વિરામ ચિહ્નો

નીચેનું ચિત્ર બોલતો પૂરાવો છે કે ભાષામાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કેટલો જરૂરી છે.

temp

(આ ચિત્ર મને ફેસબુક પર મિત્રની પ્રોફાઇલ પર જોવા મળ્યું હતું).

10+ વર્ષમાં હું શું શીખ્યો?

10થી પણ વધારે વર્ષોની મારી કારકિર્દીએ મને અમુક બોધપાઠો શિખવ્યા છે. આજે આ બોધપાઠોને અહીં મૂકી રહ્યો છું.

  1. જે માણસ જીવનમાં ખૂબ વિચારી વિચારીને ડગલા ભરે છે એ માણસ ફક્ત બાંધ્યુ અથવા સંતુષ્ટ જીવન જીવી શકે છે પણ ક્યારેય દંતકથા સમાન સફળતા નથી પામી શકતો.
  2. જીવનમાં સફળતા પામવા માટે મહેનત કરવી જરૂરી છે પણ તમે મહેનત કરતા રહેશો તો તમે સફળતા પામશો જ એ જરૂરી નથી.
  3. પરફેક્ટ નોકરી કે પછી પરફેક્ટ કંપની આ બધા માત્ર ભ્રામક શબ્દો છે અને વાસ્તવિકતા ક્યારેય નથી હોતી.
  4. જો તમે નોકરી કરતા હો તો તમે તમારા કામને ચાહો પણ જ્યાં નોકરી કરો છે એ કંપનીને ચાહવાની ભૂલ ક્યારેય ના કરવી. જે કંપનીને કર્મચારીઓ પોતાની મહેનત થકી વર્ષો વર્ષ તગડો નફો રળી આપે છે એ જ કંપની ખરાબ સમયમાં 2-3 મહિના પણ કર્મચારીઓને સાચવી નથી શકતી.
  5. ક્યારેય એવું ના વિચારવું કે તમે જ્યાં કામ કરો છો એ કંપની તમારા ક્રાંતિકારી વિચારોથી અભિભૂત થઇ જશે અને તમારા વિચારોને અપનાવી લેશે. ક્યારેય કંપની, ત્યાંના કર્મચારીઓ અને નિયમોને બદલવા માટે એક હદથી વધૂ મહેનત ના કરવી. તમને ફાવે તો એ કંપનીમાં રહેવું નહીં તો ટાટા બાય બાય કરી લેવું વધારે સારુ.
  6. તમે કોઇ જગ્યાએ કાર્યરત હો અથવા તો તમે પોતાનો ધંધો કરતા હો પણ જો સવારે પથારીમાં ઉઠતાવેંત એવો વિચાર આવે કે યાર આ ક્યાં સવાર પડી, ફરી સવાર પડી અને ફરી કામે જવું પડશે તો સમજી જવું કે તમે યોગ્ય જગ્યાએ કામ નથી કરી રહ્યા.
  7. જ્યારે 2500 રૂપિયાની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે 5000 રૂપિયામાં એકદમ પરફેક્ટ જીંદગી દેખાતી હતી અને આજે લાખોમાં કમાવા છતા પણ એ પરફેક્ટ જીંદગી હજી થોડી દૂર દેખાય છે. ટૂંકમાં માણસની રૂપિયાની ભૂખ ક્યારેય ભાંગતી નથી (અને મારા ખ્યાલથી આ ભૂખ ભાંગે નહીં તો જ સારુ)
  8. તમારી આંખો અને કાન હંમેશા ખુલ્લા રાખવા. બીજાઓએ કરેલી ભૂલોને જોઇને તેમાંથી શીખવાની વૃત્તિ રાખવી. સૂચનો જે પણ આવે એને સાંભળવા જરૂર પણ એનો અમલ કરવો કે નહીં એ આપણે નક્કી કરવું. સ્ટીવ જોબ્સે કહ્યું હતુ ને કે stay hungry, stay foolish.
  9. તમે જે કામ કરો છો તે કામને અને જ્યાં કામ કરો છો એ કંપનીને હંમેશા ઇમાનદાર રહો. આ એક વાતનો અમલ તમને જીવનમાં ઘણે આગળ સુધી લઇ જશે. તમે જ્યાં કામ કરતા હશો એ કોઇ પરફેક્ટ કંપની નહીં જ હોય પણ એના લીધે તમે તમારા કામ સાથે બેઇમાની ના કરશો.

મૂર્તિઓની કલાત્મકતા

ઘણી વખત હરતા ફરતા તમારી નજરો અમુક વસ્તુઓને જોતા જ એના તરફ આકર્ષાઇ જાય છે અને આ પોસ્ટ આ બાબત વિશે જ છે. આ પોસ્ટ છે બે મૂર્તિઓ વિશે છે જે મેં તાજેતરમાં જોઇ અને મને એ મૂર્તિ પાછળના વિચાર અને એ વિચારોની અભિવ્યક્તિ મને ખરેખર ગમી ગઇ.

GB1

પહેલી મૂર્તિ છે ગણપતિ બાપ્પાની. ફોટામાં દેખાય છે એમ મૂર્તિકારે ગણપતિબાપ્પાને એકદમ સરકારી બાબુ જેવા ગેટ અપમાં બનાવ્યા છે. માથે સરસ ટોપી, હાથમાં બેગ, એકદમ સરસ પહેરવેશ અને વરસાદથી બચવા માટે છત્રી પણ છે. બનાવનાર કલાકારના દિમાગમાં આ પ્રકારની મૂર્તિ બનાવવાનો વિચાર કઇ રીતે આવ્યો એ તો એ જ જાણે પણ મને આ વિચાર અને એનો અમલ ખરેખર સરસ લાગ્યો. આ મૂર્તિ દિવાળી બજારમાં વેચાણ માટે રાખેલ હતી. દિવાળી બજારમાં બીજી પણ ઘણી કલાત્મક મૂર્તિઓ હતી પણ આ મૂર્તિ મને એના પાછળ રહેલા વિચારના લીધે વધૂ ગમી ગઇ.

 

 

babe

સિંગાપોર સુંદર શહેર છે અને શહેરની સુંદરતા તમે અમુક વિસ્તારોમાં ફરતા હો તો ઉડીને આંખે વળગ્યા વગર રહે નહીં. સિંગાપોરને સુંદર બનાવવા માટે ઘણા સ્થળોએ સરસ સ્થાપત્યો મૂકાયા છે અને આજે આવા જ એક સ્થાપત્યને જોવાનો મોકો મળ્યો. જેમ ફોટામાં જોઇ શકાય છે એમ  સ્ત્રીને આ પ્રકારના પોઝમાં કંડારવાનો વિચાર અદ્દ્ભૂત છે અને વિચારનો અમલ પણ સરસ કર્યો છે. સ્ત્રીને આ પ્રકારની મૂદ્રામાં કંડારવાનો શું ઉદ્દેશ્ય હશે એ તો ખબર નહીં પણ મને આ સ્થાપત્ય કામ ખરેખર સરસ લાગ્યું.

 

હમણાં ઘણા વખતથી કેમેરાને હાથમાં લીધો જ નથી અને સિંગાપોર શહેરની સુંદરતાને ચિત્રોમાં કેદ નથી કરી. ફરીથી ફોટોગ્રાફિક વોક માટે જવાનો વિચાર મગજમાં આકાર લઇ રહ્યો છે.

%d bloggers like this: