ઇન્ફોસીસ આવે છે…

બે દિવસ પહેલા મિડીયામાં સમાચાર હતા કે ઇન્ફોસીસના ચેરમેન નારયણમૂર્તિ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને ગાંધીનગરમાં ઇન્ફોસીસનું ડેવલપમેન્ટ સેન્ટર ખોલવા માટે વાત કરી. મારા માટે આનંદના સમાચાર છે. ઇન્ફોસીસ અને બીજી બે ચાર મોટી કંપનીઓ અમદાવાદમાં દુકાનો ખોલે તો મારો ભારત પાછા ફરવાનો રસ્તો મોકળો થઇ જાય. પણ મને લાગે છે કે આ વાત બહુ આગળ નહીં વધે (હવે એવું કેમ લાગે છે એના પાછળ કોઇ તર્ક નથી પણ મન કહે છે કે આમ નહીં થાય 🙂 )

જો વાત આગળ વધશે તો સરકાર સામે ફરીથી જમીન ફાળવણીની માથાકૂટ આવશે. ઇન્ફોસીસને સસ્તા ભાવે જમીન જોઇએ છે એટલે અત્યારે તો સરકારના કોર્ટમાં બોલ નાંખી દીધો છે. જોઇએ મોદી સરકાર આગળ શું કરે છે આ બાબતે. મને એમ વિચાર આવે છે કે જે કંપની દર ત્રણ મહિને 1000 કરોડ રૂપિયાથી પણ વધારેનો ચોખ્ખો નફો કરતી હોય એણે સરકાર પાસે ભીખ માંગવાની શી જરૂર છે? શું સરકારે આવા જંગી નફો કરતી કંપનીઓને રાહતદરે જમીન આપવી જોઇએ? ઇન્ફોસીસે મંદીના સમયમાં એમના કર્મચારીઓનો બહુ કસ કાઢી લીધો હતો. એટલા માટે જ જ્યારે મંદી પછી જોબ માર્કેટ ફરી સામાન્ય થયું ત્યારે ઇન્ફોસીસમાંથી ઘણા કર્મચારીઓએ ચાલતી પકડી હતી. ફરી મને એ જ વિચાર આવે કે જે કંપની દર ત્રણ મહિને 1000 કરોડથી પણ વધારેનો ચોખ્ખો નફો કરતી હોય તો એ કંપની મંદીના થોડા આકરા સમયમાં એમના કર્મચારીઓને સાચવી ના શકે? પણ કોર્પોરેટ સભ્યતામાં ખાલી નફો જોવાય છે અને દર ત્રણ મહીને આવતા પરિણામોમાં બોટમલાઇન શું કહે છે એ જ જોવાય છે. કડવી વાસ્તવિકતા એ જ છે કે કોર્પોરેટ જંગલમાં માનવીય સંવેદનાઓનું કોઇ સ્થાન નથી.

મને એ વાતનું પણ આશ્ચર્ય થયું કે ગોધરાકાંડ પછી આ બધી કહેવાતી માંધાતા કંપનીઓના વડાઓએ ગુજરાત સરકાર અને નરેન્દ્ર મોદી વિરુધ્ધ આકરા નિવેદનો કર્યા હતા. હવે જયારે ગુજરાત રોકાણકારો માટે આકર્ષક રાજ્ય બનતુ જાય છે ત્યારે આ બધા લોકો હવે બધું ભૂલી જઇને પોતાની દુકાનો ખોલવા આવી જશે. 

गंदा है पर धंधा है ये…. 🙂 આગળ જોઇએ શું થાય છે આ ખેલમાં……

10 Responses

  1. સરસ.ટૂંકો પણ મુદ્દાસર લેખ. તમારી દરેક રજૂઆતમાં અભ્યાસ અને અનુભવ માલુમ પડે છે. આ લેખમાં તમારા પોતાનાં વિચારો પણ ખૂબ જ સારી રીતે વ્યકત થયા છે.

  2. રાજકારણમાં કોઇ કાયમી મિત્રો કે દુશ્મન હોતા નથી. આ વાકય હવે હકિકત છે. અને મફતના ભાવે જમીન મળતી હોય તો એવો “લાભ” કોણ છોડવાનુ પસંદ કરશે !!!

    મારા મતે ઇન્ફોસીસ ગુજરાતમાં આવવામાં સફળ થશે. મોદી સરકારમાં ઉતાવળ દેખાઇ રહી છે.. બાકી તો આગે-આગે દેખતે હૈ… હોતા હૈ કયા ?

  3. આ વાંચો: http://blogs.sachinshah.in/2011/07/land.html અને http://blog.susam.in/2011/05/infosys-tcs-or-wipro.html

    કહેવાનો મતલબ – મોટું એટલે ખોટું. ઈન્ફોસીસ, વિપ્રો અને ટી.સી.એસ.થી દૂર રહેવામાં જ ભલાઈ છે. ટી.સી.એસ. અહીં શું કરે છે? કંઈ નહી. ફાલતુ પ્રોજેક્ટ ચલાવે છે જેનો એકમાત્ર હેતુ ગર્વમેન્ટના પ્રોજેક્ટ લેવાનો અને અઢળક નફો ઓછી કાર્યક્ષમતા વાળા લોકોને ઓછા પગારે રાખવાનો છે.

    આઈ.ટી.ની ટ્રેન ગુજરાતમાંથી ક્યારનીય નીકળી ગઈ છે..

    • કાર્તિકભાઇ,
      સચીને જે લખ્યું છે એ બરાબર છે. ઇન્ફોસીટીએ કંઇ ઉકાળ્યું નથી. જો કે સુસમે જે લખ્યું છે એ એક અકળાયેલા માણસના બફાટ જેવું છે. કંપની નાની હોય કે મોટી હોય એના ફાયદા અને ગેરફાયદા બન્ને રહેવાના. આપણને જે જોઇતુ હોય એ મળી રહે તો કંપની કામની નહીં તો કંપની મોટી હોય કે નાની હોય શું કામની? મેં શરૂઆતી કંપની (કે જેમાં હું અને મારા સાહેબ જ ખાલી બેઠા હોઇએ)થી મોટી મોટી કંપનીઓમાં કામ કર્યું છે પણ મારો અંગત અભિપ્રાય કહે છે કે કંપનીની સ્થિરતા અને નામના હોવી જરૂરી છે.

      મેં કહ્યું એમ ઇન્ફોસીસ આવશે કે નહીં એ વિશે મને શંકા છે. બાકી મને જો રૂપિયા મળતા હોય અને અમદાવાદમાં રહેવા મળતું હોય તો ઇન્ફોસીસમાં કામ કરવામાં જરાય વાંધો નથી 🙂

  4. Well obviously I can’t eye the salary like in $ but atleast some pre determined saving potential is there with the offered salary than enough for me.

  5. Susam didn’t write on the aspect of freedom. Why people join big companies? I think primarily for money and getting big names into their CVs. If you work for big companies it gives boost to your overall profile and can open up few more doors in future for you.If you start with smaller companies, it may take some time depending upon the geniousness inside you. 🙂

    Also,if you want freedom, if you can defy the urge to make fast money, if you are ready to fight out then choose open source no problem. It’s your choice. But why to blame big companies? Your path and their (i.e. big companies) path are not crossing that doesn’t mean they are useless. Empires of billions of dollars doesn’t get created overnight. It takes enormous effort(both legal n illegal 🙂 )

    As I mentioned company is good enough as long as your aspirations are meet. It has nothing to do with big or small companies. But in my personal opinion, I would prefer to work for big companies. Reasons being money involved, infrastructure, opportunities, etc. For me quality of work n freedom matters but not at the cost of take home salary 🙂

Leave a comment