ટાઉ બોલ સાથે રમે છે…..

થોડાક દિવસ પહેલા હું ટાઉને લઇને કોમ્યુનિટી પાર્કમાં ગયો હતો. ત્યાં અમુક નાના છોકરાઓ બોલ રમી રહ્યા હતા. ટાઉએ પણ ઉછ્ળતા બોલને જોઇને બોલની પાછળ ભાગ મ ભાગ કરવા માંડી પણ એનાથી મોટી ઉમરના છોકરાઓ આગળ ટાઉનો ક્યાંથી ગજ વાગે. ટાઉ બોલ પાછળ દોડે તો પણ એને પકડી ના શકે અને છોકરાઓ બોલ લઇને ભાગી જાય. એટલે એ દિવસે થયું કે ટાઉને બોલ ગમે છે તો એના માટે બોલ લાવી દઇએ.

એટલે ગયા અઠવાડિયે હું ટાઉના રમવા માટે બોલ લઇ આવ્યો. બોલ સાથે ટાઉને રમવાની મઝા આવે છે.  પહેલી વાર બોલ સાથે રમતા ટાઉની વિડીયો નીચે છે.

હવે ટાઉ મહારાજા એમની જાતે જ દૂધની બોટલ પકડીને દૂધ પી લે છે. નીચે દૂધની બોટલ પકડીને ટાઉ સૂતો છે.

dsc00581.jpg

Advertisements

બાલ ગણેશ

મને અને ટાઉને આ ગીત ખૂબ ગમે છે.

%d bloggers like this: