ટીટસ બીટસ

  • રુહીને હવે ‘A-Z’ અને ‘1-10’ સુધી બોલતા આવડી ગયું છે પણ એ બોલવાનું એની મન મરજી પર છે. આપણે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ એને એ બોલવું હોય તો જ બોલે. જો કે આ વાત યોગ્ય જ છે કારણ કે મા બાપ છોકરાઓને ચાવીવાળા રમકડાની જેમ ટ્રીટ કરતા હોય છે. દિવસમાં મા બાપ 10 વખત A-B-C-D અને 1-10ની ચાવી ભર્યા કરતા હોય તો છોકરું બિચારું ક્યાં સુધી રમકડાની જેમ ટેપ વગાડે રાખે? હવે બધાં પ્રાણીઓના નામ પણ બોલતા આવડે છે અને ચિત્રો જોઇને ખબર પણ પડે છે કે ક્યું પ્રાણી છે. સાથે સાથે પોતાના મોઢા પર આંગળી રાખીને મને બતાવીને ચૂપ રહેવાની સલાહ આપતા પણ આવડી ગયું છે.
  • રુહીને cryons(ચાક કલર)નો ઉપયોગ કરી હવે કલર કરતા પણ આવડે છે. મોટા ભાગે આડા અવળા ઉંધા ચત્તા લીટા જ કરે છે અત્યારે પણ મારે એની આ કળાને પ્રોત્સાહન આપવું જ રહ્યું. ખબર છે ને પેઇન્ટીંગ આજ કાલ કેટલા ડોલરમાં વેચાય છે. જો ના ખબર હોય તો આ પોસ્ટ વાંચો.
  • આજે ફરીથી ESPLANADE ગયા હતા. સિંગાપોર રીવરના કિનારે આવેલ આ જગ્યા સિંગાપોરમાં મારી સૌથી વધૂ પસંદગીની જગ્યા છે. આજે ESPLANADE થિયેટરમાં પણ ગયા હતા અને અહીં આવેલી લાયબ્રેરીની પણ પ્રથમ વખત મૂલાકાત લીધી. ESPLANADE લાયબ્રેરી એ સિંગાપોરની પ્રથમ performing arts લાયબ્રેરી છે. અહીં હિન્દી મૂવીની ડીવીડી પણ મળે છે લોન પર. મેં મધર ઇન્ડિયાની ડીવીડી પણ જોઇ પણ હું એને લઇ ના શક્યો કારણ કે મારા મેમ્બરશીપ કાર્ડ પર હું વધૂ AV મટિરીયલ લઇ શકુ એમ નહોતો.
  • "To be or not to be” અમિતાભ બચ્ચન પરની બુક લગભગ આખી વાંચી લીધી છે. ફક્ત હવે શ્વેતા નંદા, અભિષેક બચ્ચન અને જયા બચ્ચન દ્વારા અમિતાભ વિશે લખાયેલી વાતો વાંચવાની બાકી છે. આ બાકીનું વાંચન પણ આવતા અઠવાડિયે પૂરું થઇ જશે. હવે દર વીક એન્ડમાં હું 3 કલાક માટે લાયબ્રેરીમાં મારુ મનગમતું વાંચવા જઉં છું. "To be or not to be” પછી હવે The Singapore Story” બુક વાંચવાનું નક્કી કર્યું છે. આ બુક Lee Kuan Yew દ્વારા લખાયેલી છે અને સિંગાપોરની સ્વતંત્રતા પછીની વિકાસયાત્રા અને સંઘર્ષો વિશે આ બુકમાં લખાયું છે.
  • છેલ્લે, આજ કાલ for a change ઓફિસમાં સારું એવું કામ રહે છે. કામની quality  અને quantity બન્ને સારા છે. પહેલા હું અઠવાડિયામાં 8 કલાક કામ કરતો હતો હવે હું એક દિવસમાં જ 8 કલાક કરતા વધૂ કામ કરી લઉં છું. આ મારી ક્રેરિયરનો પહેલો એવો પ્રોજેક્ટ છે જેમાં હું શરૂઆતથી જ કામ કરી રહ્યો છું અત્યાર સુધી બધાં પ્રોજેક્ટમાં ચાલુ પ્રોજેક્ટે જ ઘૂસ્યો છું.
Advertisements

Visit to Orchard

ગયા અઠવાડિયે અમે લોકો ઓર્ચડ રોડ પર ફરવા ગયા હતા. ઓર્ચડ રોડ પર એક નવો મોલ ખૂલ્યો છે હાલમાં Ion Orchard. આ મોલ અમે નહોતો જોયો એટલે થયું કે ચલો આંટો મારતા આવીએ અને એ બહાને એક આઉટીંગ પણ થઇ જશે.

Ion Orchard એ અમીરોની દુનિયા છે અને ત્યાં મારા જેવા Not so rich (ગરીબ નહીં કહું કારણ કે B+ પોસ્ટ મુજબ No Cribbing) માણસોનું કામ નહીં. અહીં દરેક નામી international branad ના સ્ટોર છે. Louis Vuitton, Armani, Levi’s, Dolce n Gabbana, વગેરે વગેરે. હવે આવી બ્રાન્ડો ખરીદવાનું આપણું ગજું છે કઇ?

મોલમાં “Open Gallery” નામની એક આર્ટ ગેલેરી પણ છે. જ્યાં ફક્ત પેઇન્ટીંગ વેચાય છે.

Opera Gallery

પેઇન્ટીંગની કલામાં હું ઔરંગઝેબ છું તેમ છતાં પણ હું મારુ કૂતુહલ સંતોષવા માટે ગેલેરીમાં ગયો. ત્યાં પેઇન્ટીંગ એવા હતા કે જે મારી સમજની બહાર હતા. ખાલી એક પેઇન્ટીંગ જોઇને મને તરત ખબર પડી કે એ પેઇન્ટીંગ શેનું છે (એ પેઇન્ટીંગ હાથીનું હતું) બાકી બધાં પેઇન્ટીંગ વિચિત્ર લાગતા હતા. પણ ખાસ વાત એ છે કે આ વિચિત્રતાના જ ભારેખમ ભાવ હતા. મેં સૌથી મોંઘું પેઇન્ટીંગ જોયું 2,88,000 યુએસ ડોલરનું. 5 x 5 ફૂટના કેનવાસ પર જેમ તેમ મારેલા કૂચડાને (આ મારી સમજ છે) ઘરે લઇ જવા માટે આપવાના 2, 88,000 યુ એસ ડોલર. (લગભગ 1 કરોડ 40 લાખ રૂપિયા) . આને ક્દાચ ગાંડપણ ના કહેવાય? વળી મેં જોયું કે જેમ પેઇન્ટીંગ સમજવા અઘરા થતા જાય અને નગ્નતા આવતી જાય એમ પેઇન્ટીંગના ભાવ વધતા જતા હતા. મેં ત્યાં ગાંધીજીનું પણ પેઇન્ટીંગ જોયું જે 60 હજાર સિંગાપોર ડોલર એટલે કે લગભગ 20 લાખ રૂપિયામાં હતું. સૌથી સહેલું પેઇન્ટીંગ (હાથીનું)  જે મારા જેવા ઔરંગઝેબને પણ સમજાઇ ગયું એનો ભાવ હતો ખાલી 6000 સિંગાપોર ડોલર. આનો મતલબ એ થયો કે પેઇન્ટીંગ સમજવું જેટલું અઘરું એટલા રૂપિયા વધારે.

રુહી ત્યાં પેઇન્ટીંગને અડીને રમવા જતું હતું. મેં વિભાને કીધું કે ટાઉને સંભાળો નહીં તો જો ભૂલે ચૂકે પેઇન્ટીંગને કંઇ થઇ જશે તો આખી જીંદગી હું અહીં ગેલેરીમાં નોકરી કરીશ અને બીજા ઘરનાંને પણ ઇન્ડિયાથી બોલાવીને ગેલેરીમાં નોકરીએ લગાવીશ તો પણ પેઇન્ટીંગના રૂપિયા ભરપાઇ નહીં કરી શકું. 🙂

ગેલેરીની મૂલાકાત લીધા બાદ મારા મનમાં અમુક વિચારો ઝબક્યા

1. આર્ટ ગેલેરીવાળા કઇ રીતે પેઇન્ટીંગની કિંમત નક્કી કરતા હશે એટલે કેમ પેઇન્ટીંગની કિંમત 2,85,00 કે 2,90,000 ડોલર નહીં પણ 2,88,000 ડોલર જ.

2. હું સાલો ખોટો 10101010 બાઇનેરી દુનિયામાં ઘૂસ્યો. મારે પણ હાથમાં પેઇન્ટીંગ બ્રશ પકડી લેવા જેવું હતું.

%d bloggers like this: