2010 in review

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 7,500 times in 2010. That’s about 18 full 747s.

In 2010, there were 82 new posts, growing the total archive of this blog to 318 posts. There were 178 pictures uploaded, taking up a total of 10mb. That’s about 3 pictures per week.

The busiest day of the year was November 3rd with 86 views. The most popular post that day was ઇન્ડિયા ડાયરી – ધનતેરસ પૂજા.

Where did they come from?

The top referring sites in 2010 were kartikm.wordpress.com, gu.wordpress.com, search.webdunia.com, WordPress Dashboard, and indiblogger.in.

Some visitors came searching, mostly for krunalc, સિંગાપોર, ધનતેરસ, મુંબઇ, and નરેન્દ્ર મોદી.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

ઇન્ડિયા ડાયરી – ધનતેરસ પૂજા November 2008
1 comment

2

Big B & Narendra Modi : Scapegoats March 2010
3 comments

3

મારા વિશે September 2006
23 comments

4

Golden Era of DD November 2010
3 comments

5

જલસા કરો જ્યંતિલાલ October 2007

IPL Auctions 2011

Today auction for the cricketers from across the world went under the hammer for the cash rich Indian Premier League’s 4th season. Around 350+ players were there on the selling list and amount of around 90 million USD were there to be spent by the team owners. When so much of wealth is involved (and that too playing for just 4 weeks), obviously players must be praying hard to god to get the maximum pie from this bounty. At the end of the day 1 of auctions, some prayers got answered while some did not. Here, I just put in my views on the auctions that took place today.

 • Gautam Gambhir emerged as the most prized player from today’s auction with a prize tag of 2.4 million. His new owner will be SRK’s KKR. May not be the best team to get into considering the showing n controversies KKR attracted in first 3 seasons but who cares when your pocket is stuffed with loads of money. Gautam Gambhir must be sad when his previous owner Delhi Daredevils didn’t opt to retain him. But now he must not have any regrets with the kind of prize he has got for seasons to come. I would say “Blessing in disguise”. But considering Gambhir’s showing in first three IPL seasons, this prize is not justified.
 • Pathan bros got really got good deals. Perhaps they also might not have expected such bumper selling from them. Big bro Yusuff went for 2.1 million USD and younger bro went for 1.8 million. I’m specially happy for the younger bro. I think he needs to be in Indian side as an all rounder. He needs to work harder and make his way back into the current Indian side as an all rounder.
 • Robin Uthappa bought by Pune for 2.1 million USD and Rohit Sharma bought by MI for 2 million USD. I think costly gamble by team owners. According to me, both these players doesn’t deserve such a big bounty. Both these players had generous showing in previous three seasons but according to their current form they don’t deserve such pricing.
 • Saurabh Tiwary was surprise package of the auction. He himself would not have expected a price tag of 1.6 million USD for himself. He is upcoming talent and hope he will justify his pricing through his performance in coming seasons.
 • Yuvi’s price tag of 1.8 million USD I think is justified. He is amazing and very capable player in shorter form of game. But his attitude is big problem. Hope he can control his attitude and play well for his new owner and team India.
 • Some players got the pricing which was indeed ridiculous. Seeing their pricing I can say only one thing : खुदा महेरबान तो गधा पहेलवान.
  1. Mahela Jayawardane – 1.5 M USD (this old horse should not have been even sold at first place)
  2. Muarlitharan – 1.1 M USD (again I think very exorbitant price for the chucker)
  3. Angelo Mathews – 950 K USD (well, pure gamble)
  4. Ravindra Jadeja – 950K USD (pure blunder. This guy can’t bowl, can’t bet but still fetched close to 1 Million)
  5. Dinesh Karthik – 900 K USD (why? this guy is the most over rated player. Despite of getting plenty of chances he has proved his dumbness while batting or doing keeping time and again. Adam Gilchrist also sold at the same price. I think in this case it’s insult of Gilchrist)
 • It was heartening for me to see that Rahul Dravid and VVS Laxman got their buyers. Though they didn’t got amazing deals but I would say considering their T20 format record they got decent deals.
 • Some of the notables couldn’t make it to the next seasons of the IPL bus. Sourav Ganguly was the most prominent name in this list. When person doesn’t retire gracefully he has to face humiliation and people make to retire him forcefully. Sourav couldn’t understand this simple fact and forcibly tried to prolong his career and ultimately he was thrown out. He was good captain and batsman in his prime but no more now. Hope he had accepted this fact. Brian Lara was also another prominent player who couldn’t make it. Lara hanged his boot long ago and now he is trying to make come back but no team owner is convinced about his success in his come back attempt. Chris Gayle also remained unsold. That’s mystery for me. I mean he is still playing for WI at highest level and he is one of the most destructive batsman and kinda perfect bet for T20 format. Graeme Swann & James Anderson who did the good showing in recent Ashes series were also left out. I think it might be because the nakharas of the British player. Smile Anyways, still one more round of auction left tomorrow and hope some of them can get their buyers tomorrow.

Though I’m not big fan of IPL but all this vulgar show of money can not remain unnoticed. IPL is a decay that has entered in Indian cricket three years back and my worry is too much of money will kill the cricket n cricketers of India. Too much of anything is not good be it goodness or badness.

इधर उधर

નવી નોકરી શરૂ કર્યા પછી સમયની મારામારી થોડી વધી ગઇ છે. પહેલા જે સમય મળતો હતો એ બધો સમય હવે નવી નોકરીની જગ્યાએ આવવા જવામાં ખર્ચાઇ જાય છે. જો કે આજુ બાજુની ઘટનાઓ વિશે મગજમાં વિચારો તો ચાલતા જ રહેતા હોય છે. તો આજે એ વિચારોની નોંધ કરું છું રોજનીશીમાં.

1. 2011
વર્ષ 2011ની શરૂઆત બહુ સારી નથી થઇ. વર્ષની શરૂઆતમાં જ મારી તબિયત લથડી ગઇ. સરદી, કફ, તાવ, ગળાના દુખાવાએ મને હેરાન કરી મૂક્યો. વળી બીજા બે નાના ઝાટકા પણ વાગ્યા જે મને વધારે દુ:ખી કરી ગયા. જે વર્ષ પાસેથી મને સૌથી વધારે આશા છે એની આવી ખરાબ શરૂઆત? ખબર નહીં કેમ પણ આ વખતે ઇંડિયાથી સિંગાપોર પરત આવ્યા બાદ હજી સુધી એમ જ લાગે છે કે બરાબર સેટ નથી થયા સિંગાપોરમાં. 🙂

2. વિષમ હવામાન
આજ કાલ દુનિયાના દરેક ખૂણામાં વિષમ હવામાન જોવા મળે છે. દુનિયાભરના દેશોમાં ઋતુચક્રો કંઇક અજબ રીતે બદલાઇ ગયા છે. પૂર, ચક્રાવાત અને બરફના તોફાનો એ હવે કોઇ નવી વાત નથી રહી. દરેક જગ્યાએ જે ઋતુ ચાલતી હોય તે હવે એકદમ આકરી થતી જાય છે. જેમ કે નાતાલ પૂર્વે પશ્ચિમી દેશો બરફની ચાદરમાં ફેરવાઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પણ વરસાદના પૂરના લીધે જાન માલની ખાસ્સી નુકસાની થઇ. સિંગાપોરમાં હવે રોજ વરસાદ પડે એ વાતની હવે કોઇ નવાઇ નથી રહી. ભારતમાં શિમલા કરતા દિલ્લીનું તાપમાન નીચે જતું રહ્યું. થોડા સમય પહેલા કચ્છના અમુક ગામડાઓમાં બરફ પણ પડ્યો. (જો પરિસ્થિતિ આમ જ રહી તો 2030માં શિયાળુ ઓલોમ્પિક રમતોનું આયોજન મોદી સાહેબ કચ્છના રણમાં કરાવી દેશે. :)) હવામાનના આ આકરા ચમકારા સમજવા આપણા માટે મૂશ્કેલ છે. આપણે ખાલી ગ્લોબલ વોર્મિંગ કે કળિયુગને દોષ આપવો રહ્યો.

3. ક્રિકેટ
આજ કાલ ક્રિકેટનો શોખ ફરી પાછો જાગ્યો છે. એનું કારણ છે ભારતીય ટીમનું છેલ્લા કેટલાક સમયથી રહેલું સારુ પ્રદર્શન. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની ટેસ્ટ શ્રેણી ખૂબ રોચક રહી. કાલીસની શાનદાર બેટીંગના લીધે છેલ્લી ટેસ્ટ ભારત જીતીને ઇતિહાસ ના રચી શક્યું. લક્ષ્મણ અને તેંડુલકર સિવાયના બધાં બેટ્સમેનો લગભગ નિષ્ફળ રહ્યા છતાં બોલરોના લીધે શ્રેણીમાં ભારતે સારી લડત આપી. ડેલ સ્ટેઇનનું નિવેદન કે “તેંડુલકરની વિકેટ મેળવવા મહેનત કરવી નકામી છે” એ એક ભારતીય તરીક આપણને ગૌરવ થાય એવી વાત છે. દુ:ખ સાથે લખવું પડે છે કે રાહુલ દ્રવિડનો હવે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે એવું લાગે છે.

બીજી તરફ ઇંગ્લેંન્ડે પણ ઓસ્ટ્રેલિયાને એશીઝ શ્રેણીમાં ઘરઆંગણે 3-1થી જબરદસ્ત પછાડ આપી. પોંન્ટીંગના નેતૃત્વમાં જ્યારે પણ ઓસ્ટ્રેલિયા હારે છે ત્યારે મને બહુ મઝા આવે છે. મને એ માણસ જરા પણ ગમતો નથી. એના જેવો ઘંમડી અને બદમિજાજ સુકાની હાલમાં કોઇ નથી. મિંયા પડે પણ તંગડી ઉંચી રાખે એ રીતે ઓસ્ટ્રેલિયનો હજી પણ નથી સ્વિકારી શકતા કે તેઓની ઇજારાશાહી હવે ખતમ થઇ ગઇ છે. મારા મતે પોંન્ટીંગ એકદમ સાધારણ ખેલાડી છે છતાં પણ એ માને છે કે એના લીધે ઓસ્ટ્રેલિયાની ટીમ સર્વોચ્ચ સ્થાને હતી.પોંન્ટીંગ મહાન એટલા માટે બન્યો કારણ કે એની ટીમમાં મહાન ખેલાડીઓ હતા. જ્યારે પોંન્ટીંગ પાસે શેન વોર્ન, ગ્લેન મેકગ્રાથ, ગીલક્રીસ્ટ, હેડન જેવા ખેલાડીઓ હતા ત્યાં સુધી વાંધો ના આવ્યો પણ હવે જ્યારે આ ધૂરંધરો નિવૃત્ત થયા એટલે અસલિયત બધાની સામે આવી ગઇ. પોંન્ટીંગ મહાન સુકાની બન્યો માત્ર અને માત્ર એની સાથે રમી રહેલા ધૂરંધરોના લીધે.(મને આપણા ધોનીનું પણ એવું જ લાગે છે. સુકાની તરીક ધોની આમ જોવા જઇએ તો ખરાબ નથી પણ એનો અત્યાર સુધીનો સુકાની તરીકેનો મહાન રેકોર્ડ જળવાઇ રહ્યો છે માત્ર અને માત્ર લક્ષ્મણ, તેંડુલકર, ઝહીર, ગંભીર જેવા ખેલાડીઓના લીધે. જો ધોની સુકાની ના હોત તો એના પોતાના બેટીંગ ફોર્મને જોતા હાલની ટીમમાં સ્થાન પણ ના મળે.)

ભારતે આ વર્ષે પણ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું. હવે આવતા વર્ષે ભારતે ઇંગ્લેંન્ડ સાથે ઇંગ્લેંન્ડમાં રમવાનું છે અને હાલમાં ઇંગ્લેંન્ડની ટીમનું ફોર્મ જોતા એ શ્રેણી ખૂબ રસપ્રદ રહેશે એવું લાગે છે. આ ઉપરાંત વેસ્ટ ઇંડીઝ અને ઓસ્ટ્રેલિયામાં પણ રમવાનું છે. સાથે સાથે વિશ્વકપ તો ખરો જ. એટલે આગામી વર્ષમાં ફૂલ ક્રિકેટ ચાલુ રહેશે.

4. Go GOA
નાતાલ અને નવા વર્ષનો સમય હોય એ દરમ્યાન લોકો ગોવા જવાનું પસંદ કરત આ હોય છે. આ વર્ષે અમિતાભ બચ્ચન અને આપણા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની ગોવાની મૂલાકાત સમાચાર પત્રોમાં છવાયેલી રહી. આપણા માનનીય ડોસી મા એટલે કે રાષ્ટ્રપતિથી સરખુ ચલાતુ પણ નથી તો પણ ગોવાના બીચ પર બે સુરક્ષા કર્મચારીઓના ટેકા સાથે પાણીમાં પગ ઝબોળી આવ્યા. વળી આ એમની સરકારી નહીં પણ ખાનગી ટ્રીપ હતી. ડોસી મા ને ખબર નહીં રહી રહીને શું ગોવા વેકેશન કરવાના અભરખા ઉપડ્યા હશે? અમિતાભ બચ્ચન પણ પોતાના પૌત્ર પૌત્રીઓ અને પરિવાર સાથે ગોવાની મઝા માણી આવ્યા. ફોટા જોઇને એવું લાગ્યું કે બચ્ચન સાહેબે ખાલી જાંગિયાને બદલે ચડ્ડી પહેરી હોત તો વધારે સારુ થાત. બધાને મજા કરતા જોઇ મને પણ એમ થઇ ગયું સાલુ કે દુનિયા જાય ભાડમાં ચલો વેકેશન કરવા ગોવા પણ પણ પણ દુનિયા એટલી સહેલાઇથી ભાડમાં જતી નથી મિત્રો.

(જે પણ લોકો આ વાંચી રહ્યા છે એમને વણમાંગી સલાહ આપુ છું કે જેમ લોકો ઘડપણમાં જાત્રા કરવા જાય છે એમ જો કોઇએ યુવાનીમાં જાત્રા કરવી હોય તો ગોવાની જાત્રા અચૂક કરવી. જો યુવાનીમાં આ જાત્રા ના થઇ શકી તો પણ કંઇ વાંધો નહીં જ્યાં સુધી દિલ જવાન છે ત્યાં સુધી આ જાત્રા કરી લેવી નહીં તો મર્યા પછી જીવ સદ્દગતિએ નહીં જાય.:))

5. ભગવાન નેતાજીની આત્માને શાંતિ આપે
વચ્ચે ટાઇમ્સ ઓફ ઇંડિયામાં વાંચ્યું કે એક મહિલાએ બિહારના ધારાસભ્યનું ખૂન કરી નાંખ્યું. ખૂન કરનાર મહિલા કહે છે કે એણે ખૂન એટલા માટે કર્યું કે એ ધારાસભ્ય અને એના માણસો છેલ્લા કેટલાક સમયથી એનું શોષણ કરી રહ્યા હતા. જ્યારે બીજેપી એવું નિવેદન આપે છે કે મહિલા માનસિક રીતે અસ્થિર છે. હવે કોની વાત માનવી એ પ્રશ્ન છે? જો કે આપણા રાજકારણીઓની ફિતરત જોતા મને મહિલાના નિવેદન પર વિશ્વાસ વધૂ આવે છે. ખરુ કહુ તો આ સમાચાર વાંચીને હું થોડો ખુશ થયો હતો કે સારુ થયું કે એક તો ઓછો થયો. બાકી આપણા ન્યાયતંત્ર પાસેથી ન્યાનની આશા રાખવી નકામી છે. આમ જોવા જઇએ તો આ “રંગ દે બસંતી” મૂવીના પ્લોટ જેવું લાગે છે ને? હું ઘણી વખત વિચારતો હતો કે સાલુ “રંગ દે બસંતી” જોયા બાદ કોઇને પ્રેરણા કેમ નથી મળતી? છેવટે આ મહિલાએ મારા દિલની વાત સાંભળી. આવા બીજા વિરલાઓ/વિરાંગનાઓ ભારત દેશને મળી રહે એવી આશા રાખીએ.

બસ બાકી જીવન ચાલે રાખે છે એની ગતિએ.

ઇન્ડિયા ડાયરી- In n Around Petronas Twin Towers in pictures

DSCF3242

 

પેટ્રોનાસ ટ્વીન ટાવરના 42મા માળે આવેલા સ્કાય બ્રીજ પર જવા માટે પાસ લેવો પડે છે જે મફત હોય છે પણ આ પાસ માટે સવારના 6 વાગ્યાથી લાઇન શરૂ થઇ જાય છે. બાજુમાં જે જગ્યાએ પાસ અપાય છે એનો ફોટો છે.

 

DSCF3243

બાજુના ફોટામાં પાસ માટે લાઇનમાં ઉભેલા લોકો જોઇ શકાય છે જ્યારે નીચેનો ફોટો મેં જે જગ્યાએથી મારો સવારનો નાસ્તો ખરીદ્યો હતો એ સ્ટોરની છે.

DSCF3245

DSCF3249 

પેટ્રોનાસ ટાવરની ઉંચાઇ 452 મીટરની છે. ત્યાં મૂકેલા સેન્સર પાસે ઉભા રહો એટલે તમને એ બતાવે કે તમારાથી પેટ્રોનાસ ટાવરની ઉંચાઇ કેટલી વધૂ છે. સેન્સરે કરેલી ગણતરી મુજબ પેટ્રોનાસ ટાવર મારાથી 321 ગણો વધૂ ઉંચો છે.

જો કે આ ગણતરી ખોટી છે કારણ કે સેન્સરે મારી ઉંચાઇ 1.41 મીટર નોંધી છે જ્યારે મારી ખરી ઉંચાઇ 1.67 મીટર છે. એટલે ખરા અર્થમાં જોઇએ તો પેટ્રોનાસ ટાવર મારા કરતા 260 ગણો ઉંચો થાય.

બે ઘડી ગમ્મત અને ટાઇમપાસ કરવા આવા ગતકડા કરી શકાય. 🙂

નીચે પેટ્રોનાસ ટાવરના સ્કાય બ્રીજ પરથી લીધેલા અમુક ફોટા છે. જ્યારે પણ તમે કોઇ ઉંચાઇએથી નીચે જુઓ એટલે નીચેની બધી વસ્તુઓ આપોઆપ સારી દેખાવા લાગે.

DSCF3253DSCF3254DSCF3255DSCF3256

DSCF3258DSCF3259

DSCF3266

 

 

 

હું વિચારવા લાગ્યો કે પબ્લિક બેંક એટલે શું? પબ્લિક બેંકમાં એવું હશે કે એમાં જ્યારે પણ પબ્લિકને જોઇએ ત્યારે નાંણા મળી રહેતા હશે? 🙂

 

 

DSCF3267

 

પેટ્રોનાસ ટ્વીન ટાવરના બે ટાવરને જોડતો 42મા માળે આવેલો સ્કાય બ્રીજ. આ સ્કાય બ્રીજ પણ બે માળનો છે. સ્કાય બ્રીજનો નીચેનો માળ પર્યટકો માટે છે જ્યારે ઉપરનો માળ પેટ્રોનાસમાં કામ કરતા કર્મચારીઓના ઉપયોગ માટે છે.

સ્કાય બ્રીજનો પ્રવાસન ઉપરાંત બીજો ઉપયોગ એ પણ છે કે જો કોઇ એક ટાવરમાં અકસ્માત થાય એટલે કે આગ લાગે કે બીજી કોઇ અનઇચ્છનીય ઘટના તો એ ટાવરના લોકો સ્કાય બ્રીજનો ઉપયોગ કરી બીજા ટાવરમાં સલામત રીતે આવી શકે.

 

DSCF3268DSCF3288

પેટ્રોનાસ ટાવર એ મલેશિયાની સમૃધ્ધિનું પણ પ્રતિક છે. (One Malaysia, One Goal)

બાજુમાં પેટ્રોનાસ કંપનીનો લોગો જોઇ શકાય છે.

 

DSCF3270DSCF3271

 

 

 

 

 

 

 

પેટ્રોનાસ ટાવરની બહારની તરફ સજાવટ માટે સરસ ફૂવારા મૂકેલા છે. દિવસે તો એ સારા લાગે જ છે પણ રાત્રે એ લાઇટીંગ સાથે વધારે સારા લાગે છે.

DSCF3310DSCF3314

 

 

DSCF3284DSCF3285DSCF3287પેટ્રોનાસ ટાવરની નીચેનો આજુબાજુનો વિસ્તાર રળિયામણો છે.DSCF3286

 

 

 

 

 

 

 

 

સૂર્યા કેએલસીસી મોલની ક્રિસમસ અને નવા વર્ષ માટે સજાવટ

DSCF3294DSCF3295DSCF3296DSCF3300DSCF3297DSCF3298

 

 

 

 

 

 

 

 

 

 

DSCF3303

DSCF3273

 

સૂર્યા કેએલસીસી મોલ સાથે પેટ્રોનાસ ટાવર

 

 

 

વાદળોને ચીરીને આકાશને આંબતા બે ટાવર

 

વિન્ટેજ કાર

DSCF3306

DSCF3316

 

 

 

 

 

મલેશિયાનો રાષ્ટ્રધ્વજ

%d bloggers like this: