જોગીંગ, વાંચન અને બીજી અપડેટસ

વર્ષ 2012ની શરૂઆતથી હું વિચારતો હતો કે અઠવાડિયામાં બે દિવસ જોગીંગ કરવા નિયમિત રીતે જવું પણ આ શુભ કામની શરૂઆત જ નહોતી થતી. મારી આળસ આને માટે જવાબદાર. આખરે છેલ્લા શનિવારે જ્યારે હું ઘરે એકલો હતો ત્યારે કંટાળીને થયું કે ચાલ જોગીંગનો પ્રયત્ન કરી જોઇએ. (હું એટલો આળસુ છું કે જોગીંગ માટે જવા માટે હું બૂટ પહેરતો હતો ત્યાં સુધી વિચારતો રહ્યો કે ખરેખર મારી પાસે જોગીંગ સિવાય કોઇ વિકલ્પ નથી? :)) પહેલા દિવસે ખાલી એક કિમી જેટલું જ દોડાયું. Runkeeperની સહાયતાથી મેં કેટલી કેલેરી ખર્ચ કરી એ પણ જોયું. બસ એ ખર્ચો જોઇને મને થોડું પ્રોત્સાહન મળ્યું અને હવે રોજ જોગીંગ નિયમિત રીતે હ્જી સુધી ચાલી રહ્યું છે. છેલ્લા 5 દિવસમાંથી 4 દિવસ જોગીંગ કર્યું. 1 કિમીથી વધીને 1.5 કિમી સુધી પહોંચ્યો છું. હજી પણ મને વિશ્વાસ નથી આવતો કે મારા જેવો આળસુ માણસ રોજ સાંજે જોગીંગ માટે જાય છે. 🙂

વાંચનયાત્રા પણ સારી ચાલી રહી છે. હાલમાં તો મુખ્યત્વે મેગેઝીનો વાંચી રહ્યો છું. ચિત્રલેખાના અમુક જૂના અંકોમાંથી રુચિકર લેખો વાંચી રહ્યો છું. સાથે સાથે "India Today" અને "Business Today" પણ ખરું. આ ઉપરાંત લાયબ્રેરીમાંથી એક પુસ્તક લાવ્યો છું "Gandhi : Naked Ambition” જેમાં દુનિયા જે ગાંધીને જાણે છે એનાથી વિરૂધ્ધ ગાંધીજીની વાત લખાઇ છે. જો કે હજુ 4-5 પાનાં જ વાંચી શકાયા છે એટલે પુસ્તક કે એમાં ગાંધીજીના પાત્રની કરાયેલી ચિતરામણ  વિશે કંઇ લખવું અશક્ય છે.

હજી એક બીજો સુધારો લાવવાનું નક્કી કર્યું છે અને એ છે ચાલુ દિવસો દરમ્યાન રાત્રે 12 વાગ્યે મોડામાં મોડું સૂઇ જવાનો. કોમ્પ્યુટર લઇને બેઠો હોઉં તો રાતના 1 ક્યાં વાગી જાય એ ખબર નથી પડતી અને પછી બીજા દિવસે સવારે ઉઠવાની આળસ અને પછી ઓફિસમાં ઉંઘ આવે. હું ગણીને 6 કલાક પણ દિવસમાં નથી સૂતો જે લાંબા ગાળે મારા માટે નુકસાનકારક છે. બસ હવે આ બ્રહ્મજ્ઞાન મને થયું છે એટલે હવે જલ્દી સૂવાનો પ્રયત્ન કરવાનો છે અને શરીરને 6-7 કલાકનો આરામ આપવાનો છે.

ફોન હવે લગભગ સેટ થઇ ગયો છે. બેટરી લાઇફ માટે "Juice Defender” નામની એપ વાપરવાનું શરૂ કર્યું છે અને એ બેટરી લાઇફને અસરકારક રીતે વધારી આપે છે. Samsung Appsમાં “Business Today” મેગેઝીનની મફતમાં App છે. ICS4.0 સાથે નવા ફોન બજારમાં આવવા લાગ્યા છે પણ જે ફોન બજારમાં પહેલેથી જ છે એના માટે આ અપડેટના કોઇ ઠેકાણા નથી. એન્ડ્રોઇડની આ માથાકૂટ છે આમ જોવા જઇએ તો. iOS જેવું હોવું જોઇએ જે દિવસે અપડેટ રિલીઝ થાય તરત જ તમે ડાઉનલોડ કરી શકવા જોઇએ. એન્ડ્રોઇડમાં વળી કોઇ ફોન માટે અપડેટ હોય ને કોઇ માટે ના હોય અને વળી પાછું Manufacturer પર પણ આધારિત હોય. એન્ડ્રોઇડમાં વળી સ્ક્રીન લોક હોય ત્યારે સંગીત કે કેમેરાનો ઉપયોગ કરવાની કોઇ સુવિધા લાગતી નથી જો કોઇને આ વિશે ખબર હોય તો મને જણાવજો.

Advertisements

6 Responses

 1. જોગીંગમાં ૧.૫ કિમીની સરેરાશ એકાદ મહિના સુધી પકડી રાખજો તો સારું રહેશે. પછી દરના મહિનાથી દર અઠવાડિયે ૧૦ ટકાનો વધારો કરજો. એકદમ દોડવું એ પણ થોડું રિસ્કી છે.

  અમદાવાદ મેરેથોનમાં મળીશું? 🙂 કે સિંગાપુરમાં?

  • કાર્તિકભાઇ,
   1.5 કિમી દોડી લેવામાં હાલ વાંધો નથી આવતો જો કે હું બે વખત વચ્ચે 30 સેકંડના બ્રેક લઉ છું.
   મુખ્ય આશય જોગીંગ કરવા પાછળનો મેરેથોન દોડવાનો નહીં પણ શરીરને થોડી કસરત કરાવવાનો છે. અત્યારે તો નિયમિત રીતે જોગીંગ કરવાની આદત પાડવી એ મુખ્ય ધ્યેય છે કારણ કે મને ખબર છે કે હું કેટલો આળસુ છું આ બાબતોમાં 🙂

   • ધ્યેય ઊંચો જ રાખવો 🙂 વેલ, મારો જોગીંગ (કે રનિંગ) નો આશય એ જ હતો.. જે સફળ થયો છે. અત્યારે જોકે બ્રેક પાડવો પડ્યો છે – થેન્ક્સ ટુ દાંતો મેં સડન.

 2. પહેલા મારી એવી હાલત પણ એવી હતી કે જો કોઇ પુસ્તકમાં રસ આવી જાય કે લેપટોપમાં મન લાગી જાય તો રાતે ૨-૩ વાગી જતા પણ રોજ દિવસે બગાસા ખાતા-ખાતા રાત્રીની નીંદરનું મહત્વ સમજાવા લાગ્યું અને પછી મારી માટે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં સુઇ જવાનો નિયમ મે જ બળજબરીથી બનાવ્યો.
  તે હેતુથી અત્યારે મોબાઇલમાં ૨ અલાર્મ અનુક્રમે ૧૨.૦૦ અને ૧૨.૧૫ સમયે સેટ કરવામાં આવ્યા છે. (જો કે પ્રથમ અલાર્મ માત્ર યાદ અપાવે છે કે ૧૨ વાગી ગયા છે.)

  ડાકટરી ટીપ – સ્વસ્થ રહેવા માટે ૮ કલાકની ઉંઘ સારી ગણાય. (હું ૭ કલાકમાં પણ સ્વસ્થ છું !) 😉

 3. Thanks for sharing about Juice Defender, started using it… looks good.

 4. try widget locker application I’ve its apk file if you want

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: