Icecream Sandwich (Android 4.0.3)

2012-06-02 01.24.50આખરે લગભગ ત્રણ મહિના રાહ જોયા બાદ મારા પનોતા મોબાઇલ ફોન સેમસંગ ગેલેક્ષી નોટ માટે કહેવાતી Premium Suite update (including “Icecream Sandwich (Android 4.0.3)”) મળી. એટલે હવે Gingerband માંથી IceCream Sandwich વાળા થઇ ગયા.

આ અપડેટની આમ તો મને બહુ આતુરતા નહોતી ફક્ત એટલું જોવાનું હતું કે આ નવી અપડેટ આવ્યા બાદ ફોન પર ગુજરાતી વાંચી શકાય છે કે નહીં? Gingerbandમાં બધા ગુજરાતી અક્ષરો સરસ ચોકઠા દેખાતા હતા. ગુજરાતી ના વાંચી શકવાના લીધે ફોન જાણે કે બહુ ઉપયોગી નથી એવું લાગતું હતું. આ અપડેટ પછી જ્યારે જોયું કે ગુજરાતી વાંચી શકાય છે ત્યારે મોટી રાહત થઇ. એમ લાગ્યું કે જાણે ફોનના ખર્ચેલા ડોલર હવે વસુલ થશે. ગુજરાતી એકદમ પરફેક્ટ નથી દેખાતું પણ ના મામા કરતા કાણા મામાને વધાવી લેવામાં મને જરા પણ વાંધો નથી.

અમુક જગ્યાએ ગુજરાતી જોડણીમાં બહુ લોચા દેખાય છે જ્યારે અમુક જગ્યાએ એકદમ સરસ ગુજરાતી વાંચી શકાય છે. નીચે બે ઉદાહરણરૂપ ફોટા છે. (જો કે આટલુ વાંચી શકાય છે એ પૂરતુ છે 🙂 )

2012-06-02 01.39.192012-06-02 01.39.43

 

 

 

 

 

 

 

અપડેટ પછી ફોનનો Display એકદમ ચમકદાર થઇ ગયો છે. ફોન્ટ એકદમ sharp અને વધૂ ચોખ્ખા દેખાતા હોય એવું લાગે છે. વાંચવાની એકંદરે મજા આવે છે અને આંખોને ઓછો શ્રમ પડે છે. (જો કે PDF વાંચવામાં કોઇ ફરક નથી પડ્યો). Displayમાં જે icon વગેરે પહેલા મોટા મોટા દેખાતા હતા icon હવે નાના અને વધૂ sharp બનાવી દેવામાં આવ્યા છે.

2012-06-02 02.00.06

બીજી એક સારી સુવિધા ઉમેરાઇ છે કે જેટલી પણ application ચાલી રહી હોય એને એકસાથે જોઇ શકાય છે અને જે applicationમાં switch કરવું હોય એમાં સરળતાથી થઇ શકાય છે. આ માટે “Home” keyને દબાવી રાખવાથી ફોટામાં જોઇ શકાય છે એ રીતે બધી ચાલી રહેલી applications દેખાય છે અને પછી જે applicationમાં switch થવું હોય એમાં થઇ શકાય છે. જો બધી ચાલી રહેલી application બંધ કરવી હોય તો “Task Manager”માં જઇને બધી application બંધ પણ કરી શકાય છે.

 

ફોનને unlock કરવા માટે “Face Detection”ની સુવિધા ઉમેરાઇ છે પણ એમાં બહુ મઝા આવે એવું નથી અને ટાઇમ વધારે બગડે એમ છે. એના કરતા pattern કે password સારો. વળી તમે ફોટો બતાવીને પણ ફોન unlock કરી શકો એટલે એ સુરક્ષાની દૃષ્ટિએ સારુ ના કહેવાય.

2012-06-02 02.14.13

બીજી એક સરસ સુવિધા ઉમેરાઇ છે clipboard accessની. આ સુવિધા થકી તમે જેટલું પણ ભૂતકાળમાં “copy” કર્યું હોય એ બધું જોઇ શકાય છે. એનો મતલબ કે તમે એકથી વધૂ copy કરેલ લખાણ (કે જે પણ હોય તેને) સંગ્રહી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તમે અલગ અલગ વખતે copy કરેલ માહિતી paste કરી શકો છો. સરસ સુવિધા છે આ.

 

 

 

Screenshot_2012-06-02-02-24-20

 

હવે Data Usage માટે પણ વ્યવસ્થિત warning મળે છે. આજે સવારે જ મને warning મળી કે મેં છેલ્લા અઠવાડિયામાં 2 GB ડેટાનો વપરાશ કરી લીધો છે. મારે ડેટા વપરાશની કોઇ ચિંતા નથી એટલે વાંધો નથી પણ જે લોકોને limited data packageમાં પૂરું કરવાનું હોય એમના માટે આ સારી સુવિધા છે.

 

 

 

 

આ ઉપરાંત સેમસંગે પોતાની “S Note” applicationમાં પણ નવી સુવિધાઓ ઉમેરી છે પણ હું કોઇ દિવસ એ વાપરતો નથી એટલે શું નવું છે એમાં એ જોવાની હજી તસ્દી નથી લીધી.

જો કે આટલુ આપ્યા પછી પણ ખાટલે મોટી ખોટ એક સારા “Spell Checker”ની છે કે જે મારી speelingની ભૂલોને હું મેઇલ/મેસેજ કરું એ પહેલા શોધી કાઢે અને એને સુધારવા માટે વિકલ્પો આપે. આ બબાલ કદાચ સેમસંગના ફોનમાં જ છે કારણ કે સેમસંગના ફોનમાં એમની predective XT9ની સુવિધા (જે મને દુવિધા વધુ લાગે છે :)) છે. જો કોઇને સેમસંગ માટે સારા “Spell Checker”ની માહિતી હોય તો જણાવજો.

ફોન અપડેટ કર્યા પછી મેં ગોઠવેલી બધી screen અને બનાવેલા foldersનો કચ્ચરઘાણ વળી ગયો છે એટલે ફરીથી અત્યારે ફોનને મારી ટેવો મુજબ સેટ કરી રહ્યો છું.

Tryst with Android – week 2

ફેબ્લેટ વપરાશનું બીજું અઠવાડિયું. અમુક સારા અને અમુક ખરાબ પાસાઓનો અનૂભવ થયો.

1. “Widget” એ એન્ડ્રોઇડનું સૌથી સબળ પાસું છે. બહાર વરસાદ વરસતો હોય અને ફોનની સ્ક્રીન પર રીમઝીમ વરસાદ દેખાય અને દરિયો હિલોળા લેતો હોય તો જોવાની કેવી મજા આવે. (Real time weather simulation). જો કે હજી સુધી જોઇએ એવા સારા "Widget" મળ્યા નથી. ટ્વીટર, ફેસબુક અને email માટેના એકદમ બકવાસ Widget છે. જો કોઇ સારા Widget કોઇના ધ્યાનમાં હોય તો જણાવવા વિનંતી. ખાસ તો ઇ મેઇલ માટે કોઇ સારી app અથવા Widgetની જરૂરિયાત છે. iPhoneમાં જે રીતે યાહુ, જીમેઇલ, હોટમેઇલ બધાં ખાતાના મેઇલ એક જ appમાંથી જોઇ શકાય એવી કોઇ સારી વ્યવસ્થા એન્ડ્રોઇડમાં મળે તો મઝા આવે.

2. સેમસંગ નોટ્સની મોટી સ્ક્રીન પર વેબ બ્રાઉઝીંગની અને વાંચવાની મજા આવે છે. મને ઇ-બુક કે ઇ-મેગેઝીન વાંચવા નથી ગમતા પણ ફોનની મોટી સ્ક્રીન પર આ વખતનું “India Today” બે દિવસમાં વાંચી નાંખ્યું. બીજા અમુક મેગેઝીન પણ ડાઉનલોડ કર્યા છે જે સમયની અનૂકુળતા પ્રમાણે વાંચતો રહીશ.

3. સેમસંગ નોટ્સની સૌથી ખરાબ વાત છે બેટરી લાઇફ. જો કે અમુક sync દૂર કર્યા પછી બેટરી લાઇફમાં થોડો સુધારો થયો છે. જો કે બેટરી લાઇફ કરતા પણ ખરાબ છે બેટરી ચાર્જ કરવા માટે લાગતો સમય. AC ચાર્જમાં પણ ફોનને ચાર્જ કરતા 2-3 કલાક લાગી જાય છે અને જો USB ચાર્જ કરો તો પૂરો ફોન ચાર્જ કરતા 6-7 કલાકથી પણ વધૂ લાગી જાય. ટૂંકમાં P A T H E T I C… આ બાબતે iPhone એકદમ ચઢિયાતો છે.

4. ICS4.0 અપડેટ સેમસંગ નોટ્સ માટે શરૂ થઇ ગઇ છે. એ વિશે વધૂ માહિતી અહીં છે. બહુ જલ્દી આ અપડેટ સિંગાપોરમાં મળી જવી જોઇએ. જો કે આ અપડેટથી બહુ વધૂ ફરક પડે એમ લાગતું નથી. આજે જ સેમસંગની ફર્મવેર અપડેટ આવી હતી એને ઇન્સટોલ કરી પણ એ અપડેટમાં શું ફેરફાર છે એની કોઇ રિલીઝ નોટ નથી. ઘણું શોધવા છતાં વેબ પર પણ રિલીઝ નોટ નથી મળી.

 

અત્યાર સુધીના વપરાશ પછી એવું લાગે છે કે iPhone જેવી Reliability અને User Friendlyness હજુ એન્ડ્રોઇડમાં નથી.

PC Show 2010

છેલ્લા 4 દિવસથી PC Show 2010 ચાલી રહ્યો હતો. PC Show એટલે ખાલી કોમ્પ્યુટર માટેનું જ બજાર નહીં પણ SD cardથી માંડીને TV, PC, Washing machine કે કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રોનીક, ગેજેટ અને એને લગતી accessoryનું બજાર. સિંગાપોરમાં વર્ષમાં લગભગ 3-4 વખત આ પ્રકારના showનું આયોજન કરાય છે. લગભગ આખું સિંગાપોર આ showમાં ઉમટી પડે છે. અહીં દરેક પ્રકારની લેટેસ્ટ ઇલેક્ટ્રોનીક વસ્તુઓ થોડા ઘણા સસ્તા ભાવમાં (અથવા બજારભાવે જ વેચાતી હોય તો ઘણી બધી મફત વસ્તુઓ accessoriesમાં) મળી જાય છે. કોઇ પણ પ્રકારની ઇલેક્ટ્રોનીક વસ્તુઓ ખરીદવી હોય તો આ showની રાહ જોવી રહી. સસ્તામાં સારી વસ્તુ મળી જાય.

પરમ દિવસે સાંજે હું પણ આ showની મૂલાકાતે ગયો હતો. મારે તરત જ કંઇ લેવું નહોતું પણ જો કદાચ કોઇ સરસ ડીલ મળે તો બીજું એક નોટબુક લેવાની ઇચ્છા હતી. હવે નોટબુકના ભાવ એકદમ તળિયે આવી ગયા છે. પહેલા જેવું નથી. અત્યારે 800-900 ડોલરમાં ચાલી જાય એવા સારા નોટબુક મળી રહે છે. હવે નોટબુકના બજારમાં Lenovo/Dell/HPની monopoly નથી રહી. Samsung, Acer, Asus, Fujitsu વગેરે જેવા નવા પ્રતિસ્પર્ધીઓ આવી ગયા છે. આજથી 2-3 વર્ષ પહેલા આટલી સ્પર્ધા નહોતી. મેં આજથી 4 વર્ષ પહેલા મારુ Lenovo ThinkPad લીધું હતું 2900 ડોલરમાં પણ હવે latest configurationના Lenovo નોટબુક લગભગ 2200 – 2300 ડોલરમાં મળી રહે છે. જો સ્પર્ધા ના હોત તો હજી પણ Lenovoના latest configurationવાળા નોટબુક 3000 ડોલરમાં વેચાતા હોત. હવે 1500 ડોલરમાં ટકાટક configuration વાળા નોટબુક મળી જાય. મેં સેમસંગનું એક નોટબુક જોયું છે જે 899 ડોલરમાં છે અને સામાન્ય વપરાશકાર માટે એકદમ યોગ્ય નોટબુક છે. હજી આ કે બીજું કોઇ નોટબુક ખરીદવું એનો નિર્ણય નથી લીધો.

હવે નોટબુકની સાથે સાથે નેટબુક પણ આવી ગયા છે. નેટબુક એટલે 10"ની મોનીટર સાઇઝ વાળા ટબૂકડા નોટબુક. અમુક સારા નેટબુક 500 ડોલરમાં જ જોયા. True Value for money I think. જો બહુ ટ્રાવેલ રહેતું હોય અને સામાન્ય કામ સિવાય બહુ ઉપયોગ ના હોય તો આ પ્રકારના નેટબુક લઇ શકાય. નાની મોનીટર સાઇઝ સિવાય બધું સામાન્ય નોટબુક જેવું.

Hard Diskના ભાવ હવે તળિયે આવી ગયા છે. 99 ડોલરમાં(3000 રૂપિયામાં) હવે 500 GB ની Hard Disk મળી જાય છે. 1 TBપણ લગભગ 150 ડોલરમાં મળી જાય છે. ગયા વર્ષે મેં 160 GBની મિડીયા ડીસ્ક લગભગ 150 ડોલરમાં લીધી હતી. ઇલેક્ટ્રોનીક વસ્તુઓ કેટલી જલ્દી outdated થઇ જાય છે અને નવી ટેકનોલોજી કેટલી ઝડપે આવી જાય છે. દર 2-3 મહીને કંઇ ને કંઇ નવું જોવા મળે છે.

હવે 3D TV અને LED TV પણ આવી ગયા છે. અમુક LED TV ની ચિત્રની ગુણવત્તા જોઇને હું દંગ થઇ ગયો. એકદમ crystal clear. હવે LCD TVનો જમાનો ગયો અને આવી ગયો LED TVનો જમાનો. 3D TVનો પણ પહેલી વાર અનૂભવ કર્યો. ચશ્મા પહેરીને ટીવી જોવા બેસવું એ એક અલગ અનૂભવ જેવું લાગ્યું. મને તો ચશ્મા પહેરીને ટીવી જોવા બેસવું એ થોડું લપ જેવું લાગે. આંખોને પણ થાક લાગે. પણ જો સારું 3D મૂવી હોય તો જોવાની મઝા આવે ખરી. સૌથી સારું 3D TV અત્યારે બજારમાં લગભગ 5-6 હજાર ડોલરમાં એટલે કે 1.5 – 2 લાખ રૂપિયામાં મળે છે. બહુ મોંધું કહેવાય. જોઇએ 3D TVને કેવો પ્રતિસાદ મળે છે.

એક કંપનીએ મને આ વખતે શોમાં સૌથી વધુ પ્રભાવિત કર્યો અને એ છે “SAMSUNG”. SAMSUNGએ હવે દરેક પ્રકારની ઇલેક્ટ્રોનીક પ્રોડક્ટમાં પોતાનો પગ પેસારો કરી દીધો છે. નોટબુક, LED TV, LCD TV, મોબાઇલ ફોન, ડિજીટલ કેમેરા અને બીજું ઘણું બધું. SAMSUNG ની ગુણવત્તા મને સારી લાગી. નોટબુક 900 ડોલરમાં ખરેખર સરસ હતું. મારા મિત્રે ST550 કેમેરા પણ ખરીદ્દ્યો. DUAL LCD (both front & back), 12 MP, 5x optical zoom, touch screen and amazing user interface, આ બધું ખાલી 400 ડોલરમાં એટલે કે ખાલી 13000 રૂપિયામાં. (જો કોઇને નવો કેમેરા ખરીદવો હોય તો આ કેમેરાને એક વખત જોઇ લેજો) કેમેરાથી પાડેલા ફોટા પણ જોરદાર લાગ્યા.  SAMSUNGનું પ્રાઇઝીંગ પણ એક્દમ જોરદાર છે. કદાચ નજીકના ભવિષ્યમાં SAMSUNG બીજી કંપનીઓ જેવી કે SONY, LENOVO, NOKIA વગેરેને જબરદસ્ત સ્પર્ધા પૂરી પાડશે એમ લાગે છે. જો કે આ બધામાં ADVANTAGE CUSTOMER.

એકંદરે PC Showમાં મજા આવી. ઘણા વખત પછી outing થયું. બાકી છેલ્લા મહિનાથી તો "आराम हराम है" એ જ જીવનમંત્ર રહ્યો છે. ઉતાવળમાં તો ઉતાવળમાં પણ આજે લગભગ 15-20 દિવસ પછી બ્લોગ પર લખી રહ્યો છું જેનો આનંદ છે. 

%d bloggers like this: