Japan–The land of rising sun, seeing sunset??

લોકોને જાપાની સભ્યતા અને જાપાની લોકો માટે ઘણું માન હોય છે. જાપાનીઝ વસ્તુઓ બહુ જ ટકાઉ હોય, સારી ગુણવત્તાવાળી હોય, જાપાની લોકો બહુ મહેનતુ પ્રજા, વગેરે… વગેરે…. વાત અમુક અંશે સાચી પણ આજની તારીખમાં આ કહેવાતા ઉગતા સૂર્યના દેશની દશા અને દિશા બહુ સારી નથી. ભલે દશા સારી ના હોય તો વાંધો નહીં પણ દિશા તો સારી હોવી જોઇએ કે જેથી દશાને સુધારી શકાય.

આજે આ બાબતે એક સરસ લેખ સિંગાપોરના ટેબ્લોઇડમાં વાંચ્યો જે બ્લોગના વાચકો સાથે વ્હેંચી રહ્યો છું.

Three reason’s Japan’s pain is getting worst

જે ત્રણ કારણો આ લેખમાં દર્શાવવામાં આવ્યા છે એ નીચે મુજબ છે :

1. ખૂબ જ નીચો જન્મદર

2. વધતી જતી ઘરડી પ્રજા

3. પોતાની સભ્યતા પ્રત્યે વધૂ પડતુ અભિમાન અને બહારની પ્રજા પ્રત્યેનો અણગમો

હું જાપાન કદી ગયો નથી (અને જો મજબૂરી નહીં હોય કે ભૂખે નહીં મરતો હોઉ તો જઇશ પણ નહીં ક્યારેય… ફરવા માટે પણ જઇશ તો કદાચ દુનિયાના બધા સ્થળો પતી ગયા હશે ફરવાના તો જ જઇશ) પણ બે વખત મારે જાપાનીઝ કંપનીઓમાં અથવા તો જાપાનીઝ માણસો સાથે કામ કરવાનો પનારો પડ્યો છે. એટલે જાપાનીઝ સભ્યતા અને જાપાનીઝ લોકો વિશે હું થોડું ઘણું જાણું છું. ઉપર જે કારણો જાપાનની ખરાબ થતી જતી સ્થિતિ વિશે આપ્યા છે એ એકદમ યથાર્થ છે. આજકાલની જાપાનીઝ પ્રજા જલ્દી લગ્ન કરવામાં અને જીંદગીમાં સેટલ થઇ જવામાં નથી માનતી આનું મુખ્ય કારણ એ છે કે જીવન જીવવાનો અને કારકિર્દી બનાવવાનો જ સંઘર્ષ એમના માટે એટલો વધી ગયો છે કે આ બધાંમાં પડવાનો એમના માટે કોઇ સમય જ નથી. જાપાનમાં cost of living ઘણી ઉંચી છે. ટોકિયો જેવા મોટા શહેરમાં જો તમે શહેરી વિસ્તારમાં ઘર લેવા માંગતા હો તો તમારી બે પેઢીઓ તો આરામથી લોનના માસિક હપ્તાઓ(EMI))ની ચંગુલમાં ફસાઇ જાય. બાપ ઘર ખરીદે અને છોકરો પણ ખરીદેલા ઘર માટે EMI ભરતો હોય એવી હાલત છે. લોકો ટોકિયો જેવા શહેરથી 100 કિમી દૂર (downton) રહેતા હોય છે અને ટોકિયો રોજ અપડાઉન કરતા હોય છે. એટલા માટે સુપર ફાસ્ટ બુલેટ ટ્રેનો દોડાવવી પડે છે. બાર કલાકની કામમાં મજૂરી અને 100 કિમી અપડાઉન કરીને આવેલો થાકેલો પાકેલો માણસ ઘરે આવે ત્યારે એની પાસેથી શું આશા રાખી શકાય? આવી આકરી દિનચર્યાના કારણે સામાજીક જીવન ભાંગતુ જાય છે. જાપાનીઝ લોકોમાં રાત્રે ડીનર કરતા પહેલા ડ્રીંક્સ લેવું એ આજકાલ નિયમ જેવું થઇ ગયું છે. થાકને ભૂલવા માટે અને બીજા દિવસે પીલાવા માટે પોતાની જાતને તૈયાર કરવા માટે ડ્રીંક્સ જરૂરી છે એવું થઇ ગયું છે એમને. મોટા શહેરોમાં મોંઘવારી એટલી છે કે ત્યાં સામાન્ય આવકવાળા માણસને ટેક્ષી કરતા પહેલા દસ વખત વિચારવું પડે. ખાવા પીવા અને તબીબી સેવાઓ પણ મોંઘી છે. ટૂંકમાં સામાન્ય જીવન જીવવા માટેનો એટલો સંઘર્ષ છે કે આજકાલની નવી પ્રજા લગ્ન કરવાનું ટાળે છે અને જો લગ્ન ના થાય તો છોકરા કરવાની વાત તો ક્યાં થાય? બસ આ જ કારણ છે નીચા જન્મદરનું. મારા એક  જાપાનીઝ બોસની ઉંમર લગભગ 57 વર્ષની હતી એમણે લગ્ન કર્યા હતા પણ એક પણ સંતાન નહોતું. ખબર નહીં છોકરા કરવાનું કદાચ યાદ જ નહીં આવ્યું હોય. 🙂

તબીબી વિજ્ઞાનની પ્રગતિના લીધે આજે દુનિયાભરમાં લોકોની સરેરાશ આયુમાં વધારો થયો છે. જાપાનને પણ આ વાત લાગુ પડે છે. લેખમાં જેમ લખ્યું છે એમ અહીંના લોકોની સરેરાશ આયુ 84 વર્ષની થઇ છે. જેમ ઘરડી પ્રજા વધૂ એમ સરકાર પર એના નિભાવ માટેનો ખર્ચ પણ વધતો જાય. ઘરડી પ્રજા માટે તબીબી સેવાઓ, પેન્શન, સોશિયલ સિક્યુરીટી વગેરે માટે સરકાર પર કમ્મરતોડ બોજો પડે અને આ ખર્ચો એવો છે કે ના પણ ના પાડી શકાય. એટલે આ ખર્ચાઓને પહોંચી વળવા માટે બીજા જરૂરી ખર્ચાઓ પર સરકારને કાપ મૂકવો પડે અથવા દેવું કરવું પડે. વળી ઓછા જન્મદર અને વધૂ પડતી ઘરડી પ્રજાના લીધે કામ કરી શકનારા માણસોની સંખ્યા જે સરભર થવી જોઇએ એ ના થઇ શકે.

આ ઉપરાંત workforce regenerationની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર બહારના દેશોમાંથી કોઇ નાગરિકોને પણ બોલાવાતા નથી. આમ કરવા પાછળનું કારણ આ લેખમાં લખવામાં આવ્યું છે એ જ છે કે અહીંના લોકોનું પોતાની સભ્યતા પ્રત્યેનું અભિમાન. જાપાની લોકો પોતાની જાતને દુનિયાની સૌથી હોશિયાર પ્રજા માને છે. બીજા કોઇ પર ભરોસો ના કરવો એ જાપાની પ્રજાની મુખ્ય લાક્ષણિકતા છે. દુનિયાના કોઇ પણ ખૂણામાં જાપાની કંપની પોતાની ઓફિસ ખોલશે પણ એના મુખ્ય પદાધિકારી તરીકે જાપાનીઝ માણસ જ હશે કારણ કે સ્થાનિક લોકો જાપાનીઝ જેટલા હોશિયાર અને સુજ્ઞ થોડી હોય? કામ કરવાની પોતાની પધ્ધતિઓને એટલી જડતાથી એ લોકો વળગી રહે કે બીજા કોઇની સારી વાતોને પણ નજરઅંદાજ કરતા રહે. વારે વારે કોઇ કાર્ય પ્રણાલી નિષ્ફળ જતી હોય તેમ છતાં પણ એ જાપાની કાર્ય પ્રણાલીને વળગી રહેવું અને ગધેડાની જેમ ઢસરડા કરતા રહેવું એ જાપાની પ્રજાના લોહીમાં છે. Smart Work કોને કહેવાય એ જાપાનીઓ સમજી નથી શક્યા અને સમજવાની કોઇ ઇચ્છાશક્તિ પણ નથી હોતી. વળી એક વિચિત્ર (કે સારી જે ગણો એ) લાક્ષણિકતા એ છે કે જાપાની સ્નાતક થયા બાદ જે કંપનીમાં જોડાયો હોય એ જ કંપનીમાંથી મોટા ભાગે નિવૃત્ત થતો હોય છે. Bossism બતાવવી જાપાની લોકોને બહુ ગમે છે. જાપાનીઝ લોકો ફરજિયાત પણે પોતાની નામ પાછળ san લગાવીને તમે એમને બોલાવો એવો દુરાગ્રહ રાખે છે. (આપણે જેમ માનાર્થે કૃણાલભાઇ કહીએ એમ અહીં "ઓસાકા સાન" એવું ફરજિયાત કહેવાનું) ભારતમાં તો આજ કાલ બોસને પણ લોકો નામથી જ બોલાવતા હોય છે અને એવી સભ્યતામાંથી આવ્યા હો તો તમને આવા જાપાનીઝ સભ્યતાના દુરાગ્રહ પચાવવા અઘરા પડે. એક નેટવર્ક એન્જીનિયર તમારા માથે સોફ્ટવેર પ્રોજેક્ટ હેડ થઇને બેઠો હોય એવી શક્યતા તમે જાપાનીઝ કંપનીમાં નકારી ના શકો અને તમે એમ માનતા હો કે એ નેટવર્ક એન્જીનિયર એવો હોશિયાર કે દમદાર હશે તો એવું નથી. એ નેટવર્ક એન્જીનિયરની એક જ એવી ખૂબી છે કે જે એને તમારો સાહેબ બનાવી દે અને એ ખૂબી છે કે એ જાપાનીઝ છે. જાપાનીઝ લોકોને પોતાની ભાષાનું પણ એટલું જ અભિમાન હોય છે. મને એક પ્રસંગ યાદ આવે છે. અમારી કંપનીમાં 5 દિવસની સળંગ રજા હતી પણ પ્રોજેક્ટના અમુક કામોને લીધે અમારા જાપાનીઝ સાહેબે બધાંને રજાઓ દરમ્યાન ઓફિસ આવવા માટે કહ્યું હતું. જોવા જેવી વાત એ થઇ કે મારા જાપાનીઝ બોસ એ પાંચે પાચ દિવસ આવ્યા અને ધ્યાન રાખ્યું કે કોણ કોણ ક્યારે ક્યારે આવ્યું. છઠ્ઠા દિવસે જ્યારે ઓફિસ ખૂલી ત્યારે સવારે હું ઓફિસ પહોંચ્યો ત્યારે મારા મેઇલબોક્ષમાં મારા બોસનો મેઇલ હ્તો જેમાં એમણે વિગતે કોણ કોણ કેટલા દિવસ માટે આવ્યું હતું એની માહિતી લખી હતી. જેમ હું 2.5 દિવસ ગયો હતો તો ગણીને 2.5 દિવસનું એ મેઇલમાં acknowledgement હતું. વળી મેઇલમાં એવું પણ લખ્યું હતું કે અમારી ટીમ પાસેથી બીજા લોકોએ પ્રેરણા લેવી જોઇએ (એટલે કે લોકોએ રજાઓમાં પણ ઓફિસ આવતા શીખવું જોઇએ). આવી ચોકીદારોની માનસિકતા સહન કરવી એ થોડી અસહ્ય છે. રિવ્યુ મિટીંગ જ્યારે થતી હોય ત્યારે હક્કથી તમને એમ કહેવામાં આવે કે તમે જે 8 કલાક તમારી નોકરીમાં મૂકો છે એ પૂરતા નથી… કંપની તમારી પાસેથી વધારેની આશા રાખે છે. વળી આપણે કંપની પાસેથી શું આશા રાખીએ છીએ એ નહીં જોવાનું. 

જાપાની સભ્યતાના વળતા પાણી છે છતાં તેઓ કોઇ સુધારો કરવા નથી માંગતા. સમસ્યાની સ્વિકૃતિ જ જો ના હોય તો એનો હલ શોધવાની ક્યાં વાત રહી? આ મૂદ્દે હું સિંગાપોરની સ્થિતિ જોઉ છું તો મને ઘણું સારુ લાગે છે. સિંગાપોરમાં પણ નીચો જન્મદર, ઘરડી થતી જતી પ્રજા એવી સમસ્યાઓ છે. અહીંની સરકાર આ સમસ્યાઓને દૂર કરવા માટે પ્રયત્ન કરી રહી છે. લોકોને જલ્દી લગ્ન કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે. નવા યુગલો પ્રજોત્પત્તિ માટે પ્રયત્ન કરે એ માટે સાનૂકુળ વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરી રહી છે. (પ્રયાસો છે પણ પ્રયાસો કેટલા અસરકારક છે એ ચર્ચા અહીં નથી કરવી) સાથે સાથે પુષ્કળ માત્રામાં મારા જેવા લોકોને પણ સિંગાપોરમાં આયત કર્યા છે. આ પ્રયત્નોના લીધે મને લાગે છે કે સિંગાપોરમાં સ્થિતિ જાપાનની જેમ નહીં થાય. જાપાને સિંગાપોર પાસેથી આ બાબતે બોધપાઠ લેવો રહ્યો.

Disclaimer :

above write up is based on the article (the link for which already given) from tabloid and my own encounters with japanese people and culture. People may differ on their opinions on the subject and may find my expression here bit extreme but it is just my viewpoints and I’m entitled to my viewpoints. All feedbacks welcome.

Advertisements

4 Responses

 1. ” રિવ્યુ મિટીંગ જ્યારે થતી હોય ત્યારે હક્કથી તમને એમ કહેવામાં આવે કે તમે જે 8 કલાક તમારી નોકરીમાં મૂકો છે એ પૂરતા નથી… કંપની તમારી પાસેથી વધારેની આશા રાખે છે. વળી આપણે કંપની પાસેથી શું આશા રાખીએ છીએ એ નહીં જોવાનું. ”

  Master stroke

 2. કુનાલ ,તમને તમારા વિચાર રાખવાનો પુરો હક્ક છે જ, આ વિચારો થોડા વધારે એક્ષ્ટ્રીમ છે. દરેક દેશ, પ્રજા ની પોતાની આગવી ઢ્બ હોય છે. આપડે ઘણી રીતે હોશિયાર પ્રજા હોવા છતાં દુનિયા માં આપડું નામ વટ સાથે લેવાય એવું નથી કરી શક્યા, એ હકીકત છે અને હું એણે નબળાઈ માનું છું. તમે વર્ણવેલા પ્રસંગો અહી કોરિયા માં પણ બને છે કે છે. આ લોકો જાપાન ને આધીન હતા એટલે એમના ગુણ ગણો કે અવગુણ, આવ્યા જ છે. સામે છેડે, જે પ્રગતી કરી છે એ પણ આંખે ઉડી ને વળગે એવી છે. તમારો વ્યુ કે, જાપાન ફરવા નહિ જાઉં અને ભીખ માંગવા ની ક્ષણ આવે ત્યાં સુધી કામ કરવા પણ નહિ જાઉં, એ અભિમાન અને સ્વમાન ગીરો મુકવા ની બે વાત એક સાથે થઇ. જાપાનીસ વ્યક્તિ – અશક્ત હોય તો પણ ભીખ નથી લેતી…હું તો જાપાન ફરી આવ્યો છું. ફરી વિચારજો થોડું 🙂

  • @Envy,
   તમે કહ્યું એ સાચુ છે મારા વિચારો થોડા વધારે Extreme કહી શકાય. પોસ્ટના અંતે disclaimerમાં પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. જો કે જે પણ લખ્યું છે એમાં આજની તારીખે કોઇ બાંધછોડ શક્ય નથી લાગતી.

   જો જાપાની બીજા કોઇના વિચારોની કદર ના કરી શકતા હોય તો મને નથી લાગતુ કે એ સાચું છે અને મારે જાપાની વિચારોની કદર કરવી જોઇએ. એમને પોતાની સભ્યતા સિવાય બીજી કોઇ પણ સભ્યતા નીચી જ લાગે છે એ ક્યાંથી સહ્ય બને?

   વળી બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન એમણે જે લોકો પર સિતમ કર્યો છે એ ઓછો નથી.

   જાપાની લોકોની પ્રગતિની જે વાત કરો છો એની આડઅસરો હવે જોવા મળે છે. એમની પ્રગતિ હાલમાં એમની સમાજવ્યવસ્થા માટે ખતરારૂપ થઇ ગઇ છે.

   અભિમાન અને સ્વમાનની વાત વિશે : અભિમાન નથી પણ જાપાની કંપનીમાં હું આજ પછી કામ નહીં કરુ એ વાત ચોક્કસ છે સિવાય કે મારી પરિસ્થિતિ ખરાબ હોય. ભીખ માંગીને સ્વમાન ગુમાવવા કરતા કામ કરીને માન જાળવવામાં વધૂ સમજદારી કહેવાય નહીં? 🙂

 3. I have been to Japan many times and have worked with Japanese colleagues. My impression about Japan is different from yours. I am not saying that all Japanese are angels but overall as a country Japan is a very cultured country. Re: immigration – they are entitled to have their own policies – who are we to pass the judgement? Re: head of Japanese companies being Japanese – there is a practical consideration because all business in Japanese companies is in their language + their business is strongly rooted in their culture – so having a Japanese head is practical for them.

  Yes – there are shortcomings in Japanese culture – excessive workaholic culture is one of them but overall after being to more than 30 countries, Japan is one country that impresses me the most.

  Re: using “-san” with their name – it is part of their culture. Rather than ridiculing them about this – one ought to respect them for being rooted in their culture.

  Difference between Indians and Japanese is that – Japanese are proud of their culture and Indians are apologetic about their culture.

  Just look at how Japanese society reacted after last year’s earthquake. It shows resilience in that society.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: