વિન્ડોઝ મોબાઇલ

વિન્ડોઝ મોબાઇલ લીધા પછી આજકાલ લેપ્ટોપ કરતા મોબાઇલ સાથે વધારે રમું છું. વિન્ડોઝ મોબાઇલ હોવાથી એને કંઇક ને કંઇક સળી કરવાની મઝા આવે છે. જો કે સૌથી સારી વાત એ છે કે હવે હું મોબાઇલથી જ ઘરના વાયરલેસ બ્રોડબેન્ડ નેટવર્ક સાથે કનેક્ટ કરીને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકું છું. એનો ફાયદો એ છે કે નાના નાના કામો કે મેઇલ ચેક કરવા માટે લેપ્ટોપ લઇને નથી બેસવું પડતું.

ગઇકાલે મેપકિંગ install કર્યું આનાથી સિંગાપોરના કોઇપણ એરિયાના મેપ હું હવે મારા ફોન પર જોઇ શકું છું એ પણ GPS સાથે કનેક્ટ થયા વગર. હજી આ એપ્લિકેશનમાં પણ ઘણું જાણવાનું બાકી છે.

એ પણ કાલે ખબર પડી કે હજુ Windows vista OS સાથે ActiveSync કામ નથી કરતું અને synchronize  કરવા માટે windows mobile device centreનો ઉપયોગ કરવો પડે છે. હજી GPS વિશે વધુ જાણવાનું છે.  GPS ટેકનોલોજીનો પૈસા ખર્ચ્યા વગર કઇ રીતે વધુમાં વધુ ઉપયોગ કરી શકાય એ વિશે જાણવું છે. હજી પણ JAVA enabled applications અને વેબસાઇટ નથી જોઇ શકતો. કાલે Java Virtual Machine install કર્યા પછી પણ હજી પ્રોબ્લેમ છે. પણ થોડી સળી કર્યા પછી કદાચ થઇ જશે.

કાલે થોડું વેબ પર પણ સર્ચ ચાલુ કર્યું  જેથી કરીને સારી utilities અને application શોધીને મોબાઇલ પર install કરી શકું. આ ફોનનો ઉપયોગ ખાલી ફોન પૂરતો મર્યાદિત ના રાખતા એના દરેક feature ઉપયોગ કરવા છે. પ્રોબ્લેમ જો કે કાંઇ પણ ડાઉનલોડ કરીને એને install કરીને ચલાવવું કેટલું trustworthy છે એ નક્કી કરવું છે. જો કોઇ જેવી તેવી applications ને install કરીએ તો ફોનની વાટ લગાવી નાંખે.

કાલે આ ફોનની ઇન્ડિયામાં કેટલી કિંમત છે એ ચેક કરતો હતો. HTC એ ઇન્ડિયામાં આ ફોનની રિટેઇલ કિંમત 32,990 રૂપિયા રાખી છે. એટલે 30,000થી નીચે તો કદાચ ઇન્ડિયામાં આ ફોન નહીં મળતો હોય એમ લાગે છે. જોઇએ નજીકના ભવિષ્યમાં ફોન સાથે બીજા શું ગતકડાં હું કરું છું…

નવાજૂની

આજકાલ કશું લખી શકાતું નથી બ્લોગ પર પણ જીંદગીમાં રોજંબરોજ કાંઇક નાની મોટી નવા જૂની ચાલે રાખે છે.

હવે અમે બધા સિંગાપોરના કાયમી રહેવાસી એટલે કે permanent residents બની ગયા છે. અમુક વસ્તુઓ જે કરવા માંગુ છે એ થઇ નથી શકતી એટલે PR લેવાનો નિર્ણય કર્યો. મને દિલથી તો સિંગાપોરમાં રહેવામાં જરા પણ રસ નથી.

થોડા દિવસ પહેલા Smart Phone (HTC Touch Cruise Micro) લીધો. આમ તો આ મોબાઇલની કિંમત 900 – 1000 ડોલર જેટલી છે પણ 2 વર્ષના કોન્ટ્રાક્ટમાં વાઉચર સાથે ખાલી 368 ડોલરમાં પડ્યો. સ્માર્ટ ફોન વાપરવાનો આ પહેલો અનુભવ થયો. જો કે સ્માર્ટ ફોન ખાલી નામના જ સ્માર્ટ છે બાકી User Friendlyness બહુ નથી. જો સ્માર્ટ ફોન વાપરવાનો ચસ્કો હોય તો ઠીક છે બાકી હું કોઇને આ ફોન માટે ભલામણ ના કરું. આ વર્ષના અંત સુધીમાં સિંગાપોરમાં iPhone આવી જશે જોઇએ એ ફોન કેવો છે. આમ તો અમેરિકામાં આ ફોન વાપરનારા લોકો એના વિશે સારો જ અભિપ્રાય આપે છે. નીચે મેં લીધેલા ફોનની તસ્વીર છે. આમ જોઇએ તો મોટો અને વજનદાર ફોન છે. [:)]

જોઇએ આ વખતે યોકોગાવા બોનસ અને ભાવવધારાની કેવી લ્હાણી કરે છે. Appraisalમાં રેટીંગ તો exceed expectation મળ્યું છે પણ આપણને તો કેટલા ડોલરીયા ગજવામાં આવે છે એનાથી મતલબ છે.

ઓક્ટોબર મહિનામાં દિવાળી આવે છે અને ફરી ઇન્ડીયા જવાનું છે. ગયા વખતે કામકાજમાં જ ઇન્ડીયાની ટ્રીપ ક્યારે પૂરી થઇ ગઇ ખબર ના પડી. આ વખતની ટ્રીપમાં થોડી હળવાશ રહે તો સારુ છે.

આજે 31 પૂરા

આજે જીંદગીના 31 વર્ષ પૂરા થયા. લાગે છે કે બહુ ઝડપથી વૃધ્ધત્વ તરફ વધી રહ્યો છું….

કેક તો અહીં સિંગાપોરમાં ખવાય એમ છે નહીં કારણ કે ઇંડા વગરની કેક સિંગાપોરમાં શોધવી એ બહુ કપરુ કાર્ય છે પણ આ સુંદર કેકના ફોટાથી મન મનાવી લઇએ…

%d bloggers like this: