ભારતનો 62મો જન્મદિવસ

સ્વતંત્ર ભારતે 61 વર્ષ પૂરા થયા આજે. દુનિયાભરમાં અલગ અલગ પ્રદેશોમાં વસતા દરેક ભારતીયોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

clip_image001

 

 

જય હિંદ….

some of the best innocent poses from Tau

DSC00423

ઉપરનો ફોટો ટાઉના પ્રથમ વર્ષગાંઠ પર લીધો હતો. કદાચ વિચારે છે કે ક્યા પગમાં કયું જૂતું નાંખું?

DSC00618

ટાઉ ગણપતિબાપ્પાની જેમ સોફા પર બિરાજમાન છે.

DSC00626 

પપ્પાને ફોટો લેતા જોવે છે.

DSC00725

ચોટીવાળું ટાઉ છે.

DSC00687

અને આ સૌથી બેસ્ટ ફોટો છે… ખબર નહીં ડોલમાં શું લઇ જાય છે અને ક્યાં લઇ જાય છે..

Finally any Indian bagged gold in Olympics

It took 28 years for India to get some gold from Olympics for country. Abhinav bindra 28 year old shooter from Punjab shoot for the gold finally ending 28 year drought of Olympic gold for country. If I’m not wrong then, this is the first time any Indian got the gold medal in individual event in Olympics. That makes abhinav’s achievement more special. Following is the video showing the medal presentation ceremony. Abhinav look so calm and composed, isn’t it? His golden effort, has made him the most eligible bachelor of Indian [:)]

Congratulations to India and congratulations to Abhinav also…

માણસ છે કે પૂતળું..

DSC00722

ઉપરના ફોટાને જોઇને એમ લાગે છે ને કે આ કોઇ પૂતળાનો ફોટો છે. પણ આ ફોટો કોઇ પૂતળાનો નથી પણ જીવતા માણસનો છે.  Tampines MRT બહાર કોઇ કોઇ વખત આ માણસ પૂતળું બનીને ઉભો રહી જાય છે. આવતા જતા માણસો તેની આ કલાની કદર કરીને તેની આગળ પડેલી ઝોળીમાં ડોલર નાંખતા જાય છે. જ્યારે પણ કોઇ માણસ ઝોળીમાં ડોલર નાંખે એટલે આ પૂતળું તરત જ જીવીત થઇને નીચે ઝૂકીને ડોલર નાંખનાર વ્યક્તિને ઝૂકી ઝૂકીને Thank you કહે છે. છે ને કમાલ આ કમાવા માટેનો રસ્તો. પણ એક વાત તો છે કે આ રીતે પૂતળાં બનીને ઉભા રહેવાનું સહેલું તો નથી જ.

National Day

singapore_flag

આજે સિંગાપોરનો 43મો જન્મદિવસ છે એટલે કે Independence day છે. સિંગાપોરના લોકો આ દિવસને National Day તરીકે ઉજવે છે. સિંગાપોર પણ ઇન્ડીયાની જેમ જ ગોરા લોકોની ચુંગાલમાંથી 1965માં આઝાદ થયો હતો.

આજે સિંગાપોરના લોકો Majula Singapura ગાશે જે અહીંનું રાષ્ટ્રીય ગીત છે. સિંગાપોરના રાષ્ટ્રીય ગીત વિશે વધુ માહિતી નીચેની લિંક પર છે.

http://en.wikipedia.org/wiki/Majulah_Singapura 

નવાઇની વાત એ છે કે સિંગાપોરમાં પ્રથમ ભાષા તરીકે મેન્ડરીન(ચાઇનીઝ) છે તો પણ અહીંનું રાષ્ટ્રીય ગીત મલય ભાષામાં છે.

હવે હું પણ સિંગાપોરનો કાયમી રહેવાસી છું એટલે મારે પણ Majula Singapura ગાવું જોઇએ. [:)]

बचना ऐ हसीनो….

પોસ્ટનું ટાઇટલ વાંચીને  હસીનાઓએ ડરવા જેવું કંઇ નથી. કોઇ અલગ વિચારે પહેલા એ ચોખવટ કરી લેવી સારી કે હવે આ ઉંમરે આમ પણ બધી હસીનાઓ મારાથી સેફ જ છે.

આ તો વાત છે बचना ऐ हसीनो… મૂવીની જે આવતા અઠવાડિયે આવી રહ્યું છે. મને એમ લાગે છે કે આ મૂવી સારું હોવું જોઇએ. ઘણાં વખત પછી આ એક મૂવી છે જે મને થિયેટરમાં જોવા જવા જેવું લાગે છે.  આ મૂવીનું સ્ટારકાસ્ટ એકદમ જબરદસ્ત છે. સ્ટારકાસ્ટમાં છે રણબીર કપૂર, બિપાશા બાસુ, દિપીકા પાદૂકોણ અને મિનીષા લામ્બા.

મારા મત મૂજબ ઘણા સમય પછી બોલીવુડને રણબીર કપૂરના રૂપમાં એક સારો ચહેરો અને કદાચ સારો અભિનેતા મળ્યો છે. Obviously he is damn handsome… (quiet girly, isn’t it? [:)]) જોઇએ રણબીર મૂવીમાં ત્રણ હસીનાઓ સાથે કેવો રંગ જમાવે છે.

આ મૂવીનું મને સંગીત પણ ખૂબ સારું લાગ્યું. વિશાલ – શેખર દ્વારા અપાયેલું સંગીત મૂવીને એકદમ અનુરૂપ લાગે છે.  મારા ગમતા ગીતો છે…

खूदा जाने…..

आहिस्ता… आहिस्ता…  અને

जोगी माही…. ( આ ગીતમાં વચ્ચે થોડો ભાગ હિમાની કપૂરે ગાયો છે. એ 4 લાઇનોમાં પણ હિમાનીનો અવાજ એકદમ અદ્વિતીય લાગે છે. )

%d bloggers like this: