એન્યુઅલ ડાન્સ & ડીનર પાર્ટી

2006માં હવે ગણતરીના દીવસો જ બાકી રહ્યા છે. યરએન્ડ મોટાભાગે પાર્ટી માટેનો સમય હોય છે. રજાઓ હોવાથી લોકો મજા પણ કરી શકે છે. આવી જ એક પાર્ટી યોકોગાવા એ સિંગાપોરમાં તેમના નોકરો (સભ્યભાષામાં employee) માટે રાખી હતી.

સિંગાપોરમાં લગભગ દરેક નાની મોટી કમ્પનીઓ એન્યુઅલ ડાન્સ અને ડીનરનો પ્રોગ્રામ રાખે છે. યોકોગાવાએ આ વખતે 32મી વખત આવા પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. હોટલ શાન્ગ્રીલાના બોલરૂમમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ સુંદર રીતે બોલરૂમને સજાવ્યો હતો. ગોવાના દીવસો બાદ પ્રથમ વખત western કલ્ચરની પાર્ટીનો આનંદ લીધો. અલગથી વેજીટેરીયન ફૂડની વ્યવસ્થા હોવાથી ડીનરમાં પણ મજા આવી. બીયર પાણીની જેમ સર્વ થઇ રહ્યો હતો. ડીનર બાદ લોકો મન મૂકીને નાચ્યા. વચ્ચે વચ્ચે DJ હીન્દી ગીત પણ મૂકી દેતો જેથી ઇન્ડીયન પ્રજા મૂડમાં આવી જતી.

લકી ડ્રો પણ હતો જેમાં લેપ્ટોપથી માંડી કેમેરા સુધીના ઇનામો હતાં. મને ફક્ત 40 $ના એનટીયુસીના વાઉચર મળ્યા ઇનામમાં. કદાચ આ વાઉચરમાંથી મારા આ મહીનાનો દૂધનો ખર્ચો નીકળી જશે.

babes માટે આ પાર્ટી તો જાણે સૌથી મોટા ઉત્સવ સમાન હતી.  દરેક babeનું ડ્રેસીંગ આખોંમાં વસી જાય તેવું હતું.  એકંદરે મજા આવી.  જગજીતસિંઘની ગઝલની બે લાઇનો યાદ આવી ગઇ …

देख कर तुम को यकीन होता है, कोइ इतना भी हसी होता है,

देख पाते है कहां हम तुमको, दील कहीं होश कहीं होता

%d bloggers like this: