સુરક્ષિત: કરમની કઠણાઇ

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

Too bad…. Bombay’s loss has been Singapore’s gain… શોભા ડે

વીકએન્ડમાં આ વખતે તબિયત થોડી ઢીલી હતી એટલે ક્યાંય બહાર નહોતો ગયો અને કશું વાંચનનું ભગીરથા કાર્ય પણ હાથમાં નહોતું લીધું. હવે ઘરમાં પડ્યા પડ્યા શું કરવું એટલે ઇત્તર વાંચન કરવાનું નક્કી કર્યું. આમ પણ મને છાપા, મેગેઝીન કે અમુક પ્રકારના પૂસ્તકો વાંચવાનો બહુ શોખ છે પણ હવે સમયના અભાવે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ઇ પેપર) પણ રોજ પૂરું વાંચી નથી શકાતું. એટલે વાંચવાની શરૂઆત ટાઇમ્સથી કરી. શનિવારના પેપરમાં આ વખતે “New Age – Redefining India” એક ખાસ સેક્શન હતો જેમાં જુદા જુદા ક્ષેત્રની સિધ્ધહસ્ત હસ્તીઓ એ બીજા ક્ષેત્રની હસ્તીઓ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મઝા આવી ગઇ વાંચવાની. આવા intellect વાળા લખાણો વાંચવાના મને બહુ ભસ્કા છે.  🙂 ટાઇમ્સ અને મુંબઇ મીરર વાંચીને ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કરને ન્યાય આપ્યો અને પછી દેશ ગુજરાત પર નમોના અમુક ભાષણો સાંભળ્યા. હવે શું?

એટલામાં મને યાદ આવ્યું કે હું લાયબ્રેરીમાંથી એક મેગેઝીન લાવ્યો છું. અહીંની લાયબ્રેરીમાં કોઇ ઇન્ડિયાના અંગ્રેજી મેગેઝીનો નથી આવતા પણ અમુક ઇન્ડિયાને લગતા મેગેઝીનો આવે છે. એમાંથી આ વખતે "ઇન્ડિયા સે" મેગેઝીન હું લાવ્યો હતો. "ઇન્ડિયા સે" એનઆરઆઇ વાચકોને ધ્યાનમાં રાખીને જ છપાતું મેગેઝીન છે. અમુક લેખો આ મેગેઝીનમાં વાંચીને મઝા આવી ગઇ. એમાં એક લેખ શોભા ડે નો પણ હતો “Too bad…. Bombay’s loss has been Singapore’s gain”. આ લેખ લખાયો છે મુંબઇની બારબાલાઓ વિશે જેમને પાટીલ ભાઉએ મુંબઇમાંથી બહાર જવા મજબૂર કરી દીધી હતી. જો કે આ લેખ એમ કહેવા માંગે છે કે જે થાય છે એ સારા માટે જ થાય છે. મુંબઇની હાંકી કાઢેલી બારબાલાઓમાંથી અમુક સિંગાપોર આવી ગઇ છે અને ઇજ્જત સાથે ડોલરિયા દેશમાં આવીને ડોલરમાં કમાવા લાગી છે અને હું આ લેખ સાથે બિલકુલ સહમત છું. અહીં કલાર્ક કી વિસ્તારમાં અમુક મુંબઇ ટાઇપના ડાન્સ બાર ચાલે છે જો કે એની સરખામણી મુંબઇ સાથે ના થઇ શકે પણ "ના મામાના બદલે કાણા મામા સારા" ના ધોરણે એકદમ બકવાસ પણ ના કહી શકાય. જે બારબાલાઓ અહીં આવી શકી એમના માટે તો સારુ જ છે કારણ કે એક તો ઓનસાઇટ આવી ગઇ :), ખાલી પોતાના ડાન્સ પર જ ધ્યાન રાખવાનું કોઇ પ્રકારની છેડતી કે દારૂડિયાઓની કનડગતનો કોઇ પ્રશ્ન નહીં, ડોલરમાં કમાવાનું અને સન્માનભેર જીવવાનું. અહીં મુંબઇ કરતા તો થોડી decency રહેવાની જ. શોભા ડે એ મને લાગે છે ત્યાં સુધી એકદમ balacned લેખ લખ્યો છે.  પાટીલ ભાઉ એ તો મુંબઇની નાઇટ લાઇફની વાટ લગાવી જ દીધી પણ કેટલીક બારબાલાઓની જીંદગી રોશન થઇ ગઇ.

"ઇન્ડિયા સે" વાંચવાની ખરેખર મઝા આવી ગઇ. હવે નિયમિત રીતે લાયબ્રેરીમાંથી આ અને બીજા અમુક મેગેઝીન લાવીને વાંચવા પડશે. જો કે એક વસવસો છે કે અહીં કોઇ ઇન્ડિયાના સંદર્ભમાં કોઇ બિઝનેસ મેગેઝીન નથી આવતા જો બિઝનેસ મેગેઝીનો મળી જાય વાંચવા તો લાઇફ બની જાય….

All n all it was a perfect week end for me where i could do what I like most… hoping for many such weekends 🙂

P.S. – શોભા ડે ના લેખની અપાયેલી લિંક પરથી લેખ સાઇટ પર રજીસ્ટર કરીને જ વાંચી શકાશે. જો કે રજીસ્ટર કરાવીને પણ લેખ મારા મતે વાંચવા જેવો તો છે જ. રજીસ્ટર કરાવીને પેજ નંબર 58 પર જઇને લેખ વાંચી શકાશે.

આ માણસોને શું કહેવું હવે……

આપણા મુખ્યમંત્રી મોદી સાહેબ બહુ બહાદુર. જેવી આઇપીએલ બહાર રમાડવાની વાત જાહેર થઇ તરત જ મોદી સાહેબને એક તક મળી ગઇ યુપીએ સરકારને ભાંડવા માટે અને એલાન કરીદીધું કે આઇપીએલ દેશ બહાર રમાડવી એ તો શરમજનક કહેવાય. સાથે સાથે એમ પણ કહી દીધું કે ગુજરાતમાં સંપૂર્ણ સુરક્ષા વચ્ચે આઇપીએલની બધી મેચો રમાડવા માટે ગુજરાત તૈયાર છે. એક વખત તો આપણા મોદી સાહેબ માટે માન થઇ જાય. જો તક મળી હોત તો મારુ દ્રઢ રીતે માનવું છે કે મોદીએ ચૂંટ્ણીની સાથે સાથે આઇપીએલ રમાડીને પણ બતાવી દીધી હોત. જો કે દેશનું દુર્ભાગ્ય છે કે બધાં બાયલા રાજકારણીઓની જમાત દેશ પર રાજ કરે છે અને આગલી ચૂંટણીમાં પણ આજ બાયલા લોકો ફરીથી 5 વર્ષ માટે રાજ કરવા માટે પ્રજાની મંજૂરી લઇ આવશે.

જો કે આના કરતા પણ વધૂ દુ:ખ અને આઘાત મને આ નિવેદન વાંચીને થયું. ચિદમ્બરમ સાહેબ આપણા માનનીય ગૃહપ્રધાન સાહેબ એમ માને છે કે આઇપીએલ બહાર યોજવી એ કોઇ શરમજનક નથી પણ ગુજરાતના તોફાનો શરમજનક છે. આ જાડી ચામડીના માણસને હવે શું કહેવું? આખી વાતમાં ગુજરાતના તોફાનો ક્યાં આવ્યા? જ્યારે મોદીના સવાલોનો જવાબ ના આપી શકો એટલે ગુજરાતના તોફાનોનું ગાણું ગાવાનું ચાલુ કરી દેવાનું. મને ખરેખર દુ:ખ થાય છે કે આવા નિર્લજ્જ, નાગા અને જાડી ચામડીના લોકો દેશ પર રાજ કરી રહ્યા છે. કોઇ accountability જેવું હોય જ નહીં? પોતાની લીટી મોટી નહીં કરવાની પણ બીજાની લીટી નાની કરીને મોટા થવાનું.

આજે આઇપીએલ બહાર રમાશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે શું ફરક રહી જશે? પાકિસ્તાનમાં પણ સુરક્ષાના કારણોસર ક્રિકેટ નથી રમાતું એમ ઇન્ડિયામાં પણ સરકારની રેઢિયાળ વૃત્તિના લીધે હવે ક્રિકેટ નહીં રમાય. મને જેટલો ગુસ્સો ચિદમ્બરમ પર આવે છે એટલો જ ગુસ્સો લલિત મોદી, શરદ પવાર અને BCCI ની  પૈસાભૂખી ટોળકી પર પણ આવે છે. સાલાઓ પૈસા માટે થઇને દેશની આબરૂના ધજાગરા કરવા નીકળ્યા છે.

‘Pink slip’ parties

In today’s recessionary time, we hear/read the phrase ‘Pink slip’ very often which is used when employee of the company is shown door in unceremonious way from the company by employer. Lakhs of people have got this so called ‘Pink slip’ in recent time because of the financial meltdown worldewide and lost their jobs. ‘Pink slip’ in itself is very scary word then how it can be associated with party?  Just read on…..

Loosing a job is very tragic thing that can happen to any person but some optimists still see a life beyond retrenchment. Here in Singapore, parties are being arranged for those who have lost their jobs in current time. The main aim of such parties is to cheer up the people who lost their jobs and showing the ideas on what next for them. During such parties, organisers call on some employers who wants to hire and they discuss the employment prospects with those present at the party. I think not bad idea atleast giving some hope and imparting direction to the jobless people through this initiative. When person is down and out, he/she will appreciate every little help comes to his way and I think such parties are just one good step in that direction. To know more read on from this article from local daily. 

સિંગાપોર આઇટી શો – છેલ્લો દિવસ

કાલે સિંગાપોર આઇટી શોનો છેલ્લો દિવસ હતો. વૈશ્વિક મંદીના માહોલમાં પણ આ વખતના સિંગાપોર આઇટી શોને અદ્દ્ભૂત સફળતા મળી. અહીંના લોકલ ડેઇલીમાં અપાયેલ માહિતી મુજબ આ વખતે લગભગ 7.5 લાખ લોકોએ આઇટી શોની મૂલાકાત લીધી. અંદાજે 59 મિલીયન સિંગાપોર ડોલર એટલે કે 190 કરોડ રૂપિયાની ખરીદી લોકોએ કરી. જે ખરેખર આજ કાલ મંદીના સમયમાં જ્વલંત સફળતા જ કહેવાય. 4 દિવસમાં 7.5 લાખ લોકો એટલે સરેરાશ ગણો તો રોજના આશરે 1.75 લાખ લોકો અને 50 કરોડનું રોજનું વેચાણ…. છેલ્લા દિવસે તો પબ્લિક ગાંડાની જેમ ઉમટી પડી હતી. આઇટી શોમાં થોડા સમય માટે દરવાજા બંધ કરવા પડ્યા હતા અને ઘણા લોકો અન્ડર ગ્રાઉન્ડ સિટી લિંક મોલ કે જે સનટેક સિટીને સીટી હોલ એમાઅરટી સ્ટેશન સાથે જોડે છે એમાં જ અટવાઇ ગયા હતા. અહીંના લોકોને મુંબઇના લોકલ ટ્રેનમાં સફર કરવા જેવો અનૂભવ ના હોય એટલે ગભરાઇ જાય. ભીડભાડની વધૂ માહિતી માટે અહીં ક્લિક કરો અને નીચે ભીડના ફોટા છે જે મેં મારા ફોનનો ઉપયોગ કરીને લીધા છે.

IMAG0044  IMAG0045

સામાન્યત: આઇટી શોના છેલ્લા દિવસે થોડું ઘણું ડિસ્કાઉન્ટ કે ફ્રી ગિફ્ટ વધી જતા હોય છે. સૌથી વધારે મને લાગે છે કે સોની એ આઇટી શોમાં કમાણી કરી હશે. હું કાલે 3 વાગ્યે જ્યારે સોનીના કાઉન્ટર પર પહોંચ્યો ત્યારે એના મોટા ભાગના ડિજીટલ કેમેરા વેચાઇ ગયા હતા. ખાલી મોંઘા કેમેરા બાકી હતા જેમ કે T77, T500, h50 અને અમુક વાઇડ એંગલ કેમેરા. મેં મારી પસંદગી T77 પર ઉતારી હતી. એની કિંમત હતી 499 સિંગાપોર ડોલર એટલે કે 16000 રૂપિયા સાથે ફ્રી ગિફ્ટમાં હતું ફોટો પ્રિન્ટર, 16 જીબીના મેમરી સ્ટીક કાર્ડ અને બીજી કેમેરા એસેસરીઝ. આમ તો મોંઘું કહેવાય જો કે આમ પણ સોની કાયમ મોંઘું જ હોય છે. મારા ઘરમાં આજ સુધી કેમેરામાં કાયમ સોનીના જ કેમેરા કે હેન્ડીકેમ આવ્યા છે કારણ કે સોની આગળ ડિજીટલ કેમેરાની રેન્જમાં કેનન કે નિકોન કે બીજા કોઇ મને નથી લાગતું કે ટક્કરમાં છે. T77 એકદમ સ્લિમ અને સેક્સી છે (દેખાવમાં પણ સોનીની પ્રોડક્ટ બીજા હરીફોને પાછળ પાડી દે છે)  અને ટચ સ્ક્રીન પણ છે. આમ તો કેમેરામાં ટચ સ્ક્રીનની જરૂર નથી પણ “Good to have” ફીચર કહી શકાય. હું લાઇનમાં પેમેન્ટ કરવા માટે (પેમેન્ટ કરવા માટે પણ લાંબી લાઇનો લાગી હતી સોનીમાં) હું ઉભો જ હતો ત્યાં મારા મિત્ર જેંની સાથે હું ગયો હતો એણે મને ફુજીના કેમેરા વિશે કીધું એટલે અમે બન્ને ગયા ફ્યુજીના સ્ટોલ પર. ત્યાંથી મેં પછી FinePix S2000HD કેમેરા ખરીદ્યો. પહેલીવાર સોની સિવાયનો કેમેરા ખરીદવાની હિંમત કરી છે. જોઇએ કેવો અનુભવ થાય છે. હજી સુધી કેમેરો વર્જીન જ છે કારણ કે હજી સુધી એની સાથે રમવાનો સમય નથી મળ્યો. આ કેમેરા ખરીદવા પાછળનું એક કારણ હતું કે મને ઓછી કિંમતમાં SLR ની શરૂઆતની રેન્જનો કેમેરા મળતો હતો. મને ફોટોગ્રાફીનો એટલો પણ શોખ નથી કે હું ઉડતા પક્ષીની પાંખો ગણી લઉં પણ SLR ટાઇપનો કેમેરા ટ્રાય કરવાનો ચસ્કો તો હતો જ. જો કે SLR કેમેરા 1000 – 1500 સિંગાપોર ડોલરના એટલે કે 35 – 50 હજાર રૂપિયાના થાય જે આપણને ના પોષાય એટલે પછી આનાથી મન મનાવી લીધું. જોઇએ આ કેમેરા HD video પણ શૂટ કરી શકે છે. એટલે વિડીયો શૂટ કરીને જોવું છે કે મારા HD ટીવી પર કેવું દેખાય છે. આ કેમેરા મે 469 સિંગાપોર ડોલરમાં લીધો પણ એની સાથે મને ઘણી બધી ફ્રી ગિફ્ટ મળી જેમ કે 8 જીબી મેમરી કાર્ડ, ટ્રાઇપોડ, કેરી કરવા માટે કેસ, સ્ક્રીન પ્રોટેક્ટર, HD કીટ, રીમોટ અને સાથે સાથે ઇન્ટરનેશનલ વોરંટી (સામાન્યત: સિંગાપોરની લોકર વોરંટી હોય છે.) આ બધી ફ્રી ગિફ્ટ ગણો તો પણ લગભગ 100 સિંગાપોર ડોલર તો થઇ જ જાય. એટલે રૂપિયાની રીતે જોઇએ તો ખોટો સોદો નથી લાગતો. અત્યારે તો એમ લાગે છે કે જંગ જીત્યો રે મારો કાણિયો પણ વહૂ ચલે તબ જાણિયો ના થાય તો સારુ 🙂

સિંગાપોર ફ્લાયર

જેમ લંડનમાં London Eye છે એ જ રીતે સિંગાપોરમાં પણ સિંગાપોર ફ્લાયર છે. આપણી દેશી ભાષામાં કહીએ તો મોટું ચકડોળ. 🙂 જો કે સિંગાપોર ફ્લાયર લગભગ સૌથી વધારે ઉંચાઇ ધરાવતું giant wheel છે. એની ઉંચાઇ લગભગ 165 મીટર છે જે લંડન આઇ કરતા 30 મીટર વધારે છે. ફ્લાયરમાં 28 વાતાનૂકુલિત ચેમ્બર છે અને ફ્લાયરને પૂરુ એક ચક્કર લગાવતા 30 મિનીટ જેટલો સમય લાગે છે. સિંગાપોર ફ્લાયરની વધૂ માહિતી (http://en.wikipedia.org/wiki/Singapore_Flyer) પર જોઇ શકાય છે.

સિંગાપોરના અર્થતંત્રનો મુખ્ય આધાર અહીં આવનારા વિદેશી પર્યટકો પર છે. પણ વૈશ્વિક મંદીના વાતાવરણમાં પર્યટન ઉદ્યોગ પર અહીં ખૂબ મોટો ફટકો પડ્યો છે. એથી ફેબ્રુઆરી મહિનામાં અહીંની સરકારે દર વીક એન્ડમાં 2009 સિંગાપોર ફ્લાયરની મફતમાં ટિકીટો આપવાનું નક્કી કર્યું. આમ કરવાથી વિદેશી પર્યટકો ફ્લાયરના સ્થળ પર આવે અને આજુબાજુ આવેલી ખાણીપીણી અને શોપિંગ મોલમાં પણ થોડી ઘરાકી વધે. વહેલા તે પહેલાના ધોરણે દરેક વ્યક્તિદીઠ 4 ટિકીટ મફત અપાતી હતી. આમ સિંગાપોર ફ્લાયરની એક ટિકીટના 30 સિંગાપોર ડોલર (1000 રૂપિયા) છે એટલે બહુ સસ્તુ તો ના જ કહેવાય  અને 4 મફત ટિકીટ ગણો તો 120 સિંગાપોર ડોલર (4000 રૂપિયા) થાય. એટલે પબ્લિક વીકએન્ડમાં આગલી રાત્રે જ ડેરા તંબુ નાંખીને ફ્રી ટિકીટ માટે બેસી જતી હતી. એવું માનવાને કોઇ જ કારણ નથી કે ઇન્ડિયાની પ્રજા જ ખાલી મફતિયું શોધતી હોય છે. અહીંની પ્રજા પણ મફત મળે તો પહેલા પહોંચી જાય એમ છે. હું પણ એક વીકએન્ડમાં મારા એક મિત્ર સાથે નાઇટ આઉટ કરીને 4 ટિકીટો લઇ આવ્યો. હું પણ સહ પરિવાર ફ્લાયરની રાઇડ કરી આવ્યો. ફ્લાયરની રાઇડનો અનૂભવ આમ તો સારો જ રહ્યો. સિંગાપોરની સ્કાયલાઇન આમ પણ અદ્દ્ભૂત છે અને એને આટલી ઉંચાઇથી જોવાનો લ્હાવો અદ્દ્ભૂત છે. નીચે અમુક ફોટા છે ફ્લાયરના.

DSC00242 

DSC00276

બીજા ફોટા માટે અહીં ક્લિક કરો.

હોળી

માણસના જીવનમાં તહેવારો કેટલા મહત્વના છે જો એ જાણવું હોય તો ભારતની બહાર પરદેશમાં રહો એટલે આપોઆપ સમજાઇ જાય. બહારના દેશોમાં બહુ ઓછા તહેવારો હોય છે અને નાતાલ, ઇદ અને બીજા અમુક ડે(થેંક્સ ગિવીંગ ડે વગેરે) સિવાય ખાસ કઇ તહેવારો હોતા નથી. પણ આપણા ભારતમાં આનાથી વિપરીત પરિસ્થિતિ છે અને લગભગ દર મહિને બે મહિને કોઇ ને કોઇ તહેવારો ઉજવાતા રહેતા હોય છે. કદાચ આ તહેવારો જ ભારતને સાંસ્કૃતિક રીતે આખી દુનિયાના બીજા દેશોથી અલગ પાડે છે.

જ્યારે ભારતની બહાર રહો એટલે હોળી હોય કે ઉત્તરાયણ હોય બધું સરખું જ કહેવાય. એ જ સવારે થેલો ઉપાડીને જવાનું અને સાંજ પડે ઘરે આવીને હાલા કરી જવાની. જો કે કોઇ કોઇ તહેવારોની ઉજવણી તહેવાર પછીના વીક એન્ડમાં થતી હોય છે તો પણ જોઇએ એવી મજા ના આવે. જ્યારે હું ઇન્ડિયામાં હતો ત્યારે મારા મન દિવાળી એટલે અઠવાડિયાની રજાથી વિશેષ કંઇ નહોતું પણ હવે આખો વર્ષ દિવાળીની રાહ જોતો હોઉ છું કારણ કે દિવાળીમાં જ ઇન્ડિયા આવવા મળે છે અને બધાં સાથે રહેવાની તક મળે છે.

ગયા અઠવાડિયે હોળીનો તહેવાર હતો. હોળીના દિવસે હોળી પ્રગટાવીને એના દર્શન કરવામાં આવે છે. જો કે છેલ્લા 3 વર્ષથી સિંગાપોરમાં રહીને મેં ક્યારેય હોળીના દર્શન કર્યા નહોતા. આ વખતે જો કે ઇસ્ટ કોસ્ટ રોડ પાસે આવેલા એક સાઉથ ઇન્ડિયન મંદિરમાં હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ કોઇ ગુજરાતી દ્વારા રાખવામાં આવ્યો હતો અને ઘણી મોટી સંખ્યામાં ગુજરાતી અને હિંદીભાષી લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. હું પહેલી જ વખત આ મંદિરે ગયો હતો અને મંદિર પણ ખરેખર બહુ સરસ હતું. જો કે વધારે સારુ મને ચાલુ દિવસે પણ સમય કાઢીને ત્યાં આવેલા લોકોને જોઇને લાગ્યું. પુરૂષો ઝભ્ભા લેંધામાં અને સ્ત્રીઓ ભારે સાડીઓમાં ખરેખર જ ઉત્સવની ઉજવણી કરતા હોય એમ લાગતું હતું. એકબીજા પર લોકો ગુલાલ પણ લગાવતા હતાં. દરેક પાસે હોળીની અગ્નિમાં હોમવા માટે ધાણી, દાળિયા, ખજૂર અને શ્રીફળ વગેરે હતું. જો કે મુંબઇની સરખામણીમાં અહીંની હોળી ખૂબ જ નાની હતી. મુંબઇમાં તો પ્રગટાવેલી હોળીની જ્વાળાઓ 2-3 માળની ઉંચાઇ સુધી જતી હોય અને સાથે ઢોલ, નગારા અને તાંસાના અવાજ સાથે એક અદભૂત વાતાવરણ સર્જાતું હોય છે. જે વસ્તુ સિંગાપોરમાં તો કદાચ શક્ય નથી. પણ તેમ છતા something is better than nothing સમજીને મન મનાવી લેવાનું. કાર્યક્રમ પછી જમવાની પણ વ્યવસ્થા હતી. એકંદરે પ્રોગ્રામ સારો હતો. નીચે કેટલાક ફોટા છે.

IMAG0037 IMAG0038 IMAG0040 IMAG0039 IMAG0041

હું વિચારતો હતો કે કેવો સમય આવી ગયો છે આવી નાની અમથી હોળીની ઉજવણી પણ મનને પ્રસન્ન કરી દે છે અને ફોટારૂપે આ ક્ષણોને કેદ કરવા મજબૂર કરી દે છે. ઇન્ડિયામાં હોઇએ તો આવવા વિચારો ના આવે. હું પણ હોળી વિશેનો આ પોસ્ટ વીકએન્ડમાં જ લખી રહ્યો છું કારણ કે ચાલુ દિવસે ટાઇમ ક્યાં છે?

ડોલરિયા દેવની જય……

સિંગાપોર આઇટી શો

આજથી સિંગાપોરમાં આઇટી શો ચાલુ થયો છે.4 દિવસ સુધી ચાલનાર આ શો સિંગાપોરનો ઇલેક્ટ્રોનિક અને આઇટી પ્રોડક્ટ માટેનું સૌથી મોટું સેલ છે. આ શો નું આયોજન દર વર્ષે લગભગ બે વખત થાય છે અને આખું સિંગાપોર આ શો દરમ્યાન ઇલેક્ટ્રોનિક ચીજો ખરીદવા માટે પડાપડી કરી મૂકે છે. ગમે એટલી મોટી જગ્યા રાખો પણ પબ્લિક એટલી ગાંડાની જેમ આવે છે કે જગ્યા ઓછી જ પડે. અહીંના લોકોની એવી માનસિકતા છે કે કોઇ પણ વસ્તુ સેલનું પાટિયું મૂકીને વેચો એટલે તો લોકો પડાપડી કરી મૂકે. અહીં સેલનો મતલબ મહદઅંશે સેલ જ થતો હોય છે ઇન્ડિયા જેવું નહીં કે 10 વધારીને 5 ઓછા કરવાના. જો કે ભાવમાં ફરક ના રાખો તો પણ એક વખત સેલનું પાટિયું મારી દો એટલે પબ્લિક અહીં ગાંડાની જેમ મોટા ભાગે ખરીદવા મંડી પડતી હોય છે.

ગઇકાલે હું પણ આ શોની મૂલાકાત લઇ આવ્યો. પબ્લિક એટલી હતી કે એને ખસેડીને આગળ જવામાં જ થાકી જવાય. ગઇ કાલે આ શો માંથી એક મિડીયા હાર્ડડીસ્ક લીધી. આમ તો એ સામાન્ય યુએસબી પોર્ટવાળી હાર્ડડીસ્ક જ છે પણ ખાસ વાત હાર્ડ ડીસ્કના કેસિંગમાં છે. આ હાર્ડ ડીસ્કને સીધી ટીવી સાથી જોડીને હાર્ડ ડીસ્કમાં રહેલા મિડીયા ક્ન્ટેન્ટને જોઇ શકાય છે. એટલે હવે મૂવી જોવા માટે સીડી કે ડીવીડી બર્ન કરવાની જરૂર નહીં રહે. 115 ડોલરમાં (લગભગ 3700 રૂપિયા) 250 જીબીની મિડીયા હાર્ડ ડીસ્ક મને લાગે છે કે મોંઘું ના કહેવાય.

IMAG0043

આ ડીસ્ક આમ તો પોર્ટેબલ મિડીયા પ્લેયર જ છે કારણ કે આ ડીસ્ક સાથે રીમોટ કંટ્રોલ ડિવાઇઝ પણ છે. એટલે ફોરવર્ડ/બેકવર્ડ, સર્ચ વગેરે સરળતાથી થઇ શકે છે. સાદી યુએસબી કનેક્શનવાળી ડીસ્ક લેવી એના કરતા થોડા પૈસા વધારે ખર્ચી આ ડીસ્ક લેવી વધારે સુવિધાજનક મને લાગે છે.

હવે તો માર્કેટમાં નેટવર્ક અને વાયરલેશ કનેક્શનવાળી પણ હાર્ડડીસ્ક આવી ગઇ છે. વાયરલેસ હાર્ડ ડીસ્ક લઇએ તો ઘરમાં ટીવી સાથે કનેક્ટ કરી કાયમી ધોરણે કોઇ જગ્યાએ  લગાવી દેવાની અને વારે ઘડીએ ડેટા ટ્રાન્સફર માટે હાર્ડ ડીસ્કને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવાની જરૂર નહીં. જો કે આ ટાઇપની ડીસ્ક માટે 3.5" ની હાર્ડ ડીસ્ક જોઇએ એટલે કેસિંગ સાથે હાર્ડ ડીસ્કને જોડે બેગમાં રાખીને ફરવું થોડું ભારે પડે. આ પ્રકારની ડીસ્ક થોડી મોંઘી પણ છે. 345 ડોલર (11000 + રૂપિયા) 500 જીબી માટે. જો કે થોડો સમય જતા આ સુવિધાજનક ઓપ્શન પણ સસ્તો થઇ જશે. અત્યારે તો જો કે મારી જરૂરિયાત મુજબ મેં ખરીદેલી હાર્ડ ડીસ્ક મને એકદમ યોગ્ય લાગે છે અને ગજવાને પણ પોષાય … 🙂

Airtel’s New Ad

This new ad from Airtel is quiet good. I would say the innocence of children exploited in best possible manner.

 

disclaimer : btw I’m not promoting brand Airtel through this post.

સમય નથી..

આજે ઘણા વખત પછી કંઇક લખું છું બ્લોગ પર અને એ પણ બકવાસ. આજકાલ ખરેખર સમય ક્યાં જતો રહે છે કંઇ ખબર જ નથી પડતી. કેટલા બધાં કામ અટકી ગયાં છે પણ કોઇ કામ આગળ વધતા નથી. જીંદગીનું તંત્ર બહુ અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વ્યવસાયિક અને વ્યક્તિગત બન્ને જીંદગીઓ જાણે રોકાઇ ગઇ હોય એવું લાગે છે. કંઇક નવાજૂની કરવી છે પણ શું કરવી, કેવી રીતે કરવી એ કંઇ ખબર નથી પડતી.

ઘણાં વિચારો/મંતવ્યો મગજમાં અટવાયેલા પડ્યા છે જેમ કે તાજેતરમાં સિંગાપોરના વિવિધ સ્થળોની મૂલાકાત વિશે કે પછી મહા મંદી અને આર્થિક જગતની બેહાલી વિશે કે પછી પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર થયેલા હૂમલા વિશે, જીંદગીના વર્તમાન પ્રવાહો વિશે વગેરે વગેરે… પણ આ બધાં વિચારોને બ્લોગ પર ટપકાવવાનો સમય નથી. આવતા અઠવાડિયાથી જીંદગીનું તંત્ર થોડું પાટે લાવવા પ્રયત્ન કરવો પડશે.