35 પૂરા

ગઇ કાલે 35 પૂરા કર્યા.

सुबह हुइ शाम हुइ,

यु ही जिंदगी तमाम हुइ એમ કરતા કરતા 35 વર્ષ પૂરા થઇ ગયા. 35 વર્ષમાં જીવનમાં ઉપલબ્ધિના નામે આમ તો કશું કહી શકાય એવું મેળવ્યું નથી. જોઇએ બાકીના જે શ્વાસો ખર્ચવાના બાકી છે એમાં કંઇ ઉકાળી શક છું કે નહીં.

20120618_212632

ગઇ કાલે "ફાધર્સ ડે" પણ હતો. રુહીએ મારા માટે આ સરસ ગીફ્ટ તૈયાર કરી હતી સ્કુલમાં, જે મને કાલે મળી. આ ઉપરાંત જન્મદિવસ માટે એ મને કહે છે કે મને બર્થ ડે કાર્ડ આપશે. કાર્ડ હજી તૈયાર થઇ રહ્યું છે ખબર નહીં ક્યારે મળશે. 🙂 કાર્ડ મળવામાં થોડો સમય લાગશે એ સમજી શકાય એમ છે કારણ કે આજ કાલ રુહીનું વેકેશન ચાલી રહ્યું છે એટલે રમવામાં અને હરવા ફરવામાં બહુ વધારે વ્યસ્ત છે. 🙂 બુધવારે એ વળી ફરવા માટે મલેશિયા જાય છે.

 

 

ગઇકાલનો જન્મદિવસ બહુ વ્યસ્ત રહ્યો. આખો દિવસ  સિંગાપોર ઝૂમાં મારા મિત્રો સાથે વિતાવ્યો. 🙂 ગઇકાલના "ફાધર્સ ડે"ને અમારી કંપનીએ "સિંગાપોર ઝૂ"માં "ફેમિલી ડે" તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. સિંગાપોર ઝૂ ખૂબ વિશાળ જગ્યા છે અને ત્યાં "Treasure Hunt”ની ગેમ રમવાનું આયોજન કરાયુ હતું. ઝૂ ની વિશાળ જગ્યામાં 8 ખૂફિયા સ્ટેશન બનાવાયા હતા અને તમને આપેલી કી ની મદદથી એ સ્ટેશનો શોધી કાઢવાના. દરેક સ્ટેશન પર એક રમત રમવાની અને એ રમત પૂરી થયા બાદ તમને અમુક પોઇંટ મળે. જે ટીમ બધાં 8 સટેશનોએ પહોંચીને ગેમ રમ્યા બાદ બેઝ સ્ટેશન પર સૌથી પહેલા પાછા આવે એ વિજેતા. અમારી ટીમમાં હું, વિભા, ટોફૂ, મારા બોસ, એમના પત્ની અને એમની 8 મહિનાની બેબી કુલ 6 જણા હતા. આપેલી સમયમર્યાદામાં અમે 6 સ્ટેશન પતાવી શક્યા.  આ ગેમમાં બધાને મઝા આવી જો કે બધા થાકી પણ ગયા. ત્યાર બાદ ચાઇનીઝ જમણવાર ચાલ્યો. મારા જેવા દેશી માણસને એમાં બહુ મજા ના આવી. જમણવાર પત્યા પછી કંપની દ્રારા રખાયેલા કાર્યક્રમનો અંત આવ્યો અને પછી અમે અમારી રીતે ઝૂમાં રખડવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ફરી બીજી “Tresure Hunt”ની શરૂઆત થઇ. ઝૂમાં બાળકો માટે અલગથી “Tresure Hunt”ની ગેમની વ્યવસ્થા હતી. ટોફૂને આ ગેમ રમવી હતી એટલે અમારા માટે બીજી “Tresure Hunt”ની અને ઝૂમાં રખડવાની શરૂઆત થઇ. સાંજે પછી ટોફૂએ ધરાઇ ધરાઇને ઝૂના વોટર પ્લે એરિયામાં નહાવાની અને રમવાની મજા માણી. ટૂંકમાં ટોફૂને કાલે મસ્ત જલસા થઇ ગયા. સાંજે 8 વાગ્યે ઘરે પાછા આવ્યા અને વિભાએ થાકેલા હોવા છતા પણ પૂરણપોળી બનાવીને ખવડાવી. (જન્મદિવસે મોઢું મીઠું કરવું પડે :))

ટૂકંમાં દિવસ ક્યાં પૂરો થઇ ગયો એ ખબર ના પડી. જે મિત્રોએ જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી એમનો ખૂબ ખૂબ આભાર અને જે લોકોએ શુભેચ્છા પાઠવવાનું ભૂલી ગયા છે એમની યાદી તૈયાર થઇ રહી છે. 🙂

નીચે સિંગાપોર ઝૂમાં લીધેલા અમુક રસપ્રદ ફોટા મૂક્યા છે.

20120617_090810

 

 

One more primate in pink

 

 

 

 

20120617_141252

 

 

and we offered food to Giraffe who was very hungry

20120617_111318

 

 

lunch time for turtle family

 

20120617_135154

 

 

Tofu in elephant mask Smile

 

 

 

20120617_140328

 

 

We were not supposed to see animals out of cage or their confined area..

Very scary… I extremely dislike such lizard family animals….

 

 

20120617_162038

 

 

 

n S P L A S H @ Water Playground.

Ruhi enjoyed a lottt here…

 

 

 

 

 

 

 

20120617_173213

 

Interesting isn’t it?

Bananas with flower… Atleast I saw such thing for first time….

Advertisements

4 Responses

 1. Happyyyyyyyyyyy Birthdau to You , and

  ચાલો તમે પાસીંગ માર્ક પર તો પોહચી ગયા !!!!!!!

  • નિરવભાઇ,
   શુભેચ્છાઓ બદલ આભાર…

 2. જન્મદિવસની જાજેરી વધાઈ….
  ફોટા અને કેપ્શન થોડા આડા-અવળા થઈ ગયા પણ તમે આ ઉંમરે 😉 આડી અવળી લઈને નથી (નથી ને ?) એ કંઈ ઓછી વાત છે?
  ફરી એકવાર બર્થ ડે વિશ – ફરતા રહો, મજા કરતા રહો 🙂

  • હમ્મ્મ્મ… તમારું નામ હવે યાદીમાંથી બાકાત…. 🙂

   શુભેચ્છાઓ બદલ આભાર.

   ફોટા અને કેપ્શન બરાબર જ છે. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં બરાબર દેખાય છે. ક્રોમમાં લોચા દેખાય છે. ક્રોમને અને Live Writer ને અમુક વખતે નથી બનતું એટલે આવા લોચા કરે છે.

   અવળી લાઇનની વાતો જાહેરમાં ના થાય… 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: