Icecream Sandwich (Android 4.0.3)

2012-06-02 01.24.50આખરે લગભગ ત્રણ મહિના રાહ જોયા બાદ મારા પનોતા મોબાઇલ ફોન સેમસંગ ગેલેક્ષી નોટ માટે કહેવાતી Premium Suite update (including “Icecream Sandwich (Android 4.0.3)”) મળી. એટલે હવે Gingerband માંથી IceCream Sandwich વાળા થઇ ગયા.

આ અપડેટની આમ તો મને બહુ આતુરતા નહોતી ફક્ત એટલું જોવાનું હતું કે આ નવી અપડેટ આવ્યા બાદ ફોન પર ગુજરાતી વાંચી શકાય છે કે નહીં? Gingerbandમાં બધા ગુજરાતી અક્ષરો સરસ ચોકઠા દેખાતા હતા. ગુજરાતી ના વાંચી શકવાના લીધે ફોન જાણે કે બહુ ઉપયોગી નથી એવું લાગતું હતું. આ અપડેટ પછી જ્યારે જોયું કે ગુજરાતી વાંચી શકાય છે ત્યારે મોટી રાહત થઇ. એમ લાગ્યું કે જાણે ફોનના ખર્ચેલા ડોલર હવે વસુલ થશે. ગુજરાતી એકદમ પરફેક્ટ નથી દેખાતું પણ ના મામા કરતા કાણા મામાને વધાવી લેવામાં મને જરા પણ વાંધો નથી.

અમુક જગ્યાએ ગુજરાતી જોડણીમાં બહુ લોચા દેખાય છે જ્યારે અમુક જગ્યાએ એકદમ સરસ ગુજરાતી વાંચી શકાય છે. નીચે બે ઉદાહરણરૂપ ફોટા છે. (જો કે આટલુ વાંચી શકાય છે એ પૂરતુ છે 🙂 )

2012-06-02 01.39.192012-06-02 01.39.43

 

 

 

 

 

 

 

અપડેટ પછી ફોનનો Display એકદમ ચમકદાર થઇ ગયો છે. ફોન્ટ એકદમ sharp અને વધૂ ચોખ્ખા દેખાતા હોય એવું લાગે છે. વાંચવાની એકંદરે મજા આવે છે અને આંખોને ઓછો શ્રમ પડે છે. (જો કે PDF વાંચવામાં કોઇ ફરક નથી પડ્યો). Displayમાં જે icon વગેરે પહેલા મોટા મોટા દેખાતા હતા icon હવે નાના અને વધૂ sharp બનાવી દેવામાં આવ્યા છે.

2012-06-02 02.00.06

બીજી એક સારી સુવિધા ઉમેરાઇ છે કે જેટલી પણ application ચાલી રહી હોય એને એકસાથે જોઇ શકાય છે અને જે applicationમાં switch કરવું હોય એમાં સરળતાથી થઇ શકાય છે. આ માટે “Home” keyને દબાવી રાખવાથી ફોટામાં જોઇ શકાય છે એ રીતે બધી ચાલી રહેલી applications દેખાય છે અને પછી જે applicationમાં switch થવું હોય એમાં થઇ શકાય છે. જો બધી ચાલી રહેલી application બંધ કરવી હોય તો “Task Manager”માં જઇને બધી application બંધ પણ કરી શકાય છે.

 

ફોનને unlock કરવા માટે “Face Detection”ની સુવિધા ઉમેરાઇ છે પણ એમાં બહુ મઝા આવે એવું નથી અને ટાઇમ વધારે બગડે એમ છે. એના કરતા pattern કે password સારો. વળી તમે ફોટો બતાવીને પણ ફોન unlock કરી શકો એટલે એ સુરક્ષાની દૃષ્ટિએ સારુ ના કહેવાય.

2012-06-02 02.14.13

બીજી એક સરસ સુવિધા ઉમેરાઇ છે clipboard accessની. આ સુવિધા થકી તમે જેટલું પણ ભૂતકાળમાં “copy” કર્યું હોય એ બધું જોઇ શકાય છે. એનો મતલબ કે તમે એકથી વધૂ copy કરેલ લખાણ (કે જે પણ હોય તેને) સંગ્રહી શકો છો અને જ્યારે જરૂર પડે ત્યારે તમે અલગ અલગ વખતે copy કરેલ માહિતી paste કરી શકો છો. સરસ સુવિધા છે આ.

 

 

 

Screenshot_2012-06-02-02-24-20

 

હવે Data Usage માટે પણ વ્યવસ્થિત warning મળે છે. આજે સવારે જ મને warning મળી કે મેં છેલ્લા અઠવાડિયામાં 2 GB ડેટાનો વપરાશ કરી લીધો છે. મારે ડેટા વપરાશની કોઇ ચિંતા નથી એટલે વાંધો નથી પણ જે લોકોને limited data packageમાં પૂરું કરવાનું હોય એમના માટે આ સારી સુવિધા છે.

 

 

 

 

આ ઉપરાંત સેમસંગે પોતાની “S Note” applicationમાં પણ નવી સુવિધાઓ ઉમેરી છે પણ હું કોઇ દિવસ એ વાપરતો નથી એટલે શું નવું છે એમાં એ જોવાની હજી તસ્દી નથી લીધી.

જો કે આટલુ આપ્યા પછી પણ ખાટલે મોટી ખોટ એક સારા “Spell Checker”ની છે કે જે મારી speelingની ભૂલોને હું મેઇલ/મેસેજ કરું એ પહેલા શોધી કાઢે અને એને સુધારવા માટે વિકલ્પો આપે. આ બબાલ કદાચ સેમસંગના ફોનમાં જ છે કારણ કે સેમસંગના ફોનમાં એમની predective XT9ની સુવિધા (જે મને દુવિધા વધુ લાગે છે :)) છે. જો કોઇને સેમસંગ માટે સારા “Spell Checker”ની માહિતી હોય તો જણાવજો.

ફોન અપડેટ કર્યા પછી મેં ગોઠવેલી બધી screen અને બનાવેલા foldersનો કચ્ચરઘાણ વળી ગયો છે એટલે ફરીથી અત્યારે ફોનને મારી ટેવો મુજબ સેટ કરી રહ્યો છું.

Tryst with Andorid

આખરે 2-3 મહિનાના મનોમંથન બાદ આજે Phablet (i.e. Phone cum Tablet Smile ) સેમસંગ નોટસ ફોન ખરીદી લીધો. આમ જોવા જઇએ તો બીજો પણ મારા અંગત વપરાશ માટે આ પહેલો એન્ડ્રોઇડ ફોન છે. આઇ ફોન પર iOS વાપર્યા બાદ એન્ડ્રોઇડ સાથે સેટ થતા થોડો સમય લાગશે એમ લાગે છે. સૌથી ખરાબ વાત જો એન્ડ્રોઇડની કોઇ હોય તો એ છે એમાં ગુજરાતી (અને બીજી ભારતીય ભાષાઓ) વાંચી નથી શકાતી. નીચે મારા બ્લોગનો ફોન પર દેખાતો સ્ક્રીન શોટ છે.

SC20120319-233227એક અક્ષર વંચાય એમ નથી ગુજરાતીનો. જો કે આ સમસ્યાની ફોન લેતા પહેલા ખબર હતી તેમ છતાં પણ એન્ડ્રોઇડનો શોખ પૂરો કરવા માટે આ જોખમી પગલું ભર્યું છે. અમુક લોકોનું કહેવું છે કે ફોનને ROOT કરીને અમુક ચેડા કરવાથી ગુજરાતી વાંચી શકાય છે. જો કે હું મારા HTC Wildfire S ને છેલ્લા બે અઠવાડિયાથી ROOT કરવા મથી રહ્યો છું પણ BootLoader Unlock કરવાથી આગળ હજુ નથી વધી શક્યો. S-On ફોનને પહેલા મારે S-Off કરવો પડશે અને એ કંઇ રીતે થાય એ દુનિયામાં હજુ સુધી કોઇને ખબર નથી લાગતી 🙂 જો કોઇ આ બાબતે મદદ કરી શકે એમ હોય તો જણાવવા વિનંતી.

લોકોના કહેવા મુજબ સેમસંગના ફોનને ROOT કરવામાં બહુ વાંધો નહીં આવે પણ હજુ સુધી ફોનને મચેડવાનું શરૂ નથી કર્યું.

 

 

 

સેમસંગ નોટસ ફોનની છેલ્લા બે કલાકમાં નોંધેલી સારી ખરાબ બાબતો :

1. ફોનની સ્ક્રીન સાઇઝ 5.3" છે એટલે કે આમ જોવા જઇએ તો મીની ટેબ્લેટ જેટલી સાઇઝ જ કહેવાય. Display એકદમ ચકચકાટ લાગે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મઝા આવશે.

2. iPhoneમાં ખાટલે મોટી ખોટ flash playerની હતી પણ હવે એન્ડ્રોઇડમાં એ સમસ્યા નહીં રહે.

3. કેમેરા પણ સારો છે. કેટલા મેગા પિક્સલ છે એ ખબર નહીં પણ ફોટા સારા આવે છે. વળી front કેમેરા પણ છે એટલે વધૂ એક સુવિધા રહેશે.

4. ફોનમાં "S Pen”ની સુવિધા છે એટલે કે એક stylus આપેલું છે જેનાથી તમે સ્ક્રીન પર જે કરવું હોય એ કરી શકો છો. જો કે મને આ stylusની હજી સુધી કોઇ જરૂર નથી લાગી.  આજથી 3-4 વર્ષ પહેલા વિન્ડોઝ મોબાઇલ માટે હું stylus વાપરતો હતો કારણ કે એ વખતે ટચ સ્ક્રીન બહુ પ્રચલિત નહોતી. આજના SIRIના જમાનામાં stylusની મને બહુ જરૂર લાગતી નથી. જો કે આ ફોન પણ voice command થકી ગુગલ સર્ચ કરી આપે છે.

5. USBથી ફોનનું ચાર્જીંગ બહુ ધીમું છે. કલાકથી ફોન ચાર્જ થઇ રહ્યો છે છતાં 10% બેટરી પણ હજુ સુધી ચાર્જ નથી થઇ.

6. ફોનમાં સેમસંગની ઘણી બધી એપ્લિકેશનો મફતમાં પધરાવી દેવામાં આવી છે. ધીરે ધીરે સાફ સફાઇ ફોનની કરવી પડશે.

અને છેલ્લે To DO :

1. એન્ડ્રોઇડ interface સાથે સેટ થવું.

2. ફોનની સાફ સફાઇ કરીને ફોનનો મહત્તમ efficiency સાથે ઉપયોગ કરી શકાય એ રીતે ફોનને સેટ કરવો.

3. ફોન પર ગુજરાતી વાંચવા માટે શું કરી શકાય એ વિશે શોધખોળ શરૂ કરવી. હવે થોડા સમય માટે કદાચ આ કામ મારી જીંદગીનું મકસદ બની જશે. જો કોઇ ભલા જીવને આ વિશે જાણકારી હોય તો જણાવવા વિનંતી.

%d bloggers like this: