ગાંધીબાપૂ, મોદી સાહેબ અને ToDo list

આજે આપણા રાષ્ટ્રપિતા એટલે કે ગાંધી બાપૂની જન્મજ્યંતિ છે અને આજે ટ્વીટર, ફેસબુક કે બીજે વેબ પર જ્યાં પણ નજર નાંખો ત્યાં ગાંધીબાપૂના જ દર્શન થતા હતા. આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના બ્લોગ પર પણ ગાંધી બાપૂના નામે આજે એક પોસ્ટ મૂકાઇ છે.

Let’s follow Bapu’s ideology for better tomorrow

 

બ્લોગા પરની પોસ્ટમાં મોદી સાહેબે પરાણે ગાંધી બાપુને અને અયોધ્યાના વિવાદને રામરાજ્યના નામે સાંકળી લીધા છે. આમ જોવા જઇએ તો આ બે મૂદ્દાને કંઇ લેવા દેવા નથી પણ આ બન્ને મૂદ્દાઓને સાંકળીને મોદી સાહેબે સમજાવી દીધું કે રાજનીતિ કોને કહેવાય? 🙂

જો કે આ એક મૂદ્દા સિવાય મોદી સાહેબે લખેલી સ્વચ્છતા જાળવવાની, ખાદી વાપરવાની અને અક્ષરજ્ઞાન આપવા વિશેની વાતમાં ખરેખર દમ છે. 

ચલતે ચલતે બાપૂ પર લખાયેલ આ સરસ ગીત એમને જન્મદિવસની ભેટરૂપે

 

बापू बोले तो आप को Happy Birthday.

P.S. :

મને ગાંધી બાપૂ પ્રત્યે બહુ અહોભાવ કે પ્રેમ નથી પણ મારી "સત્યના પ્રયોગો" વાંચવાની અદમ્ય ઇચ્છા છે. અહીં સિંગાપોરમાં આ પુસ્તક મળી શકે એમ નથી (સિંગાપોરમાં અહીંના ગાંધી Lee Kuan Yewના જોઇએ એટલા પુસ્તકો મળે :)). એટલે આ વખતે ઇન્ડિયા આવીશ ત્યારે આ પુસ્તક ખરીદી લઇશ અને સિંગાપોર લાવી શાંતિથી વાંચીશ.

આ વખતે ઇન્ડિયાની ટ્રીપ દરમ્યાન ગાંધી આશ્રમની મૂલાકાત પણ લેવી છે. અમદાવાદમાં મોટા થયા અને ઘરની નજીક હોવા છતાં આજ સુધી ક્યારેય ગાંધી આશ્રમમાં (એ રીતે જોવા જઇએ તો કોઇ પણ આશ્રમમાં) આજ સુધી પગ નથી મૂક્યો. વળી હવે તો બીગ બી પણ બોલાવે છે એટલે હવે તો જવું જ પડશે નહીં તો એમને માઠું લાગી જશે :).

હવે ત્રણ મહિના સુધી ઇન્ડિયા ટ્રીપમાં શું કરવું એનું પ્લાનિંગ જ કરવાનું છે.

Paa

છેલ્લા કેટલાક સમયથી હું બીગ બી બચ્ચન સાહેબનો બ્લોગ વાંચુ છું. વાંચવાની મઝા આવે છે અને બીગ બી પણ બ્લોગના વાચકો તરફ સારો એવો સમય અને પ્રેમ દાખવે છે. એટલા માટે જ બીગ બી એ Paa ફિલ્મનો પ્રિવ્યુ પોતાના બ્લોગ પર મિડીયાની સાથે જ પોતાના FmXt માટે મૂક્યો હતો. પ્રિવ્યુ જોયા પછી થોડા સમય માટે તો મને ખબર જ ના પડી કે મેં આ શું જોયું. બીગ બી મારી સામે હોત તો હું ચરણોમાં જ પડી ગયો હોત. Auro ના પાત્રમાં બીગ બી છે એ પહેલા ખબર જ ના પડી.

મિડીયા તો Paa નો પ્રિવ્યુ જોઇને એકદમ અભિભૂત થઇ ગઇ છે. બીગ બી એ મિડીયાના અમુક પ્રતિભાવો મૂક્યા છે બ્લોગ પર જે ખરેખર વાંચવા જેવા છે. સિંગાપોરમાં આ મૂવીને થિયેટરમાં જઇને જોવાનું અત્યારે તો નક્કી કરી લીધું છે.

Plight of Mumbaikar

પરમદિવસ રાતથી કાલ સાંજ સુધી મેઘરાજા મુંબઇમાં મન મૂકીને વરસ્યા અને લોકો ફરીથી હેરાન પરેશાન. મુંબઇ દર વખતે ચોમાસા દરમ્યાન વેનિસ બની જાય છે. હવે સરકારે ચોમાસા દરમ્યાન બસ અને ટ્રેનના બદલે ગોંદોલા (ગોંદોલીયર એ વેનિસની ટેક્ષી છે. વેનિસમાં વાહનોની જગ્યાએ ગોંદોલીયરનો ટેક્ષી તરીકે લોકો ઉપયોગ કરે છે) ચલાવવા જોઇએ. સરકાર ગમે એટલા દાવા કરે પણ મુંબઇકરની તો કાયમ લાગેલી જ હોય છે. ચોમાસામાં વરસાદના પાણીથી નહાય અને બાકીના દિવસોમાં ભરચક ટ્રેનોમાં પરસેવાથી નહાય. મુંબઇને શાંઘાઇ બનાવવાની વાતો વર્ષોથી થતી આવી છે અને એના નામે ઢગલા રાજકારણીઓ શાંઘાઇનો પ્રવાસ કરી આવ્યા પણ પરિણામ તો શૂન્ય જ રહેવાનું. મુંબઇકરની જીંદગી કીડા મકોડાની જીંદગી સમાન જ છે. કીડા મકોડા મરે તો કોઇનું રૂવાડું ના ફરકે એમ મુંબઇમાં પણ માણસો મરે કે પ્રજાને તકલીફ પડે તો સરકારનું રૂવાડું ના ફરકે.

આજે સવારે મેં બીગ બી બચ્ચન સાહેબનો બ્લોગ વાંચ્યો. એમાં બચ્ચન સાહેબે એમને  પણ વરસાદના લીધે કેટલા પ્રોબ્લેમ થયા એ વિશે લખ્યું છે.

Big B’s Monsoon Plight

બીગ બીની ઓફિસમાં, ઘરમાં બધી જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા અને મોટાભાગનું ગ્રાઉન્ડ ફ્લોર પરનું ફર્નિચર એમને ખસેડવું પડ્યું હતું. બચ્ચન સાહેબ લખે છે કે એમના બંગલાના બેડરૂમની છતમાંથી પણ પાણી ટપકે છે અને એમણે પણ ટુવાલ અને ડોલ મૂકવા પડ્યા બેડરૂમમાં. હું વિચારવા લાગ્યો કે જો બીગ બી ની પણ આવી હાલત હોય તો આમ આદમીનું શું ગજું? આ વાંચીને મને પણ મારા મુંબઇના ઘરની ટપકતી છત યાદ આવી ગઇ.

%d bloggers like this: