પાંચ મહિના પછી…

લગભગ પાંચ મહિના પછી આજે બ્લોગ પર કંઇક લખી રહ્યો છું. પળે પળે બદલાતા રહેતા આજના જમાનામાં પાંચ મહિનાનો સમય બહુ લાંબો કહેવાય. પાંચ મહિનામાં સિંગાપોર રિવરમાં ઘણા પાણી વહી ગયા🙂. દેશ અને દુનિયા બદલાતી ચાલી અને અંગત રીતે પણ જીવનમાં પણ ચડ ઉતર થતી રહી. આ પાંચ મહિનાઓનું સરવૈયું મારા મતે નીચેના મૂદ્દાઓમાં આવી જાય :

1. “દામિની”ના આખા ઘટના ક્રમે દેશની મહિલાઓમાં નિરાશા અને ભયને સ્થાપી દીધો તો બીજી તરફ 12 પાસ મહિલા સનમીત કૌરે 5 કરોડ રૂપિયા જીતીને દેશની મહિલાઓ સમક્ષ એક ઉદાહરણ આપીને આશાનો સંચાર કર્યો.

2. એક વાત હવે પાકી થતી જાય છે કે ભારતમાં લોકશાહીના બદલે MOBશાહી (એટલે કે ટોળાશાહી) આવી ગઇ છે. જ્યાં સુધી સરકાર પર ટોળાશાહી કરી દબાવ ના લાવો ત્યાં સુધી સરકારના પેટનું પાણી નથી હાલતું.

3. મહારાષ્ટ્રના સિંહ બાળા સાહેબ ઠાકરેએ વિદાય લીધી તો નરેન્દ્ર મોદીએ પોતાની વિજયી હેટ્રીક થકી ગુજરાતના સિંહ તરીકેની ઇમેજને વધૂ મજબૂત બનાવી દીધી. મોદી સાહેબની ગાડી દિલ્હી સુધી પહોંચે છે કે નહીં એ આવનારો સમય બતાવશે પણ બદલાવનો એક આશાવાદ એમના થકી જરૂર ઉભો થયો છે. પરંપરાગત જાતિવાદથી ઉપર ઉઠીને ગુજરાતની પ્રજાએ જે રીતે મતદાન કર્યું એ માટે ગુજરાતની પ્રજા ખરેખર અભિનંદનને પાત્ર છે.

4. પાકિસ્તન જેવા હરામી દેશ પાસેથી શાંતિ અને ભાઇચારાની આશા રાખવી એ પોતાની જાતને ઉલ્લુ બનાવવા જેવી અને પોતાના જ પગ પર કુહાડી મારવા જેવી વાત છે.

5. પાંચ મહિનામાં અંગત રીતે ચડ ઉતર થતી રહી. અમુક ઘટનાઓ એવી બની કે જે દિલોદિમાગ પર હંમેશ માટે એના ઉઝરડા છોડી ગઇ પણ જીંદગીનું ચક્ર ચાલતુ રહે છે અને સમય દરેક ઘાને રુઝવવાનો પ્રયત્ન કરતો રહે છે.

6. ત્રણ મહિનાની ખંતપૂર્વકની મહેનત બાદ PMPની પરીક્ષા પાસ કરી લીધી એટલે હવે Krunal Chavda PMP,CSM એ રીતે નામ લખી શકાશે. આ પરીક્ષા પાસ કર્યા બાદ લાગે છે કે વધૂને વધૂ પરીક્ષાઓ આપવી જોઇએ અને વધૂને વધૂ જ્ઞાન મેળવતા રહેવું જોઇએ.

7. 2012નું વર્ષ એકંદરે સામાન્ય અને કંઇક અંશે પીડાદાયક રહ્યું. અમુક ઘટનાક્રમોને નજરમાં રાખતા 2013નું વર્ષ જીંદગીનું સૌથી મહત્ત્વનું વર્ષ હોય એવું લાગી રહ્યું છે. અંગત રીતે આ વર્ષ પાસેથી ઘણી આશાઓ છે અને વંઠેલી જીંદગીને કાબૂમાં રાખવાનો ભરસક પ્રયત્ન કરવો છે.

પાંચ મહિનાના બ્લોગજગતના વનવાસ દરમ્યાન અમુક મિત્રોએ વનવાસની નોંધ લીધી અને અંગત રીતે ખબરઅંતર પૂછ્યા એ બદલ એમનો આભાર. ઘણા બધાં ગુજરાતી અને અંગ્રેજી બ્લોગ કે જે હું નિયમિત રીતે વાંચુ છું એ ફરીથી વાંચવાની શરૂઆત કરવાની છે અને મારી રોજનીશીમાં વધૂ પાના ઉમેરવા છે.

અંતમા સર્વેને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ….

6 Responses

  1. વેલકમ બેક! એક રીતે જોઇએ તો પાછલું વર્ષ હંમેશા પીડાકારક જ લાગે, એટલે એ તરફ બહુ ધ્યાન ન આપી આગલા વર્ષમાં જ ફોકસ કરવું!

    • આગલા વર્ષમાં ફોકસ કરવા જેવું મારા માટે ઘણું બધું છે….🙂

      • ડિટ્ટો. સાલું ૨૦૧૨, મારા માટે પણ ભંગાર નીવડ્યું છે. એ વાત અલગ છે કે બ્લોગમાં હું બહુ પર્સનલ વાતો લખતો નથી🙂

  2. 1} કૃણાલભાઈ , તમને ફરીથી જોઈ ઘણી ખુશી થઇ🙂

    2} અને કોઈ પણ પરીક્ષા લેતું ન હોય ત્યારે સામેથી જ પરીક્ષા આપવાની અલગ જ મજા છે , No Tension at all !

    અને હવેથી નિયમિત આપના બ્લોગ પર મળશો , તેવી આશા સહ . . . નહીતર અમે વાંચકોને કીડીઓ ચડવા લાગે છે😉

    • નિરવભાઇ,
      ભવ્ય આવકાર બદલ આભાર. નિયમિત બ્લોગ પર લખવાની તો ઇચ્છા ઘણી હોય છે પણ સમયની મર્યાદાઓ બહુ નડે છે….

  3. @કાર્તિક,
    આ વર્ષની શરૂઆતના પહેલા 16 દિવસ હજી સુધી તો સારા રહ્યા છે (PMP Certificate & Award)… આગળ પણ સારુ ચાલતુ રહે તો સારુ…

    આમ જોવા જઉ તો બધી તકલીફો હું જાતે જ ઉભી કરુ છું. 6+ વર્ષ સિંગાપોર જેવા ખાબોચિયામાં કેવી રીતે કાઢ્યા છે એ મારુ મન જાણે છે..🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: