Elephant Parade

દુનિયામાં અલગ અલગ પ્રજાતિઓના પ્રાણીઓ લુપ્તતાના આરે છે એટલે જ જેને પર્યાવરણની પડી છે તેઓ વિવિધ પ્રાણીઓને બચાવવા માટે દુનિયામાં વિવિધ પ્રાણી બચાવોના અભિયાન કરી રહી છે. હાથીઓની સંખ્યા પણ દુનિયામાં ચિંતાજનક રીતે ઘટી રહી છે અને એટલા માટે જ હવે "હાથી બચાવો" અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે દુનિયાના અલગ અલગ શહેરોમાં "Elephant Parade" નું આયોજન કરવામાં આવે છે. આ Elephant Paradeમાં દુનિયાના નામાંકિત કલાકારો દ્રારા તૈયાર કરવામાં આવેલી હાથીની કલાત્મક રીતે શણગારેલી મૂર્તિઓને શહેરમાં વિવિધ જગ્યાએ મૂકવામાં આવે છે. લોકોમાં આ કલાત્મક હાથીઓની મૂર્તિઓને જોઇને હાથી વિશે થોડો પ્રેમ જાગે એ આ પરેડ પાછળનો ઉદ્દેશ છે. આ વખતે આ Elephant Paradeનું આયોજન સિંગાપોરમાં 11 નવેમ્બર 2011 થી 12 જાન્યુઆરી 2012 દરમ્યાન રાખવામાં આવ્યું છે. આ પરેડના ભાગરૂપે ઓર્ચડ રોડ પર કલાત્મક રીતે શણગારેલા હાથીઓની અનેક મૂર્તિઓ મૂકવામાં આવી છે અને આ મૂર્તિઓ ખરેખર અદ્દ્ભૂત છે. આ મૂર્તિઓ અહીં ગેલેરીમાં જોઇ શકાય છે. નીચે મારા દ્રારા લેવાયેલા અમુક ફોટો મૂકેલા છે.

IMG_0274IMG_0275IMG_0276IMG_0278IMG_0279IMG_0285IMG_0286IMG_0289

 

 

 

 

 

 

હાલમાં ઓર્ચડ રોડ નાતાલના લીધે સરસ રીતે શણગારાયો છે અને એમાં વિવિધ જગ્યાઓએ મૂકેલી હાથીની કલાત્મક મૂર્તિઓના લીધે ઓર્ચડ રોડની રોનક ઓર વધી ગઇ છે. જુદી જુદી સાઇઝની આ મૂર્તિઓના વેચાણ માટે સ્ટોર પણ છે ઓર્ચડ રોડ પર. મૂર્તિઓ ખરેખર અદ્દ્ભૂત છે પણ એને ખરીદી શકાય એટલી સસ્તી નથી મારા માટે.

મારી ફૂકેટની ટ્રીપ દરમ્યાન હાથીઓની નજીક જવાનો અવસર મળ્યો હતો. થાઇલેન્ડના લોકો માટે હાથી કદાચ પૂજનીય પ્રાણી છે અને હાથીનું વિશેષ સ્થાન છે એમના જીવનમાં. ફૂકેટની ટ્રીપ દરમ્યાન હાથીના શો પણ જોયા હતા અને હાથી પર સવારી કરવાનો પણ અવસર મળ્યો હતો.

DSCF3639DSCF3646

 

 

 

 

 

 

આશા રાખીએ કે Elephant Parade થકી લુપ્ત થઇ રહેલી હાથીઓની પ્રજાતિને બચાવી શકાશે.

S̄wạs̄dī p̣hūkĕt

13-16મી મે દરમ્યાન થાઇલેન્ડના પ્રખ્યાત પર્યટક સ્થળ ફૂકેટમાં મેં સપરિવાર નાનુ વેકેશન માણ્યું. 3-4 દિવસ માટે મીની બ્રેક લઇને મારે ક્યાંક જવું તો હતું પણ ક્યાં જવું એ નક્કી નહોતું થઇ શકતું. ફૂકેટ જવાનો તો મારો જરા પણ વિચાર નહોતો કારણ કે ફૂકેટ દરિયા કિનારે આવેલું પર્યટક સ્થળ છે અને મને દરિયા કિનારે ભટકવું કે ગોરા લોકોની જેમ દરિયા કિનારે પડ્યા રહેવું ગમતું નથી અને આમ પણ મેં બહુ દરિયા કિનારા જોઇ લીધા છે એટલે દરિયો જોવા ડોલર ખર્ચવાની ઇચ્છા ઓછી થાય મને. મારા વિચારેલા સ્થળોના વિકલ્પો માટે ફ્લાઇટની ટિકીટોના ભાવ જોતા જોતા મને બ્રહ્મજ્ઞાન લાધ્યું કે ફૂકેટની ટિકીટ બીજા વિકલ્પો કરતા સસ્તામાં મળી રહી છે એટલે પછી મારા ગજવાના ઉંડાણને ધ્યાનમાં રાખીને ફૂકેટ જવાનું નક્કી કર્યું. આમ પણ હું થાઇલેન્ડ ક્યારેય ગયો નહોતો એટલે પછી થયું કે ચાલો ફૂકેટમાં વેકેશન કરી સર જમીને થાઇલેન્ડને ચૂમતા આવીશું. 🙂

જ્યારે ફ્લાઇટની ટિકીટો બુક કરાવી ત્યારે મને બહુ આશા નહોતી કે ફૂકેટમાં મઝા આવશે. મને એમ જ હતું કે દરિયો શ્વાસમાં ભરી અને થોડુ હરી ફરી આરામ કરીને પાછા આવીશું. ટિકીટો બુક કરાવ્યા પછી જ્યારે નેટ જગતમાંથી ફૂકેટ વિશે માહિતી મેળવી ત્યારે લાગ્યુ કે સાલુ દરિયા સિવાય પણ અહીં બીજુ ઘણું બધું કરી શકાય એમ છે.

ફૂકેટમાં અમે Patong વિસ્તારમાં રહ્યા હતા. Patong બીચ અને એની આજુબાજુનો વિસ્તાર એ ફૂકેટનો કહેવાતો સૌથી વધૂ ધમધમતો વિસ્તાર છે. જો કોઇને ફૂકેટ જવું હોય અને થોડી ચહલ પહલ જોઇતી હોય તો હું Patong વિસ્તારમાં જ રહેવાની ભલામણ કરુ. અમે લોકો Patong Resort હોટલમાં રોકાયા હતા. હોટલનું લોકેશન બહુ સારુ હતું અને જે જોઇએ એ બધું નજીકમાં જ હતું. ડોલર જેટલા ખર્ચ્યા હતા એ પ્રમાણે હોટલમાં સુવિધાઓ બરાબર હતી અને બધી સગવડો સચવાઇ રહે એવી હતી એટલે હોટલનો અનૂભવ ઓકે રહ્યો. હોટલની તકલીફ ખાલી એ હતી કે એ લોકો મફતમાં wifi access નહોતા આપતા અને પૈસા ખર્ચવાની તૈયારી હતી તો પણ એ લોકો જે વ્યવસ્થા કરી આપતા હતા એ વ્યવસ્થા મારા iPhoneને અનૂકુળ આવે એમ નહોતી એટલે 4 દિવસ નેટ જગતથી ફરજિયાત દૂર રહેવું પડ્યું Patong વિસ્તાર ફૂકેટ વિમાનતલથી થોડો દૂર છે. ટ્રાફિક ના હોવા છતા પણ અમને ટેક્ષીમાં વિમાનતલથી હોટલ સુધી પહોંચતા લગભગ કલાક જેટલો સમય લાગ્યો.

 Paton Resort the hotel where we stayedHotel's waiting lounge n bar for guests

 

 

 

 

 

 

 

ફૂકેટ જઇને શું કરવું એ વિશે પહેલેથી કોઇ કાર્યક્રમ નક્કી નહોતો. સામાન્યત: હું જ્યારે પણ વેકેશન માટે જતો હોઉં છું ત્યારે સિંગાપોરથી જ એક એક દિવસનો કાર્યક્રમ નક્કી કરી લેતો હોઉ છું પણ આ વખતે ફૂકેટ માટે એવી કોઇ તૈયારી કરી નહોતી એટલે હોટલ પર પહોંચી જરા ફ્રેશ થઇ તરત જ અમે લોકો માર્કેટમાં ઉપડ્યા જેથી બીજા દિવસે સવારનો ક્યાંક જવાનો કાર્યક્રમ ગોઠવી શકીએ. માર્કેટમાં ચારે બાજુ ટુરિસ્ટ સેન્ટરોનો રાફડો હતો. (આટલા બધા વિકલ્પો જોઇને મને પેલી પંક્તિઓ યાદ આવી ગઇ "દો રંગી દંભી દુનિયામાં વ્હાલા કોને કહેવા….." :)) આમ પણ પર્યટક સ્થળો પર લૂંટાલૂંટ જ ચાલતી હોય છે એટલે હું કાંઇ પણ ખરીદુ મને કાયમ એમ જ થયા કરે કે આ સાલો મને છેતરવા જ બેઠો છે 🙂 અમે 4-5 જગ્યાએ અલગ અલગ ટુરો માટે પૂછપરછ કરી જોઇ અને ભાવપત્રકનો અને શું શું ફરવુ એનો અંદાજો લઇ લીધો. પછી પહોંચ્યા અમે એક નાનકડા રોડ સાઇડ ટુરીસ્ટ સેન્ટર પાસે. ત્યાં જે મહિલા હતી એણે અમને બહુ સારી રીતે બધું સમજાવ્યુ અને અમને એના અલગ અલગ ટુર માટેના ભાવ પણ બરાબર લાગ્યા. છેવટે કલાક સુધી અમે ત્યાં જ રોકાયા અને એક ખરા ગુજરાતીને છાજે એમ ભાવમાં રકઝક કરી કરીને આખરે ત્રણે દિવસની બધી ટુરો અને કાર્યક્રમો અમે એ ટુરિસ્ટ સેન્ટર પરથી નક્કી કરી લીધી. બધી ટુરો નક્કી થઇ ગઇ એટલે મગજ પરનો ભાર થોડો હળવો થઇ ગયો અને હ્રદયમાં પણ હળવો હળવો આંતરિક આનંદ હતો કે ખેંચી ખેંચીને ભાવ કરાયા છે અને આપણને દુનિયાથી સૌથી સારી ડીલ મળી છે. 🙂 ખાલી એક જ વાતની શંકા હતી કે સાલુ બધું પાકુ કરી તો નાંખ્યું છે પણ બધુ પાર ઉતરશે કે કેમ, છેતરામણી તો નહીં થાય ને? પણ God is great!! ત્રણ દિવસ દરમ્યાન બધી ટુરો એકદમ સરસ રહી અને કોઇ સમસ્યા ના થઇ.

દિવસ – 1 :
ફૂકેટમાં પહેલો દિવસ અમે સમુદ્રમાં અને ટાપુઓમાં વિતાવ્યો. 3-4 અલગ અલગ ટાપુઓ પર અમે રખડ્યા. ઘણાં બધાં ફોટા પાડ્યા અને એ ફોટા પાડવામાં પણ ઘણાં નખરા કર્યા. પહેલી વખત કેનોઇંગ પણ કર્યું અને સમુદ્ર વચ્ચે કોતરાયેલી ગુફાઓ પણ જોઇ. એકંદરે દિવસ એકદમ સરસ રહ્યો અને ટૂર માટે ખર્ચેલા  પૈસા એકદમ વસૂલ.

close upTime to sit back n relax

 

 

 

 

 

woow... one more master shot... thanks to my boat man...I don't remember the name but so many movies has this standup rock

 

 

 

 

 

 

 

 

 

દિવસ આખો સરસ પસાર થયો તો રાત એનાથી પણ વધારે રંગીન રહી. સમુદ્રમંથન કરી અમે સાંજે લગભગ છ વાગ્યે પાછા આવ્યા અને પછી તરત 8 વાગ્યે અમે કેબ્રે શો જોવા ગયા. "The Simon Cabaret Show" ફૂકેટનો બહુ જાણીતો શો છે. આ શોની એક વિશેષતા છે કે આ શોમાં કોઇ પણ સ્ત્રી ભાગ નથી લેતી. Transgenders/LadyBoy વિશે સાંભળ્યું જ હશે બધાએ (જો ના જાણતા હો તો ગુગલ શરણે જાઓ). આ શોમાં LadyBoy જ ભાગ લે છે. નીચેના ફોટામાં તમે જેને પણ જોઇ રહ્યા છો એ કોઇ પણ સ્ત્રી નથી. We went for very famous Simon Cabaret show... The show by all transgenders/shemales perhaps

n all beauties(once again not beauties trans..) lined up to show case their talent

 

 

 

 

 

Well just to remind all these beauties are not women!!!DSCF3555

 

 

 

 

 

 

શો કેબ્રે કહેવાય છે પણ એમાં એટલી અભદ્રતા નથી. જો તમે બોલીવૂડ મૂવી જોઇ શકતા હો તો તમે આ શો પણ જોઇ જ શકો. અમે વળી VIP કેટેગરીની ટિકીટ લીધી હતી એટલે બીજી હરોળમાં એકદમ નજીકથી જ આખો શો જોવાની ખૂબ મઝા આવી. શોમાં જુદી જુદી ભાષાના એટલે ચાઇનીઝ, થાઇ, અંગ્રેજી અને આપણી હિન્દી ભાષાના ગીતો પર સરસ કાર્યક્રમ અને નૃત્યો રજૂ થયા હતા. નર્તકો (એટલે કે બાઇ કમ ભાઇ લોકોએ) હિન્દી ભાષી ગીતમાં "ઓમ શાંતિ ઓમ"ના ધૂમ તા.. ના… ગીત પર અફલાતૂન નૃત્ય રજૂ કર્યું હતું. એમની વેશભૂષા ખરેખર અદ્દ્ભૂત હતી. મને લાગે છે આ ગીતને આ નર્તકોએ જે રીતે રજૂ કર્યું હતુ એ રીતે ફરીથી રેકોર્ડિંગ કરીને મૂવીમાં મૂકવું જોઇએ. દરેક નૃત્યમાં નર્તકોનો પહેરવેશ અને મેક અપ અદ્દ્ભૂત હતો. જો તમને ખબર ના હોય શો જોતા પહેલા કે આ બાઇ કમ ભાઇ લોકોનો શો છે તો ભાગ્યે જ કોઇને શંકા જાય કે આ નૃત્યકારો બધા બાઇ નથી. વિભાને પણ શો પત્યા પછી મેં કહ્યું ત્યારે એને ખબર પડી. શો ની કિંમત આમ જોવા જઇએ તો બહુ મોંઘી નહોતી (લગભગ 900 ભારતીય રૂપિયામાં) અને મનોરંજન ભરપૂર રહ્યું. વળી કશુંક નવું જોવાનો આનંદ પણ થયો. ફૂકેટ જાઓ તો આ શો જરૂરથી જોવો જોઇએ. છેવટે  રાતના 12 વાગ્યાની આસપાસ અમે હોટેલ પાછા આવ્યા અને નિંદ્રાધીન થયા.

દિવસ – 2 :
બીજા દિવસે સવારે અમારે જવાનું હતું બાઇકીંગ અને મોટરીંગ માટે. મેં બાઇકીંગની જગ્યાએ મોટરીંગ પસંદ કર્યું હતું જેથી કરીને રુહી સાથે જઇ શકાય. જો કે એમાં બહુ મઝા ના આવી. એ લોકો ખુલ્લા રોડ પર સામાન્ય ટ્રાફીક પર આ બધી મઝા કરાવતા હતા અને એમની ગાડીઓ જરા Hyper હતી એટલે એકદમ ઝડપથી એને કાબૂમાં લાવવી પણ મૂશ્કેલ હતી. એક વખત તો રસ્તાની બાજુ પર આવેલી રેલીંગ સાથે મેં અથડાવી પણ દીધી. જો કે મેં અને રુહીએ સીટ બેલ્ટ બાંધેલો હતો એટલે કોઇ ઇજા ના થઇ. મને આમાં કોઇ નવીનતા ના લાગી એટલે બહુ મઝા પણ ના આવી.

 Front viewRuhi is ready for driving

 

 

 

 

 

 

 

આ કામ બહુ જલ્દી પતી ગયું એટલે હોટલ પર આવી થોડી વાર બેસીને અમે લોકો શોપિંગ કરવા માટે નીકળ્યા. શોપીંગ કરવા માટે "Jung Ceylon" મોલ હોટલની નજીક જ હતો. આ મોલ કદાચ Patong વિસ્તારમાં આવેલો એકમાત્ર મોલ છે પણ સારો મોલ છે. લગભગ દરેક વસ્તુ મોલમાંથી મળી રહે એવું હતું.

Well... everything is there in Jung Ceylon....DSCF3774small shops set up in boat inside the mall

 

 

 

 

 

 

મોલમાં જઇને પહેલા મેકડોનાલ્ડમાં જઇને થોડી પેટ પૂજા કરી. રુહીને ફ્રેંચ ફ્રાઇઝ મળે એટલે બીજું કાંઇ ના જોઇએ. ત્યાંથી 18 જ બ્હાટમાં (લગભગ 75 સિંગાપોર સેન્ટ) આઇસ્ક્રીમ પણ લીધો. પછી મોલમાં થોડું ઉપર નીચે ફરીને CareeFour ગયા. ત્યાંથી થોડીક લોકોને આપવા માટે ગીફ્ટો, ચોકલેટો અને બીજી પરચૂરણ વસ્તુઓની ખરીદી કરી. મારા માટે અમુક બ્રાન્ડેડ કપડા જોયા પણ સિંગાપોર કરતા પણ વધારે મોંધા પડે એમ હોવાથી માંડી વાળ્યું. લોકલ માર્કેટમાં પણ થોડું ફર્યા. ત્યાર બાદ હોટલ પર પાછા આવી મેં અને રુહીએ હોટલના સ્વિમીંગ પૂલમાં ઝંપલાવ્યું. રુહીને બહુ દિવસ પછી પૂલમાં નહાવાની મઝા આવી અને મેં પણ સ્વિમીંગનો થોડો અભ્યાસ કરી લીધો. રુહી સાથે પૂલમાં બોલ સાથે પણ રમ્યો. સાંજનો કાર્યક્રમ નક્કી હતો. સાંજે અમારે Phuket Fantasea જવાનું હતું.  Phuket Fantasea શું છે એ વિશે મને બહુ ખ્યાલ નહોતો પણ બધાએ અભિપ્રાય આપ્યો હતો કે ત્યાં જવું જોઇએ એટલે પછી ત્યાંનો કાર્યક્ર્મ બનાવ્યો હતો. નામ મુજબ આ જગ્યા એક ફેન્ટસી લેન્ડ જેવી છે. મોટાઓ કરતા નાના છોકરાઓને વધારે મઝા આવે એવી જગ્યા છે. ગેમીંગ ઝોન, કાર્ટૂન પાત્રો, હાથીઓ અને બીજી ઝાકમઝોળમાં  તમારો સમય ક્યાં પસાર થઇ જાય એ ખબર ના પડે. અહીં વાઘના બચ્ચાઓ પણ પાળવામાં આવે છે અને એમને બોટલથી દૂધ પિવડાવતા પણ મેં જોયા. વાઘ દૂધ પણ પીએ એ પહેલી વાર જ્ઞાન લાધ્યું. 🙂 છેવટે જે મુખ્ય શો હતો એ જોવા માટે અમે ગયા. શો માટે બહુ વિશાળ મંચ હતો લગભગ 15-20 હાથી આરામથી ઉભા રહી શકે એટલો મજબૂત પણ હતો. પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા પણ બહુ વિશાળ હતી. લગભગ 3000 માણસો એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા હતી. વળી આ બેઠકો વચ્ચેથી શો દરમ્યાન હાથી અને બીજા અમુક પ્રાણીઓ પસાર થઇ શકે એવી પણ વ્યવસ્થા હતી. આ શો માટે અને થોડું ફરવા માટે ખાલી 3-4 કલાકમાં 4500 બ્હાટ (લગભગ 6500 રૂપિયા)  ખર્ચ્યા હતા. મને ખર્ચેલા પૈસા પ્રમાણે શો ઠીક ઠાક લાગ્યો. તેમ છતાં પણ જો ફૂકેટ ગયા હો તો આ જગ્યા જોવી જ રહી. જે લોકો પહેલી વાર ભારત બહાર આવ્યા હોય એમને આ જગ્યા બહુ પ્રભાવક લાગશે.

DSCF3599So many elephants in this picture....Monkey riding the Rickshaw.... Now this is truly fantastic fantasy :)So cute.... Do jism... ek jaan...

 

 

 

 

 

 

રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ હોટલ પર પાછા આવ્યા અને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા ગયા. પણ જમવાનું સાવ ફાલતુ હતુ અને  રેસ્ટોરન્ટવાળાએ સરસ પૈસા પડાવ્યા. ફૂકેટમાં કોઇ સારી ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય એવું મને લાગ્યું નહીં. છેવટે હોટલ પર આવીને નિંદ્રાધીન થયા.

દિવસ – 3 :

રુહી આ દિવસ માટે સૌથી વધારે રાહ જોઇ રહી હતી કારણ કે અમારે Elephant Safari, Moneky Show, Snake Show અને Baby Elephant Show જોવા જવાનું હતું. હાથીની સવારી કરવાની તો મઝા આવી. જો કે હાથીને અમારા જેવા હાથીઓને ફેરવવાની 100% મઝા નહીં આવી હોય :). હાથીની સફારી પતાવી અમે લોકો વાંદરાઓનો કાર્યક્રમ જોવા ગયા. ત્યાં બધા પૂર્વજો જોડે મઝા કરી. પછી સર્પોનો કાર્યક્રમ જોવા ગયા સર્પો બાદ હાથીના બચ્ચાનો ખેલ જોવા ગયા.

Kiss of Deathn I'm on.....now balancing on hand...Trust me the load was heavy n snake was all set to piss my neck....

 

 

 

 

 

 

 

 

 

આમ જોવા જઇએ તો દરેક શોમાં કશું અદ્દ્ભૂત કહી શકાય એવું નહોતું પણ તેમ છતાં અમને બધાને મઝા આવી. સિંગાપોરના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના અદ્દ્ભૂત શો જોયા હોય તો આવા શોની બહુ નવાઇ ના લાગવી જોઇએ પણ અમુક વખતે તમને સાદગી વધારે આકર્ષી જતી હોય છે. આ બધા શો ગમવાનું કારણ પણ કદાચ સાદગી જ હતી. સિંગાપોરમાં જોયેલા બધા શોમાં એક વેપારી વૃત્તિ જેવું વધૂ લાગે જ્યારે અહીં શોના સંચાલકો બહુ સરળ હતા અને તમને પ્રાણીઓ હાથમાં આપીને તમને સમજાવતા કે પ્રાણીઓ સાથે ફોટા પણ પાડવા દેતા હતા. સિંગાપોરમાં આ પ્રાણીઓને પ્રશિક્ષણ આપવા જેટલા રૂપિયા અને વ્યવસ્થાઓ ઉપલબ્ધ હશે એના કરતા દસમા ભાગની સુવિધાઓ પણ એમની પાસે નહોતી પણ છતાં એ લોકોએ ઇમાનદારીપૂર્વક દરેક પ્રાણીઓ પાછળ મહેનત કરી હતી અને  કાર્યક્રમમાં એ લોકોએ પ્રાણીઓ પાછળ કરેલી મહેનત દેખાઇ આવતી હતી. એકંદરે મઝા આવી અને ફરી પૈસા વસૂલ 🙂 છેવટે બધાં શો પતાવી પાછા આવ્યા અને પીઝા હટ્ટમાં જઇને પીઝા ઝાપટ્યા. સિંગાપોર કરતા લગભગ થોડું સસ્તુ હતું. અમે ત્રણે જણાએ વ્યવસ્થિત ધરાઇને પીઝા ખાધા. ત્યારબાદ લોકલ માર્કેટ થોડું ફરી આવ્યા. હું હોટલની પાછળ આવેલા દરિયાકિનારે એક ફટાફટ આંટો પણ મારતો આવ્યો. આખરે દરિયા કિનારે આવ્યા હોઇએ અને દરિયો શ્વાસમાં ભર્યા વગર પાછું થોડી જવાય? ત્યાં સુધીમાં તો 4:30 જેવું થઇ ગયું હતું. 5 વાગ્યે પાછું એરપોર્ટ જવા નીકળવાનું હતું. એરપોર્ટ પર જલ્દી પહોંચી ગયા હતા થોડા અને ત્યાં રુહી સાથે થોડી મસ્તી કરી. સિંગાપોર રાત્રે ઘરે પહોંચતા પહોંચતા 1 વાગી ગયો હતો.

ફૂકેટનું વેકશન એકંદરે સારુ રહ્યું અને નીચે ફૂકેટ, થાઇલેન્ડ અને વેકેશન વિશે મારી ટિપ્પ્ણીઓ અને અવલોકનો :

Sà-wàd-dee(kâ/kráb) means greeting in thai language... I found Thai people very welcoming and soft... I loved their way of greeting the guests with folded hand... similar to Indian style1. મને થાઇલેન્ડના લોકો શાલીન અને મહેનતુ લાગ્યા. તમે હોટલમાં સવારે નાસ્તો કરવા જાઓ કે કોઇ જગ્યાએ ખરીદી કરો કે કોઇ પર્યટક સ્થળે જાઓ ત્યારે તમારુ સ્વાગત અચૂકપણે તેઓ બે હાથ જોડીને આવકારો આપીને કરશે. મને એમની આ રીતે આવકાર આપવાની પધ્ધતિ ખૂબ  ગમી.

2. ફૂકેટમાં જે લોકો ત્યાંના રહેવાસીઓ છે તેઓ પ્રવાસીઓનું મહત્ત્વ સમજે છે અને તેઓ પ્રવાસીઓને છેતરવાની નીતિ નથી રાખતા. સાથે સાથે પ્રવાસીઓને સારો અનૂભવ થાય એ માટે પ્રયત્નશીલ હોય છે. (જો કે આ મારા વ્યકતિગત અનૂભવ પરથી કહુ છું કદાચ કોઇને ખરાબ અનૂભવો પણ થયા હોય) જે લોકો ગોવા ગયા હશે એમને ખબર જ હશે કે ત્યાંના રહેવાસીઓ કેવા છે.

3. ફૂકેટમાં Beach અને Bitch બન્ને છે. થોડામાં ઘણું સમજો. 🙂 અહીં બધું જ છે એટલે જેને જેવો આનંદ જોઇએ એવો આનંદ લૂંટે. ફૂકેટમાં દરિયા કિનારો છે પણ એના સિવાય પણ ઘણું બધું છે. હું જો વધૂ 2 દિવસ રોકાયો હોત તો કદાચ ડાઇવિંગ, વોટર સ્પોર્ટસ, કીક બોક્સિંગ વગેરે કરી શક્યો હોત.

4. ફૂકેટમાં સૌથી વધારે પ્રવાસીઓ આવે છે ઓસ્ટ્રેલિયા અને મધ્યપૂર્વી એશિયાના દેશોમાંથી. ઓસ્ટ્રેલિયનો અહીં વધારે આવે એ તો સમજી શકાય કારણ કે ઓસ્ટ્રેલિયનોને ફૂકેટ નજીક પડે અને સસ્તુ પડે પણ આરબો કેમ અહીં મોટી સંખ્યામાં આવે છે એ હું ના સમજી શક્યો. આરબો પોતાની બીબીઓને માથાથી પગના નખ સુધી ઢાંકીને લઇને આવ્યા હોય તો એની બાજુમાં જ કોઇ ઓસ્ટ્રેલિયન સ્ત્રી પોતાના પુરૂષ મિત્ર સાથે બિકીનીમાં બિન્દાસ્ત બેઠી હોય એવું  પણ બને. અમે પહેલા દિવસે બોટમાં ગયા હતા ત્યારે જ આવો અનૂભવ અમને થઇ ગયો. 🙂

5. ફૂકેટમાં હલકા ઓસ્ટ્રેલિયનોનો બહુ ત્રાસ છે. કદાચ એ હલકા લોકોના લીધે જ ફૂકેટની પથારી ફરશે કોઇ દિવસ.

6. ફૂકેટમાં ઘણા ભારતીયો દુકાનો અને રેસ્ટોરન્ટ ખોલીને બેસી ગયા છે અને એમનો અભિગમ પ્રવાસીઓ પ્રત્યે ખાસ કરીને તો સફેદ ચામડી સિવાયના પ્રવાસીઓ પ્રત્યે બહુ ખરાબ હોય છે. લાગે છે આ બધા લોકો ગોવાથી આવેલા હશે.

7. ફૂકેટ મારી ધારણા કરતા મને મોંધું પડ્યું. મારો ખર્ચા માટે જે અંદાજ હતો એના કરતા લગભગ 20-30% જેટલો ખર્ચો વધારે થયો. હવે આ મહિને એ બધા ક્રેડિટ કાર્ડના બીલો ચૂકવવાના છે 🙂

8. અત્યાર સુધી હું જે પણ દેશોમાં ગયો છું એ બધાં કરતા થાઇલેન્ડના વિઝીટર વિઝા મને વધારે મોંઘા પડ્યા. પાસપોર્ટ દીઠ વિઝીટર વિઝાના 1000 બ્હાટ (એટલે કે લગભગ 42 સિંગાપોર ડોલર = 1500 રૂપિયા)  મારા મતે આ ફી બહુ વધારે કહેવાય.

9. થાઇ મસાજ માટે સમયના અભાવે ના જઇ શક્યો એનો અફસોસ રહી ગયો. 😦

હવે જ્યાં સુધી ઇન્ડિયા વેકેશન માટે ના જઇએ ત્યાં સુધી બધાંના પાસપોર્ટ લોકરમાં. 🙂 જોઇએ હવે પછી વેકેશનનો કાર્યક્રમ ઇન્ડિયા સિવાય ક્યાં અને ક્યારે બને છે?

હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા

ગુજરાતીમાં એક કહેવત છે કે “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”. જેને આ કહેવત પર વિશ્વાસ ના હોય એ નીચેનો ફોટો જોઇ લે અને કહેવતને માની લે.

આ ફોટો ફૂકેટમાં Elephant Safari માટે ગયા હતા ત્યારે લીધો છે.

%d bloggers like this: