થોડા સિંગાપોરના સમાચાર

આજ કાલ સિંગાપોરમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે. લગભગ દર વર્ષે જુનથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન સિંગાપોરનું વાતાવરણ થોડું ધુમ્મસભર્યું રહેતું હોય છે. શા માટે સિંગાપોરમાં આ સમય દરમ્યાન ધુમ્મ્સ રહે છે એ NEA ની વેબસાઇટ પર નીચે પ્રમાણે સમજાવવામાં આવ્યું છે.

The Southwest Monsoon season lasting from June to September is the traditional dry season for the southern ASEAN region. Periods of dry weather, interspersed with the occasional thundery showers in the afternoon and "Sumatra" squalls in the predawn and early morning, are common during this season. An escalation of hotspot activities can be expected during extended periods of dry weather. With the prevailing winds blowing predominantly from the southeast or southwest, there is a likelihood that Singapore could be affected by transboundary smoke haze from Sumatra. The impact of the smoke haze is dependent on factors such as the proximity and extent of the fires, the strength and direction of the prevailing winds and the incidence and amount of rain.

આ વખતે ધુમ્મસનું પ્રમાણ થોડું વધી ગયું છે અને આજે દિવસ દરમ્યાન પશ્ચિમ સિંગાપોરમાં (જ્યાં હું રહું છું) ત્યા PSI નું પ્રમાણ 65ની આસપાસ હતું.

Untitled

સામાન્યત: PSI નું પ્રમાણ 40ની આસપાસ હોવું જોઇએ પણ 65 એ ઘણું વધારે છે. જો આ પરિસ્થિતિ વધુ સમય માટે રહે તો બાળકોને અને વૃધ્ધોને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે એમ છે. જે લોકોને દમ અને અસ્થમા જેવી બિમારી છે એ લોકોએ આ પરિસ્થિતિમાં સંભાળવા જેવું ખરું. હવે આ પરિસ્થિતિ થોડી હળવી થાય તો સારુ.

આજે બીજી એક ઘટના ઘટી સિંગાપોરના હાર્દ સમા Orchard Road પર આવેલા Tangs Plaza માં. Orchard Road એ સિંગાપોરમાં shopping માટેનું હોટ સ્પોટ છે Orchard Road પર દરેક નામી આંતરરષ્ટ્રીય બ્રાન્ડના outlet છે અને બહારના પ્રવાસીઓ માટે સૌથી માનીતું સ્થળ છે. આ રોડ એ સિંગાપોરની શાન જેવો છે અને અહીં મોટા મસ શોપિંગ મોલ છે. આ રોડ પર જરા પણ ગંદકી ના હોય, બધું એકદમ ચકાચક હોય ત્યાં સુધી કે શોપિંગ મોલના બાથરૂમો પણ વાતાનૂકુલિત હોય છે. આજે આ  Orchard Road પર આવેલા શોપિંગ મોલ Tangs Plazaમાં ગટરની લાઇન ફૂટી અને ગટરનું ગંદુ પાણી બહાર ઉભરાવા લાગ્યું. પરિસ્થિતિ એટલી હદે વણસી કે ગટરનું ગંદુ પાણી બાજુના MRT લાઇનને જોડતા Underpassમાં ભરાવા લાગ્યું અને અંતે એ Underpass અને Tangs Plaza બન્નેને જાહેર જનતા માટે બંધ કરવા પડ્યા. હવે પરિસ્થિતિ એ છે કે હવે આ શોપિંગ મોલને બુધવાર સુધી બંધ કરવાની જાહેરાત કરવી પડી જેથી ગટરની ફૂટેલી પાઇપલાઇનનું સમારકામ થઇ શકે અને શોપિંગ મોલની સફાઇ પણ થઇ શકે. આવું મેં સિંગાપોરમાં મારા 6 વર્ષના રોકાણ દરમ્યાન પ્રથમ વખત સાંભળ્યું. અહીં આ સમાચાર વિશે વધૂ માહિતી છે. ટૂંકમાં સિંગાપોર જેવા દેશમાં પણ આવી ઘટના બનતી હોય છે.

બીજું વ્યક્તિગત જીવનમાં આજ કાલ અમારું ભાગ્ય ખૂબ નાના પાયે ચમકી રહ્યું છે. આજ કાલ અલગ અલગ સ્પર્ધાઓ અને લકી ડ્રો થકી વાઉચરોનો વરસાદ થઇ રહ્યો છે અમારા પર. થોડા વખત પહેલા હું કંપનીના એક Island hoppingના કાર્યક્ર્મ દરમ્યાન અમારી ટીમ જીતી હતી તો એ બદલ અમારી ટીમને 100 ડોલરના વાઉચર આપવામાં આવ્યા કંપની તરફથી. અમે ટીમમાં 5 જણ હતા એટલે દરેકના ભાગે 20 ડોલર આવ્યા જે યોગ્ય જગ્યાએ ખર્ચાઇ પણ ગયા. બીજું ગયા અઠવાડિયે કંપનીમાં Corporate Social Responsibility Day હતો (જેના વિશે પોસ્ટ લખવી છે પણ સમય નથી મળી રહ્યો) જેમાં હું રુહીને લઇને ઓફિસ ગયો હતો. જ્યાં charity માટેની રમતોમાં હું અને રુહી inhouse ગોલ્ફની રમત રમ્યા હતા. રુહી અને મેં મળીને ત્રણ વખત બોલને હોલમાં નાંખ્યો હતો અને એ રમતમાં ત્યારબાદ થયેલા લકી ડ્રોમાં મને 30 ડોલરના વાઉચર મળ્યા. આ ઉપરાંત રુહી એ બીજા અમુક ઇનામો પણ ત્યાં જીત્યા હતા. આજે વિભાના નામે 50 ડોલરનું હેમ્પર પેક લકી ડ્રોમાં લાગ્યા હોવાનો કાગળ આવ્યો છે. ટૂંકમાં આવા નાના નાના સ્તરે કિસ્મત આજ કાલ ચમકી રહ્યું છે. પણ હવે ये दिल मांगे मोर…. એક કે બે લાખ ડોલરની લોટરી લાગવી જોઇએ 🙂

लालु यादव जिंदाबाद

લાલુ યાદવનો કોઇ જવાબ નથી એના પૂરાવારૂપે આ વિડીયો છે. અંગ્રેજી ના આવડવું એ કોઇ ખરાબ વાત નથી પણ આ માણસની બેફિકરાઇ જુઓ. લોકો હસે તો હસે What goes my father’s?

%d bloggers like this: