ભારત એટલે ભ્રષ્ટાચાર…

આજે ઓફિસમાં મારા એક સહકર્મચારી સાથે હું અમસ્તો જ વાત કરી રહ્યો હતો. એ ભાઇ સિંગાપોરના નાગરિક છે. વાત વાતમાં એ ભાઇએ મને પૂછ્યું કે તમે ભારતમાં કઇ જગ્યાએથી છો? મેં કહ્યું કે ગુજરાતથી અને પૂછ્યું કે તમે આ રાજ્ય વિશે સાંભળ્યું છે. એણે મને કહ્યું કે ના એણે ગુજરાત વિશે સાંભળ્યું નથી. મેં એમને કહ્યું કે જો તમે ભારત વિશેના સમાચાર વાંચતા હો તો તમને ગુજરાત વિશે ખબર હોવી જ જોઇએ અને ગુજરાત વિશે ખબર ના પણ હોય તો પણ અમારા ગુજરાતના નેતા (એટલે કે નરેન્દ્ર મોદી) વિશે ખબર હોવી જ જોઇએ. આ સાંભળી એ ભાઇએ મને વળતો પ્રશ્ન પૂછ્યો કે એવું શું છે એ નેતામાં બહુ મોટા ભ્રષ્ટાચારી છે કે બહુ મોટા કૌભાંડો કર્યા છે? આ સવાલ સાંભળીને બે ઘડી હું સ્તબ્ધ થઇ ગયો.

દુ:ખની વાત છે પરંતુ એકદમ સત્ય વાત છે કે હાલની સરકારે ખૂબ મહેનત કરીને  આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતની એક કૌભાંડી દેશ તરીકેની છાપ ખૂબ પાકી કરી દીધી છે. આ ખરેખર શરમજનક વાત છે.

આજે સવારે જ વાંચ્યું કે DMKના નેતાના ત્યાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આ સમાચાર વાંચીને વિચાર આવે છે કે સરકાર જે કાર્યદક્ષતાથી CBIનો ઉપયોગ પોતાની ખખડેલી સરકાર બચાવવા માટે કરે છે એટલી જ કાર્યદક્ષતાથી CBIનો ઉપયોગ જો ભ્રષ્ટાચારના કેસોમાં પણ કરે તો કેટલુ સારુ……

2 Responses

  1. તમારે એને સિંગાપોરની રેસિસ્ટ સરકાર વિશે સંભળાવવું જોઇએ નહી?🙂

  2. કાર્તિકભાઇ,
    સિંગાપોરની અમુક પ્રજા કદાચ રંગભેદમાં માનતી હશે પણ અહીંની સરકાર વિશે એમ કહેવું એકદમ ખોટું છે. આ વાંચી લો https://krunalc.wordpress.com/2012/03/28/racism-singapore/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: