માફીનું રાજકારણ

લગભગ બે અઠવાડિયા પહેલા મુંબઇના 1993માં થયેલા બોમ્બધડાકાને સંબંધિત સર્વોચ્ચ ન્યાયાલયનો આખરી ચૂકાદો આવ્યો. સાથે સાથે સર્વોચ્ચ ન્યાયાલયે ગેરકાયદેસર રીતે ઘાતક શસ્ત્રો રાખવાના આરોપી સંજય દત્તના મામલાનો પણ ચૂકાદો આપ્યો. ન્યાયાલયે સંજય દત્તને 5 વર્ષની સજા ફરમાવી છે અને ત્યારથી જ આપણા મિડીયા, કહેવાતા બુધ્ધિજીવીઓ અને ધર્મનિરપેક્ષતાની દુકાન ખોલીને બેઠેલા આપણા રાજકારણીઓ સંજય દત્તને માફી અપાવવાનો અને એને બાપડો બિચારો ચીતરવાનો શરૂ કરી દીધું છે. નિવૃત્ત ન્યાયાધીશ માર્કંડેય કાત્જુએ તો આ બાબતે બૌધ્ધિક નાદારી જ નોંધાવી દીધી છે. સંજય દત્તને માફી આપવા માટે અમુક દલીલો કરવામાં આવી રહી છે જેમ કે

1. સંજય દત્ત બચરવાળ માણસ છે.

આ હિસાબે તો કોઇ પણ પરણીત પુરૂષને સજા કરી જ ન શકાય.

2. સંજય દત્તે સિનેમાના પડદે રાષ્ટ્રપિતા ગાંધીજીના વિચારોને ચરિત્રીત કર્યા છે.

જો આ જ તર્ક હોય તો "વાસ્તવ"માં રધુને "ખલનાયક"માં બલ્લુને અને "અગ્નિપથ"માં કાંચા ચીનાને ચરિત્રીત પણ આ જ સંજય દત્તે કર્યા છે.  

3. સંજય દત્ત પર 20 વર્ષથી કેસ ચાલી રહ્યો છે અને આ દરમ્યાન માનસિક રીતે સંજય દત્તે ઘણું સહન કર્યું છે અને એટલે એને માફી આપવી જોઇએ.

આપણા દેશની ઢીલી ન્યાયિક પ્રક્રિયાની બધાને ખબર છે. આખી જીંદગીની કમાણી હોમી દે ન્યાય મેળવવા માટે તો પણ જીવતે જીવ લોકો ન્યાય નથી મેળવી શકતા. ફાંસીના માંચડે ચઢવાની રાહ જોતા અથવા તો તેમના કેસનો ચૂકાદો આવવાની રાહ જોતા કેટલાય લોકો વર્ષો વર્ષથી જેલમાં સબડી રહ્યા છે. રાજીવ ગાંધીના હત્યારાઓ સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી પણ 20 વર્ષથી જેલમાં ફાંસીની રાહ જોઇ રહ્યા છે. આ જોતા સંજય દત્તે તો ખાલી 1.5 વર્ષ જ આ 20 વર્ષમાંથી જેલમાં વિતાવ્યા છે અને બાકીના વર્ષો તો એની ઉચ્ચ જીવન શૈલીમાં જ વિતાવ્યા છે.

4. સંજય દત્તના પરિવારે દેશ માટે ઘણું કર્યું છે.

પરિવારે દેશ માટે શું કર્યું એ મને તો ખબર નથી પણ મારી અજ્ઞાનતાથી પર પણ જો દત્ત પરિવારે દેશ માટે કંઇ કર્યું હોય તો એની કિંમત દેશે માફીનામા થકી ના ચૂકવવાની હોય.

5. સંજય દત્તે માસૂમિયતમાં આ ભૂલ કરી લીધી હતી અને હવે એ એકદમ બદલાઇ ગયો છે.

મોટા ભાગના લોકો ભૂલો માસૂમિયતમાં અથવા તો ગુસ્સામાં આવીને કરતા હોય છે. કસાબ જેવા લબરમૂછિયાએ પણ નાદાનિયતમાં જ બંદૂક ઉઠાવીને હેવાનિયત આચરી હતી તો શું એને પણ માફ કરી દેવો? જે ભૂલ કરી હોય એ ભોગવ્યા વગર છૂટકો જ નથી.

આવા બધાં કારણો આપી સંજય દત્તને માફી અપાવવાના કારસા ઘડાઇ રહ્યા છે પણ મારા મતે કોઇ પણ કારણ ગળે ઉતરે એવા નથી. મને તો એમ થાય છે કે કાત્જુથી માંડી અમરસિંહ, જયાપ્રદા, (ડોગી) દિગ્વિજય સિંહ જે લોકો સંજય દત્તના માફીનામા માટે ધમપછાડા કરી રહ્યા છે  એ બધા પર સર્વોચ્ચ ન્યાયાલયની માનહાનિનો દાવો માંડી દેવો જોઇએ.

આપણા દેશના લોકો બહુ લાગણીશીલ છે. બુધ્ધિજીવીઓ અને ધર્મનિરપેક્ષતાની હાટડીઓ ખોલીને બેઠેલા આપણા રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે લોકોની લાગણીઓ સાથે રમત રમીને કસાબ, અફઝલ ગુરૂ જેવા ખૂંખાર ગુનેગારો માટે પણ લોકોના મનમાં સહાનુભૂતિ  પેદા કરી દેતા હોય છે. સર્વોચ્ચ ન્યાયાલય પોતાનો ચૂકાદો આપી દે તો પણ આપણા રાજકારણીઓ વર્ષો સુધી આ ચૂકાદાનો અમલ ના કરી એના પર ગંદી રમતો રમતા હોય છે.

સંજય દત્ત નિર્દોષ તો નથી જ એ ન્યાયાલય દ્રારા પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે. સંજય દત્ત પોતે પણ પોતાના ગુનાને સ્વિકારી ચૂક્યો છે. 20 વર્ષમાં એણે પસ્તાવો કર્યો કે ના કર્યો એ બદલાઇ ગયો છે કે નહીં એ તો દત્ત અને એને ઓળખનારા માણસોને જ ખબર હોય પણ કાયદાની નજરમાં એ ગુનેગાર છે અને એ ગુનાની સજા એણે ભોગવવી જ રહી.

આજે સવારે સંજય દત્તે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે એ ન્યાયાલના ચૂકાદાનું સમ્માન કરશે અને થયેલી સજા ભોગવવા તૈયાર છે અને એ કોઇ માફી માટે અરજી કરવા નથી માંગતો. સંજય દત્તના આ નિવેદન પછી પણ કાત્જુભાઇને હજી જપ નથી વળતો અને કહે છે કે ભલે સંજય દત્તને માફી ના જોઇએ તો પણ હું તો એને માફી આપવા માટે અરજી કરવાનો છું. કાત્જુભાઇને ખાલી એટલું જ કહેવાનું કે "છોગાળા હવે તો છોડો….. " 🙂

સંજય દત્ત બાકીની સજા ભોગવીને સમાજ અને દેશ માટે એક સરસ ઉદાહરણ પૂરું પાડે એ બદલ શુભેચ્છાઓ….

Inspiring, isn’t it?

આજે દેશ ગુજરાતની વેબસાઇટ પરની પોસ્ટમાં નરેન્દ્ર મોદીનું આ વ્યકત્વ્ય સાંભળ્યું.

નરેન્દ્ર મોદી એક સારા વક્તા છે એ નિ:શંક છે પણ મને આ વ્યકતવ્ય અત્યાર સુધી સાંભળેલા એમના વ્યક્તવ્યોમાં સૌથી વધૂ સારુ લાગ્યું. નરેન્દ્ર મોદી સારા કે ખરાબ, કોમવાદી કે ધર્મનિરપેક્ષ, ભ્રષ્ટાચારી કે બોલ બચ્ચન આ બધા પૂર્વગ્રહોને બાજુમાં મૂકીને આ વિડીયો જોવા જેવો છે. સારો નેતા કોને કહેવાય એ આ વિડીયો જોયા બાદ તમને ખ્યાલ આવી જશે. અમુક વાતો આ વિડીયોમાં નરેન્દ્ર મોદી એ એકદમ સચોટ કહી છે.

1. જ્યારે માણસને લાગવગશાહી કે ખિસ્સા કપાયા વગર નોકરી મળી હોય તો એ બીજાના ખિસ્સા કાપતા પહેલા વિચાર કરે. (આડકતરી રીતે શિખામણ પણ આપી દીધી કે લોકોના ખિસ્સા ના કાપશો.)

2. જીંદગી ભલે નાની જગ્યાથી શરૂ થાય તો પણ વિરાટતા તરફ આગળ વધી શકાય છે.

3. ભલે ગમે તે કારણોસર શરૂઆતી જીંદગીમાં વિકાસ રૂંધાયો હોય, ગઇ કાલ જે પણ હોય તે પણ હવે જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કરો.

4. પોતાના કૌશલ્યને કાયમ વધારતા રહો. નવું શીખતા રહો. સંકલ્પ કરો કે શરૂઆત ડ્રાઇવર કે કંડકટર તરીકે કરુ છું પણ જીંદગી એ જ જગ્યાએ પૂરી નહીં કરું.

5. જીવનમાં સ્થગિતતા ના રાખો એને વહેતું રાખો.

6. AMTS –> BRTS અને Ambulance –> 108 સેવા એ બદલાવનું એકદમ સચોટ ઉદાહરણ આપ્યું. (BRTSમાં ઘણાં સુધારાની જરૂર છે પણ AMTS કરતા તો સારી જ છે. 108એ પણ ઉત્ત્મ સેવા છે)

7. જનતાની સેવા કરવાનો ભાવ આવે તો કોઇ પણ બદલાવ શક્ય છે.

8. મોદી સાહેબે હુંકાર કર્યો છે કે થોડા વર્ષોમાં તૈયાર થનારા એસટી બસ સ્ટોપો લોકો જોવા આવશે એવા થશે. જોઇએ ક્યારે આ બસ સ્ટોપો બની રહે  છે અને કેવા બને છે.

9. એસ ટી બસ સ્ટોપ વિશે જે User Experienceની વાત કરી છે એ ખરેખર યોગ્ય છે. એમનો ડાયલોગ કે "અમુક લોકોને ગરીબીમાં  જ મજા આવે છે" એ પણ એકદમ સાચી વાત છે. કોઇ પણ સારી જગ્યા સરકાર બનાવે એટલે તરત જ લોકોને એમાં ખોટા ખર્ચા દેખાવા લાગે. (લોકોના આવા અભિગમ જોઇને મને પણ એ જ સવાલ થાય છે ક્યાં સુધી આપણે આપણા દેશને ચીથરેહાલ જ રાખવો છે??)

10. મોદી સાહેબની એ વાત પણ સાચી છે કે પ્રજાને જો સારુ આપીશું તો અમુક હદ સુધી પ્રજા તેની રખેવાળી કરશે જ. અત્યાર સુધી ભારતની પ્રજાને સરકાર તરફથી કંઇ મળ્યું નથી એટલે એમને કોઇ પણ વસ્તુની કદર નથી હોતી. જે દિવસે પ્રજાને સરકાર તરફથી સુવિધાઓ મળવાની શરૂ થશે એ દિવસે પ્રજા પણ ધીરે ધીરે 100% સુધરશે જ અને મળતી સુવિધાઓના રખરખાવ પ્રત્યે સચેત રહેશે. આ વાત સ્વાનુભવથી કહી રહ્યો છું. સામાન્યથી ઉપર ઉઠવાનું દરેક વ્યક્તિને ગમે જ છે એવું કહેવું ખોટું નથી જ.

11. સાથે સાથે ડ્રાઇવર અને કંડકટર તરીકે પોતાની ફરજોને એકદમ કાર્યદક્ષતા, ઇમાનદારી અને સુરક્ષા સાથે બજાવવાની સલાહ પણ છેલ્લે છેલ્લે ખૂબ સરસ રીતે આપી દીધી.

નેતા એવો હોવો જોઇએ કે જે લોકોને પ્રોત્સાહિત કરી શકે, માર્ગદર્શન કરી શકે દીર્ઘદ્ર્ષ્ટિ સાથે કામ કરે. આપણા દેશની એ કમનસીબી છે કે આવા નેતાઓ આપણે ત્યાં થયા નથી અને જે થયા છે એમને બીજા લુચ્ચા રાજકારણીઓએ આગળ આવવા નથી દીધા.

સારા નેતાઓ મેળવવાની બાબતમાં સિંગાપોર આમ જોવા જઇએ તો નસીબદાર છે. અહીં વર્તમાન પેઢીના નેતાઓ આવનારી પેઢી માટે વીણી વીણીને સારા નેતાઓ શોધી કાઢે છે અને એમને તૈયાર કરે છે. એટલે જ વિશ્વના નક્શા પર ટપકા જેવું સિંગાપોર આજે પણ એક વિકસીત દેશ તરીકે અસ્તિત્ત્વમાં છે. જે લોકો રસ ધરાવતા હોય એમણે સિંગાપોરના પ્રધાનમંત્રીનું ફેસબુક પેજ લાઇક કરવા જેવું છે.

આશા રાખીએ ભવિષ્યમાં ભારતનો સોનિયા અને મનમોહન જેવા વામણા નેતાઓના નેતૃત્વથી બચાવ થાય અને એક સબળ નેતૃત્વ ભારતને પ્રાપ્ત થાય.

इस थप्पड की गूंज सुनाई देगी…..

સુપ્રિમ કોર્ટનો એક ઐતિહાસિક ચૂકાદો અને 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ. લોકો ખુશ થયા કે ચાલો રાજાએ જે ચૂનો લગાવ્યો હતો એમાંથી દેશ કદાચ બચી ગયો. મને પણ થોડી ખુશી થઇ આમ તો આ ચૂકાદાથી પણ પછી વિચારતા લાગ્યું કે આ ચૂકાદો એવો છે કે જેના વિશે કહી શકાય કે "इस थप्पड की गुंज तुम्हे सुनाई देगी…" હવે મને એવું કેમ એમ લાગે છે એ માટે નીચેના કારણો છે.

કુલ 122 ટેલીકોમ લાઇસન્સો રદ્દ થયા. આ ટેલીકોમ લાઇસન્સો ધરાવતી કંપનીઓ પાસે આશરે 11.5 કરોડ ગ્રાહકો છે. હવે જો આ ટેલીકોમ ઓપરેટરોની દુકાન બંધ થઇ જાય તો આ બધાં ગ્રાહકોને નવા ઓપરેટર પાસે જવું પડે અને નવા ઓપરેટર પાસેથી સર્વિસ લેવી પડે. આમ જોવા જઇએ તો આ કોઇ મોટી સમસ્યા નથી પણ ગ્રાહકોને થોડી તકલીફ તો વગર જોઇતી પડવાની જ.

જે ટેલીકોમ કંપનીઓના લાઇસન્સ રદ્દ થયા છે એ કંપનીઓ પર નભતા લોકોનું શું? જેમ કે આ ટેલીકોમ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનું શું? એમના ડીસ્ટ્રીબ્યુટરો અને એમની સેલ્સ ચેનલમાં કામ કરતા લોકોનું શું? દરેક ટેલીકોમ કંપની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હજારો લોકોને રોજી રોટી આપતી હોય છે એ લોકોની રોજી રોટીનું શું?

સૌથી મહત્ત્વની વાત એ છે કે જે કંપનીઓ એ લાઇસન્સની ખરીદી માટે 1600 કરોડ રૂપિયાથી પણ વધૂ સરકારને આપ્યા હતા એ રૂપિયાનું શું?  સરકાર આ રૂપિયા આ કંપનીઓને પાછા આપશે? આનો જવાબ છે ના વાંચો અહીં. હવે એમ વિચાર આવે કે આ કંપનીઓએ સરકારને પરોક્ષ રીતે ચૂનો લગાવીને જ આ લાઇસન્સો ખરીદ્યા હતા ને તો ભલે પછી એ ભોગવે એમના કુકર્મોની સજા. જો કે આમ વિચારવું ભૂલ ભરેલું છે કારણ કે બધી ભારતીય કંપનીઓએ ઓછી રકમમાં લાઇસન્સો ખરીદ્યા હતા અને ત્યાર બાદ આ બધી ભારતીય કંપનીઓએ વિદેશી કંપનીઓને બાટલામાં ઉતારી. જેમ કે ટાટા એ જાપાનની ડોકોમોને, યુનિટેકે નોર્વેની ટેલીનોરને, શ્યામે રશિયાની સિસ્ટીમાને વગેરે વગેરે. આ બધી વિદેશી કંપનીઓ પાસેથી આપણી ભારતીય કંપનીઓએ પોતાનો હિસ્સો વેચીને તગડી રકમ વસૂલી છે. એટલે આમ જોવા જઇએ તો ભોગવવાનું છેવટે તો આ વિદેશી કંપનીઓને આવ્યું છે. સુપ્રિમ કોર્ટે ટાટા અને બીજી અમુક ભારતીય કંપનીઓને પોતાના કુકર્મો માટે કંઇક પાંચ કરોડનો દંડ કર્યો છે પણ એમણે વિદેશી કંપનીઓ પાસેથી વસૂલેલી રકમ આગળ આ પાંચ કરોડ તો કંઇ નથી.

હવે સવાલ એ છે કે આ આખો કેસ વિદેશી કંપનીઓ સાથે થયેલી છેતરપિંડીનો ના કહેવાય?

આ આખા ગોટાળામાં ભારત દેશની એક Investor Friendly Nationની શાખને કેટલું નુકશાન થયું એનું તો મૂલ્યાંકન કરવું અઘરું છે. સરકાર પોતાના ભ્રષ્ટ મંત્રીઓ થકી એક વખત લાઇસન્સ આપે અને પછી સુપ્રિમ કોર્ટ એને ગેરકાયદે ઠેરવે અને કંપનીઓએ રોકેલા રૂપિયા સરકાર ચાઉં કરી જાય આવા વાતાવરણમાં બહારથી કોઇ ભારતમાં શા માટે પોતાના નાંણાનું રોકાણ કરવા આવે? જો સરકારે આપેલા લાઇસન્સની જ કોઇ વિશ્વસનીયતા ના હોય તો પછી કંપનીઓએ કોના ભરોસે રોકાણ કરવું?  યુનિનોરે તો પોતાના 721 મિલીયન ડોલરના નામનું સત્તાવાર રીતે નાહી નાંખ્યું છે. વાંચો અહીં. આ આખો ધંધો કંઇ 5-25 કરોડનો નથી પણ કરોડો ડોલરનો છે અને જો આવી જ ધોખાધડી ચાલતી હોય તો કોઇ શા માટે ભારતમાં મૂડી રોકાણ કરવા આવે? આ એક બહુ ગંભીર બાબત છે.

સૌથી વધારે બેશરમીની વાત તો સરકાર દ્રારા અપાતા વિવેકહીન નિવેદન છે. કપિલ સિબ્બ્લ જે મન ફાવે બફાટ કરે રાખે છે એ જોતા તો એને જૂતા મારવાનું મન થાય છે. સિબ્બ્લ ગાણાં ગાય છે કે તેઓ ફક્ત આગળની સરકારની નીતિને જ અનુસર્યા છે તો પછી કોર્ટે આગળની સરકારો દ્વારા અપાયેલા લાઇસન્સો શા માટે રદ્દ ના કર્યા? વળી સરકારને જો એમ લાગતું હોય કે આ બધી વિપક્ષની ચાલબાજી છે તો ચઢો કોર્ટે અને મેળવો ન્યાય કોણ ના પાડે છે? વળી કપિલ સિબ્બલ (વાઘરી) તો જ્યારે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે આમાં ઝીરો લોસની વાત કરી રહ્યો હતો. હવે જોઇએ ફરી વાર લાઇસન્સોની હરાજી થશે ત્યારે એની ઝીરો લોસની વાત કેટલી સાચી રહે છે. હાલની સરકાર એટલી ભ્રષ્ટ છે કે એમના ગજવાં ભરવામાં દેશ વેચાઇ જાય તો પણ એમને કોઇ ફરક નથી પડતો. સરકાર ચિદમ્બરમને બચાવવા મથી છે એની પાછળનું કારણ પણ સાફ છે કારણ કે ચિદમ્બરમ એક એવું હુકમનું પત્તું છે કે જો તે ખરે તો આખો મહેલ ધરાશાયી થઇ જાય. બધાં કોંગ્રેસીઓના કાળા નાણાંને વિદેશોમાં સગે વગે કરી આપવામાં ચિદમ્બરમનો સિંહ ફાળો છે. ટ્રાયલ કોર્ટે તો ચિદમ્બરમને બચાવી લીધા છે જોઇએ હવે સ્વામીજી આગળ શું કરે છે?

2જી નો આ કકળાટ જલ્દી શમે એમ નથી. સુબ્રમ્ણ્યમ સ્વામી અને અન્નાજી જેવા લોકોથી અને સુપ્રિમ કોર્ટ જેવી સંસ્થાઓ થકી દેશ ટકી રહ્યો છે એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ ના કહેવાય નહીં તો આ ઇટાલીઅન મેડમ અને એના ચમચાઓએ દેશને ક્યારનો વેચી ખાધો હોત.

Update :
જેમને હજી ના સમજાયું હોય એમણે આ TOIનો આર્ટિકલ વાંચવા વિનંતી.

लालु यादव जिंदाबाद

લાલુ યાદવનો કોઇ જવાબ નથી એના પૂરાવારૂપે આ વિડીયો છે. અંગ્રેજી ના આવડવું એ કોઇ ખરાબ વાત નથી પણ આ માણસની બેફિકરાઇ જુઓ. લોકો હસે તો હસે What goes my father’s?

UPAનો ‘U’ ટર્ન

16મી ઓગસ્ટના રોજ અન્ના હજારે અને એમના સાથીદારોની પોલીસે ધરપકડ કરી હતી કારણ કે તેઓ અને તેમના સાથીદારો દ્વારા ઉપવાસનો કાર્યક્ર્મ યોજવા માટે પોલીસ દ્રારા મૂકાવામાં આવેલી નીચેની શરતોનો સ્વિકાર નહોતો કર્યો.

  1. ઉપવાસ અને ધરણા કાર્યક્ર્મ માટે ફકત 3 દિવસની જ પરવાનગી રહેશે
  2. ઉપવાસના સ્થળ પર 5000 લોકોથી વધૂ વ્યક્તિ ના ભેગા થવા જોઇએ
  3. ઉપવાસના સ્થળે 50 કાર અને 50 મોટર સાયકલ વાહનોથી વધૂ ભેગા ના થવા જોઇએ
  4. કોઇ પ્રકારના તંબૂ નહીં ઉભા કરવા
  5. રાત્રીના 9 વાગ્યા પછી કોઇ પ્રકારના લાઉડસ્પીકરનો ઉપયોગ ના કરવો
  6. સરકારી તબીબ દ્રારા રોજ અન્નાની તબિયત ચકાસવામાં આવશે

પોલીસે આ શરતો એટલા માટે રાખી હતી કારણ એ તેમને ડર હતો કે જો ઉપરની શરતોનો ભંગ થશે તો કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઇ શકે છે. UPA સરકારે પણ સંસદમાં ઠાવકુ નિવેદન આ બાબતે આપ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસને જે યોગ્ય લાગ્યું એ એમણે કર્યું એમાં સરકારનો કોઇ હાથ નથી.

ત્યાર પછીના બે દિવસમાં જે ખેલ ભજવાયો એ બધાએ જોયો. અન્ના હજારેની જેલની બહાર ના નીકળવાની ગુગલી સામે પોલીસ અને સરકાર બન્ને જાણે કે ક્લીન બોલ્ડ થઇ ગયા. આજે હાલત એ છે કે અન્નાને સરકારે (અરે… સરકાર નહીં સોરી… સોરી… પોલીસે) કોઇ પણ શરત વગર 15 દિવસ સુધી ઉપવાસ કરવા દેવાની પરવાનગી આપી છે અને તે પણ પહેલા કરતા વધૂ મોટી જગ્યામાં અને કોઇ પણ શરતો રાખ્યા સિવાય. હવે જે ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ થશે એમાં

  1. 15 દિવસ સુધી ઉપવાસ અને ધરણાનો કાર્યક્રમ કરી શકાશે
  2. કેટલા લોકો આ ઉપવાસ અને ધરણા કાર્યક્રમમાં ભાગ લઇ શકે એ માટે કોઇ બાધ રખાયો નથી. રામલીલા મેદાન કે જ્યાં આ કાર્યક્ર્મ યોજાવાનો છે ત્યાં 25000 હજાર જેટલા વ્યક્તિઓ સમાઇ શકે છે.
  3. ઉપવાસના સ્થળે વાહનોની સંખ્યા વિશે કોઇ મર્યાદા રખાઇ નથી. જેટલા વાહનો સમાઇ શકે એટલા વાહનો આવી શકે છે.
  4. કોઇ પણ પ્રકારના તંબૂ વગેરે બાંધવા વિશે કોઇ મનાઇ નથી.

હવે સવાલ એ છે કે બે દિવસ પહેલા ખાલી 5000 લોકો અને 50 વાહનો ભેગા થવામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાઇ જવાની ભીંતી ધરાવતી પોલીસને હવે એનાથી 5 ગણા વધારે લોકો ભેગા થશે અને અમર્યાદ વાહનો હશે તો પણ એમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાશે એવું નથી લાગતું અથવા તો એવુ લાગે છે કે જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાશે તો પણ કાબૂ કરી લઇશું. જોવાની વાત એ પણ છે કે ઉપવાસ કરવાવાળા એ જ માણસો છે, એ જ વિરોધનો મૂદ્દો છે, એ જ પોલીસ છે, કોઇ અદાલતે પણ પોલીસને ઉપવાસ કરવા દેવા માટે આદેશ નથી આપ્યો છતાં બે દિવસમાં એવું તો શું જાદૂ થઇ ગયું કે પરિસ્થિતિ એકદમ બદલાઇ ગઇ છે? મને લાગે છે આપણી પોલીસ અન્નાના દબાવમાં આવી ગઇ છે અને જો એમ જ હોય તો UPA સરકાર જે પોલીસની નિષ્પક્ષતા અને કાયદો કાયદાનું કામ કરે છે એવા ગાણાં ગાતી હતી એમણે આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઇએ. જે UPA સરકાર અને પોલીસ બે દિવસ પહેલા કાયદા અને વ્યવસ્થાને લઇને ગંભીર હતી એ (કહેવાતા) બ્લેકમેલર અન્ના હજારેના (કહેવાતા) નાટકો (કે હીરોગીરી) સામે કેમ ઝૂકી ગઇ? મને લાગે છે કે કેન્દ્રની  UPA સરકાર ભ્રષ્ટાચાર સામે લડવામાં તો નિષ્ફળ રહી જ છે સાથે સાથે હવે લોકોની જાન માલની સુરક્ષા અને કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને લઇને પણ ગંભીર નથી રહી.

કદાચ UPA સરકારની બુધ્ધિમતા, નીતિમત્તા અને રાજકીય પરિપક્વતાને સાવ લકવો મારી ગયો છે એટલા માટે જ વારે વારે ‘U’ ટર્ન મારવા પડે છે 🙂

 

(જો આ બાબતે કોઇ પાસે યોગ્ય સ્પષ્ટીકરણ હોય અથવા મારી મૂકેલી માહિતી ખોટી હોય તો જણાવવા વિનંતી.)

અન્ના હજારે હીરોગીરી કરી રહ્યા છે?

અન્નાજીની ધરપકડને લઇને આખા દેશમાં ધમાલ મચી છે. આજના ટ્વીટર અને ફેસબુકના જમાનામાં આ ક્રાંતિ કદાચ નવું સ્વરૂપ લઇ શકે છે અને આ ક્રાંતિ ક્યાં જઇને અટકે છે એ તો સમય જ બતાવશે. ટ્વીટર અને ફેસબુક પર ઘણા સંદેશાઓ આજે ભ્રષ્ટાચાર વિરોધી અને અન્નાજીના સમર્થનમાં વાંચ્યા. જો કે અમુક સંદેશાઓ ખરેખર ભયંકર અને સ્વાર્થની હદ પાર કરે એવા હતા. નીચે અમુક સંદેશાઓ મુક્યા છે. 

@neetakolhatkar

What r housewives doing here. Silly cws take care of ur famiies instead

What an ass UPA govt is..why arrest that man wanting to be hero?? IGNORE..

twilightfairy

WTF. anna’s eaten my entire timeline. what fasting .. bah

deepakshenoy

Anyhow, nothing will happen. Anna is draconian. Govt is doofus. It’s like choosing between two dumb political parties. Again.

આ પ્રકારના સંદેશાઓ વાંચીને ખરેખર મને દુ:ખ થયું. એક 74 વર્ષનો વૃધ્ધ માણસ દેશ માટે, તમારા સારા ભવિષ્ય માટે અને આવનારી પેઢીઓ માટે લડાઇ લડી રહ્યો છે અને અમુક પ્રજાને પોતાની ટ્વીટરની ટાઇમ લાઇનની પડી છે કે પછી એ વૃધ્ધ માણસ કઠોર, નિર્દય કે હીરોગીરી કરી રહ્યો હોય એમ લાગી રહ્યું છે. ભગવાન આ લોકોને સદ્દ્બુધ્ધિ આપે. તમને જો એમ લાગતું હોય કે અન્નાજીનો રસ્તો યોગ્ય નથી તો ભલે તમે એમના રસ્તે ના ચાલો. તમને એમ લાગતુ હોય કે આ બધો ટાઇમપાસ ચાલી રહ્યો છે તો તમે ભલે આ ટાઇમપાસમાં ના જોડાઓ. તમે તમારી વિચારશક્તિના માલિક છો પણ મહેરબાની કરીને જો તમે કશું કરી ના શકતા હો તો જે કરે છે એમના વિશે ઘસાતુ તો ના બોલો. ભલે આ ક્રાંતિનું કોઇ સારુ પરિણામ આવે કે ના આવે પણ એક શરૂઆત થઇ છે એ શું સરાહનીય નથી?

Till the next bomb blast, do us apart….

પાકિસ્તાનના મહિલા વિદેશમંત્રી હીના રબ્બાની ખાર આ અઠવાડિયે ભારત સાથે શાંતિ મંત્રણા કરવા દિલ્હી આવ્યા. શાંતિ મંત્રણાઓ વર્ષોથી ચાલે રાખે છે પણ એનું પરિણામ હજી સુધી આવ્યું નથી. દર વખતે મંત્રણાઓ થાય છે પછી બોંબ ધડાકા થાય છે અને પછી આપણી ભારતીય સરકાર કહેવાતું એકદમ કડક વલણ અપનાવે છે અને શાંતિ મંત્રણાઓ બંધ થઇ જાય છે. પછી અમેરિકા ફરીથી ભારત સરકારને ગોદો મારે એટલે ફરી આપણે આ બધા નાટક શરૂ કરવાનું વગેરે… વગેરે….. વર્ષોથી આ નાટકો ચાલે રાખે છે. આ સંદર્ભમાં નીચેનું ચિત્ર એકદમ સૂચક છે.

હીનાબેન ક્રિષ્ણા દાદાજીને કહે છે કે આપણે મિત્રો છીએ અને દાદાજી કહે છે આપણે ત્યાં સુધી જ મિત્રો છે જ્યાં સુધી ફરી વખત બોંબ ધડાકા ના થાય.

image

આ વખતની શાંતિ મંત્રણાઓએ ખબર નહીં શું ઉકાળ્યું? જો કે કોઇ પરિણામની આશા રાખવી જ નકામી છે.

ઇમેજ સોર્સ : India today site

Peepli Live

આજે મૂવી Peepli Live જોયું. મૂવી જોઇને શું લખવું એ ખબર નથી પડતી? મૂવી જોઇને સારુ લાગ્યુ એટલે ખુશ થવું જોઇએ કે પછી આપણા દેશના ખેડૂતોની દારૂણ પરિસ્થિતિ વિશે દુ:ખી થવું જોઇએ. ખેડૂતોની આત્મહત્યા અને મિડીયાની સંવેદનહીનતાના મૂદ્દે બનેલી આ મૂવી આમ જોવા જઇએ તો મનોરંજક પણ છે અને વિચારપ્રેરક પણ છે.

 

 

 

 

 

 

 

 

 

 

અવારનવાર આપણે વાંચીએ છીએ છાપામાં કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે પણ આપણે હવે આ બાબતો પ્રત્યે સંવેદના ગુમાવી ચૂક્યા છે. મિડીયા માટે આ મૂદ્દો એ સનસની ફેલાવી ટીઆરપી કમાવાનો ધંધો છે જ્યારે રાજકારણીઓ માટે આ મૂદ્દો એમની રાજનિતી કરવાનો છે. ગાંધીજીએ કહ્યું હતુ કે અસલી ભારત ગામડાઓમાં વસે છે. દરેક રાજકારણી ગાંધીવાદી હોવાનો ઢોંગ કરે છે પણ એમણે કહેલી આ પાયાની વાતને કોઇ ગણતુ નથી. દેશની આઝાદીને 60 વર્ષ ઉપર થઇ ગયા તો પણ આજે ગામડાઓ પછાત જ રહ્યા છે. આજે પણ સિંચાઇની સુવિધાઓના અભાવે ખેડૂતો કુદરતના ભરોસે જ જીવી રહ્યા છે. આપણા આધુનિક ભારતના ગાંધીજી (રાહુલ ગાંધી) કહે છે કે અમે ખેડૂતોની 70,000 કરોડ રૂપિયાની લોન માફ કરી આપી છે (જો કે આ આંકડો કેટલો સાચો છે એ ભગવાન જાણે). મારે એમને એટલું જ કહેવું છે કે 70,000 કરોડ રૂપિયાની લોન માફ કરવી પડી કારણ કે દેશના ગામડાઓમાં સિંચાઇની સારી સુવિધાઓ ઉભી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. જો સિંચાઇની સુવિધા સારી ઉભી કરી હોત તો દુકાળની પરિસ્થિતિમાં ખેડૂતોને સરકાર પાસે હાથ લાંબો ના કરવો પડત.

મૂવીની વાત કરુ તો ખેડૂતોની આત્મહત્યા અને મિડિયાની સંવેદનહીનતાને વણી લઇને મૂવી બનાવવાનો વિચાર આવવો એ સહેલી વાત નથી. અનૂષા રિઝવીએ પોતાના પ્રથમ પ્રયત્નમાં મૂવીની પટકથા પર સારુ કામ કર્યુ છે. મૂવીમાં દરેકનો અભિનય ઉમદા છે અને દરેકના ભાગે યોગ્ય કામ આવ્યુ છે. સરકારની વિવિધ યોજનાઓના નામનો ઉપયોગ જેમ કે एक लाल बहादूर दे दो….પણ ખૂબ ચોટદાર છે. મૂવીના સંગીતમાં લોકગીત અને ગામડાની ખૂશ્બુનો અહેસાસ થાય છે. सखी सैया तो खूब कमात है, मंहगाइ डायन खाये जात हे… આ ગીત આજની પરિસ્થિતમાં એકદમ બંધબેસતુ છે પણ મારુ ગમતુ ગીત મૂવીમાં Indian Ocean દ્વારા સંગીતબધ્ધ થયેલું ગીત देश मेरा છે.

 

આ ગીતમાં મને સૌથી ચોટદાર પંક્તિ "इन्डिया सर ये चीज धूरंधर, रंगरंगीला परजातंतर" લાગી. ભારતની સૌથી મોટી ખૂબી એ ભારતનું પ્રજાતંત્ર છે પણ આ પ્રજાતંત્રને અત્યારે ભ્રષ્ટાચારની ઉધઇ લાગી ગઇ છે. ઘણી વખત મને લાગે છે કે ઇન્ડિયાનું આખુ તંત્ર ભગવાન ભરોસે ચાલે છે. જ્યારે તમે વિદેશમાં રહેતા હો અને તમે તમારી આજુબાજુ એકદમ વ્યવસ્થિત તંત્ર જોતા હોય ત્યારે તમને એ અહેસાસ થયા વગર ના રહે કે સાલુ ઇન્ડિયામાં આખુ તંત્ર કઇ રીતે ચાલે છે?

(ફોટા : ગૂગલ ઇમેજમાંથી)

શું આ ન્યાય છે?

ગઇ કાલે કસાબના કેસનો ચૂકાદો આવ્યો. મને એ વાતની રાહત થઇ કે આ કેસનો ચૂકાદો બે વર્ષની અંદર આવ્યો (જો કે હજી કસાબને સજા થતા વર્ષો નીકળી જશે, કેટલુંય ખંધું રાજકારણ રમાશે અને કસાબને જીવતો રાખવા લખલૂટ ખર્ચો થશે એ અલગ વાત છે). સાથે સાથે 26/11 કેસના બીજા બે ભારતીય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા. આ બે ભારતીય આરોપીઓ પર આરોપ હતો કે એમણે હુમલા પહેલા પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી, નક્શા બનાવી આપ્યા હતા અને આતંકવાદી હૂમલા માટે અમુક વ્યવસ્થા કરી આપી હતી. આપણી પોલીસ આ લોકો સામે જડબેસલાક પૂરાવા ના મેળવી શકી. જજ સાહેબે એમ કહીને એ બે આરોપીઓને છોડી મૂક્યા કે તેમણે જે નક્શા બનાવ્યા હતા એના કરતા વધારે સારા નક્શા Google Map પરથી મળી શકે છે. એટલે હવે માત્ર કસાબને જ સજા થશે અને એ પણ થશે ત્યારે થશે. કસાબને મૃત્યુદંદની સજા થતા લોકો ખુશ થયા કે ચલો ન્યાય થઇ ગયો. આતંકવાદીઓને સબક શીખવાડી દીધો. કસાબને સજા મળી (અને એ પણ 2 વર્ષમાં જ) એ આવકાર્ય છે પણ એ સત્ય ના ભૂલવું જોઇએ કે કસાબ તો આખા ધટનાક્રમમાં નાનું રમકડું માત્ર છે જ્યારે મોટા માથા કે જેઓને ખરેખર સજા થવી જોઇએ એ તો પાકિસ્તાનમાં બેસીને મજા કરી રહ્યા છે અને એ લખવાની જરૂર નથી કે એ લોકોનો પાકિસ્તાનમાં વાળ પણ વાંકો નથી થવાનો. ડેવીડ હેડલી કે જેણે ખુદ 26/11ના આતંકવાદી હુમલામાં પોતાની સંડોવણી હોવાનું સ્વિકાર્યું છે એની પૂછપરછ કરવા માટેની પરવાનગી મેળવવા માટે આપણી સરકાર અમેરિકા આગળ ભાઇ બાપા કરી રહ્યું છે. હવે સમાચાર આવ્યા છે કે હેડલીની પૂછપરછ થઇ શકશે પણ એ ભાઇને ભારત સરકારને હવાલે નહીં કરાય. એટલે આપણે ફક્ત કસાબને સજા કરીને ખુશ થઇને મન મનાવી લેવાનું અને બીજા આવા મોટા આતંકવાદી હુમલા ના થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરતા રહેવાની. 26/11ના આતંકવાદી હૂમલાના લીધે 166 લોકોના મોત થયા, લગભગ 300 લોકો ઘાયલ થયા, કરોડો રૂપિયાનું નુકશાન થયું અને 66 કલાક સુધી આખા દેશવાસીઓ અધ્ધર શ્વાસે આ ખૂની ખેલ જોતા રહ્યા અને છેવટે એક વ્યક્તિને સજા આપીને આપણે ન્યાય થઇ ગયો એમ કહીએ તો શું આ ખરેખર ન્યાય છે?

1993ના બોમ્બ વિસ્ફોટોનો ચૂકાદો હમણાં થોડા સમય પહેલા આવ્યો. 1993ના બોમ્બ વિસ્ફોટોના ચૂકાદામાં પણ જે મુખ્ય ગુનેગારો છે એ નાસતા ફરે છે (અથવા સાચું લખીએ તો પાકિસ્તાનમાં બેસીને મજા કરે છે) અને નાના નાના રમકડાઓને પકડીને સરકાર સજા આપવાનું ગૌરવ લઇ રહી છે. 1993ના બોમ્બ વિસ્ફોટ કેસનો ચૂકાદો આવ્યો ત્યારે અમુક અપરાધીઓ તો ચૂકાદાની રાહ જોતા જોતા ટપકી ગયા હતા.લગભગ 15વર્ષના સમય પછી અમુક નાના લોકોને પકડીને સજા આપો તો શું એ ન્યાય થયો કહેવાય?

વર્ષોથી પાકિસ્તાન આપણી સાથે મેલી રમત રમી રહ્યું છે છતાં પણ મનમોહન સિંઘને પાકિસ્તાન સાથે મંત્રણાઓ કરવાની ગલી ગલી થાય એ યોગ્ય છે? પાકિસ્તાનને ભારત સાથે મંત્રણાની રમતો રમતી જોઇને જે લોકોએ આતંકવાદી હૂમલામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમની આંતરડી નહીં કકળતી હોય? ન્યાય ત્યારે જ થયો કહેવાય કે જ્યારે પાકિસ્તાન સાથે કડક હાથે આતંકવાદના મૂદ્દે કામ લેવાય અને જે પણ મુખ્ય ગુનેગારો છે એને ખરા અર્થમાં સજા થાય. આતંકવાદના મૂદ્દે આપણી સરકાર વામણી પૂરવાર થઇ રહી છે અને એના પરિણામ સમગ્ર દેશની જનતા ભોગવી રહી છે. હમણાં ન્યુયોર્કમાં આતંકવાદી હૂમલાનો નિષ્ફળ પ્રયાસ થયો અને 2 દિવસની અંદર જ અમેરિકા સરકારે મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો. પાકિસ્તાન સરકારે પણ બીજા અમુક લોકોની આ સંદર્ભે પાકિસ્તાનમાંથી ધરપકડ કરી. 26/11 કેસમાં બધું દિવા જેવું સાફ છે છતાં ભારત સરકાર આગળ પૂરાવા માંગી માંગીને નખરા કરતી પાકિસ્તાનની સરકારે અમેરિકા આગળ તો કોઇ પૂરાવાની માંગણી નથી કરી? જો અમેરિકા પાકિસ્તાનના કાન આમળીને ધરપકડ કરાવી શકતું હોય તો ભારત શા માટે નથી કરાવી શકતું? મને લાગે છે કે પાકિસ્તાન આપણી મજાક ઉડાવે રાખે એ આપણી સરકારને કોઠે પડી ગયું છે.

જ્યારે જ્યારે મનમોહન સિંધને પાકિસ્તાનના વડાપ્રધાન સાથે હરખ ઘેલા થઇને હસ્તધૂનન કરતા જોઉ છું ત્યારે મને અસહ્ય દુ:ખ થાય છે. આપણા દેશના લોકોએ દેશનું શાસન એવા લોકોના હાથમાં સોંપ્યું છે કે જે દેશના દુશ્મનો સાથે હરખઘેલા થઇને હાથ મીલાવે રાખે છે એ વિચારે મને દેશવાસીઓની દયા આવે છે.આપણા દેશના દુર્ભાગ્ય પર દયા આવે છે કે કેવા વામણા નેતાઓ દેશને મળ્યા છે. અંગ્રેજોને ભગાડ્યા તો હવે ઇટાલીથી આવેલા મેડમ આવીને રાજ કરે છે કે જેનો એક અને માત્ર એક જ ઉદ્દેશ સરકાર ટકાવી રાખવાનો છે અને ભારત પર રાજ કરવાનો છે. ગુલામી હજી પણ આપણી માનસિકતામાં અને રગ રગમાં વ્યાપેલી છે એ

દેખાઇ આવે છે. આપણા નેતાઓએ આપણને આત્મસમ્માન વગર હલકું જીવન જીવતા બરાબર શીખવાડી દીધું છે. આતંકવાદ અને મોંઘવારી કરતા ધર્મનિરપેક્ષતા એ વધૂ જરૂરી છે એ આપણા દેશના લોકોના મગજ પર હથોડા મારી મારીને નેતાઓએ ઠસાવી દીધું છે. આપણા નેતાઓએ આતંકવાદને ખતમ કરવા કરતા એને પચાવી જવાનું લોકોને શિખવાડી દીધું છે. લોકોની પેટનો ખાડો પૂરવાની મજબૂરીને આપણા નેતાઓએ સિફતથી resillienceમાં ખપાવી દીધી છે.

મને બસ આ પંક્તિ યાદ આવે છે “हर तरफ जूर्म है बेबसी है, सहेमा सहेमा सा हर आदमी है” આનાથી વધારે હવે શું લખું?

Big B & Narendra Modi : Scapegoats

Last week two eminent personalities of our country hogged all the limelight in Media. The first person was Big B i.e. Shri Amitabh Bachchhan & next one Gujarat’s CM Shri Narendra Modi (Someone may disagree with me but he is definitely eminent personality of India). Both were made the scapegoat of immoral conduct of media and pseudo secularism observed by the Congress party. It was once again proved that Media in a race to to get the news bytes & TRP can stoop to any lows and Pseudo secularist Congress just know how to play around with the feelings of common man.

First let’s talk about Big B. All the drama started with the presence of Big B for the inauguration of new four lanes of Sea link bridge in Mumbai. It is known thing that Big B is not enjoying good terms with Gandhi family. So all the religious slaves of Gandhi family have to distant themselves from Big B. Also, recently Big B associated himself with the Brand Gujarat. Since then whole media is working overtime to portray him political and cook up some stories about it. Media dissect every minute thing which Big B writes on his blog and cook up some exciting story out of it. Congress is thinking that his CM shaking hand with Big B or sharing dais with Big B will put their secular party image in danger coz now Big B has agreed to promote tourism of Gujarat ruled by Mr. Narendra Modi. How immature? At the same time isn’t it an attempt to neglect/insult/isolate Gujarat? Is congress party trying to convey message that whoever will associate themselves with Gujarat will be isolated and neglected? Why such an insult for Gujarat? If Congress has problem with Narendra Modi or BJP is fine but why to hate the progress initiative of Gujarat? Big B has hit back on this attitude of congress party very well on his blog. Read Big B’s defence on his blog : http://bigb.bigadda.com/?p=4890 After reading this can anyone say he is wrong in anyways? He has also put up the invitation letters and appreciation letters he has received from state government (http://bigb.bigadda.com/?p=4894). This clearly shows that Big B was good till he didn’t associate himself with brand Gujarat. Congress party in compulsion to object BJP is doing injustice with Gujarat. Hate Mr. Modi but why any of the progress related initiative of Gujarat? While I’m writing this, news has come that Maharashtra CM has visited event in Pune a day earlier so that he doesn’t have to share the dais with Big B. Big B has written on his blog that Abhishek’s posters and video were also removed from the WWF earth hour event (for which he is brand ambassador) because the event was to be attended by the Delhi CM Sheila Dixit.  Isn’t it ridiculous? Big B is decorated personality nationally and internationally and he definitely doesn’t deserve cold shoulders in his home nation, home state and home city. Congress party is fine to associate themselves with goddesses of corruption like Jaylalithas & Mayawatis but not fine with person who is trying to help out Gujarat in it’s progress initiative. Is it justified? Also, as Big B mentioned why Congress is targeting him only. Why not congress is boycotting likes of Ratan Tata or Mukesh Ambani who has their big business interests in Gujarat. Why congress is adopting double standard? Congress has definitely need to explain it’s stand.

Now let’s talk about another person who is beloved child of media & soft target of the pseudo secular politics observed in our country. Narendra Modi yesterday appeared in front of the SIT (Special Investigation Team) appointed by Apex court. I’m happy that Mr. Modi appeared against SIT and set and example. In India rich and influential people know the way to evade the judicial system and if Mr. Modi had wished he could have done so easily. But in a spirit of common man, he appeared against SIT when he was called. I think he set the right example in political system to respect the law and order. He proved that he is not like Madhu Koda or Shibu Soren who is constantly evading the investigations or arrests by hook or crook. I would like to remind people about absconding Shibu Soren (to avoid the arrest) when he was cabinet minister in UPA government. Likes of Sajjan kumar and Jagadeesh tytler still evading the warrants and inquiries in 84 sikh riots in Delhi.  Those who says Mr. Modi forgot his राज धर्म at the time of Godhra riots then why they are only questioning Mr. Modi? Why not Mayawati is being questioned or isolated for wasting public’s money on statues and getting herself garlanded with currency notes? Is Mayawati untouchable for pseudo secular political parties? I want to ask our political parties that secularism is the only ethos people of our nation wants? People of nation doesn’t deserve good infrastructure, better job prospects, quality life, etc. Modi is elected representative of Gujarat through democratic process but still not respected by Central Government. If that is not the case then why Central government is not pressing for his case when US is not granting him visa for USA on humanitarian ground? This is definitely not the kind of treatment elected head of state deserves.  English media is always busy in painting villainous picture of Modi and showing Gujarat & Mr. Modi in bad light. Why English media is giving so much of importance to interrogation of Mr. Modi and Gujarat? English media only remembers Godhra but can’t see anything good about Mr. Modi or Gujarat while ignoring the wrong doings in rest of the political system.

Such things are totally disgusting. Hope the better sense prevail for our Media and political fulcrum. Amen!!

%d bloggers like this: