સરદારજી હવે તો જાગો

ફરીથી આતંકવાદીઓએ એમના માનીતા શહેર મુંબઇમાં લોહીની હોળી રમી અને ફરી એક વાર આખો દેશ લાચાર બનીને જોતો રહી ગયો. આ વખતે જે આતંકવાદીઓ એ જે કર્યું છે એ આખા દેશના લોકો અને દુનિયા આખી માટે ભૂલવું ખૂબ મૂશ્કેલ છે. મને એમ લાગે છે કે ઇન્ડિયા હવે ભગવાન ભરોસે ચાલે છે અને સરકાર કે તંત્ર જેવું ક્યાંય છે જ નહીં. માણસ ભગવાનને સવારે માથું ટેકવીને ઘરેથી નીકળે અને પ્રાર્થના કરતો હશે કે ભગવાન મને સાંજે હેમખેમ ઘરે પહોંચાડજે એવી હાલત લાગે  આજે ઇન્ડિયાની છે. આ વખતે મુંબઇમાં જે થયું એની બહુ દૂરોગામી અસરો પડશે. દુનિયા આખીમાં હવે એક જ ચર્ચા છે કે ભારત આતંકવાદનો સામનો કરવા અસમર્થ છે. અમેરિકા, ઇઝરાયેલ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા જેવા દરેક દેશોના નેતાઓ આ વાત કહી ચૂક્યા છે. સરદારજી ખબર નહીં શું કરે છે? હવે કોણ ઇન્ડિયામાં મૂડીરોકાણ કરવા આવશે? કોણ ઇન્ડિયામાં ક્રિકેટ રમવા આવશે? કોણ ઇન્ડિયામાં પોતાની રજા ગાળવા આવશે? ક્યો NRI ઇન્ડિયામાં પાછા આવીને ફરીથી પોતાની માટીમાં ભળવાનું વિચારશે? આપણી સરકારમાંથી કોઇ વ્યક્તિ આપી શકશે આ વાતનો જવાબ?

સોનિયામાતાની શરણમાં બેઠેલા સરદારજીની આગેવાનીમાં જે હીજડાઓની સરકાર ચાલે છે એને હવે ભગાડવાની જરૂર છે. સરદારજી અને એમના ફેશનેબલ માનનીય ગૃહમંત્રી શું કરે છે મને ખબર નથી પડતી?  Accountibility જેવો શબ્દ કદાચ આ લોકોને ખબર જ નથી. મને એમ થાય છે રાજકારણીઓને કોઇ દિવસ આ બધું થયા પછી એમનો અંતરઆત્મા ડંખતો નહીં હોય? આજે જેમની પાસે સત્તા હોય એ સત્તાનો બરાબર ઉપયોગ ના કરી શકે અને નાગરિકોની જાનમાલની રક્ષા ના કરી શતા હોય તો એ લોકોને સત્તામાં રહેવાનો શું હક્ક છે? મેં રેડીફ પર વાંચ્યું કે સરદારજીએ પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ ઝરદારી સાથે ફોન પર વાત કરી. મને થાય છે શું જરૂર હતી વાત કરવાની? વર્ષોથી જે દેશ ઇન્ડિયાને પીઠ પાછળ છૂરી હૂલાવતો રહ્યો છે એની સાથે હવે સંબંધો રાખવાની શી જરૂર છે? સરદારજીની તો એટલી ફાટે છે પોતાના ભાષણમાં એટલું પણ નથી કહી શકતા કે આ ઘટનામાં પાકિસ્તાનનો હાથ છે. કોનાથી ડરવાનું પાકિસ્તાનથી, અમેરિકાથી, યુકેથી? શા માટે ડરવાનું? દરેક દેશ પોતાના સાર્વભૌમત્વની રક્ષા નથી કરતા તો પછી આપણે કેમ ડરે રાખીએ છીએ? કેમ જે આતંકવાદી તાલીમ કેન્દ્રો સીમાપાર ચાલે છે એને ઉડાવી નથી દેતા? સરદારજી શેની રાહ જોવે છે આખો દેશ પૂરેપૂરો બરબાદ થઇ જાય એની?  

મને એમ થાય છે કે મોદીને મોતનો સૌદાગર કહેનાર સોનિયા માતાને લોકોએ હવે શું કહેવું જોઇએ? જે મોદીને કોંગ્રેસવાળા ગોધરાની ઘટના અને તે બાદના તોફાનો માટે વર્ષો બાદ પણ આજે જવાબદાર ગણાવવા તત્પર રહેતી હોય છે તો કોંગ્રેસવાળા લોકોને આટલા બોમ્બ વિસ્ફોટો અને આતંકવાદી ઘટનાઓ માટે શા માટે જવાબદાર ના ગણવા જોઇએ? રાહુલબાબા આમ બહુ કૂદાકૂદ કરતા હોય છે અત્યારે ક્યાં ગોદડામાં મોં છૂપાવીને સૂઇ ગયા છે? મરાઠી માણૂસોના મસીહા ક્યાં છે રાજ ઠાકરે? કેમ મરાઠી માણૂસને બચાવવા માટે મેદાનમાં ના આવ્યા?  સાલા દરેકને બસ પોતાની રાજકીય ખીચડી પકાવવી છે પબ્લિક મરતી હોય તો ભલે મરે. મોદી પણ આજે પોતાની રાજકીય ખીચડી પકવવા માટે મુંબઇ પહોંચી ગયા. આજે મને પહેલીવાર મોદીની કોઇ હરકત પસંદ ના આવી. ઓબેરોય પહોંચીને શું ઉકાળ્યું મોદીએ? પોતાની 56ની છાતી છે એ પૂરવાર કરવું હતું એમ લાગે છે મને. જો કે એક વાત મને ગમી કે મૃતક સૈનિકોના પરિવાર માટે 1 કરોડની સહાયતા આપી. 

મને ખરેખર બહુ ગુસ્સો આવે છે એટલે આ પોસ્ટમાં જે મનમાં આવ્યું એ ઘસી નાંખ્યું છે. GOD BLESS INDIA