Policies of Singapore Govt.

આ પોસ્ટમાં સિંગાપોર સરકારની અમુક પોલિસીઓ વિશે વાત કરવી છે.

Forced Conversion

મને ઘણાં બધાં લોકો દ્વારા સાંભળવા મળ્યું કે સિંગાપોરની સરકાર હવે PR (Permanenet Recidency) ની reneweal માટે આવતી અરજીઓને મંજૂર નથી કરી રહ્યી પણ PR renew કરવાના બદલે અરજી કરવાવાળાઓને સિટીઝનશીપ લેવાનું કહે છે. લાગે છે સિંગાપોર સરકારનો વસ્તી વધારવાનો નવો નૂસ્ખો છે આ :).  મને નથી લાગતું કે આ કારગત નીવડે. વફાદારી અને દેશદાઝ એવી વસ્તુ છે કે એ દબાણથી કે લાલચથી ના લાવી શકાય. દરેક દેશ પોતાના હિતને ધ્યાનમાં રાખીને નીતિઓ ઘડે એ બરાબર છે પણ સિંગાપોર સરકારની આ નીતિ મને યોગ્ય નથી લાગતી. અહીં તો સરકાર ઓલોમ્પિકમાં મેડલો જીતવા માટે પણ ખેલાડીઓ આયાત કરે છે.

P for Productivity

આ વખતના સિંગાપોર બજેટમાં સરકારે Productivity એટલે કે કાર્યદક્ષતા પર ભાર મૂકીને ડોલરની લ્હાણી કરી છે. સરકારી આંકડાઓ મુજબ અહીંના સ્થાનિક કામદારો બહુ કાર્યદક્ષ નથી. વચ્ચે અહીંની સરકારના એક મંત્રીએ ઉદાહરણ આપ્યું કે તેઓ જ્યારે જર્મની ગયા હતા ત્યારે ત્યાંની કોફી શોપમાં જે મહિલા કામ કરતી હતી એ બધું એકલા હાથે કામ  કરી રહી હતી એટલે કે ઓર્ડર લેવાનું કામ, ગ્રાહકોને કોફી આપવાનું, બિલ બનાવવાનું, વગેરે વગેરે. આ મંત્રી સાહેબ સિંગાપોરના લોકોને આવું ઉદ્દાત ઉદાહરણ આપીને સમજાવતા હતા કે તમારે પણ કાર્યદક્ષ બનવું જોઇએ એ મહિલાની જેમ. બહુ સરસ વાત કરી મંત્રી સાહેબે. ખાલી મારે એમને એક સવાલ પૂછવો હતો કે એ કોફી શોપમાં કામ કરતી મહિલાને કલાકના કેટલા યુરો મળે છે અને અહીં કોફી શોપમાં કામ કરનારને કલાકના કેટલા મળે છે? અહીં કેશિયર જેવી જવાબદારીવાળા કામ માટે પણ કલાકના 5-6 ડોલરથી વધૂ કોઇ આપતું નથી. જો તમે મહેનતાણું આપવા તૈયાર ના હો તો પછી કામની આશા કંઇ રીતે રાખી શકો? પણ આવા આવા ઉદાહરણો આપીને સરકાર લોકોને ઉંઠા ભણાવે. હવે બજેટમાં સરકાર બિલીયન ડોલર્સની લ્હાણી કરશે અને બતાવશે કે તેઓ કામદારોને કાર્યદક્ષ બનાવશે અને એમ કરવાથી કામદારોને સારુ મહેનતાણું મળશે અને સિંગાપોરમાં આયાતી કામદારો નહીં લાવવા પડે. મહેનતાણા અને કાર્યદક્ષતા વચ્ચેનો સીધો સંબંધ સરકારને કેમ નથી સમજવો એ અઘરી વસ્તુ છે સમજવી મારા માટે? મારા મત મુજબ સરકારે Minimum Wage program શરૂ કરવો જોઇએ.

PRs feeling left out

નજીકના ભવિષ્યમાં સિંગાપોરમાં ચૂંટણીઓ યોજાવાની છે. એટલે હવે સરકાર દ્વારા નાગરિકોને ખુશ કરવાની કવાયત શરૂ થઇ ગઇ છે. જો કે આ બાબતમાં સિંગાપોર સરકારનો અભિગમ એવો  છે કે PRને નાના બતાવીને સિંગાપોરના નાગરિકોને મોટા બતાવવાના. PRને અપાતી બધી સવલતો હવે સરકાર કાપી રહી છે. સરકાર એ ભૂલી રહી છે કે ટેક્ષ લેવામાં સરકાર PR અને Citizen વચ્ચે ફરક નથી રાખતી. અમુક હદ સુધી PR અને Citizen વચ્ચેનો ફરક યોગ્ય છે પણ હવે આ ફરક અન્યાયનું સ્વરૂપ લઇ રહ્યો હોય એવું લાગે છે. જો આમ જ રહેશે તો લોકો સિંગાપોર આવવાનું કદાચ પસંદ નહીં પણ કરે અને એ સમયે કદાચ સરકારને પોતાની ભૂલ સમજાશે.

Absence of credible opposition

કહેવાય છે કે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે વિરોધપક્ષ કેટલો સક્ષમ છે. આ બાબતમાં સિંગાપોરની લોકશાહી મરવા પડી છે. 1965થી એટલે કે જ્યારથી સિંગાપોર અસ્તિત્ત્વમાં આવ્યું છે ત્યારથી એક જ પક્ષ અને લગભગ એક જ ખાનદાન સિંગાપોર પર રાજ કરી રહ્યું છે. આજ દિન સુધી સરકારે  સિંગાપોરમાં વિરોધના સૂરને મિડીયા કે લોકો સમક્ષ નથી આવવા દીધો. જો કોઇ વિરોધનો સૂર ઉઠે તો તરત એના પર એટલા law suit ચારે તરફથી નાંખી દેવામાં આવે કે બિચારો જીવતા જીવ ઉકલી જાય. સંસદ હોય કે કામદાર સંગઠનો હોય બધે એક જ પક્ષનું એકચક્રી શાસન ચાલે. બજેટ આવે એટલે કામદાર સંગઠનો સરકારના બજેટની પ્રશંસા કરે (દલા તરવાડીની વાર્તાની જેમ). જો હું ખોટો ના હોઉ તો સિંગાપોરની હાલની સંસદમાં માત્ર 1-2 વિરોધ પક્ષના સભ્યો છે. સિંગાપોરના વિરોધપક્ષની વેબસાઇટ અહીં છે. આ વેબસાઇટ સરકાર ચાલવા દે છે એની મને નવાઇ લાગે છે.

હાલ પૂરતું અહીં વિરમું છું. ફરી ક્યારેક આ વિષય પર વધૂ લખીશ.

Advertisements
%d bloggers like this: