Peepli Live

આજે મૂવી Peepli Live જોયું. મૂવી જોઇને શું લખવું એ ખબર નથી પડતી? મૂવી જોઇને સારુ લાગ્યુ એટલે ખુશ થવું જોઇએ કે પછી આપણા દેશના ખેડૂતોની દારૂણ પરિસ્થિતિ વિશે દુ:ખી થવું જોઇએ. ખેડૂતોની આત્મહત્યા અને મિડીયાની સંવેદનહીનતાના મૂદ્દે બનેલી આ મૂવી આમ જોવા જઇએ તો મનોરંજક પણ છે અને વિચારપ્રેરક પણ છે.

 

 

 

 

 

 

 

 

 

 

અવારનવાર આપણે વાંચીએ છીએ છાપામાં કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે પણ આપણે હવે આ બાબતો પ્રત્યે સંવેદના ગુમાવી ચૂક્યા છે. મિડીયા માટે આ મૂદ્દો એ સનસની ફેલાવી ટીઆરપી કમાવાનો ધંધો છે જ્યારે રાજકારણીઓ માટે આ મૂદ્દો એમની રાજનિતી કરવાનો છે. ગાંધીજીએ કહ્યું હતુ કે અસલી ભારત ગામડાઓમાં વસે છે. દરેક રાજકારણી ગાંધીવાદી હોવાનો ઢોંગ કરે છે પણ એમણે કહેલી આ પાયાની વાતને કોઇ ગણતુ નથી. દેશની આઝાદીને 60 વર્ષ ઉપર થઇ ગયા તો પણ આજે ગામડાઓ પછાત જ રહ્યા છે. આજે પણ સિંચાઇની સુવિધાઓના અભાવે ખેડૂતો કુદરતના ભરોસે જ જીવી રહ્યા છે. આપણા આધુનિક ભારતના ગાંધીજી (રાહુલ ગાંધી) કહે છે કે અમે ખેડૂતોની 70,000 કરોડ રૂપિયાની લોન માફ કરી આપી છે (જો કે આ આંકડો કેટલો સાચો છે એ ભગવાન જાણે). મારે એમને એટલું જ કહેવું છે કે 70,000 કરોડ રૂપિયાની લોન માફ કરવી પડી કારણ કે દેશના ગામડાઓમાં સિંચાઇની સારી સુવિધાઓ ઉભી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. જો સિંચાઇની સુવિધા સારી ઉભી કરી હોત તો દુકાળની પરિસ્થિતિમાં ખેડૂતોને સરકાર પાસે હાથ લાંબો ના કરવો પડત.

મૂવીની વાત કરુ તો ખેડૂતોની આત્મહત્યા અને મિડિયાની સંવેદનહીનતાને વણી લઇને મૂવી બનાવવાનો વિચાર આવવો એ સહેલી વાત નથી. અનૂષા રિઝવીએ પોતાના પ્રથમ પ્રયત્નમાં મૂવીની પટકથા પર સારુ કામ કર્યુ છે. મૂવીમાં દરેકનો અભિનય ઉમદા છે અને દરેકના ભાગે યોગ્ય કામ આવ્યુ છે. સરકારની વિવિધ યોજનાઓના નામનો ઉપયોગ જેમ કે एक लाल बहादूर दे दो….પણ ખૂબ ચોટદાર છે. મૂવીના સંગીતમાં લોકગીત અને ગામડાની ખૂશ્બુનો અહેસાસ થાય છે. सखी सैया तो खूब कमात है, मंहगाइ डायन खाये जात हे… આ ગીત આજની પરિસ્થિતમાં એકદમ બંધબેસતુ છે પણ મારુ ગમતુ ગીત મૂવીમાં Indian Ocean દ્વારા સંગીતબધ્ધ થયેલું ગીત देश मेरा છે.

 

આ ગીતમાં મને સૌથી ચોટદાર પંક્તિ "इन्डिया सर ये चीज धूरंधर, रंगरंगीला परजातंतर" લાગી. ભારતની સૌથી મોટી ખૂબી એ ભારતનું પ્રજાતંત્ર છે પણ આ પ્રજાતંત્રને અત્યારે ભ્રષ્ટાચારની ઉધઇ લાગી ગઇ છે. ઘણી વખત મને લાગે છે કે ઇન્ડિયાનું આખુ તંત્ર ભગવાન ભરોસે ચાલે છે. જ્યારે તમે વિદેશમાં રહેતા હો અને તમે તમારી આજુબાજુ એકદમ વ્યવસ્થિત તંત્ર જોતા હોય ત્યારે તમને એ અહેસાસ થયા વગર ના રહે કે સાલુ ઇન્ડિયામાં આખુ તંત્ર કઇ રીતે ચાલે છે?

(ફોટા : ગૂગલ ઇમેજમાંથી)

Advertisements

ઇન્ડિયા ડાયરી – 7 : Positive about Narendra Modi in English Media

રશિયાના પ્રવાસથી પાછા આવ્યા બાદ નરેન્દ્ર મોદી સાહેબને સ્વાઇન ફ્લૂ થઇ ગયો હતો. મિડીયામાં મોદી સાહેબ છવાઇ ગયા. આ વિશે દિવ્ય ભાસ્કરમાં એક મસ્ત સિક્સર આવી હતી. સિક્સર મુજબ મોદી સાહેબે સ્વાઇન ફ્લૂ થયો એના લીધે ખુશ થવું જોઇએ કારણ કે એના લીધે પહેલી વાર અંગ્રેજી મિડીયાએ એમના માટે પોઝીટીવ વાતો કરી. 🙂

આમ જોવા જઇએ તો સાચી જ વાત છે ને?

આજની દ્રૌપદી

આજ કાલ એનડીટીવી ઇમેજીન ચેનલ પર રાખી કા સ્વયંવર નામનો પ્રોગ્રામ આવે છે. આ રિયાલીટી શોમાં રાખી સાવંત પોતાની સાથે લગ્ન કરવા માટે ઉત્સુક યુવાનો સાથે ઉદયપુરમાં કોઇ જગ્યાએ એકલી રહે છે. પસંદ કરેલા 10-12 મૂરતિયામાંથી રાખી દરેક મૂરતિયાને ચકાસીને પોતાના માટે એક બ્રાન્ડ ન્યુ જીવનસાથી શોધશે અને પ્રોગ્રામના છેલ્લા એપિસોડમાં પસંદ કરેલા પાત્ર સાથે લગ્ન પણ કરશે (જો કે મને નથી લાગતું કે રાખી સાવંત છેલ્લા એપિસોડમાં લગ્ન કરશે. ચેનલવાળા અને પ્રોડ્યુસર લાગે છે છેલ્લા ટાઇમે કોથળામાંથી બિલાડું કાઢશે.)

રાખી સાવંતનું નામ આવતા જ બધાના દિમાગમાં આઇટમ ગર્લની ઇમેજ આવી જાય છે. ગમે તેમ કરીને મિડીયા અને લોકોની નજરમાં કઇ રીતે રહેવું એ રાખીને સારી રીતે આવડે છે. રાખી અવારનવાર એમ કહે પણ છે કે “I loveS media”. મીક્કાની કિસ હોય કે પોતાના બોય ફ્રેન્ડ સાથે બ્રેક અપ હોય દરેક વાતને મજેદાર બનાવી રાખી મિડીયા સુધી પહોંચાડવામાં હોશિયાર છે.

ચેનલવાળા અને રાખી સાવંત પોતાનો પ્રોગ્રામ વધુ ચટપટો બને અને લોકોનું ધ્યાન આકર્ષાય એ માટે એક નવું ગતકડું લાવ્યા છે.  નીચેના સમાચાર મુજબ રાખી સાવંત પોતાની પસંદગીના પાંચ ઉમેદવારો માટે કરવા ચોથનું વ્રત રાખવાની છે. 

Rakhi Sawant observes Karvachauth for five men

પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે એ બરાબર છે પણ આ તો લગ્ન થયા પહેલા જ વ્રત અને એ પણ એક નહીં પાંચ પાંચ માટે કરવા ચોથનું વ્રત? પબ્લિસીટી સ્ટંટ નહીં  તો શું  કહેવાય આને? નૈતિક મૂલ્યો વિશે આજકાલના રિયાલીટી શો ના જમાનામાં વિચારવા જેવું રહ્યું જ નથી. રાખી સાવંત કદાચ આજના જમાનાની દ્રૌપદી બનવા જઇ રહી છે.

 

Long live reality shows!!!

%d bloggers like this: