આવું વિચિત્ર કેમ?

ફ્રેંચ ભાષાના ક્લાસમાં ગઇ કાલે 1-100 સુધીના અંકો કઇ રીતે બોલાય એ શીખ્યું. આમ તો આ અંકોનું બીજી ભાષાઓ જેવું જ છે પણ અમુક વિચિત્રતાઓ પણ છે. જેમ કે 1-16 સુધીના અંકો માટે અલગ અલગ શબ્દો છે પણ 17 પછી ગણતરી ચાલુ થાય છે. જેમ કે 10 ને ફ્રેંચમાં કહેવાય ડીસ(dix) અને સાતને કહેવાય સેટ(sept) એટલે 17 બોલાય ડીસ સેટ (dix-sept). 17 પછી બધી ગણતરી જ છે જેમ કે 21 એટલે 20 અને 1 બોલાય, 31 એટલે 30 +1 બોલાય. પણ 70 પછી પાછી નવી ગણતરી આવે. 71 એટલે 60 + 11 બોલાય નહીં કે 70 + 1. 78(Soixante-dix-huit)) બોલવા માટે 60 (Soixante) + 10 (dix) + 8 (huit) બોલાય. વિકટ ગણતરી હજી હવે છે. 80 માટેની ગણતરી છે (4 (quatre) * 20 (vingts)). 81 માટે ગણતરી છે 4*20 + 1. 91 માટે ગણતરી કરવાની 4 * 20 + 11 નહીં કે 90 + 1. 98 (quatre-vingt-dix-huit) બોલાય 4 (quatre) * 20 (vingt) + 10 (dix) + 8 (huit). કેવી અટપટી ગણતરીઓ છે સામાન્ય અંકો બોલવામાં પણ.

મને એમ થાય કે આવી અટપટી ગણતરીઓ શા માટે રાખી હશે?

%d bloggers like this: