Bye Mom…. see ya in October….

શનિવારે મમ્મી પાછા ઇન્ડિયા ગયા. હવે હું, wify અને ટાઉ પાછા ટબૂકડા સિંગાપોરમાં એકલા. માણસ એ સામાજીક અને લાગણીશીલ પ્રાણી છે. ઘરમાં કોઇની હાજરીની આદત થઇ જાય તો એની ગેરહાજરીમાં ખોટ સાલ્યા વગર ના રહે. ટાઉને પણ હવે કોઇની કંપની નહીં રહે. બીજો રૂમ જેમાં મમ્મીનો સામાન હતો એ હવે ખાલી ખાલી લાગે છે. સાંજના 8 વાગ્યે એમ લાગે કે હમણાં મમ્મી એમની ઓટલા પરિષદ પતાવીને પાછા આવશે અને "સ્વીટુ બોય" કહીને ટાઉને બહારથી જ બૂમ પાડીને બોલાવશે. મમ્મીની હાજરીને લીધે ઘરમાં આમ વસ્તી જેવું લાગતું હતું પણ હવે વળી પાછા એકલા ને એકલા. હવે ફરીથી એકલતાની આદત પાડવી પડશે.

હમણાં મમ્મીને ફોન કર્યો હતો ત્યારે ટાઉ રમતું હતું એટલે બા સાથે વાત કરવાની ખબર ના પડી પણ જેવું બાએ ફોનમાં "સ્વીટુ બોય" કીધું કે તરત ટાઉએ મારા હાથમાંથી ફોન લઇને વાત કરવા માંડી. નાના ટાબરિયાઓને પણ કેવી ખબર પડે છે. એરપોર્ટ પર પણ બાય બાય કરતી વખતે ટાઉને ખબર પડી ગઇ કે કંઇક થવાનું છે એટલે ટાઉ એકદમ શાંત હતું.

જો કે ઓક્ટોબરમાં દિવાળી પર અમે ઇન્ડિયા જઇશું એટલે ફરી પાછા બધાં ભેગા થઇશું. એટલે હવે ઓક્ટોબરની રાહ જોવાની.

 

નીચે કેટલાક ચાંગી એરપોર્ટ પર લીધેલા ફોટા છે. IMAG0112 IMAG0113

Changi Airport, Clean n Green

IMAG0114

Dome @Changi Airport where boarding pass is issued for all flights. The hall is so huge.  Check in for man flights taking place simultaneously yet no chaos.

IMAG0115 IMAG0116

Tau giving pose @Changi Air port but she was not in a great mood.

Leave a comment