પુરસ્કાર

આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મ કરો ફળની આશા ના રાખો. વાત છે સાચી પણ અંગત જીવનમાં એટલી નિસ્પૃહતા લાવવી સહેલી નથી. કરેલા કર્મનું વાંચિત ફળ ના પણ મળે તો પણ કરેલા પ્રયત્નોની કદર થાય એ માનવસહજ અપેક્ષા તો રહેવાની જ. જો એમ સવાલ પૂછાય કે નોકરીમાં તમારી કંપનીએ તમારા પ્રયત્નોની કદર કરી કે નહીં એ કંઇ રીતે જાણવું તો મોટા ભાગના લોકોનો એક જ જવાબ હોય કે તમને કેટલો ભાવવધારો કે બોનસ મળ્યું એના પરથી કેટલી કદર થઇ એ ખબર પડે. જો કે આ સિવાય પણ સવાલનો બીજો એક જવાબ  પણ છે જેની મને કાલે જ ખબર પડી.

ગઇ કાલે રાત્રે અમારી કંપની તરફથી એશિયા પેસિફિક ક્ષેત્રની ઓફિસો માટે Awards’ Nightનું આયોજન કરાયું હતું. પુરસ્કાર સમારંભનો મુખ્ય હેતુ તકનિકી કાર્યક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ દ્રારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવવાનો અને કર્મચારીઓને વધૂ ને વધૂ innovative કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. (કોઇ કંપની પોતાના કર્મચારીઓ માટે આવા પુરસ્કાર સમારંભો કરે એ મારા માટે નવી વાત હતી) પુરસ્કાર સમારંભમાં નીચેની પુરસ્કાર શ્રેણીઓ હતી :

1. Individual innovation award

2. Team innovation award

3. Outstanding Engineer award

4. Patents award

હવે મુખ્ય વાત. આ પુરસ્કાર સમારંભમાં મારી પણ લોટરી લાગી અને મને પણ પુરસ્કાર મળ્યો. જીવનમાં પહેલી વખત પુરસ્કાર જેવું કંઇ મળ્યું એટલે આનંદની લાગણી થાય એ સ્વાભાવિક છે. (છેવટે શિષ્યવૃત્તિથી પુરસ્કાર સુધી પ્રગતિ થઇ) મને આવો કોઇ પુરસ્કાર મળશે એવી ખબર જ નહોતી એટલે જ્યારે  મંચ પરથી મારું નામ જાહેર થયું ત્યારે મને આનંદ સાથે આશ્ચર્ય પણ થયું. કોઇ award acceptance speech આપવાની નહોતી એ સારુ હતું નહીં તો ખબર નહીં હું શું બોલ્યો હોત.

20130116_121430

મળેલા પુરસ્કારની તસ્વીર

એમ થાય છે કે ઘરે હવે પુરસ્કારો મૂકવા માટે એક અલગ કબાટ લઇ જ લઉં 🙂

 

 

 

20130115_212444

લગભગ 10 વર્ષ પછી ગળે પટ્ટો બાંધવા મળ્યો એટલે એ સભ્ય પહેરવેશમાં એક ફોટો તો લેવો જ રહ્યો.

 

 

 

 

 

 

 

DSC_2196

 

પૂરી નમ્રતાપૂર્વક પુરસ્કારની સ્વિકૃતિ

 

 

 

 

 

 

 

જ્યારે પુરસ્કાર થકી તમારી સરાહના થતી હોય ત્યારે એક વાત નમ્રતાપૂર્વક માનવી રહી કે તમારી સફળતામાં તમારી ટીમના સભ્યોનો પણ મોટો હાથ હોય છે એટલે મારી સફળતામાં પણ મારી ટીમના સભ્યોનો સિંહફાળો છે જ અને એ બદલ સૌ ટીમના સભ્યોનો આભાર.

દરેક મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓના મનોબળને ઉંચું રાખવા અને તેમને સતત નવું કરવા માટે પ્રેરિત કરવા આવા પુરસ્કાર સમારોહ કરવાનું વિચારવું જોઇએ. આખરે પૈસા જ માણસને કાયમ ખુશ નથી રાખી શકતા.

6 Responses

  1. અભિનંદન!

    મારા કિસ્સામાં તો હવે એવું થયું છે કે, જેમ-જેમ આગળ વધતો જાઉં છું તેમ-તેમ પુરસ્કારોનું પ્રમાણ ઘટતું જાય છે ie કંપનીઓને લોકોને પ્રોત્સાહિત કરવાની જરુર લાગતી નથી! એટલે, હવે મેરેથોન્સ વગેરેમાં હાથ (સોરી! પગ) અજમાવ્યો છે. એટલિસ્ટ, પૂરી કરો એટલે મેડલ-સર્ટિ તો મળે 😉

  2. હમમ્મ્મ…. એવા મેડલ કે પ્રમાણપત્રો ભેગા કરો જેનાથી તમને આત્મસંતોષ મળે…

  3. ખુબ જ અભિનંદન 🙂 . .

    અને હા , તમને આજે પહેલી વાર આંખોથી જોયા નહીતર અત્યાર સુધી તો આંખોથી વાંચ્યા જ હતા 😉

  4. કબાટ જલ્દી લઇ લો. પુરસ્કાર માટેની ઇચ્છા વધુ પ્રબળ બનશે!

    અભિનંદન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: