ગણતંત્ર દિવસ

46128957grzure_th.jpg

આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ છે. આજના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને સાચા અર્થમાં લોકશાહીની સ્થાપના થઇ ભારતમાં.

ગણતંત્ર દિવસની પરેડ જે દિલ્હીમાં થાય છે એ જોવાની મઝા આવે પણ અહીં સિંગાપોરમાં એ ટીવી પર પણ ના જોવા મળે. એવી ઇચ્છા છે કે એક દિવસ આ પરેડ લાઇવ જોવી છે દિલ્હીમાં.

ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે અને બધાં ભારતીયો ખુશહાલ રહી શકે એવી આ 58માં ગણતંત્રના દિવસે શુભકામના.  

“छोडो कल की बातें, कल की बात पूरानी,

नये दोर में लिख्खें हम मिलकर नइ कहानी,

हम हिन्दुस्तानी, हम हिन्दुस्तानी…. ”

Power of Reliance Power

એમ કહેવાય છે કે જે થાય છે એ સારા માટે થાય છે. જ્યારે એ વસ્તુ થતી હોય છે ત્યારે કદાચ દરેકને એમ જ લાગતું હોય છે કે આમ શા માટે થયું અને જે થયું એમાં સારુ શું હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના સંદર્ભમાં મને આ વાત યાદ આવી ગઇ.

આજથી લગભગ 2 – 2.5 વર્ષ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ બે ભાગમાં વહેંચાઇ હતી. મૂકેશભાઇ અને અનિલભાઇના આંતરિક મતભેદોના લીધે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ બે ભાગમાં વહેંચાઇ ગઇ. ત્યારે લગભગ દરેકને એમ જ લાગતું હતું કે આ બે ભાઇઓ પિતાના દ્રારા ઉભી કરેલી આ વિરાસતને ઉજાડવા બેઠા છે. બે ભાઇઓ અલગ થઇને સફળ થઇ શકશે નહીં એવું લોકો માનતા હતા. પણ આજે લગભગ બે વર્ષ બાદ મૂકેશભાઇ અને અનિલભાઇ બન્ને ભાઇઓએ જનતા જે માનતી હતી તેને ખોટી સાબિત કરી નાંખી. બન્ને ભાઇઓએ અલગ થઇને પોતાપોતાને કમ્પનીઓને ટોચ પર પહોંચાડી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ફૂલગુલાબી તેજી છે અને આ તેજીએ બન્ને ભાઇઓને માલામાલ કરી દીધા છે. મૂકેશભાઇ એક સમયે તો દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ પણ બની ગયા. મૂકેશભાઇના ગ્રુપની કમ્પનીઓનું માર્કેટ કેપ આજે 1 લાખ કરોડથી પણ વધારે છે તો અનિલભાઇ પણ શા માટે પાછળ રહે. અનિલભાઇની ADAG ગ્રુપની કમ્પનીઓ એ છેલ્લા વર્ષમાં રોકાણકારોને સૌથી વધારે માલામાલ બનાવ્યા. છૂટા પડતી વખતે અનિલભાઇના સમૂહની કમ્પનીઓનું માર્કેટ કેપ લગભગ 16,000 કરોડ રૂપિયા હતું જે આજની તારિખમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયા જેટલું થઇ ગયું છે. રિલાયન્સ સમૂહની કમ્પનીઓમાં જેણે ધીરજ રાખીને છેલ્લા વર્ષમાં રોકાણ કરી રાખ્યું હશે એમણે નક્કી પોતાના પૈસા એક વર્ષમાં બમણા કરી નાંખ્યા હશે.

રિલાયન્સ ગ્રુપની એક વિશેષતા એ છે કે તેઓને પોતાના ધંધા માટે જ્યારે  રૂપિયાની જરૂર હોય છે ત્યારે તેઓ હંમેશા પબ્લિક પાસે જ જાય છે એટલે કે પબ્લિક ઇસ્યુ બહાર પાડે છે. જો કે જોવા જેવી વાત એ છે કે જ્યારે રિલાયન્સ ગ્રુપની કમ્પની પબ્લિક પાસે જાય છે ત્યારે પબ્લિક પણ ખોબા ભરી ભરીને રૂપિયા આપે છે. અનિલ ગ્રુપ નવી કમ્પની રિલાયન્સ પાવર ચાલુ કરી રહી છે અને દર વખતની જેમ પોતાના નવા સાહસ માટે પબ્લિક ઇસ્યુ અનિલભાઇ માર્કેટમાં લઇને આવ્યા.

રિલાયન્સ પાવરનો પબ્લિક ઇસ્યુ ઘણી રીતે અદ્વિતીય હતો. એક તો આ ઇસ્યુ અત્યાર સુધી ભારતના શેરબજારના ઇતિહાસનો સૌથી મોટો ઇસ્યુ છે. લગભગ 11,200 કરોડ રૂપિયાનો આ પબ્લિક ઇસ્યુ હતો. બીજી વિશેષતા એ હતી કે નાનામાં નાનો માણસ પણ Retail વિભાગમાં શેર માટે અરજી કરી શકે તે માટે Part Paymentની સુવિધા આપી હતી. આના લીધે મહત્તમ ભરણાં માટે 1 લાખ રૂપિયાના બદલે ફક્ત 25,875 રૂપિયા જ અરજી કરતી વખતે ભરવાના હતા. વળી  Retail રોકાણકારોને 20 રૂપિયાનું discount પણ આપવામાં આવ્યું હતું.

રિલાયન્સ પાવરના આ ઇસ્યુને અદભૂત સફળતા મળી. ઇસ્યુ ખૂલતાની સાથે જ ફક્ત 58 સેકન્ડમાં આખો ઇસ્યુ subscribe થઇ ગયો હતો. આખો ઇસ્યુ લગભગ 73 વખત over subscribe થયો અને લગભગ 7.5 લાખ કરોડ રૂપિયા આ ભરણાં થકી જમા થયા હતા.  FII થકી લગભગ 100 બિલીયન ડોલર્સનું રોકાણ કરવામાં આવ્યું હતું જે 14% જેટલું ભારતના વિદેશી મુદ્રાના ભંડાર જેટલું થાય છે. લગભગ 50 મિલીયન જેટલા Retail ઇન્વેસ્ટરોએ આ ભરણાંમાં રોકાણ કર્યું. દુનિયામાં કોઇ પણ લિમીટેડ કમ્પનીની શેર હોલ્ડીંગ પેટર્નમાં 50 મિલીયન Retail શેર હોલ્ડર નથી. ફક્ત આ ભરણાંમાં પૈસા રોકવા માટે જ 10 લાખ જેટલા નવાં demat account લોકોએ ખોલાવ્યાં. ગુજરાતમાં તો આ ભરણાં ને લઇને ખૂબ જ ઉત્સાહ હતો. મહિલાઓમાં પણ આ ભરણાંને લઇને ખૂબ ઉત્સાહ હતો. પોતાના નામે જાતે જ ખાતા ખોલાવવા લાંબી કતારોમાં મહિલાઓ ઉભી રહી હતી. સામાન્ય માણસ કે જેને શેરબજાર શું કહેવાય એ પણ ખબર નથી તેણે પણ આ ભરણાંમાં પોતાના રૂપિયા લગાવ્યા છે. આ ભરણાંથી સામાન્ય પ્રજા કે જેઓએ પહેલી વખત રોકાણ કર્યું છે એમને ખૂબ આશા છે. ઘણાં લોકોએ પોતાની અરજીને 6000 -7000 રૂપિયામાં પણ વેચી નાંખી છે.

અનિલભાઇ અને એમની ટીમ પર લોકોને ખૂબ ભરોસો છે. જોવા જેવી વાત તો એ છે કે રિલાયન્સ પાવર નવી જ કમ્પની છે અને એણે હજી એક પણ રૂપિયાનો નફો નથી કર્યો તો પણ આવો જબરદસ્ત પ્રતિભાવ લોકો તરફથી મળ્યો છે. એ જ બતાવે છે કે લોકોની રિલાયન્સ બ્રાન્ડ પર કેટલો ભરોસો છે. અનિલભાઇએ પણ આ ભરણાંને સુપર ડુપર બનાવવામાં કોઇ કસર નથી છોડી. મુંબઇના ડબ્બાવાળા પાસે લોકોના ટીફીનમાં પોતાના ભરણાંના ફોર્મ મોકલાવવાના કે પછી રિલાયન્સ પાવરની એડના રિંગટોન લોકોના મોબાઇલ પર મોકલાવવાના કે પછી દરેક ટીવી ચેનલ પર રિલાયન્સ પાવરની એડ બતાવવાની જેવા નવતર વિચારો અનિલભાઇએ અપનાવ્યા. અનિલભાઇ આમ તો ધીરુભાઇના જમાનાથી જ રિલાયન્સ માટે પૈસાજ્યારે માર્કેટમાંથી લાવવાના હોય ત્યારે તેના માટે કામ કરતા હતા પણ આજે જ્યારે પોતાની કમ્પની માટે આ કામ કરવાનું આવ્યું ત્યારે આ કામ બખૂબી કરી બતાવ્યું. આશા છે કે કરોડો લોકોની આશા હવે અનિલભાઇ પર છે. અનિલભાઇના કહેવા મુજબ દરેક રોકાણકારને લઘુત્તમ 1 લોટ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. બધાંને આશા છે કે લિસ્ટીંગ ના દિવસે એમને 5000 રૂપિયા તો મળશે જ. મેં પણ અરજી તો કરી છે અને લગભગ 15-16 શેર મળશે એવું લાગે છે. જોઇએ કેટલો નફો થાય છે. [:)]

નીચે રિલાયન્સ પાવરની એડ છે.

પ્રથમ જન્મદિવસ

આજે ટાઉનો પ્રથમ જન્મદિવસ છે. 12 જાન્યુઆરી 2006ના રોજ ટાઉનું વહેલી પરોઢે આ જગતમાં આગમન થયું હતું. સામાન્યત: પ્રથમ જન્મદિવસ બધાં લોકો ધામધૂમથી પશ્ચિમી ઢબથી ઉજવતા હોય છે પણ મને આ બધી વસ્તુઓ બહુ ગમતી નથી. જો કે આ મારો અંગત વિચાર છે. મેં મારી 30 વર્ષની જીંદગીમાં આજ સુધી મારો જન્મદિવસ ક્યારેય નથી ઉજવ્યો. ઘણી વખત તો જન્મદિવસના દિવસે સાંજે કોઇનો ફોન આવે ત્યારે યાદ આવે કે અરે આજે તો મારો જન્મદિવસ છે.

 ટાઉને લઇને ભગવાનના મંદિરે આજે ગયા હતા. ભગવાન તેના પ્રથમ જન્મદિવસે ટાઉને સારા જીવનના આશિર્વાદ આપે અને એના જીવનને સુખમય બનાવે એ જ અભ્યર્થના. અહીં સિંગાપોરમાં રહીને ધર્મ અને ભગવાનથી દૂર થતા જઇએ છીએ. પણ ભગવાન અમારા દિલમાં વસેલો રહે એ વાતનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ છીએ.

 ટાઉ જન્મદિવસના આગલા દિવસે જ ઇન્ડીયાથી વેકેશન કરીને આવ્યો. બે મહિનાનો સમય ટાઉ ઇન્ડીયામાં રહી બા, ફઇબા, નાના, નાની અને માસી જોડે રમીને આવ્યો.

 નીચે બે ફોટા મૂકેલા છે. પહેલો ફોટો ટાઉના જન્મ બાદ તરત લીધેલો છે. જ્યારે બીજો ફોટો ચાંગી એરપોર્ટ પર ટાઉ જ્યારે ઇન્ડીયાથી આવ્યો ત્યારે લીધેલો છે.

after-birth-ii.JPG                                                         tau-changi-airport.jpg

 એક વર્ષમાં રુહી કેટલી મોટી થઇ ગઇ હોય એમ લાગે છે. હવે મોટી કરતા પણ સમજદાર બહુ થઇ ગઇ છે. દિમાગ તો એટલું ચાલે છે કે ના પૂછો વાત. હવે પગ પણ આવી ગયા છે એટલે જ્યાં ખૂલ્લી જગ્યા મળી નથી કે દોડાદોડી ચાલુ થઇ જાય.

ટાઉ પહેલીવાર કેપ્રી પહેરીને નીચેના ફોટામાં એના બૂટા સાથે રમે છે.

tau-with-her-shoes.jpg

%d bloggers like this: