રુહી

લગ્નજીવનની ફલશ્રુતિ સ્વરૂપે પરમકૃપાળુ પરમાત્મામે ગયા અઠવાડિયે એક વરદાન આપ્યું. મારા અને વિભાના પ્રથમ સંતાનનું 12મી જાન્યુઆરી, 2007ના રોજ આ દુનિયામાં આગમન થયું. પિતા બનવું એ એક ખૂબ જ અદ્વિતીય લાગણી છે. કદાચ આ લાગણીને શબ્દોમાં ઢાળવી અશક્ય છે.  

સિંગાપોરના રિવાજો થોડા અલગ છે. અહીં માત્ર અને માત્ર પિતાને જ ડીલીવરી સ્યૂટમાં હાજર રહેવા દેવામાં આવે છે. ઇન્ડીયામાં તો આનાથી બિલકુલ વિપરીત હોય છે. પિતાની મોટાભાગે બાળકના આવ્યા બાદ જ પ્રસૂતિગૃહમાં પધરામણી થતી હોય છે. આખી આ પ્રક્રિયા જોયા બાદ હવે બરાબર સમઝાઇ ગયું કે બાળક પોતે અને માતા કેટલી તકલીફો સહન કરે છે ત્યારે આ દુનિયામાં જીવનું આગમન થાય છે.  

રુહી નામ રાખવાનું નક્કી કર્યુ છે. રુહ નો મતલબ SOUL(અંતરાઆત્મા) થાય છે. મારી વ્હાલી દીકરી હવે મારી રુહ બનશે એ વિચારે આ નામ આપવાનું નક્કી કર્યુ છે. હવે રોજ રાતે ઘરે ગયા પછી રુહીની બાજુમાં બેસીને વાતો કરીએ છે. વિચારું છું કે રુહી એટલી મોટી ક્યારે થશે કે એ મારી વાતો સમજી શકશે અને મારી સાથે બધાં બાળસહજ નખરાં અને નાટકો કરશે. રોજ એને રાત્રે એક વખત અચૂક ઓ ઇશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ આ પ્રાર્થના અને નવકાર મંત્ર સંભળાવું છું.  

રુહીના ફોટા

જન્મબાદ તરત જ

after-birth-ii.JPG 

પ્રસુતિગૃહમાંથી ઘરે આવ્યા પછી 

 sleeping.JPG

કહેવાય છે છઠ્ઠા દીવસે વિધાતા લેખ લખવા આવે છે.  છઠ્ઠા દીવસે પૂજાના સમયે

on-6th-day.JPG

कोशिश करनेवालोंकी कभी हार नहीं होती…..

untitled.jpg

%d bloggers like this: