બક બક મશીન

ઝી ટીવી પર એક કાર્યક્રમ આવે છે "Little Champs" જે બાળ ગાયકોની સંગીત સ્પર્ધા છે. આ કાર્યક્રમનું સંચાલન કરે છે બે ટાબરિયાઓ ધૈર્ય સોનેચા અને અફ્શા મૂસાની. ધૈર્યમાં નામ પ્રમાણે ગુણ છે અને કાર્યક્રમનું સંચાલન કરતી વખતે જરૂર પૂરતું જ બોલે છે પણ નાની ઢીંગલી અફશા મૂસાનીનું તો મોં બંધ જ નથી રહેતું. એટલે શોમાં અફશાનું નામ બકબક મશીન રાખ્યું છે. મને આવા બકબક મશીનો બહુ ના ગમે. જરૂર પૂરતું બોલીએ એટલે ઘણું એમ મારુ માનવું છે.

પણ કહેવાયું છે ને કે तुलसी इस संसारमें भात भात के लोग….. એટલે આવા બક બક મશીનો તમને ના ચાહવા છતાં પણ સામે ને સામે ભટકાય. આવું જ મારી સાથે આજ કાલ ઓફિસમાં થયું છે. થોડા દિવસો પહેલા હું એક નવા પ્રોજેક્ટમાં જોડાયો અને મને આ અવસર પર ભેટ મળી એક બકબક મશીનની. આ બકબક મશીનની જાતિ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર ખરી? બકબક મશીનો હંમેશા નારી જાતિના જ ભગવાન બનાવે છે. આ બક બક મશીન મારા માટે તો બહુ જ irritating છે. કોઇ પણ પ્રોજેક્ટ મિટીંગ ચાલતી હોય તો એમાં એને દુનિયાભરના સવાલો મનમાં ઉભા થાય અને બક બક કરે રાખે. થોડા દિવસ પહેલા 10 મિનીટની status update meeting આ બક બક મશીનના લીધે 2 કલાકે પૂરી થઇ અને હું ઘરે 8:15 વાગ્યે પહોંચ્યો. વળી કરૂણાંતિકા એ છે કે આ બક બક મશીન બીજી ટીમના લીડર તરીકે જોડાયું છે એટલે હવે બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે એના જેવું છે (કોણ કહે કે બેન તમારું અર્થ વગરનું બક બક બંધ કરો). એક તો બક બક મશીનથી કામ તો થાય નહીં (કામ કરી શકે એટલી આવડત નથી એ મશીનમાં)  એટલે બક બક કરીને અને બીજાની લીટી નાની કરીને પોતાની લીટી કંઇ રીતે મોટી બનાવવી એ જ મગજમાં રમતું હોય. આપણે સાલા કામ કરતા હોય અને આવા લોકો એમ રાહ જોતા હોય કે કયારે એનું કામ પતે અને વાંધા વચકા કાઢું. આમ પણ લીડર બન્યા હો તમે એટલે દેખાડવું તો પડે ને.

જો કે ભગવાન બધી બારી બંધ નથી કરતો એટલે કે બધું દુ:ખ એક સામટું નથી નાંખી દેતો. એ ન્યાયે આ બક બક મશીન મારી ટીમને નહીં પણ બીજી સબ ટીમને લીડ કરે છે. હું કલ્પી નથી શક્તો કે મારી શું હાલત હોત જો એ બક બક મશીન મારી ટીમને લીડ કરતુ હોત. મારે આ બક બક મશીનને ખાલી મિટીંગોમાં જ ઝેલવાની હોય છે. પણ એ મિંટીંગોમાં ઝેલવી પણ અઘરી પડે એવી આ મોટી નોટ છે. પણ હવે આ નોટને કદ પ્રમાણે વેતરવાનું ચાલુ કર્યું છે મેં. પણ વેતરાયા પછી પણ હેવા પડ્યા એ ના જાય એવા હાલ છે. અત્યારે તો design phase ચાલે છે એટલે વાંધો નથી આવે એમ વાતોના વડા કરીને કામ ચાલે બક બક મશીનનું પણ જ્યારે implementation ચાલુ થશે ત્યારે ખબર પડશે બક બક મશીનને. હશે ભગવાન સૌને સદ્દ્બુધ્ધિ આપે બીજું શું.

બક બક મશીનનો બક બક સાંભળીને મારા મગજમાં આ કડી રમતી રહે છે….

કામધેનૂને મળે ના સૂકું તણખલું ને

લીલાછમ ખેતરો સહુ આખલા ચરી જાય છે.

(આમાં કામગરો કામધેનૂ હું અને આખલો એટલે વાતોના વડા કરનાર બકબક મશીન)

Advertisements
%d bloggers like this: