35 પૂરા

ગઇ કાલે 35 પૂરા કર્યા.

सुबह हुइ शाम हुइ,

यु ही जिंदगी तमाम हुइ એમ કરતા કરતા 35 વર્ષ પૂરા થઇ ગયા. 35 વર્ષમાં જીવનમાં ઉપલબ્ધિના નામે આમ તો કશું કહી શકાય એવું મેળવ્યું નથી. જોઇએ બાકીના જે શ્વાસો ખર્ચવાના બાકી છે એમાં કંઇ ઉકાળી શક છું કે નહીં.

20120618_212632

ગઇ કાલે "ફાધર્સ ડે" પણ હતો. રુહીએ મારા માટે આ સરસ ગીફ્ટ તૈયાર કરી હતી સ્કુલમાં, જે મને કાલે મળી. આ ઉપરાંત જન્મદિવસ માટે એ મને કહે છે કે મને બર્થ ડે કાર્ડ આપશે. કાર્ડ હજી તૈયાર થઇ રહ્યું છે ખબર નહીં ક્યારે મળશે. 🙂 કાર્ડ મળવામાં થોડો સમય લાગશે એ સમજી શકાય એમ છે કારણ કે આજ કાલ રુહીનું વેકેશન ચાલી રહ્યું છે એટલે રમવામાં અને હરવા ફરવામાં બહુ વધારે વ્યસ્ત છે. 🙂 બુધવારે એ વળી ફરવા માટે મલેશિયા જાય છે.

 

 

ગઇકાલનો જન્મદિવસ બહુ વ્યસ્ત રહ્યો. આખો દિવસ  સિંગાપોર ઝૂમાં મારા મિત્રો સાથે વિતાવ્યો. 🙂 ગઇકાલના "ફાધર્સ ડે"ને અમારી કંપનીએ "સિંગાપોર ઝૂ"માં "ફેમિલી ડે" તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. સિંગાપોર ઝૂ ખૂબ વિશાળ જગ્યા છે અને ત્યાં "Treasure Hunt”ની ગેમ રમવાનું આયોજન કરાયુ હતું. ઝૂ ની વિશાળ જગ્યામાં 8 ખૂફિયા સ્ટેશન બનાવાયા હતા અને તમને આપેલી કી ની મદદથી એ સ્ટેશનો શોધી કાઢવાના. દરેક સ્ટેશન પર એક રમત રમવાની અને એ રમત પૂરી થયા બાદ તમને અમુક પોઇંટ મળે. જે ટીમ બધાં 8 સટેશનોએ પહોંચીને ગેમ રમ્યા બાદ બેઝ સ્ટેશન પર સૌથી પહેલા પાછા આવે એ વિજેતા. અમારી ટીમમાં હું, વિભા, ટોફૂ, મારા બોસ, એમના પત્ની અને એમની 8 મહિનાની બેબી કુલ 6 જણા હતા. આપેલી સમયમર્યાદામાં અમે 6 સ્ટેશન પતાવી શક્યા.  આ ગેમમાં બધાને મઝા આવી જો કે બધા થાકી પણ ગયા. ત્યાર બાદ ચાઇનીઝ જમણવાર ચાલ્યો. મારા જેવા દેશી માણસને એમાં બહુ મજા ના આવી. જમણવાર પત્યા પછી કંપની દ્રારા રખાયેલા કાર્યક્રમનો અંત આવ્યો અને પછી અમે અમારી રીતે ઝૂમાં રખડવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ફરી બીજી “Tresure Hunt”ની શરૂઆત થઇ. ઝૂમાં બાળકો માટે અલગથી “Tresure Hunt”ની ગેમની વ્યવસ્થા હતી. ટોફૂને આ ગેમ રમવી હતી એટલે અમારા માટે બીજી “Tresure Hunt”ની અને ઝૂમાં રખડવાની શરૂઆત થઇ. સાંજે પછી ટોફૂએ ધરાઇ ધરાઇને ઝૂના વોટર પ્લે એરિયામાં નહાવાની અને રમવાની મજા માણી. ટૂંકમાં ટોફૂને કાલે મસ્ત જલસા થઇ ગયા. સાંજે 8 વાગ્યે ઘરે પાછા આવ્યા અને વિભાએ થાકેલા હોવા છતા પણ પૂરણપોળી બનાવીને ખવડાવી. (જન્મદિવસે મોઢું મીઠું કરવું પડે :))

ટૂકંમાં દિવસ ક્યાં પૂરો થઇ ગયો એ ખબર ના પડી. જે મિત્રોએ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી એમનો ખૂબ ખૂબ આભાર અને જે લોકોએ શુભેચ્છા પાઠવવાનું ભૂલી ગયા છે એમની યાદી તૈયાર થઇ રહી છે. 🙂

નીચે સિંગાપોર ઝૂમાં લીધેલા અમુક રસપ્રદ ફોટા મૂક્યા છે.

20120617_090810

 

 

One more primate in pink

 

 

 

 

20120617_141252

 

 

and we offered food to Giraffe who was very hungry

20120617_111318

 

 

lunch time for turtle family

 

20120617_135154

 

 

Tofu in elephant mask Smile

 

 

 

20120617_140328

 

 

We were not supposed to see animals out of cage or their confined area..

Very scary… I extremely dislike such lizard family animals….

 

 

20120617_162038

 

 

 

n S P L A S H @ Water Playground.

Ruhi enjoyed a lottt here…

 

 

 

 

 

 

 

20120617_173213

 

Interesting isn’t it?

Bananas with flower… Atleast I saw such thing for first time….

માનસિક વિકલાંગતા – સત્યમેવ જયતે

આપણી માનસિક  વિકલાંગતાને ઉજાગર કરતો આજનો "સત્યમેવ જયતે"નો હપ્તો જોઇને સારુ લાગ્યુ. અત્યાર સુધીના "સત્યમેવ જયતે"ના દરેક હપ્તામાં આમીરે એવા મૂદ્દા/સમસ્યાઓ પ્રસ્તુત કરી હતી કે જેની બધાને ખબર જ છે અને એ બદીઓની જાગરૂકતા ઓછા વત્તા અંશે આપણા સમાજમાં છે જ. જો કે આજના હપ્તામાં જે સમસ્યાની વાત થઇ એ સમસ્યા માત્ર અને માત્ર વિકલાંગોને જ કે જે દિવસ રાત આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે એમને ખબર છે. જે માણસના બધા અંગ ઉપાંગો યોગ્ય છે એ ક્યારેય વિકલાંગોના જીવનના સંઘર્ષને સમજી નથી શકવાનો. બહુ બહુ તો આપણે અંધ માણસને રસ્તો પાર કરાવી કે વિકલાંગો પર દયા ઉપજાવીને આપણે આપણી સામાજીક જવાબદારી પૂરી કરી લીધાનો સંતોષ લઇ લેતા હોઇએ છીએ.

આ બાબતે મને સૌ પ્રથમ સભાનતા આવી 2006ની સાલમાં જ્યારે હું સિંગાપોર આવ્યો. સિંગાપોરમાં મારા અનૂભવ પ્રમાણે મોટા ભાગની જગ્યાઓ handicapped friendly છે (જો કે આ વાત વિશે કોઇ વિકલાંગ જ વધૂ સારી રીતે જણાવી શકે) Public transport(બસ અને ટ્રેન બન્ને) હોય કે ઓફિસો હોય કે મોલ હોય કે amusement park હોય દરેક જગ્યાએ મેં વિકલાંગો માટે સુવિધાઓ જોઇ છે. અહીં સિંગાપોરમાં એવી પ્રણાલી છે કે જો કોઇ વિકલાંગ કે disabled માણસ બસ ડ્રાઇવરને બસ સ્ટોપ પર ઉભેલ દેખાય એટલે એ બસ ડ્રાઇવર બસમાંથી નીચે ઉતરે, રેમ્પ તૈયાર કરે અને એ વિકલાંગ વ્યક્તિની wheel chairને પોતે જાતે બસની અંદર લઇ જાય અને એ વિકલાંગ વ્યક્તિને બરાબર બસમાં લીધા બાદ જ ડ્રાઇવર બસ આગળ વધારે. જ્યારે એ વિકલાંગ વ્યકતિને બસમાંથી ઉતરવું હોય ત્યારે પણ બસ ડ્રાઇવર એને મદદ કરે. (જો કે હવે બસોમાં વધતી જતી ભીડના લીધે આ બાબતે થોડી સમસ્યાઓ ઉભી થઇ રહી છે.)  દરેક જગ્યાએ અહીં વિકલાંગો માટે અલગ બાથરૂમો હોય છે (એવા મોટા બાથરૂમો કે જેમાં વિકલાંગ વ્યક્તિ wheel chair સાથે જઇ શકે). Ramp અહીં દરેક જગ્યાઓએ વિકલાંગો અને ઘરડા વ્યક્તિઓ માટે હોય જ છે. અંધ વ્યક્તિઓ માટે પણ અમુક અગત્યના રસ્તાઓ પર floor guides હોય છે. ભારત બહાર વિકલાંગ વ્યક્તિઓ માટે આવી અને બીજી સુવિધાઓ પ્રાપ્ય હોય છે એટલા માટે જ અહીં વિકલાંગ વ્યક્તિ પણ અંશત: એક સામાન્ય માણસની જેમ જીવી શકતો હોય છે, પોતાની રોજી રોટી રળવા માટે સક્ષમ બની શકવા હિંમત પામે છે. આ બધું જોતા મને ખરેખર ભારતના વિકલાંગો પર વધૂ દયા અને આપણી માનસિકતા તથા સરકારી નિષ્ક્રિયતા પર ગુસ્સો આવે છે. આ બધી સુવિધાઓ ઉભી કરવી એ કોઇ મોટી વાત નથી પણ આપણી એવી કોઇ દૂરંદેશીતા નથી કે કોઇ ઇચ્છાશક્તિ નથી જે ખરેખર દયનીય છે. આપણા સમાજમાં "inclusive growth” જેવી વાત જ નથી. વિકાસ કે સમાજના ઉત્થાનની તો કોઇ રાજકારણી વાત કરતા જ નથી ફક્ત લઘુમતીઓના તુષ્ટિકરણ અથવા તો આજકાલ જેમ ચાલે છે એમ કડુઆ પટેલ, લેઉઆ પટેલ, પાટીદાર પ્રજા વગેરેની રાજનીતિમાં કબરમાં પગ લટકાવીને બેઠેલા રાજનેતાઓ લાગ્યા છે.

આજના કાર્યક્રમ બાદ આપણી માનસિક વિકલાંગતાની સ્થિતિમાં થોડો સુધારો આવે તો સારુ છે. આજના કાર્યક્રમની શરૂઆતમાં જે નાની અપંગ છોકરીનો વિડીયો બતાવાયો હતો એ ખૂબ જ લાગણીસભર હતો. સાથે સાથે બેંગ્લોરના લોબો દંપત્તિ કે જેમણે નિશા જેવી બાળકીને અપનાવી એમને પણ સલામ. આવા ઉદાહરણો હજી પણ ભગવાનની કરૂણામાં આપણો વિશ્વાસ જાળવી રાખે છે.

Icecream Sandwich (Android 4.0.3)

2012-06-02 01.24.50આખરે લગભગ ત્રણ મહિના રાહ જોયા બાદ મારા પનોતા મોબાઇલ ફોન સેમસંગ ગેલેક્ષી નોટ માટે કહેવાતી Premium Suite update (including “Icecream Sandwich (Android 4.0.3)”) મળી. એટલે હવે Gingerband માંથી IceCream Sandwich વાળા થઇ ગયા.

આ અપડેટની આમ તો મને બહુ આતુરતા નહોતી ફક્ત એટલું જોવાનું હતું કે આ નવી અપડેટ આવ્યા બાદ ફોન પર ગુજરાતી વાંચી શકાય છે કે નહીં? Gingerbandમાં બધા ગુજરાતી અક્ષરો સરસ ચોકઠા દેખાતા હતા. ગુજરાતી ના વાંચી શકવાના લીધે ફોન જાણે કે બહુ ઉપયોગી નથી એવું લાગતું હતું. આ અપડેટ પછી જ્યારે જોયું કે ગુજરાતી વાંચી શકાય છે ત્યારે મોટી રાહત થઇ. એમ લાગ્યું કે જાણે ફોનના ખર્ચેલા ડોલર હવે વસુલ થશે. ગુજરાતી એકદમ પરફેક્ટ નથી દેખાતું પણ ના મામા કરતા કાણા મામાને વધાવી લેવામાં મને જરા પણ વાંધો નથી.

અમુક જગ્યાએ ગુજરાતી જોડણીમાં બહુ લોચા દેખાય છે જ્યારે અમુક જગ્યાએ એકદમ સરસ ગુજરાતી વાંચી શકાય છે. નીચે બે ઉદાહરણરૂપ ફોટા છે. (જો કે આટલુ વાંચી શકાય છે એ પૂરતુ છે 🙂 )

2012-06-02 01.39.192012-06-02 01.39.43

 

 

 

 

 

 

 

અપડેટ પછી ફોનનો Display એકદમ ચમકદાર થઇ ગયો છે. ફોન્ટ એકદમ sharp અને વધૂ ચોખ્ખા દેખાતા હોય એવું લાગે છે. વાંચવાની એકંદરે મજા આવે છે અને આંખોને ઓછો શ્રમ પડે છે. (જો કે PDF વાંચવામાં કોઇ ફરક નથી પડ્યો). Displayમાં જે icon વગેરે પહેલા મોટા મોટા દેખાતા હતા icon હવે નાના અને વધૂ sharp બનાવી દેવામાં આવ્યા છે.

2012-06-02 02.00.06

બીજી એક સારી સુવિધા ઉમેરાઇ છે કે જેટલી પણ application ચાલી રહી હોય એને એકસાથે જોઇ શકાય છે અને જે applicationમાં switch કરવું હોય એમાં સરળતાથી થઇ શકાય છે. આ માટે “Home” keyને દબાવી રાખવાથી ફોટામાં જોઇ શકાય છે એ રીતે બધી ચાલી રહેલી applications દેખાય છે અને પછી જે applicationમાં switch થવું હોય એમાં થઇ શકાય છે. જો બધી ચાલી રહેલી application બંધ કરવી હોય તો “Task Manager”માં જઇને બધી application બંધ પણ કરી શકાય છે.

 

ફોનને unlock કરવા માટે “Face Detection”ની સુવિધા ઉમેરાઇ છે પણ એમાં બહુ મઝા આવે એવું નથી અને ટાઇમ વધારે બગડે એમ છે. એના કરતા pattern કે password સારો. વળી તમે ફોટો બતાવીને પણ ફોન unlock કરી શકો એટલે એ સુરક્ષાની દૃષ્ટિએ સારુ ના કહેવાય.

2012-06-02 02.14.13

બીજી એક સરસ સુવિધા ઉમેરાઇ છે clipboard accessની. આ સુવિધા થકી તમે જેટલું પણ ભૂતકાળમાં “copy” કર્યું હોય એ બધું જોઇ શકાય છે. એનો મતલબ કે તમે એકથી વધૂ copy કરેલ લખાણ (કે જે પણ હોય તેને) સંગ્રહી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તમે અલગ અલગ વખતે copy કરેલ માહિતી paste કરી શકો છો. સરસ સુવિધા છે આ.

 

 

 

Screenshot_2012-06-02-02-24-20

 

હવે Data Usage માટે પણ વ્યવસ્થિત warning મળે છે. આજે સવારે જ મને warning મળી કે મેં છેલ્લા અઠવાડિયામાં 2 GB ડેટાનો વપરાશ કરી લીધો છે. મારે ડેટા વપરાશની કોઇ ચિંતા નથી એટલે વાંધો નથી પણ જે લોકોને limited data packageમાં પૂરું કરવાનું હોય એમના માટે આ સારી સુવિધા છે.

 

 

 

 

આ ઉપરાંત સેમસંગે પોતાની “S Note” applicationમાં પણ નવી સુવિધાઓ ઉમેરી છે પણ હું કોઇ દિવસ એ વાપરતો નથી એટલે શું નવું છે એમાં એ જોવાની હજી તસ્દી નથી લીધી.

જો કે આટલુ આપ્યા પછી પણ ખાટલે મોટી ખોટ એક સારા “Spell Checker”ની છે કે જે મારી speelingની ભૂલોને હું મેઇલ/મેસેજ કરું એ પહેલા શોધી કાઢે અને એને સુધારવા માટે વિકલ્પો આપે. આ બબાલ કદાચ સેમસંગના ફોનમાં જ છે કારણ કે સેમસંગના ફોનમાં એમની predective XT9ની સુવિધા (જે મને દુવિધા વધુ લાગે છે :)) છે. જો કોઇને સેમસંગ માટે સારા “Spell Checker”ની માહિતી હોય તો જણાવજો.

ફોન અપડેટ કર્યા પછી મેં ગોઠવેલી બધી screen અને બનાવેલા foldersનો કચ્ચરઘાણ વળી ગયો છે એટલે ફરીથી અત્યારે ફોનને મારી ટેવો મુજબ સેટ કરી રહ્યો છું.

%d bloggers like this: