What’s so special about this photo?

થોડા સમય પહેલા જ્યારે સિંગાપોરમાં ઝૂ જોવા ગયા હતા ત્યારે નીચેનો ફોટો લીધો હતો. આમ તો ફોટો સામાન્ય જ છે પણ અગત્યની વાત જે છે એ આ ફોટો લેવાનું ટાઇમીંગ છે. એકદમ યોગ્ય સમયે ક્લિક કરી છે. આજે ઘણા બધાં ફોટા કેમેરામાંથી SD કાર્ડ કાઢીને ડાઉનલોડ કર્યા છે. સમયની અનૂકુળતા પ્રમાણે અમુક ફોટા અપલોડ પણ કરીશ.

The White Tiger

Above photo was taken during my last visit to Singapore Zoo. I think the photo is just ordinary but what is special about this photo is it’s timing. Somehow I clicked at the perfect time. Today I downloaded loads of photos from camera’s SD card. Will load few more photos online as time permits.  

fête de la musique

પોસ્ટનું મથાળું ફ્રેંચ ભાષામાં છે અને એનો અર્થ છે “Music Festival”. આ કાર્યક્રમ “Alliance Française” (કે જ્યાં હું ફ્રેંચ ભાષા શીખવા જઉં છું) તરફથી ગઇ કાલે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અહીંના વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ હતું. અત્યાર સુધી હું કોઇ પણ આવા કાર્યક્રમમાં પહેલા ગયો નહોતો એટલે આ વખતે થયું કે ચલો જોઇએ કેવા કાર્યક્ર્મ હોય છે? વિચાર્યું કે કદાચ કાર્યક્રમમાં મજા નહીં આવે તો નાસ્તા પાણી અને ફ્રેંચ વાઇનની મઝા માણીને પાછા આવીશું. (ફ્રેંચ વાઇન દુનિયાભરમાં સૌથી સારો ગણાય છે. મારા જાપાનીઝ સાહેબ ગયા અઠવાડિયે જ પેરિસ જઇ આવ્યા એમની પત્ની સાથે. પેરિસ જવાનું કારણ મેં પૂછ્યું તો એ કહે અમને વાઇન પીવાનો બહુ શોખ છે એટલે જઇએ છીએ. બોલો આને લાઇફ કહેવાય કે નહીં. મારી આસપાસ એટલા બધાં માલેતુજાર લોકો છે કે મને લાગે છે કે દુનિયામાં એકમાત્ર ગરીબ માણસ હું જ બચ્યો છે :))

મને એમ હતું કાર્યક્રમમાં ફક્ત ફ્રેંચ સંગીત જ વગાડાશે પણ એવું નહોતું. કાર્યક્રમ રસપ્રદ બની રહે એટલે જુદા જુદા સંગીતનો સમનવ્ય કરાયો હતો. હું જ્યારે પહોંચ્યો ત્યારે બ્રેક ચાલી રહ્યો હતો એટલે વાઇન અને હળવા નાસ્તાને ન્યાય આપ્યો પહેલા. હળવો નાસ્તો જો કે બહુ હળવો હતો. દર વખતની જેમ નાસ્તામાં સ્પ્રિંગ રોલ હતા (અહીં સિંગાપોરમાં વેજ નાસ્તો એટલે 99% સ્પ્રિંગ રોલ જ હોય. કરમની કઠણાઇ) અને વેફર હતી. વાઇન પણ ફક્ત એક વખત જ સર્વ કરાયો હતો. ટૂંકમાં નાસ્તા વાઇને નિરાશ કર્યા.

પછી નીચે થિયેટરમાં ગયા અને એ વખતે ફ્રેંચ concert ચાલુ થઇ ગઇ હતી. ચાર કાન લગાવ્યા સમજવા માટે પણ એમ કંઇ થોડી ખબર પડે. આખા ગીતમાં છૂટાછવાયા શબ્દો કાને અથડાયા કે જે જાણીતા હોય. પણ કહેવાય છે ને સંગીતની કોઇ ભાષા નથી હોતી એટલે ખબર નહોતી પડતી તો પણ સંગીતમય વાતાવરણને લીધે મઝા આવી. કી બોર્ડ અને ગીટારની મદદથી સરસ સંગીતમય વાતાવરણ ઉભું કર્યું હતું. કી બોર્ડ કેટલી મઝાની ચીજ છે એનો સરસ અનૂભવ થયો.

ફ્રેંચ સંગીત પછી વારો હતો લેટીન અમેરિકન સંગીતનો. લેટીન અમેરિકન સંગીતની વાત આવે એટલે સાલ્સા જ મગજમાં આવે. આ કાર્યક્રમ માટે ક્યુબાથી ત્રણ કલાકારોને બોલાવાયા હતા. એ લોકોનો કાર્યક્ર્મ સરસ હતો. સંગીતમાં થોડી ગરબડ જેવું લાગતું હતું પણ સાલ્સા જેવા હોટ ડાન્સ સામે સંગીતના થોડા નાના લોચા નગણ્ય કહી શકાય. એકંદરે લેટીન મ્યુઝીકમાં વધારે મઝા આવી. કાર્યક્રમ પત્યા પછી એમ લાગતું હતું કે ચાંગીથી ફ્લાઇટ લઇને સીધો બ્રાઝીલ પહોંચી જઉં અને પાર્ટી ચાલુ રાખું.

એકંદરે કાર્યક્રમમાં મઝા આવી. રેટીંગ હું આપું 4 / 5. કાર્યક્રમ પત્યા પછી પણ પાર્ટી મૂડને જારી રાખવા મટે મિત્ર સાથે બિયરની સંગતે અલપ ઝલપની વાતો કરી. વ્યસ્ત જીંદગી વચ્ચે આ એક Welcome break જેવું હતું.

નીચે અમુક ફોટા અને વિડીયો છે :

IMG_0196 IMG_0200

 

 

P.S.

blame iPhone for the poor quality of the images n video.

મોર્ડન આર્ટ

નીચે મોર્ડન આર્ટનો એક નમૂનો મૂક્યો છે.

IMG_0193

આ મોર્ડન આર્ટ કરનાર કલાકાર છે રુહી અને કેનવાસ છે મારા ઘરની દિવાલ. એના હાથમાં પેન્સિલ આવી ગઇ અને સામે દિવાલરૂપી વિરાટ કેનવાસ હોય તો રુહીની અંદરનો કલાકાર જીવ પછી બીજુ કંઇ વિચારે? ઉપરનું ચિત્ર મારા ઘરના હોલના કેનવાસનું છે જ્યારે નીચેનું ચિત્ર બેડરૂમના કેનવાસનું છે.  IMG_0194

 

 

 

જેને આર્ટમાં રસ છે એ સમજી જશે કે બાજુનું ચિત્ર શું કહેવા માંગે છે પણ મારા જેવાને ખબર ના પડી. પછી મને રુહીએ સમજાવ્યું કે આ બોય(Boy) છે એટલે કે બોયનો સાઇડ પોઝ છે. જોયું એક જ આંખ દેખાય છે, નાક છે, મોં પણ છે. બસ કાન ખાલી થોડો અસામાન્ય લાગે છે પણ આટલી સ્વતંત્રતા તો બાળ કલાકારને આપવી જ રહી. 🙂

હમણાં થોડા વખત પહેલા રુહી માટે Poohના ચિત્રો વાળી ડ્રોઇંગ બુક લાવ્યા હતા. એમાં માથાથી પગ સુધી Poohને લીલા રંગથી રંગી નાંખ્યો. મને લાગ્યું કે કદાચ “Environment Friendly” Pooh બનાવ્યો હશે. 🙂

 

 

 

 

 

 

 

રુહી બેટા તારી કલાની હું કદર કરુ છું પણ તારી આ કલા મને હું જ્યારે ઘર છોડીને જઇશ ત્યારે બહુ મોંઘી પડશે.આવા અમૂલ્ય સર્જનને દૂર કરવાનું મન નહોતું થતું તો પણ મારે અને વિભાએ આ ભગીરથ કાર્ય કાલે રાત્રે હાથમાં લેવું પડ્યું અને હજી પણ એ પૂરું નથી થયું. આ અમૂલ્ય સર્જનનું નામોનિશાન દૂર થઇ જાય એ પહેલા એનો ફોટો લઇને સંગ્રહી રાખવાનો મને વિચાર આવ્યો.

IMG_0098

 

 

 

 

 

 

તાજેતરમાં લીધેલો રુહીનો એક સરસ ફોટો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આમ જોવા જઇએ તો બાળકોના નાનપણના ફોટા સાથે એણે કરેલા તોફાનોને પણ ફોટામાં સંગ્રહવા જોઇએ. જ્યારે બાળકો મોટા થાય ત્યારે એને બતાવી શકાય કે આ જુઓ તમારા પરાક્રમો. રુહી પણ મોટી થશે ત્યારે એને આ બતાવીશ.

બેટર હાફ – સંગીત

ગઇ કાલે રાગામાં ખાંખા ખોળા કરતા મને હમણાં થોડા વખત પહેલા રજૂ થયેલા ગુજરાતી ચલચિત્ર “બેટર હાફ”નું આલ્બમ જોવા મળ્યું. આ ચલચિત્ર વિશે એક બ્લોગ પર પ્રશંસા વાંચી હતી એટલે ઉત્સુક્તાપૂર્વક એનું સંગીત સાંભળવાનું શરૂ કર્યું. મને સંગીત સાંભળીને ભયંકર નિરાશા થઇ. જેટલા ઉત્સાહથી શરૂ કર્યું હતું સાંભળવાનું એ બધો ઉત્સાહ 1-2 ગીતમાં જ  મરી પરવાર્યો. ગીત ગદ્ય છે કે પદ્ય એ જ સમજવું અઘરું હતું. જાણે શબ્દોને જેમ તેમ જોડીને સંગીત બનાવી દીધું હોય એમ લાગતું હતું. બે ગીતો તો પાછા હિન્દીમાં હતા. મને એમ થયું ગુજરાતી ભાષા અને એનું સંગીત એટલું પાંગળું બની ગયું છે કે ચલચિત્ર બનાવીએ તો એના 3-4 ગીત પણ ગુજરાતી ભાષામાં ના બનાવી શકીએ? ચલચિત્ર તો મેં જોયું નથી પણ સંગીત સાંભળીને જરૂર હું નિરાશ થયો.

જીતેન્દ્રભાઇના બ્લોગ પર એમણે લખ્યું છે કે નવું ગુજરાતી ચલચિત્ર “સૂરજ ઉગ્યો શમણાંને દેશ” એ જરા હટ કે છે. આશા રાખું કે એ ખરેખર સાચી વાત હોય. ભલે ગુજરાતી કસબીઓ હોલીવૂડ કે બોલીવૂડને ટક્કર આપે એવા ચલચિત્ર ના બનાવે પણ કમ સે કમ જોઇ શકાય એવા તો ચલચિત્રો બનાવે એવી આશા રાખી શકાય.

હમણાં થોડા સમયથી અહીં ઝી પર મહિનામાં એક વખત રવિવારે બપોરે ગુજરાતી ચલચિત્ર આવે છે. લાગણીના ઘોડાપૂરમાં તણાઇને આ મૂવી જોવા કોઇ વખત બેસું છું પણ આખું મૂવી હજુ સુધી નથી જોઇ શક્યો. કદાચ આખું મૂવી જોવું અસહ્ય થઇ જાય છે અથવા તો સમય બગડતો હોય એમ લાગે છે.

ગુજરાતી ચલચિત્ર જગતની આ પરિસ્થિતિ ક્યારેય સુધરશે?

PC Show 2010

છેલ્લા 4 દિવસથી PC Show 2010 ચાલી રહ્યો હતો. PC Show એટલે ખાલી કોમ્પ્યુટર માટેનું જ બજાર નહીં પણ SD cardથી માંડીને TV, PC, Washing machine કે કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રોનીક, ગેજેટ અને એને લગતી accessoryનું બજાર. સિંગાપોરમાં વર્ષમાં લગભગ 3-4 વખત આ પ્રકારના showનું આયોજન કરાય છે. લગભગ આખું સિંગાપોર આ showમાં ઉમટી પડે છે. અહીં દરેક પ્રકારની લેટેસ્ટ ઇલેક્ટ્રોનીક વસ્તુઓ થોડા ઘણા સસ્તા ભાવમાં (અથવા બજારભાવે જ વેચાતી હોય તો ઘણી બધી મફત વસ્તુઓ accessoriesમાં) મળી જાય છે. કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રોનીક વસ્તુઓ ખરીદવી હોય તો આ showની રાહ જોવી રહી. સસ્તામાં સારી વસ્તુ મળી જાય.

પરમ દિવસે સાંજે હું પણ આ showની મૂલાકાતે ગયો હતો. મારે તરત જ કંઇ લેવું નહોતું પણ જો કદાચ કોઇ સરસ ડીલ મળે તો બીજું એક નોટબુક લેવાની ઇચ્છા હતી. હવે નોટબુકના ભાવ એકદમ તળિયે આવી ગયા છે. પહેલા જેવું નથી. અત્યારે 800-900 ડોલરમાં ચાલી જાય એવા સારા નોટબુક મળી રહે છે. હવે નોટબુકના બજારમાં Lenovo/Dell/HPની monopoly નથી રહી. Samsung, Acer, Asus, Fujitsu વગેરે જેવા નવા પ્રતિસ્પર્ધીઓ આવી ગયા છે. આજથી 2-3 વર્ષ પહેલા આટલી સ્પર્ધા નહોતી. મેં આજથી 4 વર્ષ પહેલા મારુ Lenovo ThinkPad લીધું હતું 2900 ડોલરમાં પણ હવે latest configurationના Lenovo નોટબુક લગભગ 2200 – 2300 ડોલરમાં મળી રહે છે. જો સ્પર્ધા ના હોત તો હજી પણ Lenovoના latest configurationવાળા નોટબુક 3000 ડોલરમાં વેચાતા હોત. હવે 1500 ડોલરમાં ટકાટક configuration વાળા નોટબુક મળી જાય. મેં સેમસંગનું એક નોટબુક જોયું છે જે 899 ડોલરમાં છે અને સામાન્ય વપરાશકાર માટે એકદમ યોગ્ય નોટબુક છે. હજી આ કે બીજું કોઇ નોટબુક ખરીદવું એનો નિર્ણય નથી લીધો.

હવે નોટબુકની સાથે સાથે નેટબુક પણ આવી ગયા છે. નેટબુક એટલે 10"ની મોનીટર સાઇઝ વાળા ટબૂકડા નોટબુક. અમુક સારા નેટબુક 500 ડોલરમાં જ જોયા. True Value for money I think. જો બહુ ટ્રાવેલ રહેતું હોય અને સામાન્ય કામ સિવાય બહુ ઉપયોગ ના હોય તો આ પ્રકારના નેટબુક લઇ શકાય. નાની મોનીટર સાઇઝ સિવાય બધું સામાન્ય નોટબુક જેવું.

Hard Diskના ભાવ હવે તળિયે આવી ગયા છે. 99 ડોલરમાં(3000 રૂપિયામાં) હવે 500 GB ની Hard Disk મળી જાય છે. 1 TBપણ લગભગ 150 ડોલરમાં મળી જાય છે. ગયા વર્ષે મેં 160 GBની મિડીયા ડીસ્ક લગભગ 150 ડોલરમાં લીધી હતી. ઇલેક્ટ્રોનીક વસ્તુઓ કેટલી જલ્દી outdated થઇ જાય છે અને નવી ટેકનોલોજી કેટલી ઝડપે આવી જાય છે. દર 2-3 મહીને કંઇ ને કંઇ નવું જોવા મળે છે.

હવે 3D TV અને LED TV પણ આવી ગયા છે. અમુક LED TV ની ચિત્રની ગુણવત્તા જોઇને હું દંગ થઇ ગયો. એકદમ crystal clear. હવે LCD TVનો જમાનો ગયો અને આવી ગયો LED TVનો જમાનો. 3D TVનો પણ પહેલી વાર અનૂભવ કર્યો. ચશ્મા પહેરીને ટીવી જોવા બેસવું એ એક અલગ અનૂભવ જેવું લાગ્યું. મને તો ચશ્મા પહેરીને ટીવી જોવા બેસવું એ થોડું લપ જેવું લાગે. આંખોને પણ થાક લાગે. પણ જો સારું 3D મૂવી હોય તો જોવાની મઝા આવે ખરી. સૌથી સારું 3D TV અત્યારે બજારમાં લગભગ 5-6 હજાર ડોલરમાં એટલે કે 1.5 – 2 લાખ રૂપિયામાં મળે છે. બહુ મોંધું કહેવાય. જોઇએ 3D TVને કેવો પ્રતિસાદ મળે છે.

એક કંપનીએ મને આ વખતે શોમાં સૌથી વધુ પ્રભાવિત કર્યો અને એ છે “SAMSUNG”. SAMSUNGએ હવે દરેક પ્રકારની ઇલેક્ટ્રોનીક પ્રોડક્ટમાં પોતાનો પગ પેસારો કરી દીધો છે. નોટબુક, LED TV, LCD TV, મોબાઇલ ફોન, ડિજીટલ કેમેરા અને બીજું ઘણું બધું. SAMSUNG ની ગુણવત્તા મને સારી લાગી. નોટબુક 900 ડોલરમાં ખરેખર સરસ હતું. મારા મિત્રે ST550 કેમેરા પણ ખરીદ્દ્યો. DUAL LCD (both front & back), 12 MP, 5x optical zoom, touch screen and amazing user interface, આ બધું ખાલી 400 ડોલરમાં એટલે કે ખાલી 13000 રૂપિયામાં. (જો કોઇને નવો કેમેરા ખરીદવો હોય તો આ કેમેરાને એક વખત જોઇ લેજો) કેમેરાથી પાડેલા ફોટા પણ જોરદાર લાગ્યા.  SAMSUNGનું પ્રાઇઝીંગ પણ એક્દમ જોરદાર છે. કદાચ નજીકના ભવિષ્યમાં SAMSUNG બીજી કંપનીઓ જેવી કે SONY, LENOVO, NOKIA વગેરેને જબરદસ્ત સ્પર્ધા પૂરી પાડશે એમ લાગે છે. જો કે આ બધામાં ADVANTAGE CUSTOMER.

એકંદરે PC Showમાં મજા આવી. ઘણા વખત પછી outing થયું. બાકી છેલ્લા મહિનાથી તો "आराम हराम है" એ જ જીવનમંત્ર રહ્યો છે. ઉતાવળમાં તો ઉતાવળમાં પણ આજે લગભગ 15-20 દિવસ પછી બ્લોગ પર લખી રહ્યો છું જેનો આનંદ છે. 

ભારતીય ગાય

આજે મિત્રએ ફોરવર્ડ કરેલા મેઇલમાં ગાય વિશેનો અંગ્રેજી ભાષામાં લખવાનો પ્રયત્ન કરાયેલો નીચેનો લેખ મળ્યો. ગાય વિશે અંગ્રેજીમાં લખીને લખનારે અંગ્રેજી ભાષાની બને એટલી સેવા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

તા. ક. : કોણે લખ્યું, કેમ લખ્યું, ક્યારે લખ્યું, શા માટે લખ્યું એની સત્યાર્થતા મેં ચકાસી નથી. ખાલી વાંચીને મજા લો.

%d bloggers like this: