થોડા સિંગાપોરના સમાચાર

આજ કાલ સિંગાપોરમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે. લગભગ દર વર્ષે જુનથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન સિંગાપોરનું વાતાવરણ થોડું ધુમ્મસભર્યું રહેતું હોય છે. શા માટે સિંગાપોરમાં આ સમય દરમ્યાન ધુમ્મ્સ રહે છે એ NEA ની વેબસાઇટ પર નીચે પ્રમાણે સમજાવવામાં આવ્યું છે.

The Southwest Monsoon season lasting from June to September is the traditional dry season for the southern ASEAN region. Periods of dry weather, interspersed with the occasional thundery showers in the afternoon and "Sumatra" squalls in the predawn and early morning, are common during this season. An escalation of hotspot activities can be expected during extended periods of dry weather. With the prevailing winds blowing predominantly from the southeast or southwest, there is a likelihood that Singapore could be affected by transboundary smoke haze from Sumatra. The impact of the smoke haze is dependent on factors such as the proximity and extent of the fires, the strength and direction of the prevailing winds and the incidence and amount of rain.

આ વખતે ધુમ્મસનું પ્રમાણ થોડું વધી ગયું છે અને આજે દિવસ દરમ્યાન પશ્ચિમ સિંગાપોરમાં (જ્યાં હું રહું છું) ત્યા PSI નું પ્રમાણ 65ની આસપાસ હતું.

Untitled

સામાન્યત: PSI નું પ્રમાણ 40ની આસપાસ હોવું જોઇએ પણ 65 એ ઘણું વધારે છે. જો આ પરિસ્થિતિ વધુ સમય માટે રહે તો બાળકોને અને વૃધ્ધોને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે એમ છે. જે લોકોને દમ અને અસ્થમા જેવી બિમારી છે એ લોકોએ આ પરિસ્થિતિમાં સંભાળવા જેવું ખરું. હવે આ પરિસ્થિતિ થોડી હળવી થાય તો સારુ.

આજે બીજી એક ઘટના ઘટી સિંગાપોરના હાર્દ સમા Orchard Road પર આવેલા Tangs Plaza માં. Orchard Road એ સિંગાપોરમાં shopping માટેનું હોટ સ્પોટ છે Orchard Road પર દરેક નામી આંતરરષ્ટ્રીય બ્રાન્ડના outlet છે અને બહારના પ્રવાસીઓ માટે સૌથી માનીતું સ્થળ છે. આ રોડ એ સિંગાપોરની શાન જેવો છે અને અહીં મોટા મસ શોપિંગ મોલ છે. આ રોડ પર જરા પણ ગંદકી ના હોય, બધું એકદમ ચકાચક હોય ત્યાં સુધી કે શોપિંગ મોલના બાથરૂમો પણ વાતાનૂકુલિત હોય છે. આજે આ  Orchard Road પર આવેલા શોપિંગ મોલ Tangs Plazaમાં ગટરની લાઇન ફૂટી અને ગટરનું ગંદુ પાણી બહાર ઉભરાવા લાગ્યું. પરિસ્થિતિ એટલી હદે વણસી કે ગટરનું ગંદુ પાણી બાજુના MRT લાઇનને જોડતા Underpassમાં ભરાવા લાગ્યું અને અંતે એ Underpass અને Tangs Plaza બન્નેને જાહેર જનતા માટે બંધ કરવા પડ્યા. હવે પરિસ્થિતિ એ છે કે હવે આ શોપિંગ મોલને બુધવાર સુધી બંધ કરવાની જાહેરાત કરવી પડી જેથી ગટરની ફૂટેલી પાઇપલાઇનનું સમારકામ થઇ શકે અને શોપિંગ મોલની સફાઇ પણ થઇ શકે. આવું મેં સિંગાપોરમાં મારા 6 વર્ષના રોકાણ દરમ્યાન પ્રથમ વખત સાંભળ્યું. અહીં આ સમાચાર વિશે વધૂ માહિતી છે. ટૂંકમાં સિંગાપોર જેવા દેશમાં પણ આવી ઘટના બનતી હોય છે.

બીજું વ્યક્તિગત જીવનમાં આજ કાલ અમારું ભાગ્ય ખૂબ નાના પાયે ચમકી રહ્યું છે. આજ કાલ અલગ અલગ સ્પર્ધાઓ અને લકી ડ્રો થકી વાઉચરોનો વરસાદ થઇ રહ્યો છે અમારા પર. થોડા વખત પહેલા હું કંપનીના એક Island hoppingના કાર્યક્ર્મ દરમ્યાન અમારી ટીમ જીતી હતી તો એ બદલ અમારી ટીમને 100 ડોલરના વાઉચર આપવામાં આવ્યા કંપની તરફથી. અમે ટીમમાં 5 જણ હતા એટલે દરેકના ભાગે 20 ડોલર આવ્યા જે યોગ્ય જગ્યાએ ખર્ચાઇ પણ ગયા. બીજું ગયા અઠવાડિયે કંપનીમાં Corporate Social Responsibility Day હતો (જેના વિશે પોસ્ટ લખવી છે પણ સમય નથી મળી રહ્યો) જેમાં હું રુહીને લઇને ઓફિસ ગયો હતો. જ્યાં charity માટેની રમતોમાં હું અને રુહી inhouse ગોલ્ફની રમત રમ્યા હતા. રુહી અને મેં મળીને ત્રણ વખત બોલને હોલમાં નાંખ્યો હતો અને એ રમતમાં ત્યારબાદ થયેલા લકી ડ્રોમાં મને 30 ડોલરના વાઉચર મળ્યા. આ ઉપરાંત રુહી એ બીજા અમુક ઇનામો પણ ત્યાં જીત્યા હતા. આજે વિભાના નામે 50 ડોલરનું હેમ્પર પેક લકી ડ્રોમાં લાગ્યા હોવાનો કાગળ આવ્યો છે. ટૂંકમાં આવા નાના નાના સ્તરે કિસ્મત આજ કાલ ચમકી રહ્યું છે. પણ હવે ये दिल मांगे मोर…. એક કે બે લાખ ડોલરની લોટરી લાગવી જોઇએ 🙂

Advertisements

F1 Night race buzz

સિંગાપોરમાં આજે ફોર્મ્યુલા1 ગ્રાન્ડ પ્રીક્સની નાઇટ રેસ યોજાવાની છે. ફોર્મ્યુલા1 સર્કિટની દરેક રેસ દિવસ દરમ્યાન યોજાય છે પણ સિંગાપોર એક જ એવી જગ્યા છે જ્યાં આ રેસ રાત્રિ દરમ્યાન એટલે કે ફ્લડ લાઇટમાં યોજાય છે. ગયા વર્ષે સિંગાપોરમાં ફોર્મ્યુલા1 ઇતિહાસની પ્રથમ રાત્રિ રેસ યોજાઇ હતી અને પહેલી રેસથી જ સિંગાપોર ગ્રાન્ડ પ્રીક્સ એ ફોર્મ્યુલા1 ના રસિયાઓ વચ્ચે એકદમ હીટ બની ગઇ હતી. સિંગાપોર સરકારે પણ દુનિયાભરના લોકોમાં ફોર્મ્યુલા1 વિશેનો વિશેષ રસ જોઇને કંઇક અલગ અને લોકોને વધારે મજા આવે એ હેતુથી રાત્રિમાં રેસ યોજવા માટે કમર કસી હતી. ભારતના ખેલ મંત્રી આ રમતને ધનિકોની રમત અને મનોરંજન ગણાવીને આ રમત પર ઘ્યાન નથી આપતા. ખેલ મંત્રી કહે છે કે મારે બીજી રમતો પર ધ્યાન આપવું છે. (વાતો તો એવી કરશે જાણે બીજી બધી રમતોમાં એમણે આપણને champion બનાવી દીધા હોય.). કદાચ ખેલમંત્રીને ખબર નથી કે આ રમતને મહત્વ અપાય તો ભલે દેશના રમતવીરોને ફાયદો નહીં થાય પણ ટુરિઝમ ડિપાર્ટમેન્ટને જરૂર ફાયદો થશે. અત્યારે સિંગાપોરમાં આખી દુનિયામાંથી (ખાસ કરીને ગોરી પ્રજા) ફોર્મ્યુલા1 રેસના ચાહકો સિંગાપોરમાં આવી ગયા છે. ઓર્ચડ રોડ પર અત્યારે 5માંથી 2 વ્યક્તિ ગોરા જોવા મળે છે. આના લીધે ટુરિઝમ, રીટેઇલ અને હોટેલના ધંધાઓમાં એક્દમ તેજી આવી ગઇ છે. આજ કાલ મંદીના જમાનામાં આવા ઇવેન્ટ યોજીને જ ઇકોનોમીને પાટે લાવી શકાય. (હું પહેલા નહોતો માનતો કે આવી રેસ કે બીજા ઇવેન્ટ યોજવાથી ઇકોનોમીને ફાયદો થાય પણ આ વખતે લોકોમાં ક્રેઝ અને વિઝીટરોને જોઇને આ વાત માનતો થઇ ગયો.) હું મોટર સ્પોર્ટસનો ચાહક  નથી (હું ઔરંગઝેબ છું આ રમતની બાબતમાં અને રમતના નિયમો વિશે પણ જાણકારી નથી) પણ રેસની આર્થિક જગત પર અસરોને જોતા મને લાગે છે કે ભારતમાં પણ આ રેસ લાવવા વિશે વિચારી શકાય.

થોડું સિંગાપોરમાં યોજાતી રેસ વિશે. આ રેસનો ટ્રેક શહેરની મધ્યમાં જ (એટલે કે CBD – Central Business District)છે. ટ્રેકની આજુબાજુ ઉંચી ઇમારતો, સિંગાપોર રીવર, સિંગાપોર ફ્લાયર અને મર્લિયન આવેલ છે. આ એરિયા મારા મુજબ સિંગાપોરનો સૌથી સારો એરિયા છે. આ રેસ સિંગાપોર ફ્લાયરમાંથી પણ જોઇ શકાય છે અને એના માટે વિશેષ પેકેજ પણ હોય છે. Fullerton Hotel અને ટ્રેકની આજુબાજુમાં આવેલી હોટલમાંથી પણ આ રેસ જોઇ શકાય છે. રેસનો ટ્રેક અને એના આજુબાજુના એરિયા વિશેની માહિતી અહીં છે. મેં પહેલી વાર જ્યારે રેસનો ટ્રેક જોયો હતો ત્યારે મને તો બહુ નાનો લાગ્યો હતો પણ ખબર નહીં ટ્રેક આટલી પહોળાઇના રહેતા હશે રેસમાં. રેસની ટિકીટોની કિંમત વિશે મને બહુ ખબર નથી પણ કદાચ બહુ સસ્તી નથી. મારા એક મિત્રએ પ્રેક્ટિસ સેશન જોવા માટે (રેસ નહીં) 38 ડોલર (લગભગ 1200 રૂપિયા)ની ટિકીટ ખરીદી છે. મને બહુ રસ નથી એટલે ટિકીટના ભાવમાં પડવાની મગજમારી મેં નથી કરી. પણ એક વાત છે રેસના લીધે સિંગાપોરનો માહોલ બદલાઇ ગયો છે. ઓર્ચડ રોડ પર ફરતી વખતે મેં લીધેલા ફોટા અમુક નીચે મૂક્યા છે.

IMAG0172

      

 

        Enjoy beautiful Singapore during racing season

 

 

 

 

IMAG0173

 

 

 

 

 

BMW is there to grab……

 

 

 

 

 

IMAG0176 

Model racing car on display @Orchard Road

IMAG0177

 

 

 

 

 

 

 

 

 

 

 

IMAG0179

 

 

 

   Hoardings put up @Orchard to set racing mood amongst visitors

P.S. :

I have been bit late in writing this post. While writing this post, I was watching F1 race on TV and Lewis Hemilton won the race. Readers also pls excuse me for my poor knowledge about F1 race.

HDFC Home loan fare Singapore

આ વીકએન્ડમાં HDFC bank દ્વારા સિંગાપોરમાં હોમ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમ લોન મેળા સાથે ઇન્ડિયાથી ઘણા નામી બિલ્ડરો પણ પોતાની નવી યોજનામાં બનવાવાળા મકાન વેચવાની કવાયત કરવા આવ્યા હતા. મેળાનું આયોજન ઓર્ચડ રોડ પર મેરિટસ મેન્ડરીન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. મેળાની જગ્યા સારી હતી અને મારે આમ પણ હોમ લોન વિશે માહિતી જોઇતી એટલે હું પણ મારા એક મિત્ર સાથે આંટો મારી આવ્યો મેળામાં.

મેળામાં મુંબઇ, દિલ્હી, પૂને, બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, કોચી વગેરે સ્થળોથી બિલ્ડરો આવેલા હતા. ઇન્ડિયામાં પ્રોપર્ટીના ભાવ સાંભળીને મને તાવ ચઢી ગયો. મુંબઇથી હીરાનંદાની, રહેજા, લોઢા અને અમુક બીજા બિલ્ડરો આવ્યા હતા. મેં રહેજાના સ્ટોલ પર જઇને બોરિવલી વેસ્ટમાં એમની યોજનામાં 3 BHKનો ભાવ પૂછ્યો. મને જવાબ મળ્યો 3 કરોડ બોસ મારુ લોહી ફરતું બંધ થઇ ગયું. 1 Sq. Ft. નો ભાવ 12500 રૂપિયા. રહેજાવાળા ભાઇને મેં કીંધું બોસ કંઇક સસ્તુ નથી તમારી પાસે તો મને કહે સસ્તામાં સસ્તું 3 કરોડથી ચાલુ થાય છે. બોલો હવે આ લેન્ડ માફિયાઓ બોરિવલીમાં 1 Sq. Ft. ના 12500 માંગે છે તો ખબર નહીં અંધેરીથી આગળ તો આ લોકો કેટલા માંગતા હશે. લોઢા, રહેજા, હીરાનંદાની, આ બધા લેન્ડ માફિયાઓ જ છે અને આ લોકોએ સામાન્ય માણસના ઘર લેવાના સપનાને એકદમ અશક્ય જ બનાવી દીધું છે. પૂનેમાં પણ અમુક યોજનાઓ જોઇ પણ 2 BHK ના પણ કોઇ 27-28 લાખથી ઓછા નહોતા. આવા ભાવ સાંભળીને મારા જેવા NRI માણસોના (કે જે ડોલરમાં કમાય છે) પણ પરસેવા છૂટી ગયા તો ત્યાં રૂપિયામાં કમાતા આમ આદમીની તો શું હાલત થતી હશે. મુંબઇમાં તો પ્રોપર્ટી વિશે વિચારવાનું જ નહીં. અમદાવાદમાં પણ પ્રોપર્ટીના ભાવ બહુ વધી ગયા છે. મમ્મી એપ્રિલ મહિનામાં એક મકાન જોઇને સિંગાપોર આવેલા. એ વખતે બિલ્ડર એ ફ્લેટના 27 લાખ કહેતો હતો હવે ઓગસ્ટમાં (સિંગાપોરથી પાછા જઇને) મમ્મીએ ફરીથી પૂછ્યું તો બિલ્ડર હવે 33 લાખ માંગે છે.

મેળાની મૂલાકાત બાદના વિચાર વમળો :

  1. રૂપિયાની કિંમત દિવસે દિવસે ઘસાતી જાય છે અને મારે હું ડોલરમાં કમાઉ છું એમ વિચારી ખુશ થવાની જરૂર નથી. મને લાગે છે અહીંથી કમાઇને પાછા જઇશું તો કદાચ જ લોન વગર અમદાવાદમાં સારુ ઘર લઇ શકાશે. સિંગાપોર ડોલરના 33ના બદલે હવે 40 રૂપિયા મળવા જોઇએ.
  2. NRI ને બધા બિલ્ડરો સપના જ વેચે છે. કોઇ પણ સ્કીમ મેં એવી ના જોઇ કે જેમાં ક્લબ હાઉસ ના હોય, જીમ ના હોય, સ્વિમાંગ પૂલ ના હોય કે છોકરાઓ ને રમવા માટે અત્યાધુનિક પાર્ક ના હોય. હવે કાગળ પર બતાવેલ આ બધી વસ્તુમાંથી કેટલી સાચી હશે અથવા કેટલી ફેસિલીટી બનશે એ બિલ્ડર જ જાણે. આ બધી ફેસિલીટીઓના નામે બિલ્ડરો 2-3 લાખ વધારાના માંગી લેતા હતા. પર્સનલ પાર્કીંગના પણ વધારાના.
  3. સિંગાપોરમાં લોકો શા માટે 3 કરોડવાળા ઘરની યોજનાઓ લઇને આવતા હશે? મારા માનવા મુજબ સિંગાપોરમાં રહેતા NRI એટલા અમીર હોઇ જ ના શકે કે તેઓ 3 કરોડ રૂપિયાની ઇન્ડિયામાં પ્રોપર્ટી ખરીદી શકે. જે ખરીદી શકે એમ છે એ લાલ પાસપોર્ટ લઇને કાયમ માટે સિંગાપોરના થઇ ગયા હશે.
  4. મારે કમાણી વધારવાની જરૂર છે. શું કરવું કમાણી વધારવા માટે સમજાતું નથી.
  5. HDFC bank જોડે વહીવટ કરવાની ઇચ્છા થાય એમ છે જ નહીં. HDFC bankના નિયમોમાં જંગલી જેવી rigidity છે. આટલો મોટો લોન ફેર આયોજીત કર્યો હતો પણ લોન લેવાવાળાઓ માટે કોઇ promotion offer નહીં. મેં સીધી વાત કરી કે હું અત્યારે જ 10 લાખની લોન લેવા માટે અરજી કરી દઉ તો શું કોઇ discount મળે. મેં એમને processing fees, rate, pre payment માંથી કોઇ પણ મૂદ્દે flexibility બતાવવાની વાત કરી પણ જો એ માને તો HDFC bank કંઇ રીતે કહેવાય. આ બાબતમાં મને ICICI Bank ગમે છે. હું એમની સાથે ઘણી વખત સફળતાપૂર્વક negotiate કરી ચૂક્યો છું. છેવટે રવિવારે ICICI Bank ના એજન્ટને નવી લોન માટે “Go Ahead” કહી દીધું. નસીબ HDFC bank નું બીજું શું?
  6. પૂણેના એક બિલ્ડરની યોજનામાં ઓપન ઓફર હતી કે પહેલા બે વર્ષ સુધી HDFC bank નો જે પણ વ્યાજનો દર હોય એના કરતા 2% ઓછો વ્યાજનો દર ગણાશે. આવું 2%નું ગાજર HDFC bank તો આપી જ ના શકે તો પછી બિલ્ડરે કેમ આવું ગાજર લટકાવ્યું હશે?
  7. આપણે હંમેશા સસ્તુ શોધતા હોઇએ છે અને જો એ મળી પણ જાય તો સસ્તુ કેમ છે એમ શંકા કરીએ છીએ આવું કેમ?

Visit to Orchard

ગયા અઠવાડિયે અમે લોકો ઓર્ચડ રોડ પર ફરવા ગયા હતા. ઓર્ચડ રોડ પર એક નવો મોલ ખૂલ્યો છે હાલમાં Ion Orchard. આ મોલ અમે નહોતો જોયો એટલે થયું કે ચલો આંટો મારતા આવીએ અને એ બહાને એક આઉટીંગ પણ થઇ જશે.

Ion Orchard એ અમીરોની દુનિયા છે અને ત્યાં મારા જેવા Not so rich (ગરીબ નહીં કહું કારણ કે B+ પોસ્ટ મુજબ No Cribbing) માણસોનું કામ નહીં. અહીં દરેક નામી international branad ના સ્ટોર છે. Louis Vuitton, Armani, Levi’s, Dolce n Gabbana, વગેરે વગેરે. હવે આવી બ્રાન્ડો ખરીદવાનું આપણું ગજું છે કઇ?

મોલમાં “Open Gallery” નામની એક આર્ટ ગેલેરી પણ છે. જ્યાં ફક્ત પેઇન્ટીંગ વેચાય છે.

Opera Gallery

પેઇન્ટીંગની કલામાં હું ઔરંગઝેબ છું તેમ છતાં પણ હું મારુ કૂતુહલ સંતોષવા માટે ગેલેરીમાં ગયો. ત્યાં પેઇન્ટીંગ એવા હતા કે જે મારી સમજની બહાર હતા. ખાલી એક પેઇન્ટીંગ જોઇને મને તરત ખબર પડી કે એ પેઇન્ટીંગ શેનું છે (એ પેઇન્ટીંગ હાથીનું હતું) બાકી બધાં પેઇન્ટીંગ વિચિત્ર લાગતા હતા. પણ ખાસ વાત એ છે કે આ વિચિત્રતાના જ ભારેખમ ભાવ હતા. મેં સૌથી મોંઘું પેઇન્ટીંગ જોયું 2,88,000 યુએસ ડોલરનું. 5 x 5 ફૂટના કેનવાસ પર જેમ તેમ મારેલા કૂચડાને (આ મારી સમજ છે) ઘરે લઇ જવા માટે આપવાના 2, 88,000 યુ એસ ડોલર. (લગભગ 1 કરોડ 40 લાખ રૂપિયા) . આને ક્દાચ ગાંડપણ ના કહેવાય? વળી મેં જોયું કે જેમ પેઇન્ટીંગ સમજવા અઘરા થતા જાય અને નગ્નતા આવતી જાય એમ પેઇન્ટીંગના ભાવ વધતા જતા હતા. મેં ત્યાં ગાંધીજીનું પણ પેઇન્ટીંગ જોયું જે 60 હજાર સિંગાપોર ડોલર એટલે કે લગભગ 20 લાખ રૂપિયામાં હતું. સૌથી સહેલું પેઇન્ટીંગ (હાથીનું)  જે મારા જેવા ઔરંગઝેબને પણ સમજાઇ ગયું એનો ભાવ હતો ખાલી 6000 સિંગાપોર ડોલર. આનો મતલબ એ થયો કે પેઇન્ટીંગ સમજવું જેટલું અઘરું એટલા રૂપિયા વધારે.

રુહી ત્યાં પેઇન્ટીંગને અડીને રમવા જતું હતું. મેં વિભાને કીધું કે ટાઉને સંભાળો નહીં તો જો ભૂલે ચૂકે પેઇન્ટીંગને કંઇ થઇ જશે તો આખી જીંદગી હું અહીં ગેલેરીમાં નોકરી કરીશ અને બીજા ઘરનાંને પણ ઇન્ડિયાથી બોલાવીને ગેલેરીમાં નોકરીએ લગાવીશ તો પણ પેઇન્ટીંગના રૂપિયા ભરપાઇ નહીં કરી શકું. 🙂

ગેલેરીની મૂલાકાત લીધા બાદ મારા મનમાં અમુક વિચારો ઝબક્યા

1. આર્ટ ગેલેરીવાળા કઇ રીતે પેઇન્ટીંગની કિંમત નક્કી કરતા હશે એટલે કેમ પેઇન્ટીંગની કિંમત 2,85,00 કે 2,90,000 ડોલર નહીં પણ 2,88,000 ડોલર જ.

2. હું સાલો ખોટો 10101010 બાઇનેરી દુનિયામાં ઘૂસ્યો. મારે પણ હાથમાં પેઇન્ટીંગ બ્રશ પકડી લેવા જેવું હતું.

Merry Christmas

આજે પ્રભુ ઇસુના પર્વ નાતાલની પૂર્વસંધ્યા છે. બાળપણની અમુક વાતો આ તહેવાર સમયે યાદ આવ્યા વગર નથી રહેતી. અમારી શાળા સેંટ ઝેવિયર્સમાં દર વખતે 24 ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી સુધી લગબગ 9 દિવસનું વેકેશન મળતું હતું. પપ્પા જોડે સાંતાક્લોઝ જોવા અને શહેરમાં સજાવટ જોવા માટે જવાનું. નાતાલના આગલા દિવસે સૂતી પહેલા પલંગ નીચે મોજું મૂકીને સૂવાનું જેથી કરીને સાંતાક્લોઝ એમાં ગિફ્ટ મૂકી જાય. સ્કુલની બરાબર સામે ગોઠવેલા મોટા સફેદ તારાને જોવાનું વગેરે વગેરે….. પણ હવે તો મોટા થઇ ગયા અનેએમઝા અને માસૂમિયત ક્યાંક ખોવાઇ ગઇ છે. આજે હું, રુહી અને વિભા ઓર્ચડ રોડ પર ક્રિસમસની સજાવટ જોવા માટે ગયા હતા. ઓર્ચડ રોડ પર લાઇટીંગ અને સજાવટ તો સારી કરી છે પણ આજે આખો દિવસ વરસાદ હોવાથી બહાર ખૂલ્લામાં છૂટથી હરી ફરી શકાય એવું નહોતું

.ક્રિસમસ ટ્રી

પ્રભુ ઇસુનું આ પર્વ દરેક લોકોના જીવનમાં ખુશીઓ લાવે અને વિશ્વભરમાં શાંતિ લાવે એ જ પ્રાર્થના.

%d bloggers like this: