2010 : The Future of Productivity

માઇક્રોસોફ્ટ… માઇક્રોસોફ્ટ…. માઇક્રોસોફ્ટ…… સોફ્ટવેરની દુનિયાનું સૌથી મોટું માથું. માઇક્રોસોફ્ટ જે પણ કરે એ શાનથી જ કરે એમાં કોઇ નવાઇ ના હોય. આજકાલ માઇક્રોસોફ્ટ દુનિયાભરમાં પોતાની 2010 સિરીઝની અલગ અલગ પ્રોડક્ટ રિલીઝ માટે કાર્યક્રમો કરી રહી છે. માઇક્રોસોફ્ટ હાલમાં Office 2010, SharePoint 2010, Project 2010, Visio 2010, Visual Studio 2010, SQL Server 2008 R2 રિલીઝ કરી રહ્યું છે. માઇક્રોસોફ્ટની આ નવી પ્રોડક્ટ રેન્જમાં productivity (એટલે કે કાર્યદક્ષતા) પર વધૂ ભાર મૂકવામાં આવ્યો છે.

Future of Prodcutivity

 

જેમ કે માઇક્રોસોફ્ટનો દાવો છે કે Office 2010 વાપરવાથી વાપરનાર વ્યક્તિની કાર્યદક્ષતામાં વધારો થશે અને વપરાશકાર દીઠ દર કલાકે 2 ડોલરનો કંપનીને ફાયદો થશે. ખબર નહીં માઇક્રોસોફ્ટ આવો દાવો કંઇ રીતે કરી શકે છે અને કંઇ રીતે 2 ડોલરના આંકડા પર આવ્યા.   

 

 

 

માઇક્રોસોફ્ટના રિલીઝ પ્રોગ્રામના ભાગરૂપે આજે સિંગાપોરમાં મરીના બે સેન્ડસ રિસોર્ટના કન્વેન્શન સેન્ટર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

image001

IMG_0125

(બાજુનો ફોટો મરીના બે સેન્ડ રીસોર્ટની મુખ્ય ઇમારતનો છે. અહીં રહેવા માટેના રૂમ, શોપિંગ મોલ, ખાવા પીવા માટેની હોટલો અને બીજા આકર્ષણો છે. જો કે હજી ઘણું બધું કામ બાકી છે અને લગભગ એકાદ વર્ષમાં બધું બરાબર શરૂ થઇ જશે. આ ઇમારત 55 માળની છે. આ વિશે વધૂ માહિતી અહીં છે. આ ઇમારત એવી બની છે કે તમે જો અહીંથી પસાર થતા હોવ તો બે ઘડી ઉભા રહીને જોવાનું મન થઇ જાય અને સિંગાપોર વિશે માન થઇ જાય.)

IMG_0119

એપલ અને ગુગલ જેવી કંપનીઓ માઇક્રોસોફ્ટને હવે પૂરેપૂરી સ્પર્ધા આપે છે એટલે હવે માઇક્રોસોફ્ટ માટે આ નવી પ્રોડક્ટોને સફળ બનાવ્યા સિવાય છૂટકો નથી અને એ માટે જોઇએ પૂરતું માર્કેટીંગ. સિંગાપોર ટેકનોલોજીના ક્ષેત્રે દક્ષિણ એશિયાનું હબ સમાન છે અને એટલે જ માઇક્રોસોફ્ટે અહીં મોટો પ્રોગ્રામ રાખવો જરૂરી હતો. માઇક્રોસોફ્ટના CEO સ્ટીવ બાલ્મોર પણ આજે અહીં હાજર હતા. કાર્યક્રમની શરૂઆતમાં એમનું વ્યક્તવ્ય રાખવામાં આવ્યું હતું. સ્ટીવને પહેલી વખત રૂબરૂમાં સાંભળવાની તક મને મળી. એનું વ્યક્તવ્ય સારુ હતું. 54 વર્ષની ઉંમરે બહુ વૃધ્ધ ના કહેવાય તો પણ સ્ટીવની athleticism અને stage presence સારી હતી. એણે ભવિષ્યનો ચિતાર આપતો એક સરસ વિડીયો પણ બતાવ્યો. એના મત મુજબ ભવિષ્યમાં દરેક વસ્તુઓ touch based અને compact થઇ જશે. દરેક device એ smart device હશે અને intelligence સાથે હશે. જેમ આજે મોબાઇલ ફોનનો ઉપયોગ કોમ્પ્યુટર, કેમેરા, કંપાસ વગેરેની જેમ થઇ રહ્યો છે એમ ભવિષ્યમાં મોટા ભાગના device એ multifunctional હશે. વાત એકદમ સાચી છે. ટેકનોલોજી આજે ખૂબ તેજ ગતિએ આગળ વધી રહી છે. Productivity અને Business intelligenc પર ભાર મૂકતા માઇક્રોસોફ્ટથી રૂડું જગતમાં કંઇ નથી એવો સંદેશો સ્ટીવભાઇએ આપ્યો. ત્યારબાદ જુદા જુદા વક્તાઓ દ્વારા વ્યક્તવ્યો હતા જેમાં નવી પ્રોડક્ટમાં આવેલી સુવિધાઓ વિશે વાત કરી હતી.

માઇક્રોસોફ્ટ હાલમાં SharePoint પર પણ બહુ ભાર આપી રહી છે. મોટાભાગના માઇક્રોસોફ્ટના પાર્ટનર કે જેઓ પોતાની પ્રોડક્ટનો પ્રચાર કરી રહ્યા હતા એ Business processના નામે પોતાના SharePoint solution વહેંચી રહ્યા હતા. મને જો કે SharePoint વિશે બહુ ખબર નથી. અમારી કંપનીમાં હાલમાં SharePointનો ઉપયોગ કરી ખાલી Internal portal બનાવેલા છે જે અમે વાપરીએ છીએ. આ સિવાય મને બહુ SharePoint વિશે ખબર નથી. માઇક્રોસોફ્ટ જે રીતે પોતાની પ્રોડક્ટ રેન્જ લાવી રહ્યું છે એ રીતે જોતા મારા જેવા Desktop applicatin developersનું ભવિષ્ય બહુ ઉજ્જ્વળ નથી લાગતું.

નોકિયાએ પણ હવે માઇક્રોસોફ્ટ સાથે પાર્ટનરશીપ કરી છે અને નોકિયાના E સિરીઝના બધાં ફોનમાં હવે Microsoft Exchangeનો સપોર્ટ છે. નોકિયા જો કે હજી પણ સિમ્બીયન ઓપરેટીંગ સિસ્ટમ વાપરે છે અને હજુ સુધી કોઇ windows mobile આવ્યો નથી પણ ભવિષ્યમાં કદાચ આવું કંઇક શક્ય પણ બને. નોકિયા દ્વારા પણ એક સેમિનાર હતો અને એમાં પણ Productivity પર ભાર મૂકાયો હતો. આજ કાલ જમાનો productivity સાથે સાથે multitaskingનો પણ છે. સ્માર્ટફોન કદાચ ભારતમાં હજી 3G સેવાના અભાવના લીધે એટલા ઉપયોગી નથી પણ વિદેશોમાં સ્માર્ટ ફોન વગર જીવન શક્ય નથી એવું લાગે. આજે ઘણું બધું કામ હું મારા આઇફોન પર જ ઓફિસ આવતા જતા કરી લઉ છું. બિઝનેસમાં પણ જો આજ કાલ કોઇ એમ કહે કે હું ઓફિસમાં નથી 2 દિવસ પછી જવાબ આપીશ તો મને એમ જ લાગે કે આ ભાઇને કોઇ રસ નથી. આજે મોબાઇલ ઓફિસનો કોન્સેપ્ટ આવી ગયો છે. એટલા માટે જ માઇક્રોસોફ્ટ Office 2010માં Web Apps આપી રહ્યું છે. તમે તમારો ડેટા ઓન લાઇન રાખી શકો તેમ જ કોઇ પણ જગ્યાએથી મેનેજ પણ કરી શકો. ડેટાની security વિશે થોડી ચિંતા થાય. જો કે આજે એક વાત મને જાણવા મળી કે તમે જો નોકિયાના મોબાઇલ ફોન પર Exchange મેઇલ અને બીજી માહિતી રાખેલી હોય અને જો ફોન ખોવાઇ જાય તો આ ડેટાને remote command થકી દૂર કરી શકાય છે. આમ કરવાથી ડેટા કોઇ ખોટા હાથમાં જવાનો પણ ભય ના રહે. Windows Mobileની પણ નવી ઓપરેટીંગ સિસ્ટમ આવી રહી છે અને સાથે સાથે મોબાઇલ માટે પણ Windows Mobile Office 2010 તો ખરું જ.

જો કે મને માઇક્રોસોફ્ટની જે પ્રોડક્ટ વિશે સૌથી વધારે જાણવાની ઇંતેજારી હતી (Visual Studio 2010) એ વિશે બહુ જાણવા ના મળ્યું. Visual Studio 2010 વિશે વધૂ જાણવા હવે મારે જાતે જ મહેનત કરવી પડશે. કાલે હવે ઓફિસમાં Office 2010 અને Visual Studio 2010 ડાઉનલોડ કરવા પડશે. મારી પાસે MSDN Value subscriberનું લાઇસન્સ છે એટલે બધાં સોફ્ટવેર મફતમાં ડાઉનલોડ કરી શકાય છે એટલે પ્રયત્ન કરવામાં વાંધો નહીં.

મને માઇક્રોસોફ્ટની મોટાભાગની પ્રોડક્ટ સારી લાગી છે (IE આમાં અપવાદ છે.) મફતિયા સોફ્ટવેરો કરતા ગુણવત્તા એકંદરે સારી હોય છે. ખાલી એક જ મોટી સમસ્યા મને કાયમથી નડતી આવી છે અને એ છે performanceની. મોટા ભાગે બધાં પ્રોજેક્ટોમાં development પતી ગયા પછી performance improvementની માથાકૂટ કરવી પડે છે. જો કે માઇક્રોસોફ્ટ દાવો કરે છે કે Office 2010 એ Office 2003 કરતા 90% વધુ ફાસ્ટ છે. જો એમ હોય તો સારુ જ છે. આજે એક વ્યક્તવ્યમાં એવું બતાવવામાં આવ્યું હતું કે Excel sheetમાં 1.5 મિલીયન ડેટા હતા તો પણ sort કરતા ફક્ત 2 સેકંડમાં Data Sort થઇ ગયો. સાચું ખોટું તો વક્તા જ જાણે.

એકંદરે આજનો દિવસ સારો રહ્યો. નવી અમુક બાબતો જાણવા મળી. ઘણી બધી નાની નાની ભેટો મળી. મરીના બે સેન્ડની મૂલાકાત પણ થઇ ગઇ. ખાવા પીવા સાથે મીની જલ્સો થઇ ગયો. બોલો માઇફ્રોસોફ્ટની જય 🙂

P.S. : આ પોસ્ટમાં એટલા બધાં અંગ્રેજી શબ્દો ગુજરાતીમાં ઠપકાર્યા છે કે મને એમ થાય છે કે આના કરતા પોસ્ટ અંગ્રેજીમાં જ લખી હોત તો સારુ હોત. પણ અમુક શબ્દોનું અંગ્રેજીમાંથી ગુજરાતી કરવું મૂશ્કેલ છે જેમ કે સોફ્ટવેરનું ગુજરાતી શું કરવું? કોઇને ખબર હોય તો નીચે કમેન્ટ્માં લખી જણાવજો.

Advertisements

Policies of Singapore Govt.

આ પોસ્ટમાં સિંગાપોર સરકારની અમુક પોલિસીઓ વિશે વાત કરવી છે.

Forced Conversion

મને ઘણાં બધાં લોકો દ્વારા સાંભળવા મળ્યું કે સિંગાપોરની સરકાર હવે PR (Permanenet Recidency) ની reneweal માટે આવતી અરજીઓને મંજૂર નથી કરી રહ્યી પણ PR renew કરવાના બદલે અરજી કરવાવાળાઓને સિટીઝનશીપ લેવાનું કહે છે. લાગે છે સિંગાપોર સરકારનો વસ્તી વધારવાનો નવો નૂસ્ખો છે આ :).  મને નથી લાગતું કે આ કારગત નીવડે. વફાદારી અને દેશદાઝ એવી વસ્તુ છે કે એ દબાણથી કે લાલચથી ના લાવી શકાય. દરેક દેશ પોતાના હિતને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડે એ બરાબર છે પણ સિંગાપોર સરકારની આ નીતિ મને યોગ્ય નથી લાગતી. અહીં તો સરકાર ઓલોમ્પિકમાં મેડલો જીતવા માટે પણ ખેલાડીઓ આયાત કરે છે.

P for Productivity

આ વખતના સિંગાપોર બજેટમાં સરકારે Productivity એટલે કે કાર્યદક્ષતા પર ભાર મૂકીને ડોલરની લ્હાણી કરી છે. સરકારી આંકડાઓ મુજબ અહીંના સ્થાનિક કામદારો બહુ કાર્યદક્ષ નથી. વચ્ચે અહીંની સરકારના એક મંત્રીએ ઉદાહરણ આપ્યું કે તેઓ જ્યારે જર્મની ગયા હતા ત્યારે ત્યાંની કોફી શોપમાં જે મહિલા કામ કરતી હતી એ બધું એકલા હાથે કામ  કરી રહી હતી એટલે કે ઓર્ડર લેવાનું કામ, ગ્રાહકોને કોફી આપવાનું, બિલ બનાવવાનું, વગેરે વગેરે. આ મંત્રી સાહેબ સિંગાપોરના લોકોને આવું ઉદ્દાત ઉદાહરણ આપીને સમજાવતા હતા કે તમારે પણ કાર્યદક્ષ બનવું જોઇએ એ મહિલાની જેમ. બહુ સરસ વાત કરી મંત્રી સાહેબે. ખાલી મારે એમને એક સવાલ પૂછવો હતો કે એ કોફી શોપમાં કામ કરતી મહિલાને કલાકના કેટલા યુરો મળે છે અને અહીં કોફી શોપમાં કામ કરનારને કલાકના કેટલા મળે છે? અહીં કેશિયર જેવી જવાબદારીવાળા કામ માટે પણ કલાકના 5-6 ડોલરથી વધૂ કોઇ આપતું નથી. જો તમે મહેનતાણું આપવા તૈયાર ના હો તો પછી કામની આશા કંઇ રીતે રાખી શકો? પણ આવા આવા ઉદાહરણો આપીને સરકાર લોકોને ઉંઠા ભણાવે. હવે બજેટમાં સરકાર બિલીયન ડોલર્સની લ્હાણી કરશે અને બતાવશે કે તેઓ કામદારોને કાર્યદક્ષ બનાવશે અને એમ કરવાથી કામદારોને સારુ મહેનતાણું મળશે અને સિંગાપોરમાં આયાતી કામદારો નહીં લાવવા પડે. મહેનતાણા અને કાર્યદક્ષતા વચ્ચેનો સીધો સંબંધ સરકારને કેમ નથી સમજવો એ અઘરી વસ્તુ છે સમજવી મારા માટે? મારા મત મુજબ સરકારે Minimum Wage program શરૂ કરવો જોઇએ.

PRs feeling left out

નજીકના ભવિષ્યમાં સિંગાપોરમાં ચૂંટણીઓ યોજાવાની છે. એટલે હવે સરકાર દ્વારા નાગરિકોને ખુશ કરવાની કવાયત શરૂ થઇ ગઇ છે. જો કે આ બાબતમાં સિંગાપોર સરકારનો અભિગમ એવો  છે કે PRને નાના બતાવીને સિંગાપોરના નાગરિકોને મોટા બતાવવાના. PRને અપાતી બધી સવલતો હવે સરકાર કાપી રહી છે. સરકાર એ ભૂલી રહી છે કે ટેક્ષ લેવામાં સરકાર PR અને Citizen વચ્ચે ફરક નથી રાખતી. અમુક હદ સુધી PR અને Citizen વચ્ચેનો ફરક યોગ્ય છે પણ હવે આ ફરક અન્યાયનું સ્વરૂપ લઇ રહ્યો હોય એવું લાગે છે. જો આમ જ રહેશે તો લોકો સિંગાપોર આવવાનું કદાચ પસંદ નહીં પણ કરે અને એ સમયે કદાચ સરકારને પોતાની ભૂલ સમજાશે.

Absence of credible opposition

કહેવાય છે કે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે વિરોધપક્ષ કેટલો સક્ષમ છે. આ બાબતમાં સિંગાપોરની લોકશાહી મરવા પડી છે. 1965થી એટલે કે જ્યારથી સિંગાપોર અસ્તિત્ત્વમાં આવ્યું છે ત્યારથી એક જ પક્ષ અને લગભગ એક જ ખાનદાન સિંગાપોર પર રાજ કરી રહ્યું છે. આજ દિન સુધી સરકારે  સિંગાપોરમાં વિરોધના સૂરને મિડીયા કે લોકો સમક્ષ નથી આવવા દીધો. જો કોઇ વિરોધનો સૂર ઉઠે તો તરત એના પર એટલા law suit ચારે તરફથી નાંખી દેવામાં આવે કે બિચારો જીવતા જીવ ઉકલી જાય. સંસદ હોય કે કામદાર સંગઠનો હોય બધે એક જ પક્ષનું એકચક્રી શાસન ચાલે. બજેટ આવે એટલે કામદાર સંગઠનો સરકારના બજેટની પ્રશંસા કરે (દલા તરવાડીની વાર્તાની જેમ). જો હું ખોટો ના હોઉ તો સિંગાપોરની હાલની સંસદમાં માત્ર 1-2 વિરોધ પક્ષના સભ્યો છે. સિંગાપોરના વિરોધપક્ષની વેબસાઇટ અહીં છે. આ વેબસાઇટ સરકાર ચાલવા દે છે એની મને નવાઇ લાગે છે.

હાલ પૂરતું અહીં વિરમું છું. ફરી ક્યારેક આ વિષય પર વધૂ લખીશ.

%d bloggers like this: