બાબાઓના સામ્રાજ્ય

આજે હું સિંગાપોરમાં આવેલા આર્યસમાજના બિલ્ડીંગ પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યાં જોયું તો નીચે આવેલા પ્રાર્થનાખંડની મધ્યમાં એક મોટો સત્ય સાંઇ બાબાનો ફોટો મૂકેલો હતો.

મને થયું કે મર્યા પછી પણ બાબાઓ લોકોના દિલો દિમાગથી દૂર નથી થઇ રહ્યા અને પછી મારે શું કરીને હું ત્યાંથી રવાના થયો. ઘરે આવીને ટાઇમ્સ ઓફ ઇંડિયામાં નીચેની લિંક પર મારી નજર ગઇ.

http://timesofindia.indiatimes.com/india/98-kgs-gold-Rs-12-crore-cash-found-in-Sathya-Sai-Babas-chamber/articleshow/8891143.cms

સત્ય સાંઇ બાબાના રૂમમાંથી 11.56 કરોડ રોકડા, લગભગ 100 કિલો જેટલુ સોનું અને 307 કિલો જેટલી ચાંદી મળી આવી. 100 કિલો સોનાની કિંમત ગણવા જાઓ તો આજની કિંમત પ્રમાણે લગભગ 200 કરોડ જેવી થાય અને ચાંદીની કિંમત લગભગ 2 કરોડ જેવી થાય. આમ એકંદરે બાબા પોતાના રૂમમાં જ કરોડોમાં રમી રહ્યા હતા. હવે આ સોનુ, ચાંદી અને રોકડા ક્યાંથી આવ્યા એની ચિંતા જવા દો તો પણ એ સવાલ તો થાય ને કે સન્યાસી માણસ કે જે પોતાની જાતને ભગવાન તરીકે ઓળખાવતો હોય એ માણસને નાણાની આટલી નિકટતા રાખવાની શુ જરૂર હશે? સંન્યાસનો અર્થ હવે ખાલી કપડાનો રંગ બદલવો એટલો જ રહી ગયો છે? ભગવા ધારણ કર્યા બાદ પણ જો પૈસાની અને પ્રસિધ્ધિની ભૂખ ના ભાંગતી હોય તો સંન્યાસનો શું મતલબ છે? સન્યાસી કોને કહેવાય કે જેનામાં ત્યાગ અને અપરિગ્રહતાની ભાવના હોય. હવે બાબાઓએ સંન્યાસની વ્યાખ્યા જ બદલી નાંખી છે. મને લાગે છે કે હવે આવનારા સમયમાં બાબાઓની એક અલગ ઇન્ડસ્ટ્રીઝ હશે. બાબાઓ પોતાની કંપનીના લિસ્ટીંગ શેરબજારમાં કરતા હશે અને બાબાઓના સામ્રાજ્યના !merger અને acquisition થતા હશે. બાબાઓ જેટ સેટીંગ લાઇફ જીવતા હશે. લોકો પણ બાબાઓના સામ્રાજ્યામાં પોતાનો ભાગ (i.e. ધંધાની ભાષામાં stack ) લઇને બેઠા હશે. જેમ સિનીયર અંબાણીના મૃત્યુ બાદ બન્ને ભાઇઓ ઝઘડ્યા એમ બાબાઓના મર્યા બાદ એમના અનુયાયીઓ પણ વર્ચસ્વ માટે ઝઘડશે. આ બધું જ થશે અને પબ્લિકને કોઇ ફરક પણ નહીં પડે.

મને વ્યક્તિગત રીતે આ બાબાઓની બહુ ચિતરી છે. હું વ્યક્તિ પૂજાનો એકદમ વિરોધી છે. આવા બાબઓ પ્રત્યે એમના કરેલા કર્મો અનુસાર કદાચ મારા મનમાં સમ્માનની ભાવના તો જાગે પણ હું ક્યારેય એમને ભગવાન તરીકે કે ભગવાનના પર્યાય તરીકે ના સ્વિકારી શકું. પ્રમુખ સ્વામી હોય કે પછી મોરારી બાપૂ હોય બહુ બહુ તો મને એમના પ્રત્યે સમ્માનની ભાવના જાગે પણ હું એમના ફોટા ભગવાનની બાજુમાં મૂકીને પૂજી ના શકુ. આપણે એ સમજી લેવું જોઇએ કે માણસ એ માણસ જ છે અને એને ભગવાન બનાવવાનું રહેવા દેવુ જોઇએ.

અત્યાર સુધીમાં સંન્યાસી તરીકે જો મને સૌથી વધૂ કોઇ પ્રભાવિત કરી શક્યુ હોય તો એમનું નામ છે જૈન મુનિ શ્રી હિતરૂચિ વિજયજી મહારાજ. એમના વિશે મને ખાલી આટલી માહિતી વીકીમાંથી મળી. જ્યાં સુધી મારી જાણકારી છે (આજથી 5 વર્ષ પહેલા જ્યારે ઇંડિયા છોડ્યું એ વખત સુધીની)  ત્યા સુધી એમણે સફેદ કપડા ધારણ કર્યા બાદ ખરેખર એક ઉદાહરણીય જીવન જીવ્યું છે અને એક સંન્યાસી જીવન કોને કહેવાય એ વિશે એક માપદંડ બનાવ્યો છે. (હવે મારુ આ લખવા પાછળનો ઉદ્દેશ્ય જૈન ધર્મને અને આ ધર્મના સાધુઓને મહાન બતાવવાનો અને સ્વામી નારાયણ અને બીજા સંપ્રદાયને નીચો બતાવવાનો નથી. માટે કોઇએ ધર્માંધતા ના લાવવી.)

સત્ય સાંઇ બાબાના સમર્થકો હવે એમણે દબાવી રાખેલા આવા બેનામી ધન વિશે જાણીને થોડું સમજે તો સારુ. Youu Tube પર સત્ય સાંઇબાબાના અનેક વિડીયો છે એ જોઇ લેવા વિનંતી.

ઇમેજ : ગુગલ ઇમેજીસમાંથી – NDTV Express

%d bloggers like this: