાએ આખા વર્ગને એટલે કે લગભગ 50-60 છોકરાઓને કંપાસ બોક્ષ આપ્યા હતા). ગુડી બેગમાં ડ્રોઇંગ બુક, કલર, રમકડા, રમકડાની ગાડી, બર્થ ડે કીટ, ફૂગ્ગાઓ અને અમુક નાની મોટી ચીજો મૂકી.

DSCF1297

સ્કૂલમાં બધાં નાના છોકરાઓને ગૂડી બેગ આપી અને ચોકલેટો વહેંચી અને ફૂગ્ગા પણ આપ્યા. સ્કૂલમાં બધાંએ મળીને રુહી માટે “Happy B’day to Ruhi” પણ ગાયું. બધાં છોકરાઓ happy અને રુહી પણ. રુહીને પણ કદાચ ખ્યાલ આવી ગયો હતો કે આજે કોઇ ખાસ દિવસ છે એણે પણ કોન આકારની બર્થ ડે કેપ સ્કૂલમાં પહેરી રાખી. સાંજે રુહીને ભગવાનના મંદિરે લઇ ગયા. બહાર અમે જમ્યા અને થોડું હરી ફરીને ઘરે પાછા. મને અને વિભાને પણ નાના પાયે કરેલી આ ઉજવણીનો આનંદ હતો.

હજુ જો કે રુહીની જન્મદિવસની ભેટ બાકી છે. અમુક સંજોગોવસાત એ થોડા સમય માટે મૂલત્વી રાખવું પડ્યું છે.

 

જન્મદિવસે લીધેલા રુહીના ફોટા નીચે છે.

રુહીને પપ્પા મમ્મી તરફથી જન્મદિન નિમિત્તે સુંદર જીંદગીની હાર્દિક શુભેચ્છાઓ.

Quest of Immortality – The ancient egypt

 

 

 

 

 Quest of Immortality

The ancient egypt

 

 

 

 

 

 

 

 

 

 

સિંગાપોરના નેશનલ મ્યુઝિયમમાં નવી ગેલેરી ખોલવામાં આવી છે જે પ્રાચીન ઇજિપ્ત સંસ્કૃતિ વિશે છે. આ ગેલેરીમાં પિરામીડ વિશે નહીં પણ મમી વિશે થોડી જાણકારી આપવાનો પ્રયત્ન કરાયો છે. મેં આ ગેલેરીની મૂલાકાત 1લી જાન્યુઆરીએ લીધી હતી. પહેલી વખત મેં મમીને એકદમ નજીકથી જોયું. અનૂભવ સારો રહ્યો પણ ગેલેરી જોઇને હું એટલો પણ પ્રભાવિત ના થયો. માત્ર બે-ત્રણ મમી જ હતા મ્યુઝિયમમાં અને જાણકારી પણ એટલી રસપ્રદ રીતે રજૂ નથી કરાઇ.

નીચે મારી મૂલાકાત દરમ્યાન લીધેલા અમુક ફોટા છે.

Quest of Immortality

ફોટા એટલા સારા નથી કારણ કે એક તો ગેલેરીમાં અંધારું વધારે હતું અને ફ્લેશ ફોટોગ્રાફી કરવાની મનાઇ હતી. પહેલી વખત મેં Manual મોડમાં કેમેરાને સેટ કરીને ફોટા લીધા છે. હજી થોડું વધારે ફોટોગ્રાફી વિશે શીખીને અંધારામાં પણ વ્યવસ્થિત ફોટા લઇ શકવાનું શીખવું પડશે.

(ઇમેજ : સિંગાપોર નેશનલ મ્યુઝિયમની વેબસાઇટ પરથી)

NRIs can vote soon….

આજના ટાઇમ્સમાં મેં સમાચાર વાંચ્યા કે મનમોહન સરકાર ભારતમાં યોજાનારી હવે પછીની સામાન્ય ચૂંટણીઓમાં NRI લોકો માટે પણ મતદાનની સુવિધા આપવાનું વિચારે છે.

NRIs can vote soon

આ ખરેખર ખૂબ આવકારવાલાયક પગલું છે. કરોડો NRI લોકો જે ભારત બહાર રહીને પણ ભારતીય દિલને પોતાના હ્રદયમાં ધબકતું રાખે છે એમના માટે આ આનંદની વાત છે. મારા જેવા લોકો જે હજી સુધી ક્યારેય મત નથી આપી શક્યા એ કદાચ હવે મત આપી શકશે.

Thanks MMS.

%d bloggers like this: