કાર્યદક્ષતા

કાર્યદક્ષતા એટલે કે efficiney કોને કહેવાય એ વિશે મને સુખદ અનુભવ ગઇકાલે થયો. ગઇકાલે મારો નવો પાસપોર્ટ (યાત્રા અધિકાર પત્ર :)) મળ્યો. નવો પાસપોર્ટ બનાવીએ એટલે અહીંના રહેવાસી તરીકે મારે અહીંની Re-Entry permit મેળવવી પડે અને પાસપોર્ટમાં એ માટેનો સિક્કો મરાવવો પડે. એટલે પાસપોર્ટ લઇને હું Immigration & Checkpoint Authorityની ઓફિસે ગયો. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે 10 મિનીટની અંદર મારું કામ પતાવીને ઓફિસ બહાર આવી ગયો અને 10 મિનીટ પણ એટલા માટે થઇ કારણ કે મેં liftના બદલે 5મા માળે પહોંચવા માટે escalatorનો ઉપયોગ કર્યો હતો. કાઉન્ટર પરથી મેં ટોકન લીધો 2-3 વ્યક્તિઓ પહેલેથી ત્યાં હતા પણ બીજા સર્વિસ કાઉન્ટર પર મારો વારો તરત આવી ગયો. આમને સામને બેસતા મારું કામ 2 મિનીટમાં પતી ગયું અને હું તરત બહાર.

ગઇકાલે હું જે કામ માટે ગયો હતો એ કામ નાનું જ હતું. હું જ્યારે સર્વિસ કાઉન્ટર પર પહોંચ્યો ત્યારે ત્યાં બેઠેલી અધિકારીએ સ્મિત સાથે “Good Morning, How may I help you” સાથે વાત શરૂ કરી. મારી પાસેથી જરૂરી ફોર્મ અને પાસપોર્ટ લીધો અને તરત કામ પતાવી આપ્યું. સાથે સાથે એ પણ કહ્યું કે આ કામ ઇન્ટરનેટ દ્રારા પણ કરી શકાય છે અને આ માટે રૂબરૂ આવવાની જરૂર નથી. મને એ પણ ગમ્યું કે આ કામ માટે મારે કોઇ ડોલર ચૂકવવા ના પડ્યા.

મારો અત્યારની સુધીનો અનૂભવ કહે છે કે સિંગાપોરની સરકારી કચેરીઓ અને એના કર્મચારીઓ એકદમ કાર્યદક્ષ છે. અહીં સરકારી કામો કરવા માટે વચેટિયાઓ (એટલે કે agent) નથી હોતા. સરકારી કચેરીઓ પણ વાતાનૂકુલિત હોય છે અને સુવ્યવસ્થિત infrastructure ધરાવે છે. અહીંની સરકારી કચેરીઓમાં લાઇનોમાં ઘૂસ મારવી શક્ય નથી હોતી. સરકારી કર્મચારીઓ સમયસર આવે છે અને કામગીરીના કલાકો દરમ્યાન ચા-પાણી કરવા નથી જતા કે બીજા કર્મચારીઓની બેઠકો પર જઇને TP નથી કરતા સરકારી કર્મચારીઓ સભ્ય હોય છે અને એમનો અભિગમ મહદ્દઅંશે હકારાત્મક હોય છે. દરેક નાના મોટા કામ માટે ડોલર પડાવી લેવાની વૃત્તિ નથી હોતી. સામાન્ય કામો માટે ટેબલ નીચે અહીં હાથ નથી નાંખવો પડતો. જો આવી ત્વરિત સેવા સરકારી કચેરી અને સરકારી કર્મચારી તરફથી મળે તો આપણા ભારતીય દિલને સુખદ આશ્ચર્ય ના થાય? એકંદરે સિંગાપોર વિશે મારા અમુક નકારાત્મક અભિપ્રાયો પણ છે પણ અહીંની સરકારી કચેરીઓની કાર્યદક્ષતા વિશે હું 100% હકારાત્મક અભિપ્રાય ધરાવું છું.

I want to be a TV

આજે મિત્ર દ્વારા મળેલા મેઇલમાં હળવી રમૂજ સાથે વિચારવાલાયક વાત વાંચવા મળી.

ESSAY FROM A CHILD

A teacher from Primary School asks her students to write a essay about what they would like God to do for them. At the end of the day while marking the essays, she read one that made her
very emotional. Her husband, that had just walked in saw her crying and asked her: What happened?

She answered : Read this. It’s one of my students essays

Oh God, tonight I ask you something very special: Make me into a television. I want to take its place. Live like the TV in my house. Have my own special place, And have my family around ME. To be taken seriously when I talk. I want to be the centre ofattention and be heard without interruptions or questions. I want to receive the same
special care that the TV receives when it is not working. Have the company of my dad when he arrives home from work, even when he is tired. And I want my mom to want me when she is sad and upset, instead of ignoring me. And… I want my brothers to fight to be with me… I want to feel that family just leaves everything aside, every now and then, just to spend some time with me. And last but not least make it that I can make them all happy and entertain them…

Lord I don’t ask you for much… I just want to live like every TV.

At that moment the husband said: ‘My God, poor kid. What horrible parents!

She looked up at him and said: ‘That essay is our son’s !

Cool chrome extensions

જ્યારે ગુગલ દ્વારા ક્રોમ વેબ બ્રાઉઝર રજૂ કરાયું હતું ત્યારે મેં ક્રોમ વાપરવાની શરૂઆત કરી હતી પણ એ વખતે ક્રોમમાં ઘણી બધી સુવિધાઓ નહોતી એટલે જ ઇન્ટરનેટ એક્સપ્લોરર કરતા ક્રોમ ઝડપી હોવા છતા પણ થોડા સમય પછી મેં ઇન્ટરનેટ એક્સપ્લોરર ફરીથી વાપરવાની શરૂઆત કરી હતી. ગયા અઠવાડિયે જ્યારે નોટબુક પર મેં વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કર્યું ત્યારે ક્રોમ ફરી એક વખત વાપરી જોવાનું નક્કી કર્યું. હવે ક્રોમમાં અમુક સારી સુવિધાઓ આવી ગઇ છે અને સૌથી સારી વસ્તુ છે Extensions. Extensions એક વખત ઇન્સ્ટોલ કરો એટલે ટુલબારના બટનની જેમ એ બ્રાઉઝરમાં જોઇ શકાય છે. ઘણાં બધાં લોકો દ્વારા બનાવેલા Extensions ડાઉનલોડ કરી શકાય છે પણ અમુક મને જે ગમ્યા એના વિશે થોડું લખું છું.

1. goo.gl URL Shortener
આ Extension થી કોઇ પણ મોટા URL ને નાનું કરી શકાય છે. આ સુવિધા bit.ly અને બીજી વેબસાઇટો થકી મળી રહે છે પણઅહીં સારી વાત એ છે કે Extension ઇન્સ્ટોલ કર્યા પછી જે પણ વેબ પેજ ખૂલેલું હોય એનું URL ખાલી બટન ક્લિક કરવાથી સંક્ષિપ્ત થઇ જાય છે અને સાથે સાથે કોપી કમાન્ડ આપ્યા વગર જ Clip boardમાં સ્ટોર પણ થઇ જાય છે એટલે સીધું બીજે પેસ્ટ પર કરી શકાય છે. સાથે સાથે આ સંક્ષિપ્ત URLને ફેસબુક, ટ્વીટર વગેરે જેવી સાઇટ પર શેર કરવું હોય તો પણ કરી શકાય છે. મને આ બહુ ઉપયોગી લાગ્યું.
2. Google Translate
આ Extension ઇન્સ્ટોલ કર્યા બાદ અંગ્રેજી સિવાય જો કોઇ બીજી ભાષામાં વેબ પેજ જોઇ રહ્યા હોય તો તે આ વેબ પેજને અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરી આપે છે. જો કે ભાષાંતર આપોઆપ થઇ જાય એવી પણ વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પણ આ પ્રકારની સુવિધા મળી રહે છે.
3. IE Tab
આ Extension મને બહુ ઉપયોગી લાગે છે. અમુક વેબ પેજ માત્ર ઇન્ટરનેટ એક્સપ્લોરર થકી જ બરાબર જોઇ શકાય છે. આવા વેબ પેજ જોવા માટે ક્રોમમાંથી જ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આ વેબ પેજ ખોલી શકાય છે. જેમ કે શેર પોઇન્ટ પોર્ટલ સાઇટ પર મૂકાયેલી વર્ડ કે બીજી ઓફિસ સોફ્ટવેરની ફાઇલોનું “Check in / Check Out” વગેરે ક્રોમમાંથી કરવું તકલીફવાળુંછે. એટલે શેર પોઇન્ટ પોર્ટલ સાઇટને ઇન્ટરનેટ એક્સપ્લોરર ટેબમાં ખોલીને બધી સુવિધાઓ વાપરી શકાય છે.
4. Panic Button
આ મજાની સુવિધા છે. ઓફિસમાં બેઠા બેઠા TP ચાલતો હોય અને બોસ આવી જાય તો બોસની નજરોમાંથી બ્રાઉઝરને છૂપાવવા માટે બધા ટેબ બંધ કરવાની જરૂર નહીં કે બ્રાઉઝર વિન્ડોને બંધ કરવાની જરૂર નહીં. ખાલી એક બટન દબાવો એટલે બધાં ટેબ ગાયબ અને ફરી આ બટન દબાવો એટલે બધાં ટેબ પાછા હાજર.

લગભગ દરેક Social networking (twitter, facebook), Mail (Gmail), Auction sites (eBay) માટેના Extension પણ ડાઉનલોડ કરી શકાય છે. Extension માટેની ક્રોમની વેબસાઇટ અહીં છે.

હવે ફરીથી ક્રોમ વાપરવાનું શરૂ કર્યું છે જોઇએ આ પ્રેમ ટકી રહે છે કે નહીં.

अब तो ब्रेक बनता है…

ગઇ કાલે રાત્રે જમીને સૂતો ત્યારે ઘડિયાળના કાંટા 12:45 નો સમય બતાવી રહ્યા હતા. એનો મતલબ અધિકૃત રીતે નવો દિવસ શરૂ થઇ ગયો હતો. થાકેલો હું હજી બરાબર આરામ કરું એ પહેલા તો ઓફિસ આવવાનો સમય પાછો થઇ ગયો અને અત્યારે ઓફિસમાં બગાસા ખાઇ રહ્યો છું. એ તો સારું છે કે હમણાં એક બે દિવસથી કામના મોર્ચે ઓફિસમાં થોડી રાહત છે નહીં તો કાયમ દુકાળમાં અધિક માસ જેવી જ હાલત હોય છે. છેલ્લા બે મહિનાથી સમયની મારામારી વધી ગઇ છે અને મગજ જાણે દિવસના સતત 24 કલાક ચાલુ રહેતું હોય એમ લાગે છે. રવિવારે પણ રુહીને રાખવાની જવાબદારી આજ કાલ મારી છે એટલે રવિવારે પણ આરામ નથી. હવે કામ કામ કામથી કંટાળો આવે છે અને મારા અંદરથી અત્યારે એક જ અવાજ આવી રહ્યો છે કે “अब तो ब्रेक बनता है मेरे दोस्त…” (મારા ખ્યાલથી આ કીટ કેટ ચોકલેટની જાહેરાતની કેચ લાઇન છે)

હવે કામના મોર્ચે ઓફિસમાં રાહત થશે એમ લાગે છે એટલે છેલ્લા બે દિવસમાં વિચારીને નિર્ણય લીધો છે કે બસ હવે બહુ થયું અને હવે ક્યાંક વેકેશન પર જઇને થોડા રિચાર્જ થવું છે. ક્યાં જવું એનું સ્થળ નક્કી કરી લીધું છે અને તારીખ પણ લગભગ નક્કી જ છે બસ હવે સામાન બાંધીને નિકળવાનું બાકી છે. કુદરતના સાનિધ્યમાં, સ્વચ્છ દરિયા કિનારે, સુંદર હવામાન માણતા 5* રિસોર્ટમાં chalet લઇને ત્રણ દિવસ પડ્યા રહેવાનો પ્રોગ્રામ છે (Subject to availability 🙂 ). આ વીક એન્ડ સુધીમાં આખો કાર્યક્રમ નક્કી થઇ જશે અને જો બધું પાર પડશે તો લગભગ વર્ષ પછી (જો ઇન્ડિયાની ટ્રીપ ના ગણું તો) વેકેશન પર જઇશ હૂં.

પણ પણ પણ, વેકેશન પર જતા પહેલા થોડી દોડાદોડી છે. મારા પાસપોર્ટની expiry date નજીક છે એટલે મારે વિઝા લેતા પહેલા પાસપોર્ટ renew કરાવવો પડશે. (120 ડોલરનો ચાંલ્લો અહીંના ભારતીય દૂતાવાસને. મને ખરેખર અમુક વખત વિચાર આવે છે કે અહીંનું ભારતીય દૂતાવાસ અહીંના ભારતીય લોકો પાસેથી ડોલરિયા કમાવા સિવાય બીજું કંઇ કામ કરે છે ખરી?). નવો પાસપોર્ટ આવ્યા બાદ સિંગાપોરના PRના સિક્કા લગડાવવાના. આ બધું પત્યા પછી જે દેશમાં જવું છે ત્યાંના વિઝા માટે અરજી કરવાની. આ બધામાં લગભગ 10-15 દિવસ ઘૂસી જશે અને મારી પાસે એટલો સમય નથી. એટલે થોડી દોડાદોડી કરીને પણ આ ભગીરથ કાર્ય 10 દિવસની અંદર પૂરું કરવું પડશે. પણ દોડાદોડી કરીને પણ જો મસ્ત વેકેશન થઇ જાય તો બધી દોડાદોડી સફળ થઇ જાય. જોઇએ શું થાય છે?

SRK – Brand Ambassador of Classic

ગઇ કાલે હું સ્ટાર પ્લસ પર શાહરૂખ ખાન પર કોઇએ બનાવેલી ડોક્યુમેન્ટરી “Outer world of ShahRukh khan” જોઇ રહ્યો હતો. એ ડોક્યુમેન્ટરીના લગભગ 75% દ્રશ્યોમાં શાહરૂખ ભાઇના હાથમાં "Classic” ની સિગારેટ જોઇ શકાતી હતી. ઘરના દ્રશ્યો અને ક્લિનિકના દ્ર્શ્યો સિવાય લગભગ દરેક દ્ર્શ્યોમાં એના હાથમાં સિગારેટ હતી. શાહરૂખના સ્મોકિંગની આદત વિશે ઘણી વખત મિડીયમાં વાંચ્યું છે પણ ડોક્યુમેન્ટરી જોયા બાદ ખ્યાલા આવ્યો કે વાત સાચી જ છે. મને એ જોઇને પણ થોડો આંચકો લાગ્યો કે શાહરૂખ પોતાના છોકરાઓ સામે પણ બિંદાસ રીતે ફૂંકી રહ્યો હતો.

Classic

 

શાહરૂખના ચાહકો શાહરૂખને આ રીતે ફૂંકતા જોઇને ફૂંકવા માટે પ્રેરાઇ શકે છે. જો કે એમાં શાહરૂખને દોષ ના દઇ શકાય. ડોક્યુમેન્ટરી બનાવતી વખતે જો શાહરૂખને ઓછા દ્રશ્યોમાં ફૂંકતા બતાવી શકવાનો પ્રયત્ન કરાયો હોત તો વધારે સારુ હોત. 

આ બાબતમાં સૌથી વધારે ફાયદો WILLS નો છે કારણ કે એમને એક રૂપિયાનો પણ ખર્ચો કર્યા વગર શાહરૂખ જેવો બ્રાન્ડ એમ્બેસેડર મળી ગયો. 🙂

Fraud Mails

મારા મેઇલ બોક્ષમાં અવારનવાર fraud મેઇલ આવતા રહેતા હોય છે. આજે જો કે હદ થઇ ગઇ. સત્યમવાળા રાજુ ભાઇની ધર્મપત્નીનો મદદ માટેનો મેઇલ આજે મળ્યો છે. વિચારું છું કે શું કરુ, ભાભીની મદદ કરવી કે નહીં? 🙂
—————–
Namastey,

My name is Radha Ramalinga,I am the wife of Rama Ramalinga,the younger brother of Byrraju Ramalinga Raju,former chairman,founder and owner of Satyam Computers.

I do have a proposal for you,which would be of immense financial benefits to you and I.

My husband and his brother are currently in big trouble in India,I need your assistance to help me move some funds from Holland to India or anywhere where it would at least be of some help to our family.

I would give you more details of this proposal if you show yourself willing to take on it,I assure you that you would most certainly be compensated but please I would kindly request you to keep this matter confidential.

I am currently here in the UK where it is a bit safe for me and my kids.

You can reach me on my personal email id which is ramarmlng@googlemail.com

Yours sincerely,

R.Ramalinga

————————-

TIME – A Scarce Resource

આજ કાલ સમયની બહુ મારામારી છે. ફ્રેંચ શીખવાનું ચાલુ કર્યું છે એટલે ઘણો બધો સમય એમાં ચાલ્યો જાય છે. સાથે સાથે ઓફિસમાં પણ હવે પહેલા જેવો નવરાશનો સમય મળતો નથી. દિવસના અંતે થાકીને અધૂરા રહી ગયેલા કામો અને અરમાનોનો ખરખરો કરીને સૂઇ જવાનું. જે કામો હું છેલ્લા કેટલાય સમયથી નથી કરી શક્યો એની યાદી નીચે છે :

  • પહેલા લગભગ રોજ રાત્રે ઓનલાઇન રેડિયો અથવા પસંદગીના ગીતો સાંભળતો હતો હવે આ પ્રવૃત્તિ સદંતર બંધ થઇ ગઇ છે કારણ કે ફ્રેંચ શીખવાનું અને સંગીત સાંભળવાનું બન્ને કામ સાથે ના થઇ શકે.
  • છેલ્લા એક મહિનાથી આઇ ફોન વાપરું છું પણ હજી સુધી એની બધી સવલતોનો ઉપયોગ નથી કરી શક્યો. હજી પણ ઇયરપીસ ફોનના ખોખામાં જ પડ્યા છે. iTunesમાં હજી પણ ખાંખાખોળા કરવાના બાકી છે. ગયા અઠવાડિયે iPhone OS4.0 વિશેનો લાઇવ પ્રોગ્રામ પણ ના જોઇ શક્યો. (સોરી હો સ્ટીવ ભાઇ, માઠું ના લગાડતા 🙂 )
  • ઘરે ઘણાં બધાં મૂવી અને કાર્યક્રમો સેટ ટોપ બોક્ષમાં રેકોર્ડ કરીને રાખેલા છે પણ એ જોવાનો સમય નથી મળતો. નવા મૂવી ઓનલાઇન જોવાનું તો વિચારી શકાય એમ જ નથી.
  • ફ્રેંચ ક્લાસીસના લીધે હવે RC મિટીંગમાં પણ નથી જઇ શકાતું કારણ કે RC મિટીંગ ગુરૂવારે હોય છે અને ગુરૂવારે ક્લાસ પણ હોય છે. આ ગુરૂવારે પણ Indian resident activity groupની મિટીંગ છે પણ ક્લાસના લીધે નહીં જઇ શકાય. જાહેર જીવનમાં પ્રવેશ કરવાના મારા અરમાનોનું બાળ મરણ થઇ રહ્યું હોય એમ લાગે છે.
  • ટેકનીકલ વાંચવાનું અને નવું શીખવાનું તો 2 મહિનાથી સદંતર બંધ જ થઇ ગયું છે. ઘણી બધી વસ્તુઓ નવી આવતી રહે છે પણ ઘરે શાંતિથી બેસીને એને સમજવાનો કે શીખવાનો સમય નથી કારણ કે ઘરે નિરાંતના સમયમાં હવે ફ્રેંચ શીખવાનું કામ ચાલે છે.
  • ઇત્તર વાંચન એટલે કે સામાયિકો, નોવેલ, ઇતિહાસ, બાયોગ્રાફી જેવું વાંચવાનું સંપૂર્ણપણે બંધ થઇ ગયું છે. લાયબ્રેરીમાંથી ઘણા સમયથી કોઇ પુસ્તક/સામાયિક જ નથી લીધું.
  • બ્લોગ લખવા માટે પણ સમય નથી મળતો. જેના લીધે પ્રબુધ્ધ વાંચકગણ મારી વિચારધારા જાણવાથી વંચિત રહી જાય છે.:) (જો કે Twitter/Facebook થકી microblogging ચાલુ છે.)
  • છેલ્લા કેટલાય વખતથી મીની વેકેશન માટે પ્લાનિંગ કરું છું પણ એ પ્લાનિંગ પૂરું થતું જ નથી. હવે લાગે છે જૂન કે જુલાઇમાં વેકેશનનો મેળ પડશે.

મને કોઇક વખત એવો પણ અહેસાસ થાય છે કે હું સમયને સારી રીતે વાપરતો નથી. Time Managementના મોર્ચે મારે થોડું શીખવાની જરૂર છે એમ લાગે છે પણ Time Management કર્યા બાદ પણ ઉપરની પરિસ્થિતિમાં બહુ ફરક પડે એમ લાગતું નથી.

Trip to Pulau Ubin

શુક્રવારે 2જી એપ્રિલે “ગુડ ફ્રાઇડે” હતો એટલે આ વખતે 3 દિવસ લાંબો વીક એન્ડ માણવા મળ્યો. જ્યારે પણ 2 દિવસથી વધારે રજાઓ સળંગ મળે એટલે ક્યાંક નવી જગ્યાએ જવાની ખુજલી ઉપડે :). આ વખતે શુક્રવારની રજામાં ખાલી થોડું શોપિંગ કર્યું અને સાંજે એક મિત્રનો ફોન આવ્યો એટલે સાથે Pulau Ubin જવાનું નક્કી કર્યું.

પુલાઉ ઉબીન એ સિંગાપોરમાં જ આવેલો એક નાનકડો ટાપૂ છે. અહીં જવા માટે ચાંગી ફેરી પોઇંટથી બોટમાં બેસીને જવું પડે છે. ખાલી 10 મિનીટની જ બોટ રાઇડ છે પણ મજા આવે એમ છે. પુલાઉ ઉબીન એ અવિકસિત ગામડા જેવો એક ટાપૂ છે અને સિંગાપોર સરકારે જાણી જોઇને આ ક્ષેત્રનો વિકાસ નથી કર્યો જેથી આવનારા લોકોને જંગલ, ટાપૂઓ અને ગ્રામ્ય જીવન જોવા મળે. અમે લોકો સવારે લગભગ 11 વાગ્યે બોટની સફર કરીને ટાપૂ પર પહોંચ્યા. ટાપૂ પર આમ તો જોવા લાયક કશું નથી. અહીં મુખ્ય આકર્ષણ સમાન જગ્યા છે “ચેક જાવા”. અહીં એક ઉંચો ટાવર છે, મેંગ્રુવના જંગલોની વચ્ચેથી એક કાચો પાકો રસ્તો છે, સમુદ્ર પર સેતુ બનાવેલો છે જેના પરથી ચાલવાની અને કુદરતને નિખરવાની મજા આવે એવું છે. અહીં ભાડા પર સાઇકલ મળે છે અને લોકો જેટ્ટી પરથી ચેક જાવા જવા માટે સાઇક્લનો ઉપયોગ કરે છે પણ અમારી પાસે થોડો સામાન અને નાના છોકરાઓ હતા એટલે અમે ગાડીમાં જવાનું પસંદ કર્યું. ચેક જાવામાં ચાલતા જતા જતા કંઇ ખાસ મઝા આવે એવું નહોતું. રસ્તાની બન્ને બાજુએ મેન્ગ્રુવના જંગલો હતા. જ્યારે અમે એક જગ્યાએ થોડા આરામ માટે રોકાયા ત્યારે મચ્છરોએ એવો દેકારો બોલાવ્યો કે અમારે ફટાફટ ત્યાંથી ઉભા થઇને ભાગવું પડ્યું. ત્યારે ખ્યાલ આવ્યો કે અમે કુદરતના ખોળે છીએ અને ઘરના આરામમાં નથી. આજુ બાજુથી કોઇ વિચિત્ર જીવ જંતુ કે પ્રાણી ના આવી જાય એનું ધ્યાન પણ રાખવું પડે. એક મસ્ત ઘો જેવું સરિસૃપ પ્રાણી પણ જોવા મળ્યું. મેન્ગ્રુવના જંગલોમાં થતી અમુક નવી વનસ્પતિઓ પણ જોવા મળી. ત્યાર બાદ અમે સમુદ્ર પર બાંધવામાં આવેલા સેતુ પરથી ચાલવાની શરૂઆત કરી જેમાં મજા આવી. સેતુની નીચે પાણી એટલું સાફ નહોતું જો કે એકદમ ગંદુ કે વાસ મારે એવું પણ નહોતું. જો કે ખરી મજા હવે ચાલુ થઇ. જ્યારે સેતુ પરથી ચાલીને જઇ રહ્યા હતા ત્યારે વાતાવરણે એકદમ પલટો લીધો અને ધીમો વરસાદ આવવાની શરૂઆત થઇ. અમે વરસાદને ગણકાર્યા વગર આગળ ચાલવાનું શરૂ કર્યું પણ જ્યારે સેતુ પૂરો કરી ફરીથી જંગલમાં પહોંચ્યા ત્યારે એક્દમ ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો. હવે સમસ્યા એ થઇ કે માત્ર મારી પાસે એક નાની છત્રી હતી અને એમાં બે નાના છોકરાઓ સાથે છ માથા સમાવવાના હતા જે અશક્ય હતું. મારા મિત્રએ ના છૂટકે પલળવાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો કારણે કે એની પાસે બીજા કપડાની જોડી હતી. ધોધમાર વરસાદમાં અડધા પલળતા અમે લગભગ 15-20 મિનીટ છોકરાઓને લઇને એક છત્રીમાં ધક્કામૂક્કી કરતા એક્દમ સાંકડી જગ્યામાં ઉભા રહ્યા. એ વખતે મને ખાલી ભય એ હતો કે છોકરાઓને મચ્છર કે બીજા કોઇ જીવજંતુ ના કરડી જાય. આ એક બહુ જ અલગ પ્રકારનો અનૂભવ હતો. કુદરતના સાનિધ્યમાં જંગલની ગોદમાં થયેલો અનૂભવ યાદગાર અને અવિસ્મરણીય રહેશે.

ત્યાર બાદ વરસાદ થોડો રોકાયો એટલે ફટાફટ અમે બેઝ પર પાછા આવ્યા અને ગાડી બોલાવી જેટ્ટી પર પહોંચ્યા. જેટ્ટી પાસે પહોંચીને ત્યાં થોડા ફ્રેશ થઇને નાસ્તો પાણી કર્યા અને થોડું આમતેમ ફરીને બોટમાં બેસી પાછા આવી ગયા. પાછા આવીને નજીક જ ચાંગી બીચ હતો એટલે મિત્ર સાથે ત્યાં ગયાં. ત્યાં અમે બેઠા, થોડી અલક મલકની વાતો કરી, વિમાનોને એકદમ નજીકથી આવતા જોયા (કારણ કે ચાંગી વિમાનતલ નજીક જ છે) અને પાછા ઘર ભેગા.

કુદરતને નજીકથી જોવાનો અનૂભવ સારો રહ્યો. એ વાતનો અહેસાસ થઇ ગયો કે શહેરી જીવન હવે એટલું કોઠે  પડી ગયું છે કે એક દિવસ થોડા કલાકો પણ જંગલની જીંદગી જીવવા આપણે સમર્થ નથી. સમયાંતરે આવા કુદરતના ખોળાને ખૂંદવાની મઝા લેવી જોઇએ એમ થાય છે. મારી સાથે મારો કેમેરા હતો જ અને આ વખતે અમુક અદ્દ્ભૂત ફોટા લીધા છે. અમુક ફોટા એવા breath taking લીધા છે કે મને મારા પર માન થઇ ગયું. 🙂

DSCF1614

DSCF1636

DSCF1616

DSCF1623

DSCF1632

નૂક્તેચીની

જ્યારે એશ્ચર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન થવાના સમાચાર આવ્યા હતા ત્યારે અશોક ભટ્ટે દવેએ  એમની જાણીતી કોલમ “બુધવારની બપોરે”માં એક સરસ ગમ્મતસભર પ્રશ્ન મૂક્યો હતો કે “જેમની પોતાની ફાઇવ સ્ટાર હોટલો છે એવી વ્યક્તિઓને બીજાની એંઠી થાળીમાં શું કામ ખાવાની મઝા આવે છે?”. અભિષેક સાથે લગ્ન પહેલા એશ્વર્યા રાયના સલમાન ખાન અને વિવેક ઓબેરોય સાથે જગ જાહેર સંબંધો હતા જ્યારે અભિષેક બચ્ચન અંશત: ક્લીન ઇમેજ ધરાવતો હતો (જો કરિશ્મા કપૂર સાથે તૂટેલી સગાઇને નજરઅંદાજ કરીએ તો અભિએ એશ્વર્યાની જેમ લગ્ન પહેલા બહાર કોઇ મૂડી રોકાણ નહોતા કર્યા અને કદાચ કર્યા પણ હોય તો એ રોકાણો પ્રકાશમાં નહોતા આવ્યા.) જો કે લગ્ન બાદ અભિ અને એશ હાલમાં તો પોતાની જીંદગી સંભાળીને વ્યવસ્થિત રીતે જીવે છે એ સારુ છે. ગઇકાલે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના લગ્ન વિશેના સમાચાર જાણ્યા અને તરત આ વાત યાદ આવી ગઇ.
શોએબ મલિકની હાલમાં પાકિસ્તાનના સુકાની પદેથી હકાલ પટ્ટી થઇ ચૂકી છે. એક ખેલાડી તરીકે પણ એનું સ્થાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં જોખમમાં છે. વળી હાલમાં એના પર શિસ્તના કારણોસર એક વર્ષ માટે રમવા પર પ્રતિબંધ પણ મૂકાયો છે અને અમુક રકમનો દંડ કરાયો છે. આ ઉપરાંત શોએબ ભાઇનો ભૂતકાળ પણ ખરડાયેલો છે. હૈદરાબાદની કોઇ છોકરી સાથે તેઓ ભૂતકાળમાં લગ્ન / સગાઇ કરી ચૂક્યા છે એ વિવાદ હજી પણ ચાલુ જ છે. વચ્ચે ભારતીય સુંદરી સ્યાલી ભગત સાથે પણ એમનું લફરું હોવાની વાત હતી. વળી સૌથી ગંભીર વાત એ છે કે શોએબ પાકિસ્તાની છે અને ભારત પાકિસ્તનના સંબંધો જોતા અને ખાસ કરીને પાકિસ્તાનની અત્યારની હાલત જોતા આ પ્રકારના સંબંધ વિશે વિચારવું એ જોખમ છે. આ બધું વિચારીએ તો સાનિયાને ક્યાં દ્રષ્ટિકોણથી શોએબ (સૂ)વર લાગ્યો એ મારા માટે વિચારવું મૂશ્કેલ છે? સાનિયાને કદાચ આનાથી પણ વધૂ લાયકાત અને યોગ્યતા ધરાવતો (સૂ)વર ભારતમાં આરામથી મળી શક્યો હોત એમાં કોઇ બે મત નથી.
આ જ રીતે બોલીવૂડમાં પણ સુંદરીઓ હંમેશા બીજ વરને જ પસંદ કરે છે. ઉદાહરણો ઘણાં છે જેમ કે બોની કપૂર – શ્રી દેવી, કરિશ્મા કપૂર – સુંજય કપૂર, રવિના ટંડન – અનિલ, આમીર ખાન – કિરણ અને તાજેતરમાં જ શિલ્પા શેટ્ટી – રાજ કુંદરા. કદાચ બોલીવૂડની સુંદરીઓ અનુભવને વધૂ પ્રાધાન્યતા આપતી લાગે છે :).
જો કે मियां बीबी राजी, तो क्या करेगा काझी ની જેમ મને આ નૂક્તેચીની કરવાનો કોઇ અધિકાર નથી. વળી કોઇના અંગત નિર્ણયો પર સવાલો કરવાનો મારો અધિકાર નથી પણ આ તો માત્ર મારા વિચારો અહીં રજૂ કર્યા છે. ચલતે ચલતે,સાનિયા મિર્ઝા અને શોએબ ભાઇને શુભકામનાઓ.

%d bloggers like this: