અક્ષય તૃતિયા

ગઇ કાલે "અક્ષય તૃતિયા" હતી. પહેલા આ બધા દિવસોની બહુ બોલબાલા નહોતી રહેતી પણ જ્યારથી સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારથી આ બધા દિવસોની ખાસ ચર્ચા થવા લાગી છે. વેપારીઓ આ દિવસને એવો ગ્લેમરસ બનાવી દે છે અને મિડીયા એવી રીતે લોકોમાં લાગણીના ઉભરા લાવે કે તમે આ દિવસે સોનું ના ખરીદો તો તમને એમ લાગે કે તમે કંઇક ખોટું કરી રહ્યા છો. મને આવા વખતે લોકોની અંદર આવતા લાગણીઓના ઉભરા જોવાની મઝા આવે છે એટલે આવા દિવસોએ ખાસ કરીને હું બજારમાં આટો મારવા જતો હોઉ છું. ગઇકાલે સાંજે ઓફિસ પછી હું મુસ્તફા (સિંગાપોરનો સૌથી મોટો રીટેલ સ્ટોર) ગયો જ્યાં સોનાનો બહુ મોટો વેપલો છે. સાંજે 7 વાગ્યે મુસ્તફાના દરેક સોનાના કાઉન્ટરો જામ પેક ભરાઇ ગયા હતા. કીડિયારાની જેમ પબ્લિક ઉભરાતી હતી. કારીગર વર્ગથી માંડીને માલેતુજારો સોનાની ખરીદીમાં લાગ્યા હતા. અમુક લોકો ક્રેડિટ કાર્ડથી (કે જેના પર 6% સુધી સરચાર્જ હતો) પણ ખરીદી કરી રહ્યા હતા. (કદાચ આને દેવું કરીને દૂધ પીવું એમ કહેવાય. સોનાની આટલી ઉંચી કિંમત + 7% GST + 6% ક્રેડિટ કાર્ડનો સરચાર્જ). મોટા ભાગના લોકો 10 ગ્રામ કે એનાથી વધારે સોનાના બાર ખરીદી રહ્યા હતા. જો કે આ વખતે એટલું સારુ હતું કે મુસ્તફામાં 10 ગ્રામના બાર ગઇ ઘનતેરસની જેમ ખૂટી નહોતા પડ્યા. મારો દર વર્ષે સોનું ખરીદવાનો એક ટાર્ગેટ હોય છે એને ધ્યાનમાં રાખીને મેં પણ આ સાર્વજનિક euphoriaમાં મારુ થોડું યોગદાન કર્યું.

આજકાલ એક નવો ટ્રેન્ડ પણ આવી રહ્યો છે અને એ છે Online Gold Trading. Gold ETF અને Gold SIP એ સોનામાં રોકાણ કરનારાઓ માટે એક વિકલ્પ તરીકે ઉભરી રહ્યા છે. ગઇ કાલે લગભગ 4-5 મેઇલ આ વિશેના ICICI/ICICIDirect તરફથી મળ્યા. મને લાગે છે કે આ વિકલ્પ ચકાસવો જોઇએ કારણ

1. સોનું સાચવવાની કોઇ ચિંતા નહીં કારણ કે સોનાની ખરીદી ફકત કાગળ પર જ બોલે.

2. કોઇ ટેક્ષની માથાકૂટ નહીં કારણ કે તમે સોનું ખરેખર નથી ખરીદી રહ્યા.

3. બજારમાં જવાની જરૂર નહીં, સોનાની શુધ્ધતાની બાબતે છેતરવાનો કોઇ ભય નહીં અને જ્યારે જરૂર પડે ત્યારે ઘરે બેઠા જ ભાવોભાવ વેચી શકો.

જો કે ઓનલાઇન લે વેચ કરવાના અને ખાતાના નિભાવ માટેના શું ચાર્જ છે એ જાણવું પડશે. જો કોઇ બ્લોગર ઓનલાઇન ગોલ્ડ ટ્રેડીંગ કરતા હોય તો માહિતી આપવા વિનંતી. વ્યક્તિગત રીતે હું સોનાની ખરીદી એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે નથી કરતો પણ માત્ર  ભવિષ્યની સુરક્ષા માટે કરુ છું. “Don’t put all your eggs in same basket” ના સુવર્ણ નિયમને પણ રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવો રહ્યો.

હવે ફરીથી આ Golden Euphoria ધનતેરસના દિવસે જોવા મળશે. 🙂

Advertisements

9 Responses

 1. ઓનલાઈન ગોલ્ડ SIP સારું. તમે ગણાવ્યા એ ફાયદા તો ખરા જ. ટેક્ષ સેવર નથી એટલે તમે જ્યારે વેચો એટલે એ પ્રમાણે ટેક્ષ લાગશે.. 🙂 તો પણ, ICICI જોડે ચકાસી લેજો.

  • કાર્તિકભાઇ,
   સોનાના SIPમાં કેટલી કમાણી એ નક્કી કરવું મૂશ્કેલ છે. જો કમાણી થાય તો પણ ક્યારે એ કમાણી દેખાય અને કેટલી દેખાય એ સવાલ છે. આજ કાલ જ્યારે બેંકની FD 9.5% ટેક્ષ રહિત નક્કી કમાણી કરાવતી હોય તો એ વધૂ સારો રસ્તો લાગે છે.
   તેમ છતાં SIPની જાણકારી લઇ રાખવી સારી…

   • ૩ વર્ષ સુધી તો ગણવાનું ભૂલી જવાનું, તેમ છતાં, મારા જેવા બહુ ઓછું બચાવતા લોકો માટે SIP સારું..

 2. Singapore charge 7% GST on Gold? Fortunately in Canada – which is infamous for high taxes among residents – there is no tax on precious metals.

  In the past, I’ve invested in ETF called GLD. I agree with some of the advantages, but don’t agree that there is no tax. When you sell your ETF you get subjected to capital gains (if you make profit) – not sure how that works in Singapore. Also, the feeling that you get when you touch/have pure gold bar/coin…..

  • વિવેક,
   ટેક્ષની બાબતમાં મને એકદમ પાક્કી ખાત્રી નથી.
   હું બહુ ઓછું સોનુ ખરીદુ છું અને એ પણ મારા ટાર્ગેટ મુજબ જ એટલે હજી સુધી SIPમાં પડવાની માથાકૂટ નથી કરતો. 9.5%ની નક્કી વ્યાજવાળી બેંક FD હાલમાં તો સૌથી સારો વિકલ્પ લાગે છે મને….

 3. થોડાં મુસ્તફા માર્કેટના ફોટા પણ મુકો, થોડી યાદો તાજી થઇ જાય. લિટલ ઇન્ડિયાનુ ભારતીય ભોજન યાદ આવી ગયું.
  મેં તો સાંભળ્યું હતુ કે દેવું કરીને ઘી પીવુ જોઇએ, તમે દુધ પણ સામેલ કરી દિધું… 🙂 આમેય સાત્વિક ભોજન દેવું કરીને ખાવામાં વાંધો નહી.

  સોનુ ઓનલાઇન રીતે વિવિધ રીતે ખરીદાય છે જેમ કે મ્યુચુઅલ ફંડ, ઇ.ટી.એફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) અને ઇ-ગોલ્ડ – જેવી જેની જરુરીયાત.

  વધુ માહિતી.
  http://www.jagoinvestor.com/forum/e-gold-vs-gold-etf-vs-physical-gold/3121/

  http://www.jagoinvestor.com/forum/category/questions/goldsilver/

  http://www.jagoinvestor.com/forum/demat-for-only-gold/3278/

  Gold ETF દ્વારા દર મહિને ૧ અથવા ૨ યુનિટ સોનું ખરીદો અને ઉજવો અક્ષય તૃતિયા. કેટલા ફાયદા થાય તે ઘણી વેબસાઈટ્સ પર જઇને જાણી શકાશે, પણ મુખ્ય ફાયદો એ છે કે ધર્મપત્નિને કહેવાય કે “આ બધુ જ (ઇ) સોનુ તારુ જ છે… શા માટે દાગીના ખરીદીને જોખમ લે છે 🙂 “.
  નોંધઃ All investments are subjected to all kind of risks. Read all documents, ask everyone but take your OWN decision. 🙂

  • અમિત,
   વિસ્તારપૂર્વક માહિતી બદલ આભાર. હમણા તો બહુ Gold SIPમાં પડવાની ઉતાવળ નથી એટલે થોડી ફૂરસદે આ માહિતીનો અભ્યાસ કરીશ.
   ગઇ કાલે જ લીટલ ઇન્ડિયામાં ગુજરાતી થાળી ખાધી હતી. હવે અહીં શુધ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ પણ ઘણી થઇ ગઇ છે.

 4. અમારે ત્યાં રાજકોટ માં તો ૪ – ૫ મહિના થી રાજકોટ નાગરિક બેંક તરફ થી એક વર્ષ ની F.D માં ૧૧ % વ્યાજ વાળી scheme છે !!!

  • નીરવભાઇ,
   કો ઓપરેટીવ બેંકનો ભરોસો કેટલો કરવો આજ કાલ?? મારા માટે 9.5% બરાબર છે 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: