ધરતીકંપ

આજે સાંજે લગભગ 6 – 6:30 વાગ્યાની આસપાસ હું મારી સીટ પર બેસીને કામ કરી રહ્યો હતો ત્યારે એકદમ જ મને જાણે ચક્કર આવતા હોય એમ લાગવા લાગ્યું. મને એમ લાગતું હતુ કે હું આગળ પાછળ થઇ રહ્યો છું. મારા પ્રયત્નો છતાં પણ હું મારી જાતને હલતા ના રોકી શક્યો. પહેલા મને ક્યારેય આ પ્રકારનું ચક્કર આવવા જેવું નથી થયું એટલે મને થયું કે આ ક્યાંક રુધિરના રક્તચાપની બિમારીની શરૂઆત તો નથી ને. પછી મેં આજુબાજુ જોયુ તો મારી બેઠકની સામેના મિટીંગ રૂમમાંથી લોકો બહાર આવી ગયા અને એમણે પ્રોજેક્ટર દ્વારા દિવાલ પર પ્રોજેક્ટ કરેલી લેપ્ટોપની સ્ક્રીન પણ ઉપર નીચે થઇ રહી હતી. પછી બધાંને ખ્યાલ આવી ગયો કે આ ધરતીકંપ છે. બધાં મશીનોની સ્વીચ પાડીને ભાગ્યા નીચે. અમારી ઓફિસનું બિલ્ડીંગ 13-14 માળનું છે (અને હું 9મા માળે કામ કરુ છું) એટલે ડર લાગે એ સ્વાભાવિક છે. આની પહેલા પણ સિંગાપોરમાં ધરતીકંપના આંચકા આવેલા છે અને એ આંચકાઓ બાદ અમારા ઓફિસનું બિલ્ડીંગ ભૂકંપ સુરક્ષિત છે એ કંપનીએ પ્રમાણિત કરાવ્યુ હતું. તેમ છતા પણ કુદરતને કોઇ પ્રમાણપત્રની ખબર થોડી પડે છે? સાવધાની તો રાખવી જ રહી.

સિંગાપોર આમ પણ સુનામી અને ભૂકંપની પ્રબળ સંભાવના ધરાવતા વિસ્તારોમાં છે. એટલે નાના મોટા આંચકા તો આવતા જ રહે પણ આ વખતે લગભગ એકાદ મિનીટ સુધી આ હિલ્લે ડૂલ્લે ચાલતું રહ્યું. પછી જ્યારે અહીં વાંચ્યું ત્યારે ખબર પડી કે ધરતીકંપની તીવ્રતા ખરેખર ખૂબ વધારે હતી. સિંગાપોરમાં વર્ષમાં બે-ત્રણ વખત આવા આંચકા તો આવતા રહે છે પણ મારા બોસ પાસેથી જાણવા મળ્યું કે જાપાનમાં તો લગભગ દર અઠવાડિયે નાના નાના આંચકા આવતા રહેતા હોય છે. છે ને કુદરતની કમાલ. ખરેખર એ માનવું જ રહ્યું કે કુદરત જ જીવાડે છે અને કુદરત જ મારે છે. માણસ લાખ પ્રયત્નો કરે પણ કુદરત આગળ લાચાર જ રહેવાનો.

Thackeray v/s Thackeray

Today on IBNLive, I read interviews of Thackeray bros (Raj and Uddhav) given to Rajdeep Sardesai. The interview is here  “Thackeray v/s Thackeary”. From interview, it is pretty evident that the lil bro has gone insane. He wants to create separate country within country with ideas like issuance of work permit, separate language, reservation for localities, etc. Lil bro feels like mumbai uske baap ka hai but people should make him understand that Mumbai belongs to Indians.

With Maharashtra elections around, all the sympathizers of “Marathi Manoos” has crop up. But does anyone really cares about what Marathi Manoos wants?  No one cares about basic necessities like Roti, Kapda aur Makan of Marathi Manoos. Mumbai is collapsing and infrastructure is pathetic. But none of the party is ready to fight election on development. All political leaders across the party sucking the blood of Mumbaikars and giving them pathetic life style. Scenario is so depressing that if I have been in Maharashtra and If I had to vote, I would have abstained from voting. None of the leader their deserves to get my vote.

બંધારણીય કટોકટી

આ શનિવારે અમારે ઘરના પાસે થનાર ગરબાના કાર્યક્રમમાં જવાનું છે. અમને આખા વર્ષ દરમ્યાન આ કાર્યક્રમનો ઇંતેજાર હોય છે કારણ કે ખૂબ મઝા આવે છે આ કાર્યક્રમમાં. અમારા બધાંનો ટ્રેડીશનલ ડ્રેસ તૈયાર છે. રુહી માટે નવા ચણિયા ચોળી તૈયાર છે. પણ……… પણ શું?? હેરાફેરીવાળા બાબુભાઇની ભાષામાં કહીએ તો एक समस्या है रे बाबा…. સમસ્યા એ છે કે રુહીને ચણિયા ચોળી પહેરવા ગમતા જ નથી. એને જ્યારે પણ ચણિયા ચોળી પહેરાવીએ છીએ એ તરત જ ગમે તેમ કરીને કાઢી નાંખે છે. રુહી પહેલેથી જ છોકરાઓ જેવા કપડા પહેરે છે જેમ કે શર્ટ પેન્ટ, 3/4 પેન્ટ, ટી શર્ટ, જીન્સ, શોર્ટસ વગેરે વગેરે એટલે એને લાંબા લાંબા ઘેરવાળા છોકરીઓના કપડા કદાચ ગમતા નથી. હવે આ બંધારણીય કટોકટી જેવી સમસ્યાનો ઉકેલ કઇ રીતે લાવવો એ સમજાતું નથી. અત્યારે તો અમે રુહીને રોજ પરાણે થોડા થોડા સમય માટે ચણિયા ચોળી પહેરાવીને આદત પાડવાનો પ્રયત્ન કરીએ છીએ. વળી ચણિયા ચોળી એ નિકાળી ના શકે એવી  કોઇ વ્યવસ્થા કરવાનું પણ વિચારીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરુ કે રુહીને સદ્દબુધ્ધિ આપે અને ભગવાન ગરબાના દિવસે અમારી ઇજ્જત સાચવી લે 🙂

8M Night Race Jackpot

સિંગાપોરમાં નાઇટ રેસના સંદર્ભમાં અહીંની સરકારે 8 મિલીયન ડોલરનો (એટલે કે 25-26 કરોડ રૂપિયાનો) જેકપોટ (આપણી તળપદી ભાષામાં બમ્પર લોટરી) રાખેલો હતો. 1 ડોલરમાં મેં પણ આ જેકપોટની 2 ટિકીટો ખરીદી હતી. મારી કિસ્મત જો કે બહુ બળવાન છે એટલે બન્ને ટિકીટોમાંથી પસંદ કરેલા 7-7 નંબરમાંથી ફક્ત 1-1 નંબર જ લકી ડ્રોમાં આવ્યા. હું જ્યારે આવા મોટા જેકપોટ હોય ત્યારે 1 ડોલર ખર્ચીને ટિકીટ લઉ છું. 1 ડોલરમાં હું કંઇ ગરીબ નથી થઇ જવાનો અને જો કોઇ દિવસ નસીબ ચમકશે તો માલામાલ. જો કે અત્યાર સુધી મારુ નસીબ કંગાળ રહ્યું છે અને મને કોઇ આશ્વાસન ઇનામ પણ નથી મળ્યું. પણ hope is a way of life એટલે હવે બીજા મોટા જેકપોટની રાહ જોવાની. 🙂

F1 Night race buzz

સિંગાપોરમાં આજે ફોર્મ્યુલા1 ગ્રાન્ડ પ્રીક્સની નાઇટ રેસ યોજાવાની છે. ફોર્મ્યુલા1 સર્કિટની દરેક રેસ દિવસ દરમ્યાન યોજાય છે પણ સિંગાપોર એક જ એવી જગ્યા છે જ્યાં આ રેસ રાત્રિ દરમ્યાન એટલે કે ફ્લડ લાઇટમાં યોજાય છે. ગયા વર્ષે સિંગાપોરમાં ફોર્મ્યુલા1 ઇતિહાસની પ્રથમ રાત્રિ રેસ યોજાઇ હતી અને પહેલી રેસથી જ સિંગાપોર ગ્રાન્ડ પ્રીક્સ એ ફોર્મ્યુલા1 ના રસિયાઓ વચ્ચે એકદમ હીટ બની ગઇ હતી. સિંગાપોર સરકારે પણ દુનિયાભરના લોકોમાં ફોર્મ્યુલા1 વિશેનો વિશેષ રસ જોઇને કંઇક અલગ અને લોકોને વધારે મજા આવે એ હેતુથી રાત્રિમાં રેસ યોજવા માટે કમર કસી હતી. ભારતના ખેલ મંત્રી આ રમતને ધનિકોની રમત અને મનોરંજન ગણાવીને આ રમત પર ઘ્યાન નથી આપતા. ખેલ મંત્રી કહે છે કે મારે બીજી રમતો પર ધ્યાન આપવું છે. (વાતો તો એવી કરશે જાણે બીજી બધી રમતોમાં એમણે આપણને champion બનાવી દીધા હોય.). કદાચ ખેલમંત્રીને ખબર નથી કે આ રમતને મહત્વ અપાય તો ભલે દેશના રમતવીરોને ફાયદો નહીં થાય પણ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને જરૂર ફાયદો થશે. અત્યારે સિંગાપોરમાં આખી દુનિયામાંથી (ખાસ કરીને ગોરી પ્રજા) ફોર્મ્યુલા1 રેસના ચાહકો સિંગાપોરમાં આવી ગયા છે. ઓર્ચડ રોડ પર અત્યારે 5માંથી 2 વ્યક્તિ ગોરા જોવા મળે છે. આના લીધે ટુરિઝમ, રીટેઇલ અને હોટેલના ધંધાઓમાં એક્દમ તેજી આવી ગઇ છે. આજ કાલ મંદીના જમાનામાં આવા ઇવેન્ટ યોજીને જ ઇકોનોમીને પાટે લાવી શકાય. (હું પહેલા નહોતો માનતો કે આવી રેસ કે બીજા ઇવેન્ટ યોજવાથી ઇકોનોમીને ફાયદો થાય પણ આ વખતે લોકોમાં ક્રેઝ અને વિઝીટરોને જોઇને આ વાત માનતો થઇ ગયો.) હું મોટર સ્પોર્ટસનો ચાહક  નથી (હું ઔરંગઝેબ છું આ રમતની બાબતમાં અને રમતના નિયમો વિશે પણ જાણકારી નથી) પણ રેસની આર્થિક જગત પર અસરોને જોતા મને લાગે છે કે ભારતમાં પણ આ રેસ લાવવા વિશે વિચારી શકાય.

થોડું સિંગાપોરમાં યોજાતી રેસ વિશે. આ રેસનો ટ્રેક શહેરની મધ્યમાં જ (એટલે કે CBD – Central Business District)છે. ટ્રેકની આજુબાજુ ઉંચી ઇમારતો, સિંગાપોર રીવર, સિંગાપોર ફ્લાયર અને મર્લિયન આવેલ છે. આ એરિયા મારા મુજબ સિંગાપોરનો સૌથી સારો એરિયા છે. આ રેસ સિંગાપોર ફ્લાયરમાંથી પણ જોઇ શકાય છે અને એના માટે વિશેષ પેકેજ પણ હોય છે. Fullerton Hotel અને ટ્રેકની આજુબાજુમાં આવેલી હોટલમાંથી પણ આ રેસ જોઇ શકાય છે. રેસનો ટ્રેક અને એના આજુબાજુના એરિયા વિશેની માહિતી અહીં છે. મેં પહેલી વાર જ્યારે રેસનો ટ્રેક જોયો હતો ત્યારે મને તો બહુ નાનો લાગ્યો હતો પણ ખબર નહીં ટ્રેક આટલી પહોળાઇના રહેતા હશે રેસમાં. રેસની ટિકીટોની કિંમત વિશે મને બહુ ખબર નથી પણ કદાચ બહુ સસ્તી નથી. મારા એક મિત્રએ પ્રેક્ટિસ સેશન જોવા માટે (રેસ નહીં) 38 ડોલર (લગભગ 1200 રૂપિયા)ની ટિકીટ ખરીદી છે. મને બહુ રસ નથી એટલે ટિકીટના ભાવમાં પડવાની મગજમારી મેં નથી કરી. પણ એક વાત છે રેસના લીધે સિંગાપોરનો માહોલ બદલાઇ ગયો છે. ઓર્ચડ રોડ પર ફરતી વખતે મેં લીધેલા ફોટા અમુક નીચે મૂક્યા છે.

IMAG0172

      

 

        Enjoy beautiful Singapore during racing season

 

 

 

 

IMAG0173

 

 

 

 

 

BMW is there to grab……

 

 

 

 

 

IMAG0176 

Model racing car on display @Orchard Road

IMAG0177

 

 

 

 

 

 

 

 

 

 

 

IMAG0179

 

 

 

   Hoardings put up @Orchard to set racing mood amongst visitors

P.S. :

I have been bit late in writing this post. While writing this post, I was watching F1 race on TV and Lewis Hemilton won the race. Readers also pls excuse me for my poor knowledge about F1 race.

Back in debt

આવતા મહિને ઇન્ડિયાની ટ્રીપ વખતે અમદાવાદમાં ઘર લેવાનું નક્કી કર્યું છે.  આજ કાલ અમદાવાદમાં પણ મકાનના ભાવ એટલા વધી ગયા છે કે મારા જેવા NRI ને પણ લોન લીધા સિવાય છૂટકો નથી. આ માટે ઇન્ડિયામાં બધી બેંકો સાથે માથાકૂટ કર્યા પછી ICICI bank પાસેથી 8.75% ના દરે હોમ લોન લેવાનું નક્કી કર્યું છે. ઇન્ડિયામાં હોમ લોનના વ્યાજના દર બહુ વધારે છે અને Personal loanના વ્યાજ દર વિશે તો કહેવા જેવું જ નથી. જો કે સિંગાપોરમાં વ્યાજના દર બહુ ઓછા છે. પહેલા મેં સિંગાપોરમાં 0% કે interest free લોનની જાહેરાતો જોઇ હતી. એટલે થયું કે ચાલો તપાસ કરી જોઇએ આવું કઇ છે ખરેખર કે પછી સરસ જાહેરાતો માત્ર છે. એટલે આજ સવારથી જ હું અલગ અલગ બેંકોમાં આ વિશે તપાસ કરવા ભમવા લાગ્યો. DBS, CITI, Stan Chart, OCBC વગેરે બેંકોમાં હું  ફર્યો પણ બધે પર્સનલ લોન માટે વ્યાજનો દર હતો 6.5 – 7.5%ની આસપાસ અને એ પણ reducing balance પર નહીં એટલે પછી એમ લાગ્યું કે આના કરતા તો 8.75% એ ઇન્ડિયામાં લોન લેવી સારી પડે. છેવટે મને balance transfer યોજના વિશે માહિતી મળી. એમાં lપૈસા આપનાર બેંક તમને તમારા ખાતામાં તમને જોઇતી રકમ જમા કરી આપે જે તમારે 3 – 6 – 9 – 12 મહિનાના સમયમાં બેંકને પાછી ભરપાઇ કરી આપવાની. કોઇ પણ વ્યાજ નહીં આપવાનું ખાલી જુદા જુદા સમયગાળા પ્રમાણે અમુક processing fee ચૂકવવાની. જો 3 મહિનાનો સમય લો તો ખાલી 1.5% ફી, 6 મહિનાનો સમય લો તો 2.0% અને 12 મહિનાનો સમય લો તો 4% ફી ચૂકવવાની. બસ આનાથી રૂડું બીજું શું હોઇ શકે? મેં 6000 ડોલર (લગભગ 2 લાખ રૂપિયા) 6 મહિનાના સમયગાળા માટે લીધા. મારે processing fee  (અથવા વ્યાજ જે ગણો તે) તરીકે ચૂકવવાના ફક્ત 2% એટલે કે 120 ડોલર (લગભગ 4000 રૂપિયા). બે લાખ રૂપિયા 6 મહિના માટે ફક્ત 2% વ્યાજ ભરી મળી શકતા હોય તો મારે ઇન્ડિયાથી 8.75% એ શું કરવા પૈસા લેવા? ટૂંકમાં સવારના 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી કરેલી મારી મહેનત આજે ફળી અને આખરે 2 લાખ રૂપિયા પર 6.75% વ્યાજ બચાવી લીધું. જો કે આ પ્રકારની લોનમાં થોડું રિસ્ક પણ છે જો લોન 6 મહિનામાં ભરપાઇ ના કરી શક્યા તો દર મહિને 2% વ્યાજ ભરવું પડે અને બચાવેલું બધું જતું રહે. 🙂 6 મહિનામાં 6000 ડોલર ભરવા એ મારા માટે ચેલેન્જ તો છે જ પણ લાગે છે પહોંચી વળાશે.

આ સાથે જ હું ફરીથી બેંકનો દેવાદાર થઇ ગયો. વળી આ વખતે હું ઇન્ડિયા અને સિંગાપોર બન્ને જગ્યાએ બેંકનો દેવાદાર થઇશ. (આ મ તો આ સિધ્ધિ કહેવાય નહીં?) મુંબઇમાં મકાન લેતી વખતે જ્યારે (જીવનમાં પહેલી વખતે) 10 લાખની લોન લીધી હતી ત્યારે મને બહુ ચિંતા થતી કે આ દેવું કઇ રીતે પૂરું થશે પણ આ વખતે દેવાદાર થવાની મને એટલી ચિંતા નથી થતી. (કદાચ હવે હું રીઢો દેવાદાર થઇ ગયો છું :)) અત્યારે એમ લાગે છે કે ભરાઇ જશે લોન બસ ખાલી નોકરી સલામત રહેવી જોઇએ. 🙂

First Step

જુલાઇ મહિનામાં મેં Volunteering@RC પોસ્ટ લખી હતી જેમાં મેં RC માં volunteer તરીકે કામ કરવાની અરજી કર્યાની વાત લખી હતી. લગભગ બે મહિના સુધી કોઇ જવાબ ના આવ્યો એટલે મને લાગ્યું કે મારી અરજી કચરાપેટીને વ્હાલી થઇ હશે પણ આજે સુખદ આશ્ચર્ય વચ્ચે મને RC તરફથી મેઇલ મળ્યો જેમાં એમણે મને RCની મિટીંગમાં એક observer તરીકે આવવા માટે નિમંત્રણ આપ્યું હતું. આજે સાંજે એ પ્રથમ મિટીંગ મેં attend કરી. મને સારુ લાગ્યું. RC ના અમુક કમિટી મેમ્બરોને હું ઓળખતો હતો અને હવે બીજા અમુક લોકોને પણ ઓળખતો થયો. મિટીંગમાં પોલીસના પ્રતિનિધિ, town councilના પ્રતિનિધિ પણ હતા. મિટીંગ સારી રહી અને મને એ લોકોની કાર્યશૈલી પસંદ પડી. હવે નિયમિત રીતે આ પ્રકારની મિટીંગો અને કાર્યક્રમોમાં ભાગ લેવો છે. મિટીંગ વિશે વધૂ લખી શકાય એમ નથી. જાહેર જીવનમાં મારુ આ પ્રથમ સોપાન હતું અને આશા રાખું છું કે નજીકના ભવિષ્યમાં સમાજમાં રહીને લોકો માટે કંઇક સારુ કામ કરી શકીશ.

પેકજીંગની કરામત

જાપાનથી અમારા બોસ જ્યારે પણ આવે ત્યારે કંઇક ને કંઇક ખાવાની વસ્તુ ટીમના સભ્યો માટે લેતા આવે. આ વખતે બોસ જ્યારે આવ્યા હતા ત્યારે તેઓ ક્રેકર લાવ્યા હતા. આ ક્રેકર ચોકલેટ જેવા પેકિંગમાં હતા જેનો ફોટો નીચે છે.

IMAG0163

 

એકદમ ઢીંગલી જેવું લાગે છે ને પેકિંગ? ઢીંગલીની આંખો, વાળ વગેરે બધું જ wrapper પર દોરેલું છે અને એનું પેકિંગ એ રીતે કરેલું છે કે જેથી આગળના ગોળ ક્રેકરના ભાગ પર આંખો, વાળ અને મોં બધું બંધ બેસી જાય. મને તો આવું પેકિંગ બહુ ગમ્યું.

Garba event in Tampines

આ વખતે સિંગાપોરમાં છેલ્લા 2-3 વર્ષની સરખામણીમાં ઘણી બધી જગ્યાએ ગરબા થઇ રહ્યા છે. દરેક જગ્યાએ મોંઘી ટિકીટો છે અને આયોજકોએ કમાવાનો વેપલો માંડ્યો છે. સિંગાપોર ગુજરાતી સમાજે પણ ગરબાનું આયોજન કર્યું છે પણ ટિકીટની કિંમત રાખી છે 30 ડોલર અને જો ગુજરાતી સમાજના સભ્ય હો તો 15 ડોલર ટિકીટના. ત્યાં ખાવા પીવાની સગવડ હોય છે તો પણ 30 ડોલર વ્યક્તિ દીઠ બહુ કહેવાય. મારે જવું હોય તો મને તો 60 ડોલર બે જણના પોષાય એમ નથી. બદલાયેલા જમાનાની તાસીર છે આ કે દરેક તહેવારો પણ હવે ધંધો થઇ ગયા છે એટલે હવે વસવસો કરવા જેવું રહ્યું નથી.

જો કે આ નવરાત્રીમાં હું સાવ કોરો પણ રહેવાનો નથી કારણ કે ટેમ્પીનીસમાં શરદપૂનમના ગરબા 3જી ઓક્ટોબરના રોજ યોજાવાના છે. હું જ્યારથી સિંગાપોર આવ્યો ત્યારથી ટેમ્પીનીસમાં જ રહુ છું અને છેલ્લા ત્રણ વર્ષથી અહીં ફેસ્ટીવલ પાર્કમાં યોજાતા ગરબાનો આનંદ લઉ છું. અહીં ફ્રી સ્ટાઇલમાં જ ગરબા રમાડાય છે પણ ખરેખર બહુ મઝા આવે છે. અહીં પ્રોફેશનલ આયોજન અને નફાખોરી કરતા લોકોના મનોરંજન અને આનંદ પર વધારે ભાર મૂકવામાં આવે છે. ગઇ વખતે સનેડો ગવડાવીને લોકોને જે મઝા કરાવી હતી એ અદ્દ્ભૂત હતું કદાચ મને અમદાવાદ/મુંબઇમાં પણ એટલી મઝા ક્યારેય નહોતી આવી. આ ગરબાના પ્રોગ્રામમાં પ્રવેશ ફી નથી જેને આવવું હોય એ આવી શકે છે અને ગરબાનો આનંદ માણી શકે છે. જો ટિકીટ લીધી હોય તો નાસ્તો આપવામાં આવે છે અને ના લીધી હોય તો ખાલી ગરબાનો આનંદ માણો અને મજા કરો. આ વખતે ટિકીટનો દર રાખ્યો છે 3 ડોલર અને એમાં પણ ભાજી પાવ નાસ્તા તરીકે આપવામાં આવશે. હવે 3 ડોલરમાં ભાજી પાવ અને ગરબાનો આનંદ આજના જમાનામાં કોણ કરાવવાનું હતું? આ વખતે મેં પણ ટિકીટ વેચવાના કામમાં ઝંપલાવ્યું છે અને ફકત 2 દિવસની અંદર જ 50 ટિકીટો વેચી નાંખી છે અને હજુ પણ વધારે ટિકીટો વેચાશે એમ લાગે છે.

આ વખતે મોટા ભાગના મિત્રો આવવાના છે આ પ્રોગ્રામમાં એટલે ખૂબ મઝા આવશે. રુહીને પહેલી વખત traditional dress (ચણિયા ચોળી) પહેરાવવાનો છે. આ વખતે આખા પ્રોગ્રામનું વધૂમાં વધૂ વિડીયો શૂટ અને ફોટા થકી કવરેજ કરવું છે. સિંગાપોરમાં રહીને પણ નવ રાતો નહીં તો એક દિવસ માટે પણ ગરબાનો મબલખ આનંદ લૂટી શકાય છે એ ખૂબ આનંદની વાત છે મારા માટે.

ફ્લેશબેક

નવરાત્રી સમયે  દર વખતે મને અમદાવાદમાં રમેલા ગરબાની યાદો તાજી થઇ જાય છે. એક જમાનામાં સવારના 4-5 વાગ્યા સુધી ગરબા ગાવા નવરાત્રીમાં એ મારા માટે બહુ સામાન્ય વાત હતી. દિવાળી કરતા પણ મને નવરાત્રીનો ઉત્સાહ વધારે રહેતો હતો. અમે એ વખતે અમારા બ્લોકના ધાબા પર માતાજીની આરતી પણ કરતા હતા અને આજુબાજુના 4 બ્લોકના બધા લોકો આરતીમાં આવતા. આરતી પતે એટલે તરત જ પ્રસાદ આપવા જવાનું. અમારી આજુબાજુના 4 બ્લોકમાં દરેકના ઘરે જઇને અમે પ્રસાદ આપતા. આરતીનો વહીવટ પતે એટલે તરત જ ઘરે જઇ નહાઇ ધોઇને તૈયાર થઇને ખેલૈયા બની ગરબા રમવા પહોંચી જવાનું. અમારી સોસાયટીના ગરબા બહુ ફેમસ હતા અને લોકો સારી એવી સંખ્યામાં આવતા હતા. શરૂઆતના દિવસોમાં 2-3 વાગ્યા સુધી અને છેલ્લા 3-4 દિવસોમાં તો સવારના 4-5 વાગ્યા સુધી મન મૂકીને અમે નાચતા હતા. બે તાળી, ત્રણ તાળી, રાસ, ફ્રી સ્ટાઇલ, હીંચ, ભાંગડા એમ દરેક પ્રકારના ગરબા કમ ડાન્સ અમે કરતા હતા. નોમના ગરબા બાદ ગરબો વળાવવા જવાનું અને પાછા આવીને સોસાયટી દ્વારા આયોજીત ફાફડા જલેબીના કાર્યક્રમનો પણ લાભ લેવાનો. છેલ્લા દિવસે ઘરે આવતા સવારના 6-7 તો વાગી જ જતા. વળી મુગ્ધાવસ્થાના એ રંગીન સમયનું અને દિવસોનું શું કહેવું. કદાચ નવરાત્રીના નવ દિવસો એ જ જીંદગી છે એમ લાગતું હતું. અમુક મધુર યાદો હજી પણ દિલના એક ખૂણામાં સચવાયેલી છે. અમારા સોસાયટીની પ્રજા બહુ ગરબા રસિક હતી. અમારે સોસાયટીના કોઇ પણ કાર્યક્રમનું આયોજન હોય પણ ગરબા તો અચૂક હોય જ પછી એ હવનનો કાર્યક્રમ હોય કે ઉત્તરાયણ હોય. લોકો એટલા કેપેસિટી વાળા હતા કે ઢોલી બિચારા વગાડી વગાડીને થાકી જાય પણ અમારા નરબંકાઓ ના થાકે.

પાછા વર્તમાનમાં

પણ ते ही नो दिवसो गता: સમય જતા બધું છૂટતું ગયું. હવે પહેલાની જેમ ઠેક્ડા મારી નથી શકતો તેમ છતાંય ગરબા તો થોડા ઘણા રમી  જ લઉ છું. મને એમાં મઝા આવે છે. આશા રાખું કે 3જી ઓક્ટોબરના આ વખતના પ્રોગ્રામમાં મજા આવે. 

રુહીની પ્રથમ વિમાનયાત્રા

આજે અમુક જૂના વિડીયો જોતા મને રુહીનો નીચેનો વિડીયો મળ્યો. આ વિડીયોનું ઐતિહાસિક મહત્વ છે. આ વિડીયો રુહીને લઇને અમે જ્યારે પ્રથમ વખત સિંગાપોરથી ઇન્ડિયા ગયા હતા ત્યારે વિમાનમાં આ ક્લીપ મેં મારા મોબાઇલ ફોન પર રેકોર્ડ કરી હતી. રુહીની એ વખતે ઉંમર માત્ર 10 મહિના હતી અને એની પ્રથમ વિમાનયાત્રા હતી. એને કોઇ જાતનો ડર તો લાગતો જ નહોતો અને મજા કરતી કરતી બૂમાબૂમ કરતી હતી. અમે લોકો મુસાફરીમાં થાકી ગયા પણ એને થાક નહોતો લાગ્યો. 

આજે હું એને આ ક્લીપ બતાવું છું તો એને પણ મઝા આવે છે. એને ખબર નથી પડતી કે આ ક્લીપમાં કોણ છે પણ હું એને સમજાવું છું કે આ રુહી છે એટલે એ હસીને ટાઉ… ટાઉ…. નાનો…. નાનો…. એમ બૂમો પાડે છે. આ વિડીયો એક ઐતિહાસિક સંભારણું છે. મારી એક ઇચ્છા છે કે આવા દરેક નાના મોટા સંભારણાને ભેગા કરીને રુહી જ્યારે મોટી થશે ત્યારે એને ભેટ તરીકે આખું કલેક્શન આપવું છે. મારા કલેક્શનમાં રુહીના બીજા ઘણા ઐતિહાસિક (એટલે કે પ્રથમ વખતવાળા) ફોટા અને વિડીયો છે. એ ફોટા અને વિડીયોમાંથી કલેક્શન બનાવવું એ સખત મહેનત માંગી લે એમ છે એટલે અત્યારે એ કામ હું હાથ પર નથી લેતો પણ રુહી મોટી થશે ત્યાં સુધીમાં આ કલેક્શનને સરખું કરી જ નાંખીશ.

%d bloggers like this: