વાંચનયાત્રા

આ અઠવાડિયું વાંચનની દ્રષ્ટિએ સારુ રહ્યું. ફોન પર મેગેઝીનો વાંચવાનું શરૂ કર્યું હતું એ હજી પણ ચાલે છે અને વાંચવાની મઝા આવે છે. આજે પ્રાયોગિક ધોરણે "ચિત્રલેખા"ની ઇ મેગેઝીન આવૃત્તિ માટે 6 મહિનાનું લવાજમ પણ ભર્યું એટલે લગભગ 2-3 દિવસમાં એ પણ વાંચી શકાશે. ચિત્રલેખાના દરેક મેગેઝીનની એન્ડ્રોઇડ આવૃત્તિ માટે 1 યુએસ ડોલર ખર્ચ કરવો એના કરતા 7 યુએસ ડોલરમાં 6 મહિનાનું ઇ મેગેઝીનનું લવાજમ ભરવું સસ્તુ પડે. વળી ઇ મેગેઝીનને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી જ શકાય છે એટલે ફોન પર PDF Readerમાં આરામથી વાંચી શકાશે. ઘણાં વખત પછી ગુજરાતી મેગેઝીન વાંચવાનું થશે.

આ ઉપરાંત એક ગુજરાતી ઇ બુક પણ સ્ટોરમાંથી ખરીદી છે જે હાલમાં વંચાઇ રહી છે અને લગભગ આ શનિ રવિમાં વંચાઇ જશે. (પહેલી વખત ગાંઠના રૂપિયા ખર્ચીને વાંચન કરી રહ્યો છું) આ ઉપરાંત આ અઠવાડિયે રીડગુજરાતી.કોમ તરફથી બહાર પડાયેલી પુસ્તિકા "વિચારબિંદુ પણ વાંચી. સાત્વિક વાંચનની ટેવ હવે જીવનમાં પાડવી જ રહી એમ લાગે છે. સિંગાપોરના પુસ્તકાલયોમાં દુનિયાભરના પુસ્તકો મળી રહે છે પણ ગુજરાતી ભાષાનું સાત્વિક વાંચન ના મળી શકે એટલે હવે ઇ બુક / મેગેઝીનો ખરીદીને જ વાંચવા રહ્યા. "The Singapore Story” પુસ્તક મારે ઘણા સમયથી વાંચવું છે પણ વાંચી નથી શકાયું જેને સત્વરે વાંચવાનું નક્કી કર્યું છે.

Racism & Singapore

સિંગાપોર Multicultural & Multilingual દેશ છે. અહીં ચાઇનીઝ પ્રજાતિ મુખ્ય છે અને ત્યાર બાદ મલય (એટલે કે મલેશિયન) અને ભારતીય લોકોની વસ્તી મુખ્ય છે. સિંગાપોરમાં આમ તો Racism બીજા પશ્ચિમી દેશો કરતા ઘણું ઓછું છે (જેના માટે અહીંના કડક કાયદા અને સરકારની નીતિઓને શ્રેય આપવો રહ્યો) પણ તેમ છતાં પણ અમુક લોકો પોતાની માનસિકતા નથી બદલી શકતા અને પોતાની ધોળી (આમ જોવા જઇએ તો પીળી) ચામડીને બદામી અથવા કાળી ચામડી કરતા ચઢિયાતી માનતા હોય છે. આવી પીડિત માનસિકતાના લીધે સમયાંતરે આ બાબતના નાના મોટા સમાચારો છાપા અને સોશિયલ નેટવર્કમાં દેખાતા હોય છે. આજે પણ આવો જ એક કિસ્સો બન્યો છે.

19 વર્ષની Shimun Lai નામની એક ચાઇનીઝ વિદ્યાર્થીનીએ આજે એક Twit મેસેજ કર્યો હતો જે નીચે મુજબ છે :

image

 

આ મેસેજ હાલમાં સિંગાપોરની સોશિયલ નેટવર્કની દુનિયામાં છવાઇ ગયો છે. આ વિદ્યાર્થીની પર તરત જ પોલીસ કેસ થઇ ચૂક્યો છે અને ટ્વીટર એકાઉન્ટ (@shimunxz) પણ સ્થગિત થઇ ગયું છે. થોડાક સમયમાં કદાચ એને 5-10 હજાર ડોલરનો દંડ થઇ જશે અને કદાચ કોમ્યુનિટી સર્વિસનો ઓર્ડર પણ મળશે. હવે ફરી જ્યારે આ shimunબેન કોઇ ઇન્ડિયનને મળશે તો આંખો અને માથું ઝૂકાવીને વાત કરતા જોવા મળશે. ટ્વીટર હેન્ડલ પર સર્ચ કરશો તો આ વિષય પર લોકોના અભિપ્રાયો અને મેસેજ વાંચવાની મઝા આવશે 🙂

જરૂર છે Racism સામે કડક હાથે કામ લેવાની. હવે થોડા સમય સુધી Racismના કોઇ મેસેજ જોવા નહીં મળે 🙂

Tryst with Android – week 2

ફેબ્લેટ વપરાશનું બીજું અઠવાડિયું. અમુક સારા અને અમુક ખરાબ પાસાઓનો અનૂભવ થયો.

1. “Widget” એ એન્ડ્રોઇડનું સૌથી સબળ પાસું છે. બહાર વરસાદ વરસતો હોય અને ફોનની સ્ક્રીન પર રીમઝીમ વરસાદ દેખાય અને દરિયો હિલોળા લેતો હોય તો જોવાની કેવી મજા આવે. (Real time weather simulation). જો કે હજી સુધી જોઇએ એવા સારા "Widget" મળ્યા નથી. ટ્વીટર, ફેસબુક અને email માટેના એકદમ બકવાસ Widget છે. જો કોઇ સારા Widget કોઇના ધ્યાનમાં હોય તો જણાવવા વિનંતી. ખાસ તો ઇ મેઇલ માટે કોઇ સારી app અથવા Widgetની જરૂરિયાત છે. iPhoneમાં જે રીતે યાહુ, જીમેઇલ, હોટમેઇલ બધાં ખાતાના મેઇલ એક જ appમાંથી જોઇ શકાય એવી કોઇ સારી વ્યવસ્થા એન્ડ્રોઇડમાં મળે તો મઝા આવે.

2. સેમસંગ નોટ્સની મોટી સ્ક્રીન પર વેબ બ્રાઉઝીંગની અને વાંચવાની મજા આવે છે. મને ઇ-બુક કે ઇ-મેગેઝીન વાંચવા નથી ગમતા પણ ફોનની મોટી સ્ક્રીન પર આ વખતનું “India Today” બે દિવસમાં વાંચી નાંખ્યું. બીજા અમુક મેગેઝીન પણ ડાઉનલોડ કર્યા છે જે સમયની અનૂકુળતા પ્રમાણે વાંચતો રહીશ.

3. સેમસંગ નોટ્સની સૌથી ખરાબ વાત છે બેટરી લાઇફ. જો કે અમુક sync દૂર કર્યા પછી બેટરી લાઇફમાં થોડો સુધારો થયો છે. જો કે બેટરી લાઇફ કરતા પણ ખરાબ છે બેટરી ચાર્જ કરવા માટે લાગતો સમય. AC ચાર્જમાં પણ ફોનને ચાર્જ કરતા 2-3 કલાક લાગી જાય છે અને જો USB ચાર્જ કરો તો પૂરો ફોન ચાર્જ કરતા 6-7 કલાકથી પણ વધૂ લાગી જાય. ટૂંકમાં P A T H E T I C… આ બાબતે iPhone એકદમ ચઢિયાતો છે.

4. ICS4.0 અપડેટ સેમસંગ નોટ્સ માટે શરૂ થઇ ગઇ છે. એ વિશે વધૂ માહિતી અહીં છે. બહુ જલ્દી આ અપડેટ સિંગાપોરમાં મળી જવી જોઇએ. જો કે આ અપડેટથી બહુ વધૂ ફરક પડે એમ લાગતું નથી. આજે જ સેમસંગની ફર્મવેર અપડેટ આવી હતી એને ઇન્સટોલ કરી પણ એ અપડેટમાં શું ફેરફાર છે એની કોઇ રિલીઝ નોટ નથી. ઘણું શોધવા છતાં વેબ પર પણ રિલીઝ નોટ નથી મળી.

 

અત્યાર સુધીના વપરાશ પછી એવું લાગે છે કે iPhone જેવી Reliability અને User Friendlyness હજુ એન્ડ્રોઇડમાં નથી.

Tryst with Andorid

આખરે 2-3 મહિનાના મનોમંથન બાદ આજે Phablet (i.e. Phone cum Tablet Smile ) સેમસંગ નોટસ ફોન ખરીદી લીધો. આમ જોવા જઇએ તો બીજો પણ મારા અંગત વપરાશ માટે આ પહેલો એન્ડ્રોઇડ ફોન છે. આઇ ફોન પર iOS વાપર્યા બાદ એન્ડ્રોઇડ સાથે સેટ થતા થોડો સમય લાગશે એમ લાગે છે. સૌથી ખરાબ વાત જો એન્ડ્રોઇડની કોઇ હોય તો એ છે એમાં ગુજરાતી (અને બીજી ભારતીય ભાષાઓ) વાંચી નથી શકાતી. નીચે મારા બ્લોગનો ફોન પર દેખાતો સ્ક્રીન શોટ છે.

SC20120319-233227એક અક્ષર વંચાય એમ નથી ગુજરાતીનો. જો કે આ સમસ્યાની ફોન લેતા પહેલા ખબર હતી તેમ છતાં પણ એન્ડ્રોઇડનો શોખ પૂરો કરવા માટે આ જોખમી પગલું ભર્યું છે. અમુક લોકોનું કહેવું છે કે ફોનને ROOT કરીને અમુક ચેડા કરવાથી ગુજરાતી વાંચી શકાય છે. જો કે હું મારા HTC Wildfire S ને છેલ્લા બે અઠવાડિયાથી ROOT કરવા મથી રહ્યો છું પણ BootLoader Unlock કરવાથી આગળ હજુ નથી વધી શક્યો. S-On ફોનને પહેલા મારે S-Off કરવો પડશે અને એ કંઇ રીતે થાય એ દુનિયામાં હજુ સુધી કોઇને ખબર નથી લાગતી 🙂 જો કોઇ આ બાબતે મદદ કરી શકે એમ હોય તો જણાવવા વિનંતી.

લોકોના કહેવા મુજબ સેમસંગના ફોનને ROOT કરવામાં બહુ વાંધો નહીં આવે પણ હજુ સુધી ફોનને મચેડવાનું શરૂ નથી કર્યું.

 

 

 

સેમસંગ નોટસ ફોનની છેલ્લા બે કલાકમાં નોંધેલી સારી ખરાબ બાબતો :

1. ફોનની સ્ક્રીન સાઇઝ 5.3" છે એટલે કે આમ જોવા જઇએ તો મીની ટેબ્લેટ જેટલી સાઇઝ જ કહેવાય. Display એકદમ ચકચકાટ લાગે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મઝા આવશે.

2. iPhoneમાં ખાટલે મોટી ખોટ flash playerની હતી પણ હવે એન્ડ્રોઇડમાં એ સમસ્યા નહીં રહે.

3. કેમેરા પણ સારો છે. કેટલા મેગા પિક્સલ છે એ ખબર નહીં પણ ફોટા સારા આવે છે. વળી front કેમેરા પણ છે એટલે વધૂ એક સુવિધા રહેશે.

4. ફોનમાં "S Pen”ની સુવિધા છે એટલે કે એક stylus આપેલું છે જેનાથી તમે સ્ક્રીન પર જે કરવું હોય એ કરી શકો છો. જો કે મને આ stylusની હજી સુધી કોઇ જરૂર નથી લાગી.  આજથી 3-4 વર્ષ પહેલા વિન્ડોઝ મોબાઇલ માટે હું stylus વાપરતો હતો કારણ કે એ વખતે ટચ સ્ક્રીન બહુ પ્રચલિત નહોતી. આજના SIRIના જમાનામાં stylusની મને બહુ જરૂર લાગતી નથી. જો કે આ ફોન પણ voice command થકી ગુગલ સર્ચ કરી આપે છે.

5. USBથી ફોનનું ચાર્જીંગ બહુ ધીમું છે. કલાકથી ફોન ચાર્જ થઇ રહ્યો છે છતાં 10% બેટરી પણ હજુ સુધી ચાર્જ નથી થઇ.

6. ફોનમાં સેમસંગની ઘણી બધી એપ્લિકેશનો મફતમાં પધરાવી દેવામાં આવી છે. ધીરે ધીરે સાફ સફાઇ ફોનની કરવી પડશે.

અને છેલ્લે To DO :

1. એન્ડ્રોઇડ interface સાથે સેટ થવું.

2. ફોનની સાફ સફાઇ કરીને ફોનનો મહત્તમ efficiency સાથે ઉપયોગ કરી શકાય એ રીતે ફોનને સેટ કરવો.

3. ફોન પર ગુજરાતી વાંચવા માટે શું કરી શકાય એ વિશે શોધખોળ શરૂ કરવી. હવે થોડા સમય માટે કદાચ આ કામ મારી જીંદગીનું મકસદ બની જશે. જો કોઇ ભલા જીવને આ વિશે જાણકારી હોય તો જણાવવા વિનંતી.

%d bloggers like this: