Ruhi on course of spirituality

આજે જમતા જમતા રુહી ધીમે ધીમે કંઇક ગાતી હતી. મેં ધ્યાનથી સાંભળ્યું તો એ ગાતી હતી :

वक्रतुंड महाकाय, सूर्यकोटी सम प्रभ,

निर्विध्नम कुरूमे देव, सर्व कार्येषु सर्वदा…

રુહી લગભગ આખો શ્લોક બરાબર બોલી. મેં એને પૂછ્યું કે કોણે શીખવાડ્યું તો કહે સ્કૂલમાં ટીચર prayerમાં કરાવે છે. રુહીને પૂછ્યું કે બીજી કઇ prayer ટીચર કરાવે છે તો એ પટ પટ બધી પ્રાર્થના/શ્લોક બોલવા લાગી.

गुरू ब्रह्मा, गुरू विष्णु,

गुरू देवो महेश्वरा।

गुरू साक्षात परब्रह्मा,

तस्मै श्रीगुरूवे नम:।।

ગાયત્રી મંત્ર પણ બરાબર બોલી ગઇ.

આ ઉપરાંત એણે સરસ્વતી દેવીનો પણ શ્લોક બોલવાનો પ્રયત્ન કર્યો. (મને પણ આ શ્લોક નથી આવડતો :))

सरस्वति नमस्तुभ्यं वरदे कामरूपिणि ।
विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॥

પછી એણે "अच्युतम केशवम" પણ બરાબર ગાયું.

મારી જાણ બહાર અને મારી કોઇ મહેનત વગર રુહી પોતાની આધ્યાત્મિક સફરમાં આટલું આગળ વધી ગઇ છે એ જાણીને મને ખરેખર આનંદ થયો. એની સ્કૂલના ટીચરનો પણ આભાર માનવો રહ્યો કે તેઓ છોકરાઓને પ્રાર્થના કરાવવાની તસ્દી લે છે. રુહી જે શ્લોકો બોલે છે એનો અર્થ એને ભલે ખબર ના હોય પણ એ જ્યારે થોડી વધૂ સમજતી થશે ત્યારે એ શ્લોકનો અર્થ અને પ્રાર્થના કરવા પાછળનો હેતુ આપોઆપ સમજી જશે.

આ બધી શ્લોક અને પ્રાર્થના ઉપરાંત સ્કુલમાં જમતા પહેલા પ્રાર્થના થકી આપેલા ભોજન માટે ભગવાનનો આભાર માનવાનું પણ શીખવાડ્યું છે. એટલે અમુક વખતે હવે જમતા પહેલા રુહી કંઇક ધીમે ધીમે બોલતી હોય છે પણ મને હજી બરાબર ખબર નથી કે એ શું પ્રાર્થના કરે છે.

પ્રાર્થનાઓ સાથે સાથે રુહીને ભારતનું રાષ્ટ્રીય ગીત "जन गन मन…." પણ હવે એકદમ બરાબર આવડી ગયું છે અને એમ પણ ખબર પડે છે કે રાષ્ટ્રીય ગીત ગાતી વખતે ટટ્ટાર ઉભા રહેવું જોઇએ. મને એ એની અંગ્રેજી ભાષામાં કહે કે if we don’t stand during National anthem then it’s disrespect. હમ્મ્મ્મ્મ….. આ ઉપરાંત એને સિંગાપોરનું રાષ્ટ્રીય ગીત પણ ઘણું બધું આવડી ગયું છે.

સ્કૂલમાંથી ભણવા ઉપરાંત બીજું સારુ શીખીને એ લાવે છે એ ખૂબ સારી વાત છે. સ્કૂલમાં બાળકોને મૂકો એટલે એને સત્તાવાર રીતે “Rat Race’”માં ઉતારી દીધા એવી લાગણી ના થાય તો જ એ શિક્ષણનો મતલબ કહેવાય…..

4 Responses

  1. અર્થ તો આવડતા હજી વાર લાગશે. પણ, સારું છે. મને તો જો કે એકેય શ્લોક ન આવડ્યો, કવિન ગાયત્રી મંત્ર સરસ બોલે છે, પણ ક્યાં બોલવો તે ખબર નથી. કોઈ વખત ટોઈલેટમાં બેઠો-બેઠો બૂમો પાડીને ગાતો હતો તો ચૂપ કરાવવો પડ્યો..😉

  2. કાર્તિકભાઇ,
    છોકરાઓ સમજતા નથી ત્યાં સુધી જેટલી સારી આદતો પડી જાય એટલું સારુ છે. એક વખત સમજતા થઇ જશે પછી સમજાવીને સારી આદતો પાડવી એ તકલીફવાળું કામ છે.🙂

    ટોઇલેટ દરેક છોકરાઓ માટે પરમ આનંદ ધામ છે. કદાચ છોકરાઓને જોઇતી સ્પેસ આ ટોઇલેટ પૂરી પાડે છે. રુહીએ અમારા ટોઇલેટને બહુ સરસ સજાવ્યો છે લગભગ 20-30 સ્ટીકરોથી. ટોઇલેટમાં કમોડ પર એવી રીતે એ બેસે છે કે જાણે એ રૂમમાં સોફા પર બેઠી હોય અને પછી મસ્તી કરશે અને ગીતો ગાશે. એકદમ એના comfort zoneમાં આવી જાય છે રુહી🙂

    કાર્તિકભાઇ, તમે ભલે ભગવાનમાં માનો કે ના માનો, કવિન જે શીખે એ શીખવા દેજો.

  3. Sorry , ચર્ચા માં ભંગ પાડવા માટે પણ ,

    આ વાત સાચી છે , મારો ભાણિયો પણ કમોડ માં બેઠો બેઠો અદભુત એવા ગીતો ગાતો હોઈ છે , જાણે કે એણે કોઈ પરમ આનંદ ગોતી લીધો હોઈ , ને જેને ગોતવા આપને ફાંફા મારતા હોઈએ , જાણે અજાણે એની ઈર્ષ્યા થઇ જાય …

    સારી ખરાબ આદતો ની વાત બરાબર છે , પરંતુ મોટા ભાગે આમ કર તેમ કર , આમ સારું લાગે , આમ ન કરાય , એવું કહી કહી ને આપણે તેમનું તે નિર્દોષ તત્વ જ છીનવી લેતા હોઈએ છીએ ..

    કારણ કે જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી , The one & only PUREST remained is બાળક બાળક and બાળક …..

    • નીરવભાઇ,
      એટલે જ લખ્યું છે કે જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી જેટલું આપણા કહ્યા વગર સારુ શીખી લે છે એટલું સારુ છે. આ શ્લોકો પણ મેં નથી શીખવાડ્યા એ સ્કૂલમાંથી જાતે જ શીખી આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: