Tryst with Android – week 2

ફેબ્લેટ વપરાશનું બીજું અઠવાડિયું. અમુક સારા અને અમુક ખરાબ પાસાઓનો અનૂભવ થયો.

1. “Widget” એ એન્ડ્રોઇડનું સૌથી સબળ પાસું છે. બહાર વરસાદ વરસતો હોય અને ફોનની સ્ક્રીન પર રીમઝીમ વરસાદ દેખાય અને દરિયો હિલોળા લેતો હોય તો જોવાની કેવી મજા આવે. (Real time weather simulation). જો કે હજી સુધી જોઇએ એવા સારા "Widget" મળ્યા નથી. ટ્વીટર, ફેસબુક અને email માટેના એકદમ બકવાસ Widget છે. જો કોઇ સારા Widget કોઇના ધ્યાનમાં હોય તો જણાવવા વિનંતી. ખાસ તો ઇ મેઇલ માટે કોઇ સારી app અથવા Widgetની જરૂરિયાત છે. iPhoneમાં જે રીતે યાહુ, જીમેઇલ, હોટમેઇલ બધાં ખાતાના મેઇલ એક જ appમાંથી જોઇ શકાય એવી કોઇ સારી વ્યવસ્થા એન્ડ્રોઇડમાં મળે તો મઝા આવે.

2. સેમસંગ નોટ્સની મોટી સ્ક્રીન પર વેબ બ્રાઉઝીંગની અને વાંચવાની મજા આવે છે. મને ઇ-બુક કે ઇ-મેગેઝીન વાંચવા નથી ગમતા પણ ફોનની મોટી સ્ક્રીન પર આ વખતનું “India Today” બે દિવસમાં વાંચી નાંખ્યું. બીજા અમુક મેગેઝીન પણ ડાઉનલોડ કર્યા છે જે સમયની અનૂકુળતા પ્રમાણે વાંચતો રહીશ.

3. સેમસંગ નોટ્સની સૌથી ખરાબ વાત છે બેટરી લાઇફ. જો કે અમુક sync દૂર કર્યા પછી બેટરી લાઇફમાં થોડો સુધારો થયો છે. જો કે બેટરી લાઇફ કરતા પણ ખરાબ છે બેટરી ચાર્જ કરવા માટે લાગતો સમય. AC ચાર્જમાં પણ ફોનને ચાર્જ કરતા 2-3 કલાક લાગી જાય છે અને જો USB ચાર્જ કરો તો પૂરો ફોન ચાર્જ કરતા 6-7 કલાકથી પણ વધૂ લાગી જાય. ટૂંકમાં P A T H E T I C… આ બાબતે iPhone એકદમ ચઢિયાતો છે.

4. ICS4.0 અપડેટ સેમસંગ નોટ્સ માટે શરૂ થઇ ગઇ છે. એ વિશે વધૂ માહિતી અહીં છે. બહુ જલ્દી આ અપડેટ સિંગાપોરમાં મળી જવી જોઇએ. જો કે આ અપડેટથી બહુ વધૂ ફરક પડે એમ લાગતું નથી. આજે જ સેમસંગની ફર્મવેર અપડેટ આવી હતી એને ઇન્સટોલ કરી પણ એ અપડેટમાં શું ફેરફાર છે એની કોઇ રિલીઝ નોટ નથી. ઘણું શોધવા છતાં વેબ પર પણ રિલીઝ નોટ નથી મળી.

 

અત્યાર સુધીના વપરાશ પછી એવું લાગે છે કે iPhone જેવી Reliability અને User Friendlyness હજુ એન્ડ્રોઇડમાં નથી.

Advertisements

11 Responses

 1. Widget પણ બહુ જ બેટરી ખાય છે… અને “જો કે બેટરી લાઇફ કરતા પણ ખરાબ છે બેટરી ચાર્જ કરવા માટે લાગતો સમય. ” સહમત.

 2. એન્ડ્રોઈડમાં બેટરી બચાવવાના ઘણાં રસ્તા છે. ૧. GPS/Wifi જરુર ન હોય ત્યારે બંધ રાખો. ૨.બહુ વિજેટ્સ ન વાપરો. બેટરી, વેધર, કેલેન્ડર અને એક્ટિવ એપ્સ – બસ બહુ થયું. ૩. ચાર્જિંગ માટે ચાર્જર (બંને) જોડે જ રાખવા.

  ઈમેલ માટે જીમેલ કાફી છે. યાહુ, હોટમેલ આજ-કાલ કોણ વાપરે છે? 😉

  • થોડો ઉમેરો:
   – સેમસંગની ઇનબિલ્ટ ઈમેલ એપ ભંગાર છે, તો એને કોન્ફીગર ન કરીને પણ બેટરી બચાવી શકાય. (ઓછા નોટીફીકેશન પુશ થાય)
   – sync બંધ રાખવું.

   • Syncનો ઉપયોગ કરો એટલે બેટરી લાઇફની વાટ લાગી જાય છે. મેં ઇ મેઇલ માટે બિલ્ટ ઇન એપ મૂકીને “k9” એપ વાપરવાનું શરૂ કર્યું છે. જે ઇન બિલ્ટ એપ કરતા તો સારી છે.

  • કાર્તિકભાઇ,
   હું હજી પણ યાહુ વાપરુ છું અને ભારત બહાર ઘણાં લોકો હજી પણ હોટ મેલને મુખ્ય એકાઉન્ટ તરીકે વાપરે છે.

   • યાહુ હજીયે ઠીક છે. પણ, હોટમેલ? ધન્ય છે એ લોકોને.. 🙂

 3. Have you tried “Beautiful Widget”? Paid app, but well worth it. How did you get India Today? Through Zinio?

  • for magz I have default “PressDisplay” pre installed through which I managed to get “India Today”. Good thing is it gave me 7 free downloads also 🙂 But Chitralekha not available through “PressDisplay”.

   For Chitralekha I downloaded Megzter because Zinio didn’t have Chitralekha (atleast in Android version).

   I may give shot to “Beautiful Widget”.

 4. k9 mail
  beautiful widgets
  juice defender bettery saver
  friendcaster for facebook
  read it later

  • Parth,
   Thanks for suggestion.

   I installed k9 mail and looks way better than default mail client. I may explore it more to make it adaptable to my liking.

   Also, installed juice defender battery save. Need to check whether it indeed saves juice for me or not 🙂

 5. બીજું એક અવલોકન:
  – wi-fi માં 3G કરતા વધારે બેટરી જાય છે.મોટાભાગની apps wi-fi ઓન હોય ત્યારે frequently અપડેટ્સ માટે ચેક કરતી હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: