Cool chrome extensions

જ્યારે ગુગલ દ્વારા ક્રોમ વેબ બ્રાઉઝર રજૂ કરાયું હતું ત્યારે મેં ક્રોમ વાપરવાની શરૂઆત કરી હતી પણ એ વખતે ક્રોમમાં ઘણી બધી સુવિધાઓ નહોતી એટલે જ ઇન્ટરનેટ એક્સપ્લોરર કરતા ક્રોમ ઝડપી હોવા છતા પણ થોડા સમય પછી મેં ઇન્ટરનેટ એક્સપ્લોરર ફરીથી વાપરવાની શરૂઆત કરી હતી. ગયા અઠવાડિયે જ્યારે નોટબુક પર મેં વિન્ડોઝ 7 ઇન્સ્ટોલ કર્યું ત્યારે ક્રોમ ફરી એક વખત વાપરી જોવાનું નક્કી કર્યું. હવે ક્રોમમાં અમુક સારી સુવિધાઓ આવી ગઇ છે અને સૌથી સારી વસ્તુ છે Extensions. Extensions એક વખત ઇન્સ્ટોલ કરો એટલે ટુલબારના બટનની જેમ એ બ્રાઉઝરમાં જોઇ શકાય છે. ઘણાં બધાં લોકો દ્વારા બનાવેલા Extensions ડાઉનલોડ કરી શકાય છે પણ અમુક મને જે ગમ્યા એના વિશે થોડું લખું છું.

1. goo.gl URL Shortener
આ Extension થી કોઇ પણ મોટા URL ને નાનું કરી શકાય છે. આ સુવિધા bit.ly અને બીજી વેબસાઇટો થકી મળી રહે છે પણઅહીં સારી વાત એ છે કે Extension ઇન્સ્ટોલ કર્યા પછી જે પણ વેબ પેજ ખૂલેલું હોય એનું URL ખાલી બટન ક્લિક કરવાથી સંક્ષિપ્ત થઇ જાય છે અને સાથે સાથે કોપી કમાન્ડ આપ્યા વગર જ Clip boardમાં સ્ટોર પણ થઇ જાય છે એટલે સીધું બીજે પેસ્ટ પર કરી શકાય છે. સાથે સાથે આ સંક્ષિપ્ત URLને ફેસબુક, ટ્વીટર વગેરે જેવી સાઇટ પર શેર કરવું હોય તો પણ કરી શકાય છે. મને આ બહુ ઉપયોગી લાગ્યું.
2. Google Translate
આ Extension ઇન્સ્ટોલ કર્યા બાદ અંગ્રેજી સિવાય જો કોઇ બીજી ભાષામાં વેબ પેજ જોઇ રહ્યા હોય તો તે આ વેબ પેજને અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરી આપે છે. જો કે ભાષાંતર આપોઆપ થઇ જાય એવી પણ વ્યવસ્થા કરી શકાય છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં પણ આ પ્રકારની સુવિધા મળી રહે છે.
3. IE Tab
આ Extension મને બહુ ઉપયોગી લાગે છે. અમુક વેબ પેજ માત્ર ઇન્ટરનેટ એક્સપ્લોરર થકી જ બરાબર જોઇ શકાય છે. આવા વેબ પેજ જોવા માટે ક્રોમમાંથી જ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં આ વેબ પેજ ખોલી શકાય છે. જેમ કે શેર પોઇન્ટ પોર્ટલ સાઇટ પર મૂકાયેલી વર્ડ કે બીજી ઓફિસ સોફ્ટવેરની ફાઇલોનું “Check in / Check Out” વગેરે ક્રોમમાંથી કરવું તકલીફવાળુંછે. એટલે શેર પોઇન્ટ પોર્ટલ સાઇટને ઇન્ટરનેટ એક્સપ્લોરર ટેબમાં ખોલીને બધી સુવિધાઓ વાપરી શકાય છે.
4. Panic Button
આ મજાની સુવિધા છે. ઓફિસમાં બેઠા બેઠા TP ચાલતો હોય અને બોસ આવી જાય તો બોસની નજરોમાંથી બ્રાઉઝરને છૂપાવવા માટે બધા ટેબ બંધ કરવાની જરૂર નહીં કે બ્રાઉઝર વિન્ડોને બંધ કરવાની જરૂર નહીં. ખાલી એક બટન દબાવો એટલે બધાં ટેબ ગાયબ અને ફરી આ બટન દબાવો એટલે બધાં ટેબ પાછા હાજર.

લગભગ દરેક Social networking (twitter, facebook), Mail (Gmail), Auction sites (eBay) માટેના Extension પણ ડાઉનલોડ કરી શકાય છે. Extension માટેની ક્રોમની વેબસાઇટ અહીં છે.

હવે ફરીથી ક્રોમ વાપરવાનું શરૂ કર્યું છે જોઇએ આ પ્રેમ ટકી રહે છે કે નહીં.

વેબ બ્રાઉઝર

મારા નોટબુક પર હાલમાં 3 વેબ બ્રાઉઝરો ઇન્સ્ટોલ કરેલા છે.

1. ઇન્ટરનેટ એક્સપ્લોરર 8.0

2. મોઝીલા ફાયરફોક્સ 3.5.2

3. ગુગલ ક્રોમ

દરેક બ્રાઉઝર વાપરવાના ફાયદા અને ગેરફાયદા છે. જેમ કે ગુગલ ક્રોમ વાપરો તો એની સાથે કોઇ પ્લગ ઇન નથી ચાલતા. બીજું તો જવા દો પણ ગુગલનું પોતાનું ટૂલબાર પણ ચાલી નથી શકતું. હવે ટૂલબાર વાપરવાની એવી આદત પડી ગઇ છે કે એના વગર ચાલી શકે એમ નથી. એટલે ક્રોમ વાપરવું શક્ય નથી મારા માટે. (જો કે ક્રોમ થોડું ફાસ્ટ છે એવું મને લાગ્યું હતું જ્યારે શરૂઆતમાં વાપરતો હતો ત્યારે.)

મોઝીલા ફાયરફોક્સના પહેલાનું વર્ઝન થોડું સ્ટેબલ હતું પણ 3.5 ના વર્ઝનો બધાં બહુ બગવાળા છે. જેમ કે જ્યારે પણ યાહુ મેઇલમાંથી લોગ આઉટ કરું છું ત્યારે બ્રાઉઝર વિન્ડો હેંગ થઇ જાય છે, અમુક વખતે બુકમાર્ક ચાલતા નથી, ટૂલ ટીપ જોઇ શકાતી નથી. વળી મેં અમુક મોઝીલાના પ્લગઇન નાંખેલા હતા એ હવે નવા વર્ઝનમાં ચાલતા નથી. એટલે મોઝીલાથી કંટાળ્યો હું.

પછી મેં વિચાર્યું કે IE 8.0 વાપરીએ. હજુ સુધી મારો અનુભવ સુખદ રહ્યો છે. એમાં જે Accelerator ની સુવિધા છે એ બહુ સારી છે. IE સાથે ગુગલ ટૂલબાર પણ integrate કરેલ છે તો હવે જ્યારે પણ કોઇ વિદેશી ભાષાનું પેજ જોઉ છું તો એ સામેથી જ મને પૂછે છે કે આ પેજ "વિદેશી ભાષા (જે પણ વિદેશી ભાષા હોય એ ગુગલ ઓળખી નાંખે છે)"માં છે એને અંગ્રેજીમાં ભાષાંતર કરીને બતાઉં તમને? કેવી સરસ સુવિધા કહેવાય. વળી ભાષાંતરની ગુણવત્તા પણ સારી છે. એ જ રીતે યુ ટ્યુબ અને બીજા Accelerator બહુ સારા છે. આ બધાં Accelerator ને બરાબર configure એક વખત કરી દો એટલે browsing એકદમ સરળ થઇ જાય છે. હજુ બીજા Accelerator ની મારી શોધખોળ ચાલુ છે. પણ IE થોડું ધીમું લાગે છે પણ સુવિધાજનક છે. મળતી સુવિધા સામે speed નજર અંદાજ કરી શકાય એમ છે. એટલે હાલ પૂરતું IE વાપરવાનું નક્કી કર્યું છે.

%d bloggers like this: