શેરબજાર

નાનપણથી મને એક શોખ રહ્યો છે જે હજી પણ અકબંધ છે. એ શોખ છે કમાવાનો. મને વધુ અને વધુ રૂપિયા કમાવવા બહુ ગમે. જો કે રૂપિયા કોને ના ગમે પણ દરેક વ્યક્તિના રૂપિયા કમાવવાના રસ્તા અને વિચારો અલગ અલગ હોય છે.  

પહેલેથી જ ખબર નહીં કેમ પણ મને શેરબજારમાં રૂપિયા કમાવાની બહુ ઇચ્છા છે.  પણ શેરબજારમાં મને કાંઇ ઝાઝી ગતાગમ પડતી નથી. શેરબજારને લોકો ભલે સટ્ટો કહેતા હોય પણ મારા મતે તે એક ખૂબ જ બુધ્ધિ માંગી લેતો વ્યવસ્થિત ધંધો છે.

ગુજ્જુઓ પહેલેથી જ શેરબજારના બાદશાહ રહ્યા છે. હર્ષદ મહેતા, કેતન પારેખ… ફક્ત નામ પૂરતા છે. આજે કદાચ એક નવા બાદશાહે જ્ન્મ લીધો છે.  આજે સ્ટોક માર્કેટમાંથી મેં પ્રથમ વાર શેર ખરીદ્યા છે. જોઇએ નસીબ યારી આપે છે કે નહીં. શરૂઆત સારી નથી થઇ. લીધેલા શેરના ભાવ ફક્ત આજના દીવસમાં જ 12 રૂપિયા ઘટી ગયો છે. આશા રાખું છું કે લક્ષ્મીદેવી થોડી દયા રાખશે અને આવનાર દીવસોમાં મારા આ નવીન પ્રયત્નમાં સફળતા આપશે.

સિંગાપોરની સુંદરતા

સેન્ટોસા જતી વખતે કેબલ કારમાંથી કેટલીક તસ્વીરો લીધી હતી. કેબલ કારમાંથી સિંગાપોર ખરેખર ખૂબ સુંદર દેખાય છે. 

skyline-i.JPG

skyline-ii.JPG

sentosa-arieal-view.JPG

skyline-iii.JPG

સિંગાપોરમાં દીવાળી

આજથી દીવાળીના મહાપર્વની શરૂઆત થઇ ગઇ. વિદેશમાં પ્રથમ વખત દીવાળી મનાવીશ. જો કે આમ તો વર્ષોથી દીવાળી ઉજવણી ઓછી અને માત્ર રજાઓ ભોગવવા પૂરતી સીમિત રહી ગઇ છે.

કાલે દીવાળીની થોડી ખરીદી કરવા “લીટલ ઇન્ડીયા” ગયો હતો.  લીટલ ઇન્ડીયામાં એટલી ભીડ હતી કે ફરતી વખતે તમને જરા પણ એમ ના લાગે કે તમે ઇન્ડીયામાં નહીં પરંતુ સિંગાપોરમાં છો. ચારેબાજુ જોતાં એમ જ લાગે કે તમે જાણે અમદાવાદના માણેકચોકમાં ઉભા છો.

કાલે મીઠાઇઓ, પૂજાનો સામાન, ડીઝાઇનર દીવા અને ઘરની સજાવટ માટેનો સામાન લીધો. કાલે ઘર માટે એક ખૂબ સુંદર “Wind Chime” પણ લીધું. વર્ષોથી ઇચ્છા હતી ઘરને “Wind Chime” થી સજાવવાની જે કાલે પૂરી થઇ. નીચે “Wind Chime”ની ઇમેજ જોઇ શકો છો.

wind-chime1.JPG      wind-chime-2.JPG

લગ્ન બાદ આ પ્રથમ દીવાળી છે. આજે રાત્રે વિભા સાથે ધનતેરસનું પુજન કરીશું અને લક્ષ્મીદેવીને થોડી ક્રુપા રાખવા વીનવીશું.

જીંદગી સિંગાપોરમાં આવ્યા બાદ ઘણી શાંતિવાળી થઇ ગઇ છે. અંગત પ્રશ્નો તમે ગમે ત્યાં જાઓ તે પીછો નહીં છોડે પરંતુ મુંબઇમાં રોજિંદી જિંદગી જીવવા માટે જે સંઘર્ષ કરવો પડતો હતો એવું અહીં નથી. અહીં જિંદગી એટલી શાંતિવાળી છે કે આ શાંતિ તમને અકળાવી નાખે.

4 દીવસની દીવાળીની રજાઓ છે.   ઘર પાસે “Changkat”માં ઇન્ડીયન કોમ્યુનીટી દ્વારા ડીનર ઓર્ગનાઇઝ કરવામાં આવ્યું છે. કદાર એટેન્ડ કરીશું.

નીચેની તસ્વીર સિંગાપોરમાં દીવાળીના તહેવાર દરમ્યાન થયેલી સજાવટ દર્શાવે છે.

diwali-in-singapore-i.JPG

કોર્પોરેટ

આ રવિવારે “કોર્પોરેટ” મૂવી જોયું. મધૂર ભંડારકરની મૂવી મોટાભાગે વાસ્તવિકતાની થોડી નજીક હોય છે તેથી જોવાની મજા આવે.  આ મૂવીમાં પણ થોડી વાસ્તવિકતા લાવવાનો પ્રય્તન કરવામાં આવ્યો છે પણ “Page 3” જેવી એકદમ હાર્ડ હીટીંગ મૂવી ના કહી શકાય. તેમ છતાં એકંદરે મજા આવી.

જ્યારે પણ આવાં કોર્પોરેટ કલ્ચરવાળાં મૂવી જોઉં છું ત્યારે મન વિચારોમાં ખોવાઇ જાય છે. કેવા વિચારોમાં મન ખોવાઇ જાય છે તે કદાચ અહીં વ્યક્ત નહીં કરી શકું.

શરદપૂનમ

શરદપૂનમની આમ તો કોઇ ખાસ યાદો છે નહીં. મુંબઇમાં લોકો શરદપૂનમ રાત્રે ધાબા પર ભેગા થઇ ઉજાણી કરતા, દૂધ-પૌઆ ખાતા અને થોડી રમતો રમતાં. અમદાવાદમાં ગરબા રમતા અને વીતેલી નવરાત્રિની રાતોને યાદ કરી લેતાં. પરંતુ શરદપૂનમ ક્યારેય એટલો મહત્વનો દીવસ તો હતો જ નહીં. સિંગાપોર આવ્યા પછી શરદપૂનમ જેવું ભૂલી જ જવાનું હોય. પણ આ વખતે સિંગાપોરમાં ઉજવેલી શરદપૂનમ કાયમ યાદ રહેશે.
આ વખતે ટેમ્પીનીસમાં જ શરદપૂનમના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કદાચ 3-4  વષૅ  મન મૂકીને રાસ રમ્યો. પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે આયોજિત હતો. ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લઇને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો. સિંગાપોરમાં આટલા ગુજરાતીઓ વસે છે એ હવે ખબર પડી.

શાયરી

दुआ करते है हुम सर झुकाये,
ऐय दोस्त तु अपनी मंज़िल को पाये,
अगर कभी तेरी राहोंमें अंधेरा आये,
रोशनी के लिये खुदा हमें जलाये.

जब जब आपसे मिलने की उम्मीद नझर आयी,
मेरे पांवमॆं झंझीर नज़र आयी,
गीर पडे आंसु आंखसे,
और हर आंसुमें आपकी तस्वीर नज़र आयी.

आपको miss करना रोज़ की बात है,
याद करना.. आदत की बात है,
आप्से दुर रहेना किस्मतकी बात है,
मगर आपको झेलना हिम्मत की बात है.

વિજયાદશમી

આજે વિજયાદશમી છે અને 2જી ઓક્ટોબર પણ છે. આજે ઇન્ડિયામાં હોત તો ઓફિસમાં રજા હોત. 3 દિવસનો લાંબો વીકએન્ડ ભોગવતો હોત અને ફાફડા અને જલેબી ખાધા હોત. અહીં સિંગપોરમાં  ફાફડા અને જલેબી ક્યાં શોધવા જવા. ખરેખર તહેવારોમાં ઇન્ડિયા ખૂબ યાદ આવે છે.

ગઇકાલે “ફિર હેરાફેરી” જોયું. ખૂબ મઝા આવી. પરેશ રાવલનો અભિનય ખરેખર ખૂબ જ સુંદર હતો.

%d bloggers like this: