Tryst with Andorid

આખરે 2-3 મહિનાના મનોમંથન બાદ આજે Phablet (i.e. Phone cum Tablet Smile ) સેમસંગ નોટસ ફોન ખરીદી લીધો. આમ જોવા જઇએ તો બીજો પણ મારા અંગત વપરાશ માટે આ પહેલો એન્ડ્રોઇડ ફોન છે. આઇ ફોન પર iOS વાપર્યા બાદ એન્ડ્રોઇડ સાથે સેટ થતા થોડો સમય લાગશે એમ લાગે છે. સૌથી ખરાબ વાત જો એન્ડ્રોઇડની કોઇ હોય તો એ છે એમાં ગુજરાતી (અને બીજી ભારતીય ભાષાઓ) વાંચી નથી શકાતી. નીચે મારા બ્લોગનો ફોન પર દેખાતો સ્ક્રીન શોટ છે.

SC20120319-233227એક અક્ષર વંચાય એમ નથી ગુજરાતીનો. જો કે આ સમસ્યાની ફોન લેતા પહેલા ખબર હતી તેમ છતાં પણ એન્ડ્રોઇડનો શોખ પૂરો કરવા માટે આ જોખમી પગલું ભર્યું છે. અમુક લોકોનું કહેવું છે કે ફોનને ROOT કરીને અમુક ચેડા કરવાથી ગુજરાતી વાંચી શકાય છે. જો કે હું મારા HTC Wildfire S ને છેલ્લા બે અઠવાડિયાથી ROOT કરવા મથી રહ્યો છું પણ BootLoader Unlock કરવાથી આગળ હજુ નથી વધી શક્યો. S-On ફોનને પહેલા મારે S-Off કરવો પડશે અને એ કંઇ રીતે થાય એ દુનિયામાં હજુ સુધી કોઇને ખબર નથી લાગતી 🙂 જો કોઇ આ બાબતે મદદ કરી શકે એમ હોય તો જણાવવા વિનંતી.

લોકોના કહેવા મુજબ સેમસંગના ફોનને ROOT કરવામાં બહુ વાંધો નહીં આવે પણ હજુ સુધી ફોનને મચેડવાનું શરૂ નથી કર્યું.

 

 

 

સેમસંગ નોટસ ફોનની છેલ્લા બે કલાકમાં નોંધેલી સારી ખરાબ બાબતો :

1. ફોનની સ્ક્રીન સાઇઝ 5.3" છે એટલે કે આમ જોવા જઇએ તો મીની ટેબ્લેટ જેટલી સાઇઝ જ કહેવાય. Display એકદમ ચકચકાટ લાગે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં મઝા આવશે.

2. iPhoneમાં ખાટલે મોટી ખોટ flash playerની હતી પણ હવે એન્ડ્રોઇડમાં એ સમસ્યા નહીં રહે.

3. કેમેરા પણ સારો છે. કેટલા મેગા પિક્સલ છે એ ખબર નહીં પણ ફોટા સારા આવે છે. વળી front કેમેરા પણ છે એટલે વધૂ એક સુવિધા રહેશે.

4. ફોનમાં "S Pen”ની સુવિધા છે એટલે કે એક stylus આપેલું છે જેનાથી તમે સ્ક્રીન પર જે કરવું હોય એ કરી શકો છો. જો કે મને આ stylusની હજી સુધી કોઇ જરૂર નથી લાગી.  આજથી 3-4 વર્ષ પહેલા વિન્ડોઝ મોબાઇલ માટે હું stylus વાપરતો હતો કારણ કે એ વખતે ટચ સ્ક્રીન બહુ પ્રચલિત નહોતી. આજના SIRIના જમાનામાં stylusની મને બહુ જરૂર લાગતી નથી. જો કે આ ફોન પણ voice command થકી ગુગલ સર્ચ કરી આપે છે.

5. USBથી ફોનનું ચાર્જીંગ બહુ ધીમું છે. કલાકથી ફોન ચાર્જ થઇ રહ્યો છે છતાં 10% બેટરી પણ હજુ સુધી ચાર્જ નથી થઇ.

6. ફોનમાં સેમસંગની ઘણી બધી એપ્લિકેશનો મફતમાં પધરાવી દેવામાં આવી છે. ધીરે ધીરે સાફ સફાઇ ફોનની કરવી પડશે.

અને છેલ્લે To DO :

1. એન્ડ્રોઇડ interface સાથે સેટ થવું.

2. ફોનની સાફ સફાઇ કરીને ફોનનો મહત્તમ efficiency સાથે ઉપયોગ કરી શકાય એ રીતે ફોનને સેટ કરવો.

3. ફોન પર ગુજરાતી વાંચવા માટે શું કરી શકાય એ વિશે શોધખોળ શરૂ કરવી. હવે થોડા સમય માટે કદાચ આ કામ મારી જીંદગીનું મકસદ બની જશે. જો કોઇ ભલા જીવને આ વિશે જાણકારી હોય તો જણાવવા વિનંતી.

Advertisements

18 Responses

 1. ભાઈ… હું પણ ઘણા સમયથી માથા ફોડી કરું છું… તમને ગુજરાતી વાંચતા-લખતાં આવડે તો મનેય શીખવજો… બાકી અભિનંદન…

 2. Exact મોડેલ કયું છે? કેટલા મે.પિ. કેમેરો તે જોઈને ના લીધો? 😉 વેલ, અહીં http://forum.xda-developers.com/wiki/Samsung_Galaxy_Note/GT-N7000 તમને જોઈતી માહિતી મળશે. Rooting is not for faint hearted yet!

  Firefox, Skype, Dictionary, TED, Wikipedia, AirDroid, Compass, Layar, ASTRO file manager, RemoteDroid, Swiss Army Knife – આટલી એપ્સ શરુઆત માટે બહુ છે 🙂

  Stylus is useful for taking quick notes too.

  • કાર્તિકભાઇ,

   મોડેલ છે GT-N7000.

   ફોન કેમેરા જોઇને નહોતો લીધો. જે મળ્યું એ વધાવી લેવાનું હતું આ બાબતે 🙂

   બાકી તમે મોકલેલ એપ્સ લીસ્ટ બદલ આભાર.

   હાલમાં તો “To ROOT or Not to ROOT” એવી અસંમજસમાં છું. પણ લગભગ 1-2 દિવસમાં કીડા કરવાના ચાલુ કરીશ. 🙂 તમારી પાસે જો કોઇ KB (Knowledge Base) હોય આ બાબતે તો શેર કરજો

   • Wait for sometime to root till cyanogenmod or custom firmware is out. If you only want rooting, Let me find.

   • @Kartik,
    I want be in hurry to root the phone. First need to see whether I can get ICS update or not any time soon. But I’m afraid that even ICS also doesn’t have native support for Gujarati.

 3. આશિષભાઇ,
  “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો… ” એવું જ એન્ડ્રોઇડનું લાગે છે.

  બાકી તમે ક્યા ફોન પર તમારો રિસર્ચ કરી રહ્યા છો?

 4. Congratulations! I’ve heard from lot of folks that Samsung Note is an amazing phone, so enjoy! I was using Android phone in the past and wasn’t able to get Gujarati fonts on the default browser. If you download Opera, you should be able to view the Gujarati fonts. I haven’t invested any time on rooting my android phones, so can’t comment on that but it shouldn’t be arduous for techie like you 🙂

  Personally, I’d like to get amazing screen and screen-size of Note, but I can’t give up the ease of use and reliability of my iPhone 4.

  • VivekBhai,
   iPhone is indeed great from functionality, reliability and ease of use point of view. But just wanted to try Android hence trying Notes (perhaps the best at the moment in Android phones). Will let you know if I manage to to something with Android n Gujarati 🙂

 5. I have Samsung Galaxy SII and same problem, but I have heard that they are solving this problem in Ice Cream Sandwich, so waiting for this… Till then temporary solution is download Opera Mini,
  (1) Type “config:” in the address bar and then press “Go”

  (2) Turn “Use bitmap fonts for complex scripts” to “Yes”

  It should render Gujarati fonts fine…

  But you can’t see Gujarati Fonts in any other apps…

  • Thanks Sakshar. Your trick works in Opera. I wasn’t aware of this so thanks for sharing this tip.

   I’m afraid that even ICS update also doesn’t have native support for Gujarati. It seems like at this point of time only Hindi, Bengali, Marathi and Tamil is supported in ICS update. But will try to see Samasung Galaxy Nexus for confirmation.

 6. કુણાલ દોસ્ત, એન્ડ્રોઇડના સેમસંગમોબાઈલથી ગુજરાતી વાંચવાનું ચેક કર્યું હતું પણ…આસ્કી-મોડમાં ચક્કર-ભમ્મર શબ્દો વંચાયા હતા. જ્યારે આઈફોન અને આઇપેડ બંને પર ગુજરાતી સારું વંચાય છે જે વર્ડપ્રેસની સાઈટથી ખાતરી કરી હતી. તો પણ અહીં ગૂગલના ટ્રાન્સલિટરેટ પર જઈને કોઈ અન્ય ભાષા લખી શકાતી નથી. કોઈક છે માઈ કા લાલ પ્રોગ્રામર જે મોબાઈલનું ગુજ્જુ લખાણ લખવા માટેની સુવિધા પૂરી પાડી શકે?

  • આઈફોન માટે iTransliterate સારી app છે, ગુજરાતીમાં લખવા માટે.

  • Murtaza Bhai,
   At this point of time, to me, iOS looks bit superior to Android. No problem at all in reading / writing Gujarati with iOS devices.

   App suggested by Sakshar is good one and I was using it on my iPhone. So give a try.

 7. I’m writing this comment through samsung galaxy ace android…it can read this article perfectly.

  Bdw you can use applications like blogger, greader pro(best), wordpress etc for blogging.

  any application you need free/paid just tell me I can provide you it’s setup apk file. be careful while routing your cell, and don’t go to samsung care with routed cell coz it will be treated as end of warranty.

  music – ttpod and shazam encore
  web browser – opera mobile
  video – mx video player and qq player
  home screen app – go launcher
  other most useful for business – evernote, camscanner, camcard
  book reader – moonplus and kindle
  facebook – friendster
  chat- nimbuzz
  file manager – xplore

  best thing in android is swype keyboard

  • Thanks Parth for your inputs.

   You can see Gujarati on your Galaxy Ace phone is because Samsung Galaxy Ace and Samsung Galaxy S both have support for native languages avaliable while for other phones it is not available yet.

   So at the most we can wait for some official support or just hack it.

   thanks for app suggestions.

 8. ગુજરાતી ફોન્ટ માટે: ઑપેરા ડાઉનલોડ કરીને config:about મા જઈને બિટ્મેપ ઓન કરી દો.
  મારા મંતવ્ય મુજબ root ન કરો તો સારૂ.
  cyanogenmod કરી નાખો તો samsung ની apps પણ ચાલી જશે.

  I think તમારા ત્રણેય problem solve થઈ ગયા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: