Till the next bomb blast, do us apart….

પાકિસ્તાનના મહિલા વિદેશમંત્રી હીના રબ્બાની ખાર આ અઠવાડિયે ભારત સાથે શાંતિ મંત્રણા કરવા દિલ્હી આવ્યા. શાંતિ મંત્રણાઓ વર્ષોથી ચાલે રાખે છે પણ એનું પરિણામ હજી સુધી આવ્યું નથી. દર વખતે મંત્રણાઓ થાય છે પછી બોંબ ધડાકા થાય છે અને પછી આપણી ભારતીય સરકાર કહેવાતું એકદમ કડક વલણ અપનાવે છે અને શાંતિ મંત્રણાઓ બંધ થઇ જાય છે. પછી અમેરિકા ફરીથી ભારત સરકારને ગોદો મારે એટલે ફરી આપણે આ બધા નાટક શરૂ કરવાનું વગેરે… વગેરે….. વર્ષોથી આ નાટકો ચાલે રાખે છે. આ સંદર્ભમાં નીચેનું ચિત્ર એકદમ સૂચક છે.

હીનાબેન ક્રિષ્ણા દાદાજીને કહે છે કે આપણે મિત્રો છીએ અને દાદાજી કહે છે આપણે ત્યાં સુધી જ મિત્રો છે જ્યાં સુધી ફરી વખત બોંબ ધડાકા ના થાય.

image

આ વખતની શાંતિ મંત્રણાઓએ ખબર નહીં શું ઉકાળ્યું? જો કે કોઇ પરિણામની આશા રાખવી જ નકામી છે.

ઇમેજ સોર્સ : India today site

ઇન્ફોસીસ આવે છે…

બે દિવસ પહેલા મિડીયામાં સમાચાર હતા કે ઇન્ફોસીસના ચેરમેન નારયણમૂર્તિ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને ગાંધીનગરમાં ઇન્ફોસીસનું ડેવલપમેન્ટ સેન્ટર ખોલવા માટે વાત કરી. મારા માટે આનંદના સમાચાર છે. ઇન્ફોસીસ અને બીજી બે ચાર મોટી કંપનીઓ અમદાવાદમાં દુકાનો ખોલે તો મારો ભારત પાછા ફરવાનો રસ્તો મોકળો થઇ જાય. પણ મને લાગે છે કે આ વાત બહુ આગળ નહીં વધે (હવે એવું કેમ લાગે છે એના પાછળ કોઇ તર્ક નથી પણ મન કહે છે કે આમ નહીં થાય 🙂 )

જો વાત આગળ વધશે તો સરકાર સામે ફરીથી જમીન ફાળવણીની માથાકૂટ આવશે. ઇન્ફોસીસને સસ્તા ભાવે જમીન જોઇએ છે એટલે અત્યારે તો સરકારના કોર્ટમાં બોલ નાંખી દીધો છે. જોઇએ મોદી સરકાર આગળ શું કરે છે આ બાબતે. મને એમ વિચાર આવે છે કે જે કંપની દર ત્રણ મહિને 1000 કરોડ રૂપિયાથી પણ વધારેનો ચોખ્ખો નફો કરતી હોય એણે સરકાર પાસે ભીખ માંગવાની શી જરૂર છે? શું સરકારે આવા જંગી નફો કરતી કંપનીઓને રાહતદરે જમીન આપવી જોઇએ? ઇન્ફોસીસે મંદીના સમયમાં એમના કર્મચારીઓનો બહુ કસ કાઢી લીધો હતો. એટલા માટે જ જ્યારે મંદી પછી જોબ માર્કેટ ફરી સામાન્ય થયું ત્યારે ઇન્ફોસીસમાંથી ઘણા કર્મચારીઓએ ચાલતી પકડી હતી. ફરી મને એ જ વિચાર આવે કે જે કંપની દર ત્રણ મહિને 1000 કરોડથી પણ વધારેનો ચોખ્ખો નફો કરતી હોય તો એ કંપની મંદીના થોડા આકરા સમયમાં એમના કર્મચારીઓને સાચવી ના શકે? પણ કોર્પોરેટ સભ્યતામાં ખાલી નફો જોવાય છે અને દર ત્રણ મહીને આવતા પરિણામોમાં બોટમલાઇન શું કહે છે એ જ જોવાય છે. કડવી વાસ્તવિકતા એ જ છે કે કોર્પોરેટ જંગલમાં માનવીય સંવેદનાઓનું કોઇ સ્થાન નથી.

મને એ વાતનું પણ આશ્ચર્ય થયું કે ગોધરાકાંડ પછી આ બધી કહેવાતી માંધાતા કંપનીઓના વડાઓએ ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી વિરુધ્ધ આકરા નિવેદનો કર્યા હતા. હવે જયારે ગુજરાત રોકાણકારો માટે આકર્ષક રાજ્ય બનતુ જાય છે ત્યારે આ બધા લોકો હવે બધું ભૂલી જઇને પોતાની દુકાનો ખોલવા આવી જશે. 

गंदा है पर धंधा है ये…. 🙂 આગળ જોઇએ શું થાય છે આ ખેલમાં……

Humanit and War Crimes : Sri Lanka’s Killing Fields

After watching this, Just one thing can be said : Humanity in crisis. Also, it reaffirms how ineffective the UN has been in maintaining peace and respecting civilian human rights world over.

http://www.channel4.com/programmes/sri-lankas-killing-fields/4od#3200170

%d bloggers like this: