NHPC લિસ્ટીંગ

ગયા અઠવાડિયે અદાણી પાવરના લિસ્ટીંગ બાદ આવતી કાલે ફરીથી હેવી ડ્યુટી લિસ્ટીંગ છે. આવતીકાલે લિસ્ટીંગ છે NHPCનું. NHPCમાં 36 રૂપિયાના શેર સામે પહેલા લોકો 45 રૂપિયાના લિસ્ટીંગની વાત કરતા હતા પણ અદાણીનું જે રીતે ઠંડુ લિસ્ટીંગ રહ્યું એ જોતા NHPCમાં 40થી વધારે લિસ્ટીંગ થાય એમ લાગતું નથી. અદાણી પાવર લિસ્ટીંગ બાદ પણ 105 થી નીચેની રેન્જમાં ભાવ હતો એટલે 4-5 દિવસ રાહ જોઇને કંટાળીને પછી 1100 રૂપિયા નફો લઇને અદાણીના શેર વેચી દીધા. હવે માર્કેટમાં વધૂ પૈસા રાખી મૂકવા પોષાય એમ નથી. એટલે જે પણ નફો મળે એ લઇને ઘર ભેગા રૂપિયા કરી લેવાના.

જોઇએ કાલે NHPCના લિસ્ટીંગમાં બૂમ……. બૂમ……. થાય છે કે પછી બૂ…….. થાય છે.

ટીટસ બીટસ

  • રુહીને હવે ‘A-Z’ અને ‘1-10’ સુધી બોલતા આવડી ગયું છે પણ એ બોલવાનું એની મન મરજી પર છે. આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ એને એ બોલવું હોય તો જ બોલે. જો કે આ વાત યોગ્ય જ છે કારણ કે મા બાપ છોકરાઓને ચાવીવાળા રમકડાની જેમ ટ્રીટ કરતા હોય છે. દિવસમાં મા બાપ 10 વખત A-B-C-D અને 1-10ની ચાવી ભર્યા કરતા હોય તો છોકરું બિચારું ક્યાં સુધી રમકડાની જેમ ટેપ વગાડે રાખે? હવે બધાં પ્રાણીઓના નામ પણ બોલતા આવડે છે અને ચિત્રો જોઇને ખબર પણ પડે છે કે ક્યું પ્રાણી છે. સાથે સાથે પોતાના મોઢા પર આંગળી રાખીને મને બતાવીને ચૂપ રહેવાની સલાહ આપતા પણ આવડી ગયું છે.
  • રુહીને cryons(ચાક કલર)નો ઉપયોગ કરી હવે કલર કરતા પણ આવડે છે. મોટા ભાગે આડા અવળા ઉંધા ચત્તા લીટા જ કરે છે અત્યારે પણ મારે એની આ કળાને પ્રોત્સાહન આપવું જ રહ્યું. ખબર છે ને પેઇન્ટીંગ આજ કાલ કેટલા ડોલરમાં વેચાય છે. જો ના ખબર હોય તો આ પોસ્ટ વાંચો.
  • આજે ફરીથી ESPLANADE ગયા હતા. સિંગાપોર રીવરના કિનારે આવેલ આ જગ્યા સિંગાપોરમાં મારી સૌથી વધૂ પસંદગીની જગ્યા છે. આજે ESPLANADE થિયેટરમાં પણ ગયા હતા અને અહીં આવેલી લાયબ્રેરીની પણ પ્રથમ વખત મૂલાકાત લીધી. ESPLANADE લાયબ્રેરી એ સિંગાપોરની પ્રથમ performing arts લાયબ્રેરી છે. અહીં હિન્દી મૂવીની ડીવીડી પણ મળે છે લોન પર. મેં મધર ઇન્ડિયાની ડીવીડી પણ જોઇ પણ હું એને લઇ ના શક્યો કારણ કે મારા મેમ્બરશીપ કાર્ડ પર હું વધૂ AV મટિરીયલ લઇ શકુ એમ નહોતો.
  • "To be or not to be” અમિતાભ બચ્ચન પરની બુક લગભગ આખી વાંચી લીધી છે. ફક્ત હવે શ્વેતા નંદા, અભિષેક બચ્ચન અને જયા બચ્ચન દ્વારા અમિતાભ વિશે લખાયેલી વાતો વાંચવાની બાકી છે. આ બાકીનું વાંચન પણ આવતા અઠવાડિયે પૂરું થઇ જશે. હવે દર વીક એન્ડમાં હું 3 કલાક માટે લાયબ્રેરીમાં મારુ મનગમતું વાંચવા જઉં છું. "To be or not to be” પછી હવે The Singapore Story” બુક વાંચવાનું નક્કી કર્યું છે. આ બુક Lee Kuan Yew દ્વારા લખાયેલી છે અને સિંગાપોરની સ્વતંત્રતા પછીની વિકાસયાત્રા અને સંઘર્ષો વિશે આ બુકમાં લખાયું છે.
  • છેલ્લે, આજ કાલ for a change ઓફિસમાં સારું એવું કામ રહે છે. કામની quality  અને quantity બન્ને સારા છે. પહેલા હું અઠવાડિયામાં 8 કલાક કામ કરતો હતો હવે હું એક દિવસમાં જ 8 કલાક કરતા વધૂ કામ કરી લઉં છું. આ મારી ક્રેરિયરનો પહેલો એવો પ્રોજેક્ટ છે જેમાં હું શરૂઆતથી જ કામ કરી રહ્યો છું અત્યાર સુધી બધાં પ્રોજેક્ટમાં ચાલુ પ્રોજેક્ટે જ ઘૂસ્યો છું.

આજે ફરી ભારે થઇ

થોડા વખત પહેલા રુહીના એક પરાક્રમની વાત લખી હતી આજે સવારે રુહીએ ફરીથી પરાક્રમ કર્યું. જો કે આ વખતે પરાક્રમ થોડું હળવું હતું પહેલાની સરખામણીએ.

આજે સવારે રુહી ઉઠી એ પહેલા જ હું ઉઠી ગયો હતો. (સામાન્યત: શનિવાર – રવિવારના દિવસે હું લગભગ 11 વાગ્યા સુધી નિંદ્રાધીન જ હોઉ છું.) એટલે રૂમમાં રુહી એકલી જ સૂતી હતી. રુહી સૂતી હોય ત્યારે દરવાજો રૂમનો કાયમ અમે બંધ રાખીએ અને જ્યારે રુહી ઉઠે એટલે એ દરવાજો ખટખટાવે અને અમે એ જઇને ખોલીએ. આજે પણ સવારે રુહીએ ઉઠીને દરવાજો ખટખટાવ્યો પણ એ વખતે રુહીથી રૂમના લોકની કી દબાઇ ગઇ. રૂમનું લોક એવું છે કે જો એ કી દબાઇ જાય તો એને બહારથી ચાવીથી ખોલવું પડે અથવા અંદર રહેલો માણસ એને ખોલે. હવે રુહીને તો અંદરથી ખોલવાની ખબર કઇ રીતે પડે અને દરવાજાની ચાવી એક પાકીટમાં એ રૂમમાં જ પડેલી હતી. થઇને ભારે આ તો.

પહેલા તો રુહીને બારીમાંથી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એને લોક ખોલવા માટે સમજાવ્યું પણ રુહી એ સમજવા માટે બહુ નાની છે. પછી એની મમ્મીને એક ટ્રીક સૂજી. બધા દરવાજાની ચાવીઓ એક પાકીટમાં જ મૂકેલી છે અમે અને રુહી એ પાકીટ સાથે ઘણી વાર રમતી હોય છે. એટલે એની મમ્મીએ એને બીજી ચાવી બારીમાંથી હાથમાં આપી અને સમજાવ્યું કે બીજી ચાવી લાવો આવી. એને ચાવીવાળું પાકીટ કબાટમાં ક્યાં મૂકીએ છીએ ખબર હતી એટલે રુહી પાકીટ કબાટમાંથી કાઢીને એની મમ્મીના હાથમાં આપ્યું. પછી એ પાકીટમાંથી ચાવી કાઢીને દરવાજો ખોલ્યો. છે ને કમાલની ટ્રીક.

અમે પહેલા રુહીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એને ખબર ના પડી એટલે પછી હું ચાવી બનાવવાવાળાને ત્યાં પહોંચી ગયો. એણે ચાવી બનાવી આપવાના 40 ડોલર કીધા. મારી પાસે 40 ડોલર આપવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો પણ પછી રુહીની સમજણથી મારે 40 ડોલર ખર્ચવાની જરૂર ના પડી.

સવારમાં મારે આ ઘટનાક્રમના લીધે થોડી દોડાદોડી થઇ ગઇ પણ રુહીની સમજ શક્તિ જોઇને ખૂશ થઇ ગયો. વળી આ આખા બનાવ દરમ્યાન રુહી રૂમમાં એકલી હતી તો પણ રડતી નહોતી અને શાંતિથી અમે જે કહીએ એ સાંભળતી હતી.  Keeping cool during tense moments is a key and I think Ruhi knows that.

Need to learn the art of sueing

આજે અહીંના લોકલ ન્યુઝ પેપરમાં નીચેના સમાચાર વાંચ્યા.

Cigarette maker ordered to pay $20 million

લોકો સિગારેટ પીએ અને પછી મરે તો એમાં એમના સગા વ્હાલા પાછા સિગારેટ કંપની પર દાવો માંડે અને વળી અદાલત પણ સિગારેટ કંપનીને મિલીયન્સ ઓફ ડોલર્સ વળતર પેઠે ચૂકવવાનો ચૂકાદો આપે. ઉપરની લિંકમા જેનો ઉલ્લેખ છે એ વ્યક્તિએ કઇ રીતે સિગારેટ કંપની સામે દાવો કર્યો અને વળતર મેળવ્યું એ વિશેની રસપ્રદ માહિતી નીચે છે. (વાંચવા જેવી છે)

Jodie Bullck V/s. Philip Morris

આજ રીતે અમેરિકામાં ઘણા લોકો મેકડોનાલ્ડ, સ્ટાર બક્સ અને બીજી કંપનીઓ પર દાવા કરી લાખો ડોલર મેળવે છે. મને લાગે છે મારે પણ આવું sue કરવાનું શીખવું જોઇએ.

જંગલરાજ

આજે મને સિંગાપોરના લોકલ ગુજરાતી યાહુ ગ્રુપમાંથી મળેલ મેઇલમાં  નીચેની લિંક મળી.

Why people burn trains in Bihar

 

ખાલી બેસવાની સીટ ના મળે તો રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન પહોંચાડવાની માનસિકતાને શું કહેવું? મેં એક વખત હાવરા એક્સપ્રેસમાં જનરલ કોચમાં બેસવાની ભૂલ (ભૂલ કરતા મજબૂરી વધારે હતી) કરી હતી. એવા એવા જંગલી લોકોને મેં ટ્રેનમાં જોયા કે કોચમાં આરામથી સૂવાની જગ્યા મળે અને મફતમાં પણ લઇ જાય તો પણ કોચમાં રહેવાનું મન ના થાય. પારાવાર ગંદકી, બીડીઓની ફૂંકા ફૂંક (અમુક બાબાઓ તો પાછી ચલમ પીએ), બેસવાની જગ્યા માટેના ઝઘડા, મારા મારી. છેવટે કંટાળીને TTEને 1300 રૂપિયા આપીને 3 Tier ACમાં રીઝર્વેશન મેળવ્યું. જો 1300 રૂપિયા ટિકીટ ચેકરને ના આપ્યા હોત તો 1300 રૂપિયા માટે કદાચ કોઇએ મારા રામ પણ રમાડી નાંખ્યા હોત?

ઇન્ડિયામાં બીજે બધે પણ આ જ પ્રકારની ઘટનાઓ થતી રહે છે પણ બિહાર એક extreme case છે અને આ મારો સ્વાનુભવ છે.

Adani Power listing shocked investors

થોડા દિવસ પહેલા મેં એક પોસ્ટ લખી હતી અદાણી પાવર અને એનએચપીસીના ઇસ્યુ વિશે. એમાં મેં એક ડર સેવ્યો હતો કે ઇતિહાસનું ફરી એક વખત પુનરાવર્તન ના થાય અને મારો એ ડર સાચો જ પડ્યો. આજે અદાણી પાવરનું લિસ્ટીંગ થયું અને કોઇ ઇન્વેસ્ટરને 5% નો પણ ફાયદો ના થયો. આજે અદાણી પાવર 100.10 રૂપિયાના ભાવે બંધ થયો. હવે ઇન્વેસ્ટરોએ 10 પૈસા કમાવા માટે લાખ રૂપિયા લગાવ્યા હશે? આજે માર્કેટ આખો દિવસ ગ્રીનમાં હતું તેમ છતાં પણ ઇન્વેસ્ટરો 5% પણ ના કમાઇ શકે તો એવા લિસ્ટીંગનો ફાયદો શું? મને ખરેખર બહુ નિરાશા થઇ આજના લિસ્ટીંગથી. ખાલી એક વાત આશ્વાસનરૂપ રહી કે રિલાયન્સ પાવર જેટલી ખરાબ હાલત નથી થઇ અદાણી પાવરની.

જોઇએ હવે એનએચપીસીમાં શું થાય છે?

બક બક મશીન

ઝી ટીવી પર એક કાર્યક્રમ આવે છે "Little Champs" જે બાળ ગાયકોની સંગીત સ્પર્ધા છે. આ કાર્યક્રમનું સંચાલન કરે છે બે ટાબરિયાઓ ધૈર્ય સોનેચા અને અફ્શા મૂસાની. ધૈર્યમાં નામ પ્રમાણે ગુણ છે અને કાર્યક્રમનું સંચાલન કરતી વખતે જરૂર પૂરતું જ બોલે છે પણ નાની ઢીંગલી અફશા મૂસાનીનું તો મોં બંધ જ નથી રહેતું. એટલે શોમાં અફશાનું નામ બકબક મશીન રાખ્યું છે. મને આવા બકબક મશીનો બહુ ના ગમે. જરૂર પૂરતું બોલીએ એટલે ઘણું એમ મારુ માનવું છે.

પણ કહેવાયું છે ને કે तुलसी इस संसारमें भात भात के लोग….. એટલે આવા બક બક મશીનો તમને ના ચાહવા છતાં પણ સામે ને સામે ભટકાય. આવું જ મારી સાથે આજ કાલ ઓફિસમાં થયું છે. થોડા દિવસો પહેલા હું એક નવા પ્રોજેક્ટમાં જોડાયો અને મને આ અવસર પર ભેટ મળી એક બકબક મશીનની. આ બકબક મશીનની જાતિ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર ખરી? બકબક મશીનો હંમેશા નારી જાતિના જ ભગવાન બનાવે છે. આ બક બક મશીન મારા માટે તો બહુ જ irritating છે. કોઇ પણ પ્રોજેક્ટ મિટીંગ ચાલતી હોય તો એમાં એને દુનિયાભરના સવાલો મનમાં ઉભા થાય અને બક બક કરે રાખે. થોડા દિવસ પહેલા 10 મિનીટની status update meeting આ બક બક મશીનના લીધે 2 કલાકે પૂરી થઇ અને હું ઘરે 8:15 વાગ્યે પહોંચ્યો. વળી કરૂણાંતિકા એ છે કે આ બક બક મશીન બીજી ટીમના લીડર તરીકે જોડાયું છે એટલે હવે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે એના જેવું છે (કોણ કહે કે બેન તમારું અર્થ વગરનું બક બક બંધ કરો). એક તો બક બક મશીનથી કામ તો થાય નહીં (કામ કરી શકે એટલી આવડત નથી એ મશીનમાં)  એટલે બક બક કરીને અને બીજાની લીટી નાની કરીને પોતાની લીટી કંઇ રીતે મોટી બનાવવી એ જ મગજમાં રમતું હોય. આપણે સાલા કામ કરતા હોય અને આવા લોકો એમ રાહ જોતા હોય કે કયારે એનું કામ પતે અને વાંધા વચકા કાઢું. આમ પણ લીડર બન્યા હો તમે એટલે દેખાડવું તો પડે ને.

જો કે ભગવાન બધી બારી બંધ નથી કરતો એટલે કે બધું દુ:ખ એક સામટું નથી નાંખી દેતો. એ ન્યાયે આ બક બક મશીન મારી ટીમને નહીં પણ બીજી સબ ટીમને લીડ કરે છે. હું કલ્પી નથી શક્તો કે મારી શું હાલત હોત જો એ બક બક મશીન મારી ટીમને લીડ કરતુ હોત. મારે આ બક બક મશીનને ખાલી મિટીંગોમાં જ ઝેલવાની હોય છે. પણ એ મિંટીંગોમાં ઝેલવી પણ અઘરી પડે એવી આ મોટી નોટ છે. પણ હવે આ નોટને કદ પ્રમાણે વેતરવાનું ચાલુ કર્યું છે મેં. પણ વેતરાયા પછી પણ હેવા પડ્યા એ ના જાય એવા હાલ છે. અત્યારે તો design phase ચાલે છે એટલે વાંધો નથી આવે એમ વાતોના વડા કરીને કામ ચાલે બક બક મશીનનું પણ જ્યારે implementation ચાલુ થશે ત્યારે ખબર પડશે બક બક મશીનને. હશે ભગવાન સૌને સદ્દ્બુધ્ધિ આપે બીજું શું.

બક બક મશીનનો બક બક સાંભળીને મારા મગજમાં આ કડી રમતી રહે છે….

કામધેનૂને મળે ના સૂકું તણખલું ને

લીલાછમ ખેતરો સહુ આખલા ચરી જાય છે.

(આમાં કામગરો કામધેનૂ હું અને આખલો એટલે વાતોના વડા કરનાર બકબક મશીન)

%d bloggers like this: