India’s indeed got talent

Colors ચેનલ પર India’s got talent કાર્યક્રમ ફરીથી શરૂ થયો છે. હું આ શો આમ તો નિયમિત જોતો નહોતો પણ આ અઠવાડિયે પહેલી વખત મેં આ શો બન્ને દિવસ જોયો અને મને ખરેખર કાર્યક્રમ ગમ્યો અને સ્પર્ધકો  મને ખરેખર અદ્દ્ભૂત લાગ્યા. નીચેના સ્પર્ધકો ખરેખર મને એમની કલા દ્રારા પ્રભાવિત કરી ગયા.

1. Bad Salsa Group

 

2. The Balancing Act

 

3. Hussain’s reincarnation??

 

આ જોયા પછી ખરેખર આપણને ગર્વની લાગણી થાય કે આપણા ભારતીયો પાસે કેટલા મર્યાદિત સ્તોત્રો હોય છે અને તેઓ કેટલી અડચણોમાંથી પસાર થતા હોય છે છતાં પોતાના દ્રઢ મનોબળ સાથે પોતાની કલાનો વિકાસ સાંધતા રહેતા હોય છે. દરેક લોકોની કલાને ખરેખર દિલથી સલામ અને શુભેચ્છાઓ.

આજે ફેસબુક પર મિત્રની પ્રોફાઇલ પર એક નવું ટેલેન્ટ જોવા મળ્યું. ભલે આ પ્રકારનું ટેલેન્ટ આવકાર્ય નથી પણ છે તો અદ્દ્ભૂત જ છે. જુઓ આ નવું ટેલેન્ટ અહીંયા.

पूरब और पश्चिम

આજથી ચાર દિવસના લાંબા વીકએન્ડની શરૂઆત થઇ છે. લાંબા વીક એન્ડની શરૂઆત "पूरब और पश्चिम" મૂવી જોઇને કરી. 15મી ઓગસ્ટના વીક દરમ્યાન સોની પર રોજ દેશ ભક્તિના મૂવી આવતા હતા એ વખતે આ મૂવી રેકોર્ડ કર્યું હતું તો આજે જોવાનો મેળ પડ્યો. આમ તો આ મૂવી પહેલા જોયેલુ છે પણ ઘણા વખત પહેલા જોયું હતું એટલે ફરી જોવાની મઝા આવી. અહીં સિંગાપોરમાં બેઠા બેઠા આવા (અથવા ભારત કુમારના કોઇ પણ) મૂવી  જોઇએ એટલે થોડા સેન્ટી થઇ જવાય.

purab aur paschimuntitled

મૂવીના અમુક સંવાદો સરસ છે જેમ કે જ્યારે ભારત કુમાર ભણવા માટે લંડન જતા હોય છે ત્યારે અશોક કુમાર એમને કહે છે કે પહેલા દુનિયાભરમાંથી લોકો જ્ઞાન મેળવવા ભારત આવતા હતા જ્યારે હવે લોકોને જ્ઞાન મેળવવા માટે પરદેશ જવું પડે છે. ત્યારે ભારત કુમારે સરસ જવાબ આપ્યો કે જ્ઞાન નહીં પણ વિજ્ઞાન મેળવવા માટે લોકો પરદેશ જાય છે. કદાચ આજથી 25-30 વર્ષ પહેલા આ દલીલ યોગ્ય હતી પણ આજના જમાનામાં એવું નથી રહ્યું. આજ કાલ લોકો ફક્ત GreenBack માટે અને રૂપિયાનો ગુણાકાર કરવા જ જાય છે. બાકી આજકાલ જ્ઞાન વિજ્ઞાન માટે જનારા લોકો બહુ ઓછા રહી ગયા છે.

બીજો સંવાદ મને અશોક કુમારનો ગમ્યો જેમાં એ કહે છે કે “हरनाम पछ्छ्म पछ्छ्म करता रहा, क्या मिला उसे पछ्छ्म से…” આજના સમયમાં જોવા જઇએ તો આ વાત સાચી પણ છે અને ખોટી પણ છે. પશ્ચિમ પાસેથી માણસને રૂપિયા અને ભૌતિકવાદ મળી શકે છે. પણ ભારત પાસે જે અખૂટ માનવીય સંવેદનાઓ, સંબંધોના તાણાવાણા અને પ્રેમભાવ છે એ પશ્ચિમ ક્યારેય નહીં આપી શકે. જો કે હું એમ નથી કહેતો કે માણસે ક્યારેય પરદેશ ના જવું જોઇએ અને પરદેશ ખરાબ જ છે. દરેક વ્યક્તિએ ભારતની બહાર નીકળીને એકવાર અનૂભવ તો લેવો જ જોઇએ. જો તમે ખરાબ અને સારુ બન્ને નહીં જુઓ તો તમે નક્કી નહીં કરી શકો કે શું સારુ છે અને શું ખોટુ છે? દરેક માણસની જીવન પાસેથી અપેક્ષાઓ અલગ અલગ હોય છે એટલે જેને જે સારુ લાગે એ પ્રમાણે નિર્ણય કરે.

મૂવીના અમુક ગીતો પણ સારા છે. આવા મૂવી સમયાંતરે જોતા રહેવા જોઇએ જેથી થોડા emotionally charge થઇ જવાય. મને મૂવી જોતા જોતા વિચાર આવ્યો કે હું પરદેશમાં તો છું પણ પશ્ચિમમાં નહીં પૂર્વમાં છું તો શું મારે આ મૂવી જોઇને બહુ સેન્ટી થવું જોઇએ? 🙂

ઇમેજ : ગુગલ ઇમેજીસમાંથી

UPAનો ‘U’ ટર્ન

16મી ઓગસ્ટના રોજ અન્ના હજારે અને એમના સાથીદારોની પોલીસે ધરપકડ કરી હતી કારણ કે તેઓ અને તેમના સાથીદારો દ્વારા ઉપવાસનો કાર્યક્ર્મ યોજવા માટે પોલીસ દ્રારા મૂકાવામાં આવેલી નીચેની શરતોનો સ્વિકાર નહોતો કર્યો.

  1. ઉપવાસ અને ધરણા કાર્યક્ર્મ માટે ફકત 3 દિવસની જ પરવાનગી રહેશે
  2. ઉપવાસના સ્થળ પર 5000 લોકોથી વધૂ વ્યક્તિ ના ભેગા થવા જોઇએ
  3. ઉપવાસના સ્થળે 50 કાર અને 50 મોટર સાયકલ વાહનોથી વધૂ ભેગા ના થવા જોઇએ
  4. કોઇ પ્રકારના તંબૂ નહીં ઉભા કરવા
  5. રાત્રીના 9 વાગ્યા પછી કોઇ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ ના કરવો
  6. સરકારી તબીબ દ્રારા રોજ અન્નાની તબિયત ચકાસવામાં આવશે

પોલીસે આ શરતો એટલા માટે રાખી હતી કારણ એ તેમને ડર હતો કે જો ઉપરની શરતોનો ભંગ થશે તો કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઇ શકે છે. UPA સરકારે પણ સંસદમાં ઠાવકુ નિવેદન આ બાબતે આપ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસને જે યોગ્ય લાગ્યું એ એમણે કર્યું એમાં સરકારનો કોઇ હાથ નથી.

ત્યાર પછીના બે દિવસમાં જે ખેલ ભજવાયો એ બધાએ જોયો. અન્ના હજારેની જેલની બહાર ના નીકળવાની ગુગલી સામે પોલીસ અને સરકાર બન્ને જાણે કે ક્લીન બોલ્ડ થઇ ગયા. આજે હાલત એ છે કે અન્નાને સરકારે (અરે… સરકાર નહીં સોરી… સોરી… પોલીસે) કોઇ પણ શરત વગર 15 દિવસ સુધી ઉપવાસ કરવા દેવાની પરવાનગી આપી છે અને તે પણ પહેલા કરતા વધૂ મોટી જગ્યામાં અને કોઇ પણ શરતો રાખ્યા સિવાય. હવે જે ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ થશે એમાં

  1. 15 દિવસ સુધી ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ કરી શકાશે
  2. કેટલા લોકો આ ઉપવાસ અને ધરણા કાર્યક્રમમાં ભાગ લઇ શકે એ માટે કોઇ બાધ રખાયો નથી. રામલીલા મેદાન કે જ્યાં આ કાર્યક્ર્મ યોજાવાનો છે ત્યાં 25000 હજાર જેટલા વ્યક્તિઓ સમાઇ શકે છે.
  3. ઉપવાસના સ્થળે વાહનોની સંખ્યા વિશે કોઇ મર્યાદા રખાઇ નથી. જેટલા વાહનો સમાઇ શકે એટલા વાહનો આવી શકે છે.
  4. કોઇ પણ પ્રકારના તંબૂ વગેરે બાંધવા વિશે કોઇ મનાઇ નથી.

હવે સવાલ એ છે કે બે દિવસ પહેલા ખાલી 5000 લોકો અને 50 વાહનો ભેગા થવામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઇ જવાની ભીંતી ધરાવતી પોલીસને હવે એનાથી 5 ગણા વધારે લોકો ભેગા થશે અને અમર્યાદ વાહનો હશે તો પણ એમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાશે એવું નથી લાગતું અથવા તો એવુ લાગે છે કે જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાશે તો પણ કાબૂ કરી લઇશું. જોવાની વાત એ પણ છે કે ઉપવાસ કરવાવાળા એ જ માણસો છે, એ જ વિરોધનો મૂદ્દો છે, એ જ પોલીસ છે, કોઇ અદાલતે પણ પોલીસને ઉપવાસ કરવા દેવા માટે આદેશ નથી આપ્યો છતાં બે દિવસમાં એવું તો શું જાદૂ થઇ ગયું કે પરિસ્થિતિ એકદમ બદલાઇ ગઇ છે? મને લાગે છે આપણી પોલીસ અન્નાના દબાવમાં આવી ગઇ છે અને જો એમ જ હોય તો UPA સરકાર જે પોલીસની નિષ્પક્ષતા અને કાયદો કાયદાનું કામ કરે છે એવા ગાણાં ગાતી હતી એમણે આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઇએ. જે UPA સરકાર અને પોલીસ બે દિવસ પહેલા કાયદા અને વ્યવસ્થાને લઇને ગંભીર હતી એ (કહેવાતા) બ્લેકમેલર અન્ના હજારેના (કહેવાતા) નાટકો (કે હીરોગીરી) સામે કેમ ઝૂકી ગઇ? મને લાગે છે કે કેન્દ્રની  UPA સરકાર ભ્રષ્ટાચાર સામે લડવામાં તો નિષ્ફળ રહી જ છે સાથે સાથે હવે લોકોની જાન માલની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને લઇને પણ ગંભીર નથી રહી.

કદાચ UPA સરકારની બુધ્ધિમતા, નીતિમત્તા અને રાજકીય પરિપક્વતાને સાવ લકવો મારી ગયો છે એટલા માટે જ વારે વારે ‘U’ ટર્ન મારવા પડે છે 🙂

 

(જો આ બાબતે કોઇ પાસે યોગ્ય સ્પષ્ટીકરણ હોય અથવા મારી મૂકેલી માહિતી ખોટી હોય તો જણાવવા વિનંતી.)

અન્ના હજારે હીરોગીરી કરી રહ્યા છે?

અન્નાજીની ધરપકડને લઇને આખા દેશમાં ધમાલ મચી છે. આજના ટ્વીટર અને ફેસબુકના જમાનામાં આ ક્રાંતિ કદાચ નવું સ્વરૂપ લઇ શકે છે અને આ ક્રાંતિ ક્યાં જઇને અટકે છે એ તો સમય જ બતાવશે. ટ્વીટર અને ફેસબુક પર ઘણા સંદેશાઓ આજે ભ્રષ્ટાચાર વિરોધી અને અન્નાજીના સમર્થનમાં વાંચ્યા. જો કે અમુક સંદેશાઓ ખરેખર ભયંકર અને સ્વાર્થની હદ પાર કરે એવા હતા. નીચે અમુક સંદેશાઓ મુક્યા છે. 

@neetakolhatkar

What r housewives doing here. Silly cws take care of ur famiies instead

What an ass UPA govt is..why arrest that man wanting to be hero?? IGNORE..

twilightfairy

WTF. anna’s eaten my entire timeline. what fasting .. bah

deepakshenoy

Anyhow, nothing will happen. Anna is draconian. Govt is doofus. It’s like choosing between two dumb political parties. Again.

આ પ્રકારના સંદેશાઓ વાંચીને ખરેખર મને દુ:ખ થયું. એક 74 વર્ષનો વૃધ્ધ માણસ દેશ માટે, તમારા સારા ભવિષ્ય માટે અને આવનારી પેઢીઓ માટે લડાઇ લડી રહ્યો છે અને અમુક પ્રજાને પોતાની ટ્વીટરની ટાઇમ લાઇનની પડી છે કે પછી એ વૃધ્ધ માણસ કઠોર, નિર્દય કે હીરોગીરી કરી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ભગવાન આ લોકોને સદ્દ્બુધ્ધિ આપે. તમને જો એમ લાગતું હોય કે અન્નાજીનો રસ્તો યોગ્ય નથી તો ભલે તમે એમના રસ્તે ના ચાલો. તમને એમ લાગતુ હોય કે આ બધો ટાઇમપાસ ચાલી રહ્યો છે તો તમે ભલે આ ટાઇમપાસમાં ના જોડાઓ. તમે તમારી વિચારશક્તિના માલિક છો પણ મહેરબાની કરીને જો તમે કશું કરી ના શકતા હો તો જે કરે છે એમના વિશે ઘસાતુ તો ના બોલો. ભલે આ ક્રાંતિનું કોઇ સારુ પરિણામ આવે કે ના આવે પણ એક શરૂઆત થઇ છે એ શું સરાહનીય નથી?

Priorities @65

Today is India’s 65th Independence day. Today MMS will hoist the trio from Red fort and lecture the nation on upholding the high standard of integrity, remain patriotic and remain true to the nation. But I will be surprized if his speech will be able to lift the spirit of the nation. Unfortunately, over all दशा & दिशा of the nation is such that it is difficult to remain optimistic about our great nation’s future. Even after 65 years of independence it seems like we have been at the same cross roads from where we had started. Going forward challenges are plenty and we look ill prepared to tackle them. To me following are some of the biggest threats nation is facing as of now and need to fix them ASAP.

1. Menace of Corruption :

Needless to say menace of corruption is eating up the nation as Termite eats the wood. Since last couple of years, it’s been a raining season of corruption scams. Kalmadis, Rajas, Karunandihis and other politicians are setting the new benchmarks of scam figures with each scam. The blood and sweat mixed hard earned money of nation is going to Swiss bank accounts and in the pocket of our thick skinned politicians. The money which should have been used to build the nation is being used for the construction of the plush mansions of our corrupt politicos. Moral values is almost zero in our current lot of politicians. Even if I think hard, I can’t even find one politician who has held the high moral ground and is genuinely interested in serving the nation. Such is the pathetic state of our current politico system. Nation should take the task of cleansing the current political system with utmost priority. Fortunately, I can see the light at the end of tunnel. Anna Hazare has taken up this task for the nation. I hope he and his crusaders with the support of nation will bring much needed change for the nation. So Good luck to Annaji!!

2. Internal & External Security Threats :

Terrorism is another menace which should be dealt with iron hands. But I see least willingness from our current government to fight this menace. Every now and then innocent people loose their lives in terror attacks and government is just good at appraising the resilience of people and throwing the loaf of compensation money in front of victim’s family. Government has failed miserably in protecting the lives of it’s citizen time and again. Time has come for government to realize that it’s enough now….. value the life of citizen. Value of citizen is much more than the 200,000 INR compensation government is giving. Time has come to shed the vote bank politics and to do something concrete to strengthen the internal security and protect the lives of citizen.

From the External security point of view also we have been least fortunate to have neighbours like China and Pakistan. Despite of evident Anti India sentiments of Pak and China, we keep trusting them and keep getting stabbed in our back time and again. We as a growing power house in world, it is time that we become more assertive to safeguard our national interests. Why we need to go crying at the doorsteps of uncle SAM and ask uncle SAM to punish our neighbours for their wrong doings. In my personal opinion peace talks with Pak is not going to result in smoother relations and if we are hopeful about the results of peace talks we should at least be more demanding in talks to safeguard our interests. The aim of the peace talks should be to safeguard our interests rather than reinstating good relationships with neighbours at the cost of lives of innocent people.

3. Lull in the political leadership :

Before 1947, we were ruled by the queen and today also the situation remains the same. No matter how many denials come from MMS he is mere a puppet and front face of queen. Indians should realize that we are democratic nation and not a kingdom which can be ruled by one family generations after generations. And even if we accept the dynastic rulers, it’s bitter fact that dynastic rulers have not done good to the nation. So first priority should be to get rid of dynastic politics and giving chance to able leadership.  Also, siting the reason of compulsions of coalition politics all the wrong doings are just ignored. To counter the problems of coalition politics we need some strong leaders who can make all the parties to toe the line of the government. India need visionary leader who can push the development agenda for the nation and assertive leader who can keep all the coalition partners in check. Also, We definitely need the infusion of young blood into politics to replace our thick skinned aging politicos. (Definitely, our Yuvraj is not going to help in this cause)

4. Reinstate citizens pride in being Indian :

As I mentioned the state in which India right now, it does not look so encouraging. For common man, unprecedented high cost of living  is killing them softly every day. Rich is getting richer and poor is getting poorer. Common man has been so busy in meeting his both ends that he doesn’t have time to think about country. It’s general belief amongst the common man that he is not getting anything from the country. In such a case how common man can feel pride in being citizen of India or why he should think about giving back to the nation? Reigniting the passion for the nation in the hearts of it’s citizen is important. Need is to develop overall cohesive environment for the Citizens in which they feel themselves encouraged to perform their civic duties with honesty and remain more attached to the nation. Patriotism is not the thing which needs to be shown only on 15th August and 26th January. I am not sure about how to get such change on ground but something needs to be done in time.

Above are my priorities for India at 65. Hope some of the things will improve by the time it turns 66.

Despite of all the odds and hardships, India and Indians remains unique and I murmur following song while remembering my heartland.

 

God bless my country….

Jai Hind

 

 

बस यु ही….

આજે સિંગાપોરનો 46મો જન્મદિવસ હતો. આજથી 46 વર્ષ પહેલા સિંગાપોરે મલેશિયાથી તલ્લાક લીધા હતા અને દુનિયા પર એક નાનકડા બિંદુ જેવા રાષ્ટ્ર સિંગાપોરનો જન્મ થયો હતો. 46 વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સિંગાપોરે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. સિંગાપોર વધૂ વિકાસ કરતુ રહે એ માટે હાર્દિક શુભેચ્છાઓ. આશા રાખુ કે આ સિંગાપોરમાં આ મારો છેલ્લો National Day હોય.

સિંગાપોરનો વિકાસ સામે આપણા ભારતની દુર્દશા જોઇને મને દુ:ખ થાય છે. ભ્રષ્ટાચારે આપણા રાષ્ટ્રને સાવ ફોલી ખાધો છે.

આ મહિનામાં કુલ ચાર રજાઓ આવે છે. જો કે હવે ઓફિસે જઇને કામ કરવાનો કોઇ કંટાળો નથી રહ્યો. ઘર અને ઓફિસ વચ્ચે હવે સમતા આવી ગઇ છે. જો તમે તમારુ ગમતુ કામ કરતા હો તો તમને ક્યારેય ઓફિસ જવાનો કંટાળો નહીં આવે. આ મારો સ્વાનૂભવ છે. આવનારા બે મહિના કામકાજની દ્રષ્ટિએ થોડા મહત્ત્વના છે.

ફરીથી મંદીના વાદળો ધેરાવાનું શરૂ થયું છે. શેરબજારોની વર્ચ્યુઅલ વેલ્થ રોજે રોજ ધોવાતી જાય છે. અમેરિકાએ ફરીથી આખી દુનિયાને હેરાન કરવાનું શરૂ કર્યું છે 🙂

%d bloggers like this: