ચક દિયા….

છેવટે ભારતીય ક્રિકેટ ટીમે એ કરી બતાવ્યું જેનો વર્ષોથી લોકોને ઇંતઝાર હતો. હું તો એવું જ માનતો હતો કે હું ક્યારેય ભારતીય ટીમને મારા જીવન દરમ્યાન વિશ્વ કપ જીતતા નહીં જોઇ શકું. એનું કારણ હું એ જ માનતો હતો કે ભારતીય ટીમના ખેલાડીઓમાં એ માનસિક ક્ષમતા નથી જે તેમને વિશ્વવિજેતા બનાવી શકે. જ્યારે ક્રિકેટ ઉચ્ચ કક્ષાએ રમાતું હોય છે ત્યારે એક ખૂબ જ ઉંચા લેવલનો આત્મવિશ્વાસ અને કઇ કરી બતાવવાની ધગશ જરૂરી છે. આ જ વસ્તુ સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ક્રિકેટરોએ કરી બતાવી. જો તેંડુલકર, દ્રવિડ અને ગાંગુલી હોત તો યુવા ખેલાડીઓને તક ના મળી હોત અને દર વખતની જેમ હારીને પાછા આવત.  યુવા ક્રિકેટરોમાં મૂકેલો વિશ્વાશ આખરે સાર્થક નિવડ્યો અને 24 વર્ષનો દુકાળ દૂર થયો. રમતમાં દરેક જીત અગત્યની હોય છે પણ અમુક જીત ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાય છે અને કાયમ માટે યાદ રખાય છે. ધોનીની સેનાએ ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને હરાવી સમગ્ર ક્રિકેટ વિશ્વને અચંબામાં નાંખી દીધું.

આ વિજય યાદગાર એટલા માટે પણ રહેશે કે ફાઇનલમાં ભારતે પાકિસ્તાન સામે જીતીને વિશ્વ કપ પર કબ્જો કરી લીધો. આમ તો પાકિસ્તાનની 6-7 વિકેટ પડી ગયા પછી એમ લાગતું હતું કે ભારત આરામથી જીતી જશે પણ ભારત બહુ દયાળુ દેશ છે. દરેક વિપક્ષી ટીમને જીતાડવા માટે પૂરતી મહેનત ભારતની ટીમ કાયમ કરતી હોય છે. આરામથી જીતી શકાય એવી ગેમ પણ ખૂબ જ રસાકસી સભર બનાવીને જીતવાની એક મઝા ઉભી કરે છે.  જે પણ હોય આખરે जो जिता वही सिकंदर होता है.

સ્વદેશ પરતા આવ્યા બાદ મુંબઇમાં ટીમ ઇન્ડીયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પણ એમાં પણ આપણા જાડી ચામડીના મહા નાલાયક રાજકારણીઓ એ મઝા બગાડી નાંખી. અત્યારે BCCI અધ્યક્ષ તરીકે શરદ પવાર છે. શરદ પવાર એવો મહા નાલાયક અને ખેલાડી રાજકારણી છે કે એની બુરાઇઓ કરવા માટે શબ્દકોશમાં શબ્દો પણ નથી. કહેવાય છે કે जहां पैसा और पावर, वहां वहां पल्टु पवार. ક્રિકેટની રમતમાં પૈસા જોઇને જ આ માણસ ઘૂસ્યો છે. ભારતીય ટીમના વિજય સરઘસને NCP ની પોલિટીકલ રેલીમાં ફેરવવાના દરેક પ્રયત્નો કર્યા આ માણસે.

જે પણ હોય છેવટે તો चक दिया…..

રુહી આવું કેમ કરે છે…..

અત્યાર સુધી જ્યારે પણ બહાર જતા હતા રુહી સાથે ત્યારે રુહી હંમેશા શાંત જ રહેતી હતી અને એનું આઉટીંગ એન્જોય કરતી હતી. ક્યારેય પણ બહાર ગયા હોઇએ અને એ રડી હોય એવું બન્યું જ નહોતું. બહાર ગયા હોઇએ એટલે એના સમય પર એને ખવડાવી દો એટલે એ ફરીથી રમ્યા કરે અને મજા કરે રાખે પણ હમણાં છેલ્લા બે વખતથી લીટલ ઇન્ડીયા ગયા ત્યારે એ એકદમ જ રડવા લાગી હતી. એને ખવડાવો કે સુવાડવાનો પ્રયત્ન કરો તો પણ રડવાનું ચાલુ જ રાખે. આવું કદાચ પહેલી જ વાર થયું હતું. અને મને સૌથી વધારે એ વાતનો રંજ હતો કે એ ત્યારે જ રડતી હતી જ્યારે ભગવાનના મંદિર તરફ જતા હતા. ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે મંદિરની ગલીમાં વળ્યા ત્યારે જ એકદમ એણે રડવાનું ચાલુ કરી દીધું. ઘણા પ્રયત્ન છતા પણ શાંત ના જ થઇ. રુહીને પછી HDB ફ્લેટના દાદર પર બેસાડીને ખવડાવ્યું અને સૂવડાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ થોડી શાંત થઇ.

કાલે પણ મંદિરની ગલીમાં ઘૂસતા જ એકદમ રડવા લાગી ખબર નહીં કેમ. મને આ જરા પણ શુભ સંકેત નથી લાગતો. મને એકદમ જ ચિંતા થવા લાગી છે કે આવું કેમ? કદાચ આ કલિયુગની પ્રજા છે એટલે. બસ પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના છે કે રુહી પર પોતાનો સ્નેહાળ હાથ કાયમ રાખે અને સદ્ બુધ્ધિ આપે કે જીવનમાં એ સારુ કરે અને એક સારી જીંદગી જીવી શકે.

ચક દે ઇન્ડીયા

આજકાલ T20 ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. જ્યારે શરૂ થઇ આ સ્પર્ધા ત્યારે કોઇએ વિચાર્યું નહીં હોય કે ઇન્ડીયા ફાઇનલ સુધી પહોંચશે. પણ સૌના આશ્ચર્ય વચ્ચે ધોનીના ડર્બનેટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ડર્બન ભારત માટે “Happy Hunting Ground” બની ગયું. ડર્બનના ગ્રાઉન્ડ પર મેચ રમાતી જોઇને એમ જ લાગતું હતું કે આ મેચ સાઉથ આફ્રિકાના ડર્બનમાં નહીં પણ મુંબઇના વાનખેડેમાં રમાતી હોય. કદાચ ઇન્ડીયામાં પણ મેચ રમાતી હોત તો પ્રેક્ષકોમાં આટલા બધા ત્રિરંગા નહી લહેરાતા હોય. આ બતાવે છે કે દુનિયાના કોઇપણ ખૂણામાં જાઓ તમને ભારતીય પ્રજા મળી જ જશે.

હવે ફાઇનલમાં ભારત પાકિસ્તાનની ટક્કર છે. કદાચ કોઇ પણ ક્રિકેટ સ્પર્ધાનો આનાથી વધારે રોમાંચક અંત ના હોઇ શકે. જો ઇન્ડીયા હારશે તો ખૂબ જ દુ:ખ થશે. આજે ટાઇમ્સમાં મેં વાંચ્યું કે સેમી ફાઇનલની મેચ જોવા માટે મુંબઇ – લંડનની ફલાઇટના પેસેન્જરોએ ફ્લાઇટને મેચ પત્યા પછી જ ઉડવા દીધી. આ જોતા લાગે છે કે ઇન્ડીયામાં તો કદાચ ફાઇનલ મેચ દરમ્યાન લાઇફ થોભી જશે.

I’m quiet excited about this Ind – Pak final. Keeping my fingers crossed n praying for Indian Win.

एक बार और चक दे इन्डीया…….

%d bloggers like this: