Till the next bomb blast, do us apart….

પાકિસ્તાનના મહિલા વિદેશમંત્રી હીના રબ્બાની ખાર આ અઠવાડિયે ભારત સાથે શાંતિ મંત્રણા કરવા દિલ્હી આવ્યા. શાંતિ મંત્રણાઓ વર્ષોથી ચાલે રાખે છે પણ એનું પરિણામ હજી સુધી આવ્યું નથી. દર વખતે મંત્રણાઓ થાય છે પછી બોંબ ધડાકા થાય છે અને પછી આપણી ભારતીય સરકાર કહેવાતું એકદમ કડક વલણ અપનાવે છે અને શાંતિ મંત્રણાઓ બંધ થઇ જાય છે. પછી અમેરિકા ફરીથી ભારત સરકારને ગોદો મારે એટલે ફરી આપણે આ બધા નાટક શરૂ કરવાનું વગેરે… વગેરે….. વર્ષોથી આ નાટકો ચાલે રાખે છે. આ સંદર્ભમાં નીચેનું ચિત્ર એકદમ સૂચક છે.

હીનાબેન ક્રિષ્ણા દાદાજીને કહે છે કે આપણે મિત્રો છીએ અને દાદાજી કહે છે આપણે ત્યાં સુધી જ મિત્રો છે જ્યાં સુધી ફરી વખત બોંબ ધડાકા ના થાય.

image

આ વખતની શાંતિ મંત્રણાઓએ ખબર નહીં શું ઉકાળ્યું? જો કે કોઇ પરિણામની આશા રાખવી જ નકામી છે.

ઇમેજ સોર્સ : India today site

2 Responses

  1. મિત્ર કૃણાલ,
    અને દર વખતે પાછુ એનું એ જ ચવાઈ ગયેલું વિધાન કે: આ નવા યુગની શરૂઆત છે…
    કેટલા નવા યુગ આવ્યા અને ગયાં!!
    આ રમત છે.. કિટ્ટા અને બો કરવાની…

Leave a reply to KrunalC જવાબ રદ કરો