મારા વિશે શું લખું? My Self નો નિબંધ તો ના લખાય પણ ચલો ટૂંકમાં લખી નાંખું છું.
નામ મારુ કૃણાલ ચાવડા. મેં અત્યાર સુધીમાં 32 દિવાળી જોઇ છે. આમ તો અમદાવાદી છું પણ મુંબઇ પ્રત્યે પણ મને અપાર પ્રેમ છે. હાલમાં સિંગાપોરમાં કાર્યરત છું છેલ્લા 3.5 વર્ષથી. અત્યારે તો સોફ્ટવેર એન્જીનીયર તરીકે રોજી રોટી કમાઇ રહ્યો છું પણ ધંધો કરવાના અભરખા બહુ છે મને કારણ કે મને લાગે છે કે આખી જીંદગી મારાથી નોકરી નહીં થઇ શકે. પરિવારમાં wify અને ટાઉ (રુહી) છે હાલમાં તો.
આ બ્લોગ મારા વિચારોની અભિવ્યક્તિ છે. સાથે સાથે મારા જીવનની અંતરંગ ઘટનાઓને પણ શબ્દોનું સ્વરૂપ આપું છું. સમય જતા બ્લોગ પર મૂકેલી પોસ્ટ મારા માટે યાદોનો ખજાનો બની જશે અને કોને ખબર રુહી પણ મોટી થઇને પોતાના “પા”ના વિચારો વાંચશે.
આ બ્લોગ પર હું મોટા ભાગે ગુજરાતી એટલે કે માતૃભાષામાં જ લખવાનો પ્રયત્ન કરું છું પણ કોઇ વાર વિષય વસ્તુ કે મૂડને આધારીત હિન્દી કે અંગ્રેજીમાં પણ ઠપકારું છું.
કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્લોગ પર એક પોસ્ટ ત્થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )
ઘણાં દિવસ પછી તમારા બ્લોગની મુલાકાત લીધી. એકદમ તાજગી અનુભવી – થેન્કસ!
મઝાનો બ્લોગ છે.
ખુબ ફ્રેન્ક અભિવ્યક્તિ છે તાજગી સભર સરસ બ્લોગ છે..ઠપકારતા રહેજો…જાની !!!
Enjoy your blog while surfing~~~~~~~~~~~
ખૂબ સરસ,
અહી તમે પોતા ને ટૂંક માં વર્ણન કરી ને ઘણું બધું લખી દીધું છે…
બોસ આપણ ને ગમ્યો તમારો બ્લોગ હો !!! 😉
liked the changed version of mara vishe ! 🙂
Very Nice Blog. ચલો તમારા સિંગાપુરના અનુભવો વિશે વાંચવા મળશે. તમારા વિશે ટૂંકુ પણ સરસ..
very nice ! i am motivated now to write blog.
What is mining of pa?
Pa, means me. What I wanted to say is who knows after growing old my daughter will also read this blog and read the mind of her daddy.
And who is “me” ?
તમે અમદાવાદી સાચા પણ પોતાનું નામ લખવામાં ય કરકસર !
ભજમનભાઇ,
આપની ટકોરને ધ્યાનમાં રાખીને ઉપર મારા પરિચયમાં જ મારું નામ આપી દીધું છે. આપની મારા બ્લોગની મુલાકાત લેવા બદલ અને ટકોર કરવા બદલ આભાર.
ભાઈ કૃણાલ,
તમે હવે કદાચ “પા” જોઈ લીધી હશે. જોઈ હોય તો જરૂર લખો કે કેવી લાગી. મેં હજી જોઈ નથી. હા. મિડિયા સહિત ઘણાંએ વખાણી છે. એક સપ્તાહ ગયું અને હવે બચ્ચનજી પર ટીકાઓનો મારો ચાલુ ન થાય તો જ નવાઈ! મને તો એ માણસ જે રીતે આ બધાંનો સામનો કરે છે એ જ એક રસપ્રદ ફિલ્મ જેવું લાગે છે.
આશા રાખું છું કે તમને આ ફિલ્મ ગમશે જ!
યશવંતભાઇ,
“પા” હજી સુધી જોઇ શકાઇ નથી અને હવે કદાચ થિયેટરમાં જોઇ પણ નહીં શકાય. પણ મારા ખ્યાલથી મૂવી સારી હોવી જોઇએ. હું હમણાં નહીં તો થોડા સમયમાં “પા” જોઇ જ લઇશ.
good to b here
Lata Hirani
રુહી તેના પા ના વિચારો જરૂર વાંચશે…. કુણાલભાઇ..
નીલમબેન,
બ્લોગની મૂલાકાત લેવા બદલ આભાર. જ્યારથી મારો ગુજરાતી બ્લોગ જગતથી પરિચય થયો છે ત્યારથી હું “પરમ સમીપે” નિયમિત રીતે વાંચતો આવ્યો છું. મારા એક પોસ્ટમાં મેં આપના બ્લોગ વિશે વિચારો પણ રજૂ કર્યા છે જેની લિંક નીચે છે :
http://bit.ly/8A12xw
ભાવવિશ્વ, ચપટી ઉજાસ, એક સાસુની ડાયરી વગેરે આપના ઉત્તમ સર્જનો છે. આપ આવા જ ઉત્તમ સાહિત્યનું સર્જન કરતા રહો એવી શુભેચ્છા.
કુણાલભાઈ
આપનો બ્લોગ ગ્મ્યોં. પહેલીજ વાર મૂલાકાત લઈ રહી છું. બ્લોગ્ની સાદગી વધારે સ્પર્શી ગઈ.તમારા લખાણો ધીમે ધીમે વાચીશ.એક સૂચન કરીશ .મેં પણ હાલમાં બ્લોગ બનાવેલ છે.તો જરુર મૂલાકાત લેશો.
http://kirtidaparikh.wordpress.com
kirtida dubai
Nice Blog !
Welcome to Gujarati WebJagat ! All the Best !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Inviting you to my Blog Chandrapukar…Hoping to see you soon !
Thanks Chandravadanbhai for reading the blog and appreciation. Keeping visiting.
Nice concept…
Hi…. Krunal…. How r u….? i m anand dave…. i m from gujarat bhvanagar…. i m in singapore… so, if u r in singapore then i want help from ur side…. i send u frtend req by facebook…. jst add me… thanx
hi
tamaro blog vanchi ne anad thayo,
pan mare 1 vat kevi chhe,
tame manso haveto rajnikant pan tamaro blog niyamit vanche chhe ane tamaro fan chhe
krunal 1 jokc kahu
1 kaka ne kutaru kardyu
kaka hasya
bahu hasya
hasihasi ne bevada vali gya
kem?
kem k kutaru boku hatu
પ્રિયંકભાઇ
બ્લોગની મૂલાકાત લેવા બદલ આભાર પણ મારા બ્લોગ અને રજનીકાંત વચ્ચેનું કનેક્શન ના સમજાયું.
કુણાલભાઈ તમારા વિષે જાની ને આનંદ થયો. હું પણ sengkang માં જ રહું છું. તમે exactly ક્યાં રહો છો?
રોનક
રોનકભાઇ,
હું અત્યારે Bukit Batokમાં રહુ છું.
આખો દાડો તમારા બ્લોગ હું RSS Feed માં વાંચતો હોઉં છુ. મઝા આવે છે વાચવાની બાકી તો કોઈ વાર હું કામ કરી લઉં છુ.
tamaro blog saras che ho!!
Jigarbhai,
thanks for visiting the blog and appreciation. Keep visiting n expressing urself through ur comments…
આદરણીયશ્રી. કૃણાલભાઈ સાહેબ
આપે ખુબજ સરસ મજાનો રસદાર બ્લોગ સજાવેલ છે.
ખુબજ ખજાનો આપેલ છે. સાહેબ આમ જ ગુજરાતી સમાજની
સેવા કરતા રહો, ફળ આપવાવાળો હજારો હાથોવાળો ઉપર બેઠો છે.
ડૉ.કિશોરભાઈ પટેલ
કિશોરભાઇ,
બ્લોગની મૂલાકાત લેવા બદલ અને પ્રોત્સાહન બદલ આભાર.
શ્રી કૃણાલભાઈ તમારી અભીવ્યક્તી મને તો ગમી.. તમારી દીકરી રુહીને પણ ગમશે જ. ખુબ જ સરસ બ્લોગ.. અભીનંદન..
nice blog.
ચંદ્રકાંતભાઇ,
બ્લોગની મૂલાકાત લેવા બદલ અને પ્રોત્સાહન બદલ આભાર.
તમારા બ્લોગ માં Silly, Stupid Fellow… લેખ વાંચ્યો,એ વાંચ્યા પછી મને તમારા વિશે જાણવા નું મન થયું,
તો જાણ્યું કે તમને પણ મારી જેમ બિજનેસ (ધંધો તો હું નહિ કહી શકું…”સુધ્ધ ગુજરાતી માં ધંધા કેને કહેવાય એની તો તમને ખબર જ હશે.”) કરવા ના અભરખા બહુ છે. પરંતુ કોઈ બિજનેસ પાર્ટનર નથી, આત્યારે ભારત માં પણ સોફ્ટવરે અને વેબ ડેવલોપમેન્ટ ના બિજનેસ બહુ જ વિકાસ લઇ રહ્યા છે. અને બીજા પણ ઘણા બધા મોટા કરોડો ના નફા વાળા બિજનેસ છે.વધુ વિગત માટે….વધુ વિગત માટે….તમારું મેઈલ આઈડી સંદેશ સાથે મોકલો આના પર…www.tinyurl.com/8x9zq7z
Prince,
ભાઇ બ્લોગની મૂલાકાત લેવા બદલ આભાર.
તમે મારો સંપર્ક krunalc@yahoo.com પર કરી શકો છો.
Nice blog…
Just gone through 2-3 post and blog looked impressive..
“હાલમાં સિંગાપોરમાં કાર્યરત છું છેલ્લા 3.5 વર્ષથી. અત્યારે તો સોફ્ટવેર એન્જીનીયર તરીકે રોજી રોટી કમાઇ રહ્યો છું પણ ધંધો કરવાના અભરખા બહુ છે મને કારણ કે મને લાગે છે કે આખી જીંદગી મારાથી નોકરી નહીં થઇ શકે.” I liked this very much…
અનુરાગભાઇ,
બ્લોગની મૂલાકાત બદલ અને ટિપ્પણી બદલ આભાર.
જે 3.5 વર્ષ લખ્યા છે એ હવે 6 વર્ષ થઇ ગયા છે. ધંધાનો મેળ હવે ભારત પાછા ફરીએ તો પડે એમ છે. જોઇએ 1-2 વર્ષમાં શું થાય છે જીંદગીમાં.
એમ વિચારશો કે જિંદગી ની રાહ જોશો તો કશું નહિ થાય.. હું પણ એવા જ વિચારો ધરાવતો હતો. થોડા સમય પહેલા નોકરીયાત માનસ હતો હવે હું પોતાનો રોજગાર કરું છું
અનુરાગભાઇ,
સમસ્યા એ છે કે ભારત પાછા કરીએ તો સાહસ કરવાનો મેળ પડે. બહાર ડોલરમાં સાહસ કરવુ મોંધું પડે એમ છે.
Freshly pressed પરથી અહીં આવી ચડ્યો. મજા આવી. ‘આખી જીંદગી મારાથી નોકરી નહીં થઈ શકે’ એ વિચાર પકડી રાખશો. મારી કેરીયર સંભવીત ઉધ્યોગ સાહસિકોને તૈયાર કરવામાં ગઈ છે. હાલમાં તો ‘સ્વ’ ની ઓળખ માટે મારા બ્લોગ પર મથામણ કરું છું ઉધ્યોગ ઇચ્છુકોને પણ કંઈક વહેંચવું એવી ઇચ્છા છે.
ફરી મળશું
જીતુભાઇ,
હમણાં તો કશું Freshly press કર્યું નથી છતાં પણ તમે ત્યાંથી કઇ રીતે અહીં આવી ગયા ખબર ના પડી. ચાલો આવી ગયા તો ભલે પધાર્યા.
નોકરી નથી કરવી એ ખબર છે પણ આગળ ધંધો કઇ રીતે કરવો એની મથામણ ચાલી રહી છે.
બ્લોગની મૂલાકાત બદલ અને ટિપ્પણી બદલ આભાર.
પધારતા રહેજો બ્લોગ પર….
When I log in to wordpress for my blog, the first page I see is titles of some gujarati blogs, web page titled ‘Freshly pressed’. I think it is the list of blogs visited freshly by surfers. I read ‘Mari Rojanishi’ and I click it.
તમારો લખવાનો પ્રયત્ન ધણો સારો છે. તમારા બ્લોગ વાચવાની મજા આવે છે. આમ જ લખતા રહેજો.
આભાર, જયકિશનભાઇ.
તમારો બ્લોગ ખુબ જ સરસ છે..મળતા રહીશુ…ખુબ જ મજા આવી..
its been long time. Hope to see more posts.